Sunday, 17 November, 2024

Guha feel bad for his misjudgement

103 Views
Share :
Guha feel bad for his misjudgement

Guha feel bad for his misjudgement

103 Views

गुह को लगा, जल्दबाजी में भरत को गलत समझा
 
नहिं अचिरजु जुग जुग चलि आई । केहि न दीन्हि रघुबीर बड़ाई ॥
राम नाम महिमा सुर कहहीं । सुनि सुनि अवधलोग सुखु लहहीं ॥१॥
 
रामसखहि मिलि भरत सप्रेमा । पूँछी कुसल सुमंगल खेमा ॥
देखि भरत कर सील सनेहू । भा निषाद तेहि समय बिदेहू ॥२॥
 
सकुच सनेहु मोदु मन बाढ़ा । भरतहि चितवत एकटक ठाढ़ा ॥
धरि धीरजु पद बंदि बहोरी । बिनय सप्रेम करत कर जोरी ॥३॥
 
कुसल मूल पद पंकज पेखी । मैं तिहुँ काल कुसल निज लेखी ॥
अब प्रभु परम अनुग्रह तोरें । सहित कोटि कुल मंगल मोरें ॥४॥
 
(दोहा)  
समुझि मोरि करतूति कुलु प्रभु महिमा जियँ जोइ ।
जो न भजइ रघुबीर पद जग बिधि बंचित सोइ ॥ १९५ ॥
 
ગુહને પોતાના ઉતાવળિયા અભિપ્રાય બદલ ખેદ થાય છે
 
(દોહરો)
એમાં અચરજ લેશ ના; યુગયુગની એ રીત,
રામે દીધી શ્રેષ્ઠતા જેણે બાંધી પ્રીત.
 
રામનામ મહિમા કહી દેવો એમ રહ્યા,
સુણી અવધના લોક સૌ સુખી કૃતાર્થ થયા.
*
મળી ભરત ગુહને સપ્રેમ પૂછયા કુશળ સુમંગલ ક્ષેમ;
દેખી ભરતનાં શીલ ને સ્નેહ બન્યો તરત નિષાદ વિદેહ.
 
વધ્યો સ્નેહ સંકોચ આનંદ, રહ્યો જોઇ એકીટસે અંગ;
ધરી ધીરજ કરતાં પ્રણામ બોલ્યો હાથ જોડી અભિરામ.
 
પેખી પદને કુશળમૂળ ન્યારાં પામ્યો શાશ્વત કુશળને મારા;
આપ પ્રભુના પરમ અનુગ્રહથી કોટિ કુળનું મંગલ આજ ક્ષણથી.
 
(દોહરો)
સમજી મુજ કુળકૃત્યને પ્રભુમહિમા જોઇ
જે ન ભજે રઘુનાથપદ વિધિવંચિત સોઇ.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *