Sunday, 22 December, 2024

Goga Mari Gam Ma Vato Thay Lyrics in Gujarati

232 Views
Share :
Goga Mari Gam Ma Vato Thay Lyrics in Gujarati

Goga Mari Gam Ma Vato Thay Lyrics in Gujarati

232 Views

હો ગોમમાં વાતો થાય મારી ગોમમાં વાતો થાય
ગોમમાં વાતો થાય ગોગા મારી ગોમમાં વાતો થાય

ગોગા મારી ગોમમાં વાતો થાય ગોગા તને સેને જોઉં જાય
લોકો મને મેના મારી જાય બાપા તને સેને સહન થાય

ગરીબ ઘર છે મારૂં રે સેવાડે છાપરું મારૂં રે
ગરીબ ઘર છે મારૂં રે સેવાડે છાપરું મારૂં રે

આબરૂ લેતા મારી જાય બાપા હવે કેમ રે જીવાય
ગોગા મારી ગોમમાં વાતો થાય ગોગા તને સેને જોઉં જાય

હો ભાઈબંધ મારા એવું કૈસે કોઈ નથી ઓની પાસ
ગોગા તારૂં નોમ લઈને ફરૂ હું નિરાશ

હે તારા રે ભરોસે બેઠ્યો રાખજો મારી લાજ
ધોરી રે ધજા વારા કગરૂં સવાર સાંજ

હો ગોગા મારી વારે આવો રે ઑરતા પુરા કરો રે
બાપા મારી વારે આવો રે ઑરતા પુરા કરો રે

દુઃખ ના દાડા મારા જાય બાપા તને સેને સહન થાય
ગોગા મારી ગોમમાં વાતો થાય ગોગા તને સેને જોઉં જાય

એ વેળા એવી વાળી મારી દુનિયા જોતી રઈ
ચારે કોર આજે મારા નોમની વાતો થઇ

એ હોમું નતા જોતા એતો બોલવા લાગ્યા ભઈ
મેના ટોણા મારવા વાળા વાહ વાહ કરે ભઈ

ગોગો મારો ગોમનો ધણી રે દયા એને કરી ઘણી રે
ગોગો મારો ગોમનો ધણી રે દયા એને કરી ઘણી રે

ગોગા ની વાતો નો રે થાય ગેમર ની કલમે લખાય
ગરીબ નો બેલી રે કેવાય ભોળા નો ભગવાન કેવાય

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *