Gujarat Forest Guard Bharti 2024 વનસ્પતિ-વિષયક જ્ઞાન
By-Gujju04-04-2024
154 Views
Gujarat Forest Guard Bharti 2024 વનસ્પતિ-વિષયક જ્ઞાન
By Gujju04-04-2024
154 Views
પ્રસ્તાવના :
વનસ્પતિ-સૃષ્ટિમાં બધા સુકોષકેન્દ્રીય હરિતદ્રવ્ય ધરાવતાં સજીવોનો સમાવેશ થાય છે. અર્ક્ઝવર અને વિનસ મક્ષીપાશ કીટકભક્ષી વનસ્પતિઓ છે. વનસ્પતિકોષો મુખ્યત્વે હરિતકણો અને કોષદિવાલ ધરાવે છે. અમરવેલ પરોપજીવી વનસ્પતિ છે.
(1) એકાંગી (Thallophyta) :
- વિભેદીકરણ જોવા મળતું નથી.
- આ વર્ગની વનસ્પતિઓને સામાન્ય રીતે લીલ કહેવાય છે.
- તે મુખ્યત્વે પાણીમાં જોવા મળે છે.
- ઉ.દા., યુલોથ્રિક્સ, સ્પાયરોગાયરા, કારા, કલેડોફોરા
(2) દ્વિઅંગી (Bryophyta)
- આ વનસ્પતિઓના વનસ્પતિવર્ગને ઉભયજીવી કહેવાય છે.
- પ્રકાંડ અને પર્ણો જેવી રચના જોવા મળે છે.
- આ વનસ્પતિના એક ભાગથી બીજા ભાગ સૂડી પાણી તથા વસ્તુઓનું વહન કરવા માટે વિશિષ્ટ પેશીય સંરચના કે પેશી જોવા મળતી નથી.
- ઉ.દા., શેવાળ (ફ્યુનારિયા), માર્કેન્શિયા
(3) ત્રિઅંગી (Pteridophyta)
- મૂળ, પ્રકાંડ, પર્ણો જોવા મળે છે.
- પાણી અને અન્ય પદાર્થોનું એક ભાગથી બીજા ભાગ સુધી વહન કરવા માટે વાહક પેશીઓ જોવા મળે છે.
- ઉ.દા., માર્સેલિયા, હંસરાજ, હોર્સટેલ (ઇક્વિસેટમ)
- વિશેષ :
- સુકાયક, દ્વિઅંગી તથા ત્રિ-અંગી વનસ્પતિ સમૂહની વનસ્પતિઓમાં પ્રજનનાંગ અપ્રત્યક્ષ હોય છે તથા તેઓમાં બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા હોતી નથી; માટે આ વનસ્પતિઓને કિપ્ટોગેમ (અપુષ્પી) અથવા અપ્રત્યક્ષ પ્રજનન અંગોવાળી વનસ્પતિ કહે છે.
- જે વનસ્પતિઓમાં પ્રજનનપેશી પૂર્ણસ્વરૂપે વિકાસ પામેલી હોય વિભેદિત હોય તથા પ્રજનનક્રિયા પછી બીજ ઉત્પન્ન થતું હોય, તે વનસ્પતિઓને સપુષ્પી (Phanerogems) અથવા સપુષ્પી બીજધારી વનસ્પતિઓ કહે છે.
- બીજ એ લિંગી પ્રજનન ક્રિયાનું ઉદાહરણ છે.
- બીજની અવસ્થાના આધારે આ વનસ્પતિઓને બે વર્ગમાં વિભાજિત કરાય છે.
(4) અનાવૃત બીજધારી વનસ્પતિઓ (Gymnosperms)
- Gymno એટલે નગ્ન અથવા અનાવૃત અને sperma એટલે બીજ નગ્ન બીજ ઉત્પન્ન કરવા વળી વનસ્પતિઓ
- આ બહુવર્ષાયુ, સદાબહાર અને કાષ્થીય વનસ્પતિ છે.
- ઉ.દા., પાયનસ અને સાયકસ
(5) આવૃત બીજધારી વનસ્પતિ (Angiasperms)
- Angio એટલે આવૃત અને sperms એટલે બીજ આવરીત કે ફળની અંદર બીજ ઉત્પન્ન કરવા વળી વનસ્પતિઓ
- આ વનસ્પતિઓનાં બીજ ફળોની અંદર આવરીત કે ઢંકાયેલાં હોય છે.
- તેમને સપુષ્પી વનસ્પતિઓ પણ કહે છે.
- બીજનો વિકાસ બીજાશયની અંદર થાય છે, જે ત્યારબાદ ફળ બને છે.
- વનસ્પતિ બીજના ભ્રૂણમાં આવેલી રચનાને બીજપતરો કહે છે.
- બીજપત્રોની સંખ્યાના આધારે આવૃત, બીજધારી વનસ્પતિઓને બે વર્ગમાં વહેંચી શકાય.
5.1 મૂળ (Roots)
- મોટા ભાગની દ્વિદળી વનસ્પતિઓમાં ભ્રૂણમૂળ-આદિમૂળ પ્રલંબન પામી પ્રાથમિક મૂળની રચના થાય છે.
- પ્રાથમિક મૂળ અને તેની શાખાઓ સોટીમય મૂળતંત્રની રચના કરે છે. (ઉદા. રાઈ વનસ્પતિ)
- એકદળી વનસ્પતિઓમાં પ્રાથમિક મૂળ અલ્પજીવી હોય છે, તેને બદલે તે જગ્યાએ બીજાં ઘણાં મૂળ ઉદ્ભવે છે. આ મૂળ પ્રકાંડના તલ ભાગેથી ઉત્પન્ન થાય છે અને તંતુમય મૂળતંત્રનું નિર્માણ કરે છે. (ઉદા., ઘઉંની વનસ્પતિ)
- મૂળતંત્રનું મુખ્ય કાર્ય જમીનમાંથી પાણી અને દ્રવ્યોનું શોષણ, વનસ્પતિઓના અન્ય ભાગોને જકડી રાખવા, સંચિત પોષકદ્રવ્યોનો સંગ્રહ, વગેરે છે.
- મૂળના વિવિધ પ્રકારો સોટીમય, તંતુમય, અસ્થાનિક
- ઘાસ, મોંસ્ટેરા અને વડના વૃક્ષમાં ભ્રૂણમૂળ સિવાયના ભાગોમાંથી મૂળનો વિકાસ થાય છે. તેમને આગંતૂક કે અસ્થાનિક મૂળ કહે છે.
- દલદલ વિસ્તારમાં વિકાસ પામતી રાઇઝોફોરા વનસ્પતિનાં ઘણાં મૂળ જમીનમાંથી બહાર આવે છે. તે મૂળને શ્વસનમૂળ કહે છે.
- મકાઈ, શેરડીનાં મૂળ અવલંબન મૂળ હોય છે.
5.2 પ્રકાંડ (the stezm)
- પ્રકાંડ એ શાખાઓ, પર્ણો, પુષ્પ અને ફળ ધારણ કરતો અક્ષનો ઊર્ધ્વગામી ભાગ છે.
- પ્રકાંડ અંકુરિત બીજના ભ્રૂણના ભ્રણાંગ પ્રાંકુરમાંથી વિકાસ પામે છે.
- પ્રકાંડ ગાંઠો અને આંતરગાંઠો ધરાવે છે.
- પ્રકાંડનો વિસ્તાર, કે જ્યાં પર્ણો ઉદ્ભવે તેને ગાંઠ તથા બે ગાંઠ વચ્ચેના વિસ્તારને આંતરગાંઠ કહે છે.
- પ્રકાંડનું મુખ્ય કાર્ય પર્ણ, પુષ્પ અને ફળ ધરાવતી શાખાઓનો ફેલાવો પ્રસાર કરવાનું છે.
- પ્રકાંડ પાણી, ખનીજદ્રવ્યો અને પ્રકાશસંશ્લેષણ કરતાં પદાર્થોનું વહન કરે છે.
- તુંબરો (gourds), કાકડી (cucumber), કોળું (pumpkin),તરબૂચ (Watermelon) અને દ્રાક્ષનો વેલો (Graps vines) વગેરે પ્રકાંડસૂત્રો ધરાવે છે.
- લીંબુ (citrus) અને બોગનવેલ (Bougainvillia), વગેરે પ્રકાંડકંટકો ધરાવે છે.
5.3 પર્ણ (the leaf)
- પર્ણ એ પ્રકાંડ પરથી ઉદ્ભવતી પાર્શીય સામાન્ય રીતે ચપટી રચના છે.
- તે ગાંઠના ભાગે વિકાસ પામે છે અને તેના કક્ષમાં કલિકા
- પર્ણો પ્રરોહના અગ્રીય વર્ધનશીલ પ્રદેશોમાંથી ઉદ્ભવે છે.તેઓ પ્રકાશસંશ્લેષણ માટે ખૂબ મહત્ત્વના છે.
- પર્ણ મુખ્ય ત્રણ ભાગો ધરાવે છે. પર્ણતલ (leaf base), પર્ણદંડ (petiole) અને પર્ણફલક (lamina)
વિશેષ:
- પર્ણ વિન્યાસ (phyllotaxy) તે પ્રકાંડ એ શાખા પર પર્ણની ગોઠવણીની ભાત છે.
5.4 પુષ્પવિન્યાસ (the inflorescence)
- પુષ્પીય અક્ષ પર પુષ્પોની ગોઠવણીને પુષ્પવિન્યાસ કહે છે.
- પુષ્પો તલાભિસારી (basipetal) ક્રમમાં ઉદ્દભવે છે.
5.5 પુષ્પ (the flower)
- પુષ્પ એ આવૃત્ત બીજધારી વનસ્પતિઓમાં પ્રાજનનિક એકમ છે, તે લિંગી પ્રજનન માટે જરૂરી છે.
- રાઈ, ધતૂરો, મરચાં નિયમિત પુષ્પ તથા વટાણા, ગુલમહોર, વાલ, કેસિયા/ગલતોરા અનિયમિત પુષ્પ ધરાવે છે.
- પુષ્પ ત્રિઅવયવી, ચતુઃઅવયવી કે પંચાવયવી હોઈ શકે છે.
પુષ્પના ભાગો
(i) વજ્રચક્ર (calyx)
- તે પુષ્પનું સૌથી બહારનું ચક્ર છે , તેના એકમોને વજ્રપત્રો કહે છે.
- વજ્રપત્રો લીલા રંગના, પર્ણ જેવાં અને કલિકા અવસ્થામાં પુષ્પનું રક્ષણ કરનારા છે.
- વજ્રચક્ર યુકતવવજ્રપત્રી કે મુક્તવજ્રપત્રી હોઈ શકે છે.
(ii) દલચક્ર
- દલચક્ર એ દલપત્રોના એકમો ભેગા થઈને બનેલ રચના છે.
- દલપત્રો તેજસ્વી કે આકર્ષક રંગના તથા પરાગનયન માટે કીટકોને આકર્ષતા હોય છે.
- દલચક્ર, નલિકાકાર, ઘંટાકાર, ગળણી-આકાર, ચક્રાકાર હોઈ શકે છે.
(iii) પુંકેસર ચક્ર (Androecium)
- પુંકેસર ચક્ર એ પુંકેસરોના એકમો ભેગા થઈને બનેલ રચના છે.
- પુંકેસર એ નર પ્રજનન અંગ છે, જે વૃંત કે તંતુ અને પરાગાશય ધરાવે છે.
- દરેક પરાગાશય દ્વિખંડીય હોય છે અને દરેક ખંડ બે કોટર કે પરાગકોથળી ધરાવે છે.
- પરાગરજ પરાગકોથળીમાંથી ઉદ્ભવે છે.
- રીંગણ દલલગ્ન પુંકેસર તથા લીલી પરિલગ્ન પુંકેસર ધરાવે છે.
- જાસૂદ એકગુચ્છી, વટાણા દ્વિગુચ્છી તથા લીંબુ બહુગુચ્છી પુંકેસર રચના ધરાવે છે.
(iv) સ્ત્રીકેસર ચક્ર (Gynoecium)
- સ્ત્રીકેસર ચક્ર એ પુષ્પનો માદા પ્રજનનતંત્રનો ભાગ છે, જે એકથી વધુ સ્ત્રીકેસરનો બનેલો હોય છે.
- સ્ત્રીકેસર ત્રણ ભાગ ધરાવે છે. પરાગાસન (stigma), પરાગવાહિની (style), અને બીજાશય (ovary)
- કમળ અને ગુલાબ મુક્ત સ્ત્રીકેસરી તથા રાઈ અને ટામેટા યુક્ત સ્ત્રીકેસરી રચના ધરાવે છે.
5.6 ફળ (the fruit)
- ફળ એ સપુષ્પી વનસ્પતિઓમાં ફલન બાદ વિકાસ પામેલું પરિપક્વ/પુખ્ત કે પાકેલું બીજાશય છે.
- ફળ એ ફ્લાવરણ અને બીજ ધરાવે છે.
- કેરી અને નાળિયેરમાં ફળ અષ્ટિલા (drupe) તરીકે ઓળખાય છે. તે એક સ્ત્રીકેસરી ઉચ્ચસ્થ બીજાશયોમાંથી વિકાસ પામે છે.
5.7 બીજ (the seed)
- બીજ એ બીજાવરણ (seed coat) અને ભ્રૂણ (embryo)નું બનેલું હોય છે. ફ્લન બાદ અંડકો બીજમાં વિકાસ પામે છે.
- વાલ, ચણા અને વટાણા જેવી વનસ્પતિઓનાં બીજને અભ્રૂણ પોષી (non-endospermic) કહે છે.
વિશેષ:
- જે વનસ્પતિઓ હરિતકણની મદદથી પોતાનો ખોરાક બનાવે છે તથા પોતાનાં મૂળ જેવાં ઉપાંગોની મદદથી પાણી તથા જમીનમાંનો રસ ચૂસી જીવન ગાળે છે. તેવી વનસ્પતિઓને સ્વયંજીવી વનસ્પતિ કહે છે. ઉદા., લીલ, શેવાળ, હંસરાજ, તુલસી, વડ, પીપળો
- જે વનસ્પતિઓ સૂકાં પાંદડાં, લાકડાં, વગેરે મૃત ભાગો ઉપર આધારિત રહીને જીવન ગુજારે છે, તેવી વનસ્પતિઓને મૃતોપજીવી વનસ્પતિ કહે છે. તે હરિતકણ ધરાવતી નથી. ઉદા., બિલાડીનો ટોપ, મોટા ભાગની ફૂગ
- જે વનસ્પતિઓ ખોરાક, પાણી માટે અન્ય વનસ્પતિઓ ઉપર આધાર રાખતી હોય તથા બીજી વનસ્પતિઓનાં મૂળ કે થડની અંદર પોતાનાં મૂળો મૂકી રસ ચૂસતી હોય તેવી વનસ્પતિઓને પરોપજીવી વનસ્પતિ કહે છે. ઉદા., સંપૂર્ણ પરોપજીવી-અમરવેલ,અર્ધપરોપજીવી વનસ્પતિ-સુખડ
- કેટલીક વનસ્પતિઓ જીવભક્ષી હોય છે મેઘાલયમાં જોવા મળતી કળશપર્ણ નામની વનસ્પતિ નાના જંતુઓનું ભક્ષણ કરતી જીવભક્ષી વનસ્પતિ છે. સૌરાષ્ટ્ર તથા ગુજરાતમાં મીઠા પાણીમાં તેમજ કીચડમાં અર્કઝવર (યુટ્રીક્યુલારિયા) નામની જંતુભક્ષી વનસ્પતિ જોવા મળે છે.