रामकथा सुनने गरुडजी काकभुशुंडी के पास गये
मिलहिं न रघुपति बिनु अनुरागा । किएँ जोग तप ग्यान बिरागा ॥
उत्तर दिसि सुंदर गिरि नीला । तहँ रह काकभुसुंडि सुसीला ॥१॥
राम भगति पथ परम प्रबीना । ग्यानी गुन गृह बहु कालीना ॥
राम कथा सो कहइ निरंतर । सादर सुनहिं बिबिध बिहंगबर ॥२॥
जाइ सुनहु तहँ हरि गुन भूरी । होइहि मोह जनित दुख दूरी ॥
मैं जब तेहि सब कहा बुझाई । चलेउ हरषि मम पद सिरु नाई ॥३॥
ताते उमा न मैं समुझावा । रघुपति कृपाँ मरमु मैं पावा ॥
होइहि कीन्ह कबहुँ अभिमाना । सो खौवै चह कृपानिधाना ॥४॥
कछु तेहि ते पुनि मैं नहिं राखा । समुझइ खग खगही कै भाषा ॥
प्रभु माया बलवंत भवानी । जाहि न मोह कवन अस ग्यानी ॥५॥
(दोहा)
ग्यानि भगत सिरोमनि त्रिभुवनपति कर जान ।
ताहि मोह माया नर पावँर करहिं गुमान ॥ ६२(क) ॥
सिव बिरंचि कहुँ मोहइ को है बपुरा आन ।
अस जियँ जानि भजहिं मुनि माया पति भगवान ॥ ६२(ख) ॥
ગરુડજી રામકથા સાંભળવા કાકભુશુંડિજી પાસે આવે છે
મળે ન રામ વિના અનુરાગ કર્યે યોગ તપ જ્ઞાન વિરાગ,
ઉત્તરમાં સુંદર ગિરિ નીલે ત્યાં રહે કાકભુશુંડિ સુશીલ.
રામભક્તિ પથ પરમપ્રવીણ જ્ઞાની ગુણનિધિ બહુકાલીન;
કહે રામની કથા સદા, સાદર સુણે વિહંગ બધાં.
સુણી મધુર હરિનાં ગુણગાન કરો મુક્ત મોહથકી પ્રાણ;
પ્રસન્ન મનથી ચાલ્યા તે ચરણે શીશ નમાવીને.
હર્યો એમનો નવ મેં ખેદ રામકૃપાનો જાણી ભેદ;
પ્રગટેલું પૂર્વે અભિમાન હણવા ચાહે કૃપાનિધાન.
રાખ્યા એથી નિકટ નહીં સમજે ખગ ખગવાણ સહી;
પ્રભુમાયા બળવંત અહો, મોહિત કોણ થયો ન કહો.
(દોહરો)
જ્ઞાની ભક્તશિરોમણિ પ્રભુના પાર્ષદ પ્રાણ,
મોહ્યા તે પણ; નર કરે પામર કેમ ગુમાન ?
શિવવિરંચિ મોહિત કરે કોણ તો પછી આન,
એવું જાણી મુનિ ભજે માયાપતિ ભગવાન.