Gujaladi Lyrics in Gujarati
By-Gujju08-06-2023
Gujaladi Lyrics in Gujarati
By Gujju08-06-2023
હે મારા પાટણ ના શહેર ગઢ ઊંચા
બજારમ ગઈ તી રે ગુજલડી
હે પાટણ મલક ના શહેર ગઢ ઊંચા
બજારમ ગઈ તી રે ગુજલડી
હે મન પાટણ ની માયા લાગી
બજારમ ગઈ તી રે ગુજલડી
હે મારે પાટણ ની શેરી ઓ જોવા જાઉં
ને વળતા પટોળું ઓઢું લાઉં
હા પોનસો પાટણ વાળા ની વાત મોટી
બજારમ ગઈ તી રે ગુજલડી
હે રોણા પાટણ ના શહેર ગઢ ઊંચા
બજારમ ગઈ તી રે ગુજલડી
હે હું તો ગઈ તી રે ગુજલડી
હા રૂમ ઝુમ તી હાલુ હૂતો બાવનમ
સરખી સૈયર લઇ મારી હંગાતમ
હા રંગાણી હૂતો પાટણ ના રંગમ
ઘેલી થઇ ફરું હૂતો ઉભી બજારમ
હો જોઈ બજાર હૈયે હળખાતી
આવી બજાર ચોય ના જળતી
હે પાટણ વાળા નો વટ બહુ ભારે
બજારમ જઈ તી રે ગુજલડી
હે જી-જે 24 ના શહેર ગઢ બહુ ઊંચા
બજારમ જઈ તી રે ગુજલડી
હે હા ગઈ તી રે ગુજલડી
હો પાટણ ની કોરે મોરે ફરતો જોયો ગઢડો
ત્રણ દરવાજે મારી સધી માં નો મઢડો
હા હોભર્યો ઇતિહાસ પાટણ નો ઉજરો
રોણકી વાવ નો જોયો મેં રૂપિયો
અલ્યા પાટણ ની માયા છોડે નથી છૂટ તી
ચારે જવું ઘેર હુંજ નથી પડતી
હે વાગે પાટણ નો દુનિયા માં ડંકો
બજારમ જઈ તી રે ગુજલડી
હે મોંઘા પાટણ ના શહેર ગઢ ઊંચા
બજારમ જઈ તી રે ગુજલડી
હે રાજી થઇ તી રે ગુજલડી