Saturday, 27 July, 2024

God’s play is difficult to understand

86 Views
Share :
God’s play is difficult to understand

God’s play is difficult to understand

86 Views

राम की लीला समजना कठिन है
 
असि रघुपति लीला उरगारी । दनुज बिमोहनि जन सुखकारी ॥
जे मति मलिन बिषयबस कामी । प्रभु मोह धरहिं इमि स्वामी ॥१॥
 
नयन दोष जा कहँ जब होई । पीत बरन ससि कहुँ कह सोई ॥
जब जेहि दिसि भ्रम होइ खगेसा । सो कह पच्छिम उयउ दिनेसा ॥२॥
 
नौकारूढ़ चलत जग देखा । अचल मोह बस आपुहि लेखा ॥
बालक भ्रमहिं न भ्रमहिं गृहादीं । कहहिं परस्पर मिथ्याबादी ॥३॥
 
हरि बिषइक अस मोह बिहंगा । सपनेहुँ नहिं अग्यान प्रसंगा ॥
मायाबस मतिमंद अभागी । हृदयँ जमनिका बहुबिधि लागी ॥४॥
 
ते सठ हठ बस संसय करहीं । निज अग्यान राम पर धरहीं ॥५॥
 
(दोहा)
काम क्रोध मद लोभ रत गृहासक्त दुखरूप ।
ते किमि जानहिं रघुपतिहि मूढ़ परे तम कूप ॥ ७३(क) ॥ 
 
निर्गुन रूप सुलभ अति सगुन जान नहिं कोइ ।
सुगम अगम नाना चरित सुनि मुनि मन भ्रम होइ ॥ ७३(ख) ॥
 
રામની લીલા સમજવી કઠિન છે
 
(દોહરો)
મોહ પમાડે દનુજને ભક્તોને સુખ દે,
રઘુપતિલીલા ગરુડજી, કઠિન સમજવી છે.
 
મલિનબુદ્ધિ વિષયી તથા કામી ના સમજે,
મોહિત માની લે સદા અજ્ઞાને પ્રભુને.
*
નેત્રરોગ જે જનને થાય ચંદ્ર પ્રીત તેને દેખાય,
થાય દિશાભ્રમ જેને લેશ પ્રગટયો પશ્ચિમ કહે દિનેશ.
 
નૌકારૂઢ ચલિત જગ જુએ, અચળ મોહવશ નિજને કહે;
બાળક ફરે ભવન ના ભમે, મિથ્યા વાદ પરસ્પર કરે.
 
હરિમાં એમ જ મોહ વિહંગ, સ્વપ્ને નવ અજ્ઞાન પ્રસંગ;
માયાવશ મતિમંદ અભાગ હૃદય જ્ઞાન માટે ના માગ,
તે શઠ હઠવશ સંશય કરે, નિજ અજ્ઞાન રામ પર ધરે.
 
(દોહરો)
કામ ક્રોધ મદ લોભ રત ગૃહાસક્ત દુ:ખરૂપ,
તે જાણે શે રામને મૂઢ પડયા તમકૂપ ?
 
નિર્ગુણ રૂપ સુલભ અતિ, સગુણ ન જાણે કોય,
સુગમ અગમ લીલાચરિત, મુનિમનમાં ભ્રમ હોય.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *