ગોમુખાસન
By-Gujju12-05-2023
472 Views
ગોમુખાસન
By Gujju12-05-2023
472 Views
ગોમુખાસન એ બેસીને કરવાનું આસન છે. આ આસનમાં બંને પગના ઘૂંટણની સ્થિતિ કે આકૃતિ ગાયના મુખ જેવી બનતી હોવાથી તેને ગોમુખાસન કહેવામાં આવે છે. ગોમુખાસન આસનના નિયમિત પ્રયોગથી મહિલાઓને પૂર્ણ સૌંદર્ય પ્રાપ્ત થાય છે. સાથે જ ફેફસા સંબંધિત બિમારીઓ તથા અન્ય બિમારીઓ દૂર રહે છે. સ્વાધ્યાય તથા ભજન, સ્મરણ વગેરેમાં આ આસનનો પ્રયોગ કરવામાં આવે છે. આ આસન સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ લાભકારક છે.
બંને પગ સીધા, ઘૂંટણ જમીનને અડેલા, બંને પગની એડી તથા અંગૂઠા જોડેલા. હાથ કોણીમાંથી સીધા, બંને પગની બાજુની હથેળી જમીન ઉપર, હાથની આંગળીઓ એકબીજા સાથે જોડાયેલી, કમરની ઉપરનું શરીર સીધું અને શિથિલ.
- શ્વાસ લેતાં લેતાં ડાબા પગને ઘૂંટણમાંથી વાળી પગની એડી જમણા પગના નિતંબ નીચે દબાય તે રીતે રાખો.
- જમણા પગને ઘૂંટણમાંથી વાળી પગની એડી ડાબા પગના નિતંબ નીચે બંને પગના ઘૂંટણ એકબીજાની ઉપર નજીક રહે તે રીતે મૂકો.
- જમણા હાથની પીઠ પાછળ લઈ જઈ પીઠ પર એવી રીતે રાખવો કાઈ હથેળીનો ભાગ બહારની તરફ રહે તથા હથેળી કાંડું નીચેની તરફ રહે અને આંગળીઓ ઉપરની તરફ રહે.
- ડાબા હાથને ઉપરની તરફ ખભામાંથી વાળી ડાબા હાથની આંગળીઓ વડે જમણા હાથની આંગળીઓ પકડવી. ડાબા હાથનો કોણીમાંથી વળેલો ભાગ મસ્તકના પાછડના ભાગને સ્પર્શ કરશે.
- જમણા હાથની કોણી માથાની પાછાળ બરાબર વચ્ચે રખવા પ્રયત્ન કરો. માથું અને ગરદન એકદમ સીધી રેખામાં રાખો.
- ધીરે ધીરે શ્વાસ લેતાં શીરેથી આંચકાં સિવાય બંને હાથ અને પગને ઉલટા ક્રમે મૂળ સ્થિતિમાં લાવો.
- આ રીતે હાથ, પગની સ્થિતિ બદલી બીજી બાજુ પણ આ આસન કરો.
- યથાશક્તિ આ આસનની સ્થિતિ જાળવો.
- આ આસન સવારે અથવા સાંજે ભૂખ્યા પેટે કરવું.
- આ આસન પછી થોડીવાર શવાસન કરવું.
- નાના કે મોટા આંતરડામાં સોજો કે ચાંદા પડ્યા હોય તો આ આસન ન કરવું.
- બરોળ કે કીડનીનો સોજો હોય તો પણ આ આસન ન કરવું.
- શરીરમાં તાજગી, સ્ફૂર્તિ અને શક્તિનો વિકાસ થાય છે.
- પીઠ, ખભા, ગરદનનાં દર્દમાં રાહત થાય છે.
- શુક્ર ગ્રંથિઓનો સોજો અને હર્નિયામાં ફાયદો થાય છે.
- પ્રોસ્ટેટ અને ડાયાબિટીસવાળા દર્દીને રાહત થાય છે.
- છાતીનો વિકાસ થાય છે.
- સંધિવાના રોગોમાં રાહત થાય છે.
- રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.
- દમનો રોગ દૂર થાય છે. પેટ અને ફેફસાનાં રોગો મટે છે.
- હાઈ-લો બીપીના રોગના લોહીનું દબાણ વ્યવસ્થિત રહે છે.
- આ આસન અન્ડકોષ સંબંધિત રોગને દૂર કરે છે.
- આ આસનથી પ્રમેહ, મૂત્રકૃચ્છ, ગઠિયા, મધુમેહ, ધાતુ વિકાર, સ્વપ્નદોષ, શુક્ર તારલ્ય જેવા રોગોમાંથી આઝાદી મળે છે.