Saturday, 27 July, 2024

‘ગિફ્ટ સિટી’માં દારૂનું વેચાણ શરૂ, હોટેલ ગ્રાન્ડ મર્ક્યુર અને ગિફ્ટ સિટી ક્લબને મળી લિકર પરમિશન: આ પહેલાં જાહેર કરાઈ હતી ગાઈડલાઈન

356 Views
Share :
‘ગિફ્ટ સિટી’માં દારૂનું વેચાણ શરૂ, હોટેલ ગ્રાન્ડ મર્ક્યુર અને ગિફ્ટ સિટી ક્લબને મળી લિકર પરમિશન: આ પહેલાં જાહેર કરાઈ હતી ગાઈડલાઈન

‘ગિફ્ટ સિટી’માં દારૂનું વેચાણ શરૂ, હોટેલ ગ્રાન્ડ મર્ક્યુર અને ગિફ્ટ સિટી ક્લબને મળી લિકર પરમિશન: આ પહેલાં જાહેર કરાઈ હતી ગાઈડલાઈન

356 Views

ગુજરાત સરકારે હાલમાં જ ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ અંગેનો નિર્ણય લીધા બાદ તે ચર્ચાનો વિષય બન્યો હતો. જે પછી સરકારે લિકર પરમિશન અંગેની એક ગાઈડલાઈન પણ જાહેર કરી હતી. ત્યારે હાલ સમાચાર મળી રહ્યા છે કે ગુજરાતે સરકારે નિર્ણયને અમલમાં લેતા ગિફ્ટ સિટી સ્થિત બે હોટેલ્સને દારૂ વેચાણની પરવાનગી આપી દીધી છે.

મળતી માહિતી પ્રમાણે હાલ ગુજરાતમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં હોટેલ ગ્રાન્ડ મર્ક્યુર અને ગિફ્ટ સિટી ક્લબને દારૂ વેચાણની છૂટ આપવામાં આવી છે. હાલ પુરતી આ બે જ હોટેલની લિકર પરમિશનની  માહિતી મળી રહી છે. જે આગળ જતા આ લિસ્ટ વધી શકે છે.

સરકારે જાહેર કરી છે માર્ગદર્શિકા

ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર દ્વારા લિકર પરમિશન અંગેના નિયમો દર્શાવતી ગાઈડલાઈન બહાર પાડવામાં આવી હતી. જેમાં સરકારે જાહેર કર્યું હતું કે, હોટેલ મેનેજમેન્ટે સૌ પ્રથમ FL3 લાયસન્સ લેવાનું રહેશે. જે માટે જરૂરી દસ્તાવેજી પુરાવા સાથે નિયામક અને નશાબંધી વિભાગમાં અરજી કરવાની રહેશે. જ્યાં ગુજરાત સરકાર દ્વારા નક્કી કરેલ સમિતિ દ્વારા ચકાસણી થયા બાદ જ લાયસન્સ મળી શકશે.

FL3 લાયસન્સ અંતર્ગત ગિફ્ટ સિટીમાં આવેલી રેસ્ટોરન્ટ અને હોટેલ્સમાં વિદેશી દારૂની ખરીદી અને વેચાણ થઇ શકશે. પરંતુ લાયસન્સ જે સ્થળ માટે મંજૂર થયું હોય તે સિવાય અન્ય કોઈપણ સ્થળે લિકર પીરસી શકાશે નહિ. આ ઉપરાંત લાયસન્સધારકે ખરીદેલા લિકરના જથ્થાનો નક્કી કરેલા નમૂનામાં ખરીદ અને વેચાણનો હિસાબ રાખવાનો રહેશે અને સમગ્ર વિસ્તારને CCTV સર્વેલન્સ હેઠળ રાખવાનો રહેશે. ગાઈડલાઈન મુજબ ગિફ્ટ સિટી ખાતે માત્ર અધિકૃત રીતે કામ કરતાં કર્મચારીઓ અને અધિકૃત રીતે મુલાકાત લેતા મુલાકાતીઓ જ ગિફ્ટ સિટી ખાતે દારૂનું સેવન કરી શકશે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારે 22 ડિસેમ્બર 2023ના રોજ ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપતો આદેશ જાહેર કર્યો હતો. જેમાં એક અખાબરી યાદી જાહેર કરી સરકારે જણાવ્યું હતું કે, “ગિફ્ટ સિટીએ ગ્લોબલ ફાયનાન્સિયલ અને ટેક્નોલોજીનું હબ છે. ગ્લોબલ બિઝનેસ ઇકોસિસ્ટમ પૂરી પાડવાના હેતુથી સમગ્ર ગિફ્ટ સિટી વિસ્તારમાં ‘વાઇન એન્ડ ડાઇન’ ફેસિલિટી ઉપલબ્ધ કરાવવા માટે પ્રોહિબિશન નિયમોમાં ફેરફાર કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.” 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *