Wednesday, 15 January, 2025

Ghee Ni Divadiye Aavo Maa Lyrics in Gujarati

179 Views
Share :
Ghee Ni Divadiye Aavo Maa Lyrics in Gujarati

Ghee Ni Divadiye Aavo Maa Lyrics in Gujarati

179 Views

એ માડી ઘીની દીવડીએ આવજો રે ઓ માઁ
ઓ ઓ માડી ઘીની દીવડીએ આવજો રે ઓ માઁ
તમે આવીને વાણલા વાળજો રે ઓ માઁ

એ તારી ચૂંદડીએ હીરલા ચમકે રે ઓ માઁ
એના છેડે બ્રહ્માંડ આખું લટકે રે ઓ માઁ

એ સંકટ વેળા એ દોડી ને આવજે
આવીને માવડી મારગ બતાવજે
એ માડી ઘીની દીવડીએ આવજો રે ઓ માઁ
તમે આવીને વાણલા વાળજો રે ઓ માઁ
એ તમે આવીને વાણલા વાળજો રે ઓ માઁ

ઓ માથે આવ્યો છે માડી કળિયુગ કાળો
તારા સિવાય મારે કોનો સહારો

એ માથે આવ્યો છે માડી કળિયુગ કાળો
તારા સિવાય મારે કોનો સહારો
એ તારું વીરજ હંભાળી આવજે રે ઓ માઁ
તારી સંગે જોગણીયુ લાવજે રે ઓ માઁ
ઓ ઓ માડી ઘીની દીવડીએ આવજો રે ઓ માઁ
તમે આવીને વાણલા વાળજો રે ઓ માઁ
એ તમે આવીને વાણલા વાળજો રે ઓ માઁ

ઓ જાણી ને બાળ તારું આવજે તું હામી
હોય ભલે માઁ મારી ભક્તિમાં ખામી

એ જાણી ને બાળ તારું આવજે તું હામી
હોય ભલે માઁ મારી ભક્તિમાં ખામી
એ મારા અંતરમાં જ્યોત પ્રગટાવજે રે ઓ માઁ
તારે સંગે બેનડીયું લાવજે રે ઓ માઁ
ઓ ઓ માઁ ઘીની દીવડીએ આવજો રે ઓ માઁ
તમે આવીને વાણલા વાળજો રે ઓ માઁ
એ તમે આવીને વાણલા વાળજો રે ઓ માઁ

ઓ દુનિયા રુઠે તો ભલે ને રુઠે
માડી તારી માયા ન છૂટે

એ દુનિયા રુઠે તો ભલે ને રુઠે
માડી તારી માયા ન છૂટે
એ જીવ છૂટે તોયે નામ નહિ છૂટે રે ઓ માઁ
તારી ભક્તિ નો તાર નહિ તૂટે રે ઓ માઁ
ઓ ઓ માડી ઘીની દીવડીએ આવજો રે ઓ માઁ
તમે આવીને વાણલા વાળજો રે ઓ માઁ
એ તમે આવીને વાણલા વાળજો રે ઓ માઁ
એ તમે આવીને વાણલા વાળજો રે ઓ માઁ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *