ગુજરાતી કહેવતો અને તેના અર્થ
By-Gujju03-10-2023
ગુજરાતી કહેવતો અને તેના અર્થ
By Gujju03-10-2023
ગુજરાતી વ્યાકરણમાં ગુજરાતી કહેવતો અત્યારે અમુક સ્પર્ધાત્મક પરીક્ષા જેવી કે Talati, Gram Sevak, Clerk, GPSC વગેરે અને ધોરણ 10 બોર્ડ, ધોરણ 12 બોર્ડ ની પરીક્ષામાં ગુજરાતી વિષયમાં પુછાતા હોય છે.
અમે અહી ગુજરાતી કહેવતો વિશે સંપૂર્ણ માહિતી મૂકી છે અને તમામ ગુજરાતી કહેવતો જવાબ સાથે પણ મુક્યા છે જે તમે દેખી તેનો અભ્યાસ કરી શકો છો અને ગુજરાતી કહેવતો જવાબ સાથેની PDF Download પણ કરી શકો છો.
કહેવત એટલે શું ?
કહેવત એટલે શું ? કહેવત શબ્દો meaning?
કહેવત એટલે લોકજીવનના અનુભવમાંથી ઘડાયેલી સૂત્રાત્મક લોકોક્તિ.
“કહેવત એટલે ડહાપણવાળા મનુષ્યોના વચનબાણ”
દુનિયાંની દરેક ભાષામાં વધારે ઓછી કહેવતો એટલે ઉખાણાં હોય છે, અને કહેવતોના અર્થ જૂદા જૂદા વિદ્વાનો અતે અનુભવી લેખકોએ જુદા જુદા કીધા છે તે છતાં તેમાંથી સામાન્ય અર્થ તો એકનો એક જ નિકળે છે. કહેવત એટલે શું? જવાબ એટલો જ છે કે “પરંપરાથી લોકોમાં કહેવાતાં બોધરૂપ, દષ્ટાંતરૂપ વાક્યો કે વચનો“.
દરેક ભાષામાં લખાણોની શરૂઆત નહોતી થઇ તે પહેલાંથી જ પ્રજાનો અનુભવ અને ડહાપણ કહેવતો દ્વારા બહાર પડ્યા છે. એ કહેવતરૂપી ડહાપણ એક માણસને મોઢેથી બીજા માણસને મોઢેથી એક જમાનાથી બીજા જમાનામાં વારસા તરીકે ઉતરતું આવેલું છે.
રીતભાતો, આચાર, વિચાર, ધર્મશ્રધા, વેહેમા અને નીતિરીતિ ઉપર તે પ્રજાની કહેવતો પ્રકાશ પાડે છે. પ્રજાની ઉપર જે ચીજે વધારે અસર કીધી હોય છે, તે કહેવતો મારફતે પ્રકટ થાય છે.
કહેવત શબ્દના કોશગત અર્થ :
- લોકોક્તિ
- ઉદાહરણ
- સમસ્યા
- કહેવરામણ
- દૃષ્ટાંત
- કોયડો
કહેવત વિશે આટલું જાણો :
- કહેવતો સમાજ જીવનમાં રોજ-બરોજ બનતી ઘટના પ્રસંગોને સચોટ રીતે વ્યક્ત કરે છે.
- કહેવતો કોણે લખી, કોણ બોલ્યું તેની જાણ નથી હોતી.
- પ્રજાના અનુભવોના નીચોડ કહેવતમાં દેખાય છે.
- કહેવતના સ્વરૂપ – બંધારણની મુખ્ય ચાર લાક્ષણિકતાઓ નીચે પ્રમાણે તારવી શકાય.
- ઓછામાં ઓછા શબ્દોમાં વધુ કહેવાની કળા કહેવતમાં હોય છે.
- ડહાપણ, સુઝ, બુદ્ધિ, લોકરુચિ કે વ્યાવહારિકતાના એમાં દર્શન થતા હોય છે.
- કવિતાની જેમ કેટલીક વાર પ્રાસબદ્ધ કે ચમત્કૃતિ પૂર્વકની રજૂઆત હોય છે.
- વારસાગત રીતે લોકસમુદાયમાં પ્રચલિત હોય છે.
- કહેવતો લોકજીવનના અનુભવના સારરૂપ હોય છે અને એની ભાષાશૈલી પણ મોટે ભાગે સાદી, સરળ અને સંક્ષિપ્ત હોય છે. આ કારણથી કહેવતો જલદી લોકજીભે ચડી જાય છે.
- કહેવતનો ઉપયોગ વાતને વધારે અસરકારક બનાવીને રજૂ કરવા માટે થાય છે.
- કહેવતના ઉપયોગથી ભાષાનું સૌંદર્ય વધે છે.
કહેવતોની વિશેષતા
રૂઢિપ્રયોગોની માફક કહેવતો પણ બોલનાર વ્યક્તિની વાતને વધુ સચોટ અને પ્રભાવકારક બનાવે છે. કહેવતને ઘણા સંદર્ભમાં સ્વતંત્ર વાક્ય તરીકે વાપરી શકાય છે, પણ રૂઢિપ્રયોગને એ રીતે વાપરી શકાય નહિ.
કહેવતોમાં સમાજવ્યવહારનું પ્રતિબિંબ
રૂઢિપ્રયોગોની માફક કહેવતોમાં પણ સમાજવ્યવહારનું પ્રતિબિંબ પડે છે; જેમ કે,
[1] મહેતો મારેય નહિ ને ભણાવેય નહિ. પહેલાંના સમયમાં નિશાળમાં મહેતાજી – શિક્ષક વિદ્યાર્થીઓને મારીને ભણાવતા. એ રિવાજનું આ કહેવતમાં પ્રતિબિંબ છે. કોઈ માણસ સારો દેખાય પણ એનામાં આવડત ન હોય એ અર્થ સૂચવવા આ કહેવત વપરાય છે.
[2] દીકરી ને ગાય દોરે ત્યાં જાય. આપણે ત્યાં જૂના જમાનામાં દીકરી અને ગાયને બીજાની ઇચ્છા મુજબ જ વર્તવું પડતું હતું. અમુક જાતિઓમાં હજી આજે પણ દીકરીને ધરનાં વડીલોની આશા પ્રમાણૅ વર્તવાનું હોય છે. જોકે આજે પરિસ્થિતિ ઘણી બદલાઈ ગઈ છે. આ કહેવત જૂના જમાનાની આપણી સામાજિક સ્થિતિનું ચિત્ર રજૂ કરે છે.
[3] સઈનો દીકરો જીવે ત્યાં સુધી સીવે. જૂના જમાનામાં દીકરાઓ પોતાના બાપદાદાનો ધંધો અપનાવતા અને જીવે ત્યાં સુધી તે જ ધંધાને વળગી રહેતા. દરજીનો દીકરો દરજીકામ, લુહારનો દીકરો લુહારીકામ, સોનીનો દીકરો સોનીનું કામકાજ સંભાળી લે એવી પરંપરા હતી. અમુક જાતિઓમાં આજે પણ એ પરંપરા ચાલુ છે. આજના જમાનામાં વ્યવસાયોની વિવિધતાનું ફલક એટલું વિસ્તૃત થયું છે કે દરનો, લુહારનો કે સોનીનો દીકરો બીજા કોઈ પણ વ્યવસાયને અપનાવી તેમાં સફ્ળતા મેળવી શકે છે. આ કહેવતમાં આપણા નો જમાનાના સમાજવ્યવહારનું પ્રતિબિંબ પડેલું જોવા મળે છે.
એ જ રીતે, ‘સોટી વાગે ચમચમ, વિદ્યા આવે રમઝમ’ જેવી કહેવત – એક સમયના આપણા શિક્ષણજગતનું ચિત્ર રજૂ કરે છે. મરણમાં રાજિયાને વિવાહમાં ધોળ’ જેવી કહેવતમાં મરણ અને વિવાહ વખતના જૂના રિવાજો પ્રતિબિંબિત થાય છે. મરણ વખતે અગાઉ ‘રાજિયા નામની પદ્યરચનાઓ ગવાતી અને વિવાહ વખતે વરકન્યાને પોરસ ચડાવવા ‘ધોળ’ નામે ઓળખાતાં ગીતો ગવાતાં. મોસાળે જમણ ને મા પીરસનાર’ જેવી કહેવત આપણા કૌટુંબિક વ્યવહારનું સૂચન કરે છે.
એક જ અર્થ આપતી અનેક કહેવતો
એક જ અર્થ કે વિચાર દર્શાવતી એકથી વધારે કહેવતો પણ ઘણી વાર જોવા મળે છે. નીચેનાં ઉદાહરણો જુઓ :
(1) ‘અલ્પજ્ઞાની જ વિદ્વત્તાનો ડોળ કરે’ એવો અર્થ આપતી કેટલીક કહેવતો : અધૂરો ઘડો છલકાય ઘણો, ખોટો રૂપિયો ચળકે ઘણો, ખાલી ચણો વાગે ઘણો.
(2) ધીરજથી કામ સારું થાય’ એવો અર્થ આપતી કહેવતો : ઉતાવળે આંબા ન પાકે, ધીરજનાં ફળ મીઠાં, ઉતાવળા સૌ બાવરા ને ધીરા સો ગંભીર.
(૩) ‘સ્વભાવ કદી બદલાતો નથી’ એવો અર્થ આપતી કહેવતો : કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી, પ્રાણ ને પ્રકૃતિ સાથે જાય, સ્વભાવનું ઓસડ નહી, દોરડી બળે પણ વળ ન મૂકે, પડી ટેવ ન ટળે.
(4) વધારે. માણસો હોય તો કામ જલદી ને સારું થાય’ અથવા વધારે લોકો બળવાનને પણ હંફાવે’ એવો અર્થ આપતી કહેવતો ઃ કા હાથ રળિયામણા, બે હાથ વગર તાળી ન પડે. ઘર ક્રૂએ ઘર જાય, ઝાઝી કીડીઓ સાપને તાણે, ઝાઝી વાડ ઝાંખરાંની ગરી, સંપ ત્યાં જંપ, વિના સહકાર નહિ ઉદ્ધાર.
(5) પોતાના દુઃખે દુઃખી વ્યક્તિ સૌને દુ:ખમાં નાખે’ એવો અર્થ આપતી કહેવતો : પેટનો બળ્યો ગામ બાળે, પાડાને વાંકે પખાલીને ડામ, દુખે પેટ ને કૂટે માથું, જમવામાં જગલો ને કૂટવામાં ભગલો, કરડે માકણ અને માર ખાય ખાટલો, ખાએ-પીએ ખાંડણી અને કુટાઈ મરે સૂપડું.
સમાન અર્થ ધરાવતી કહેવતો
એક અર્થ કે વિચાર પ્રગટ કરતી એકથી વધારે કહેવતો ગુજરાતી ભાષામાં જોવા મળે છે. જે નીચે પ્રમાણે છે.
- અન્ન તેવો ઓડકાર – કરો તેવું પામો, વાવે તેવું લણે / કરણી તેવી ભરણી.
- લડે સિપાઈને જશ જમાદારને – રાંધે કોક ને જમે લોક / કમાય ટોપીવાળા ને ઉડાવે ધોતીવાળા / ખોદે ઉદર ને ભોગવે ભોરિંગ / વાવે કલજીને લણે લવજી / જમવામાં જગલો ને કૂટવામાં ભગલો / કીડી સાંચે ને તેતર ખાય.
- અધૂરો ઘડો વધારે છલકાય – ઢમઢોલ માહે પોલ / ખાલી ચણો વાગે ઘણો.
- રાંડયા પછીનું ડહાપણ શું કામનું ? – પાણી પીને ઘર શુ પૂછવું ? / અવસર ચૂક્યો શા કામનો ?
- વરની મા વરને વખાણે – મારા છગન મગન સોનાના, પોતાની માને ડાકણ કોણ કહે ? / આપણી રૂડી ને બીજાની બાપડી / પાડોશી પિત્તળના ને ગામના ગારાના.
- ભૂત મરે ને પલિત જાગે – બકરી કાઢતા ઊંટ પેસવું / સાપ કાઢતા ઘો પેઠી.
- પડી ટેવ તે ટળે નવ ટાળી – દોરડી બળે પણ વળ ન મૂકે / કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી,
- કાંકરે કાંકરે પાળ બંધાય – ટીપે ટીપે સરોવર ભરાય.
- ભાવતું હતું ને વૈદે કહ્યું – દોડવું હતું ને ઢાળ મળ્યો / રોતી હતીને પિયરિયાં મળ્યાં.
- ભસતા કૂતરાં કરડે નહીં – ગાજયા મેહ વરસે નહીં.
- બે હાથ વિના તાળી ન પડે. – ઝાઝા હાથ રળિયામણા.
- બોલે તેના બોર વેચાય – માગ્યા વિના માય ના પિરસે,
- ખાડો ખોદે તે પડે – હાથના કર્યા હૈયે વાગે.
- બળિયાના બે ભાગ – મારે તેની તલવાર.
- દાઝ્યા પર ડામ – પડયા પર પાટું.
- સોડ તેવો સાથરો – ચાદર પ્રમાણે પગ લંબાવવા,
- ઉલેચે અંધારું ન જાય – ડાંગ મારે પાણી જદું ન થાય.
- ભેંસ આગળ ભાગવત – અંધા આગળ આરસી.
- ઉજળું એટલુ દૂધ નહીં – પીળું એટલું સોનુ નહીં.
- વિશ્વાસે વહાણ ચાલે–વિશ્વાસ જીવનનો શ્વાસ છે
- બુદ્ધી આગળ બળ પાણી ભરે – કામ કળથી થાય બળથી નહીં.
- પારકી આશા સદા નિરાશા –
- જાત વિના ભાત ન પડે જાત મહેનત ઝિંદાબાદ. – આપ મુઆ વિના સ્વર્ગે ન જવાય.
- થઈ ગુજરી સંભળાવવી – ગઈ તિથિ વાંચવી.
- સોટી વાગે ચમચમ વિદ્યા આવે રમઝમ – માર બૂકાતું ને કર સીધું
- દાનત તેવી બરકત – ભાવના તેવી સિદ્ધિ
- ધીરજના ફળ મીઠાં – ઉતાવળે આંબા ન પાકે.
- વગ ત્યાં પગ – વાડ વિના વેલો ન ચડે.
- બાપ તેવા બેટા ને વડ એવા ટેટા – મા એવી દીકરી અને ઘડો એવી ઠીકરી.
- કરે ચાકરી તો પામે ભાખરી – કરે સેવા તો પામે મેવા.
- કરડે માંકડને માર ખાય ખાટલો – પાડાને વાંકે પખાલીને ડામ.
- કળથી થાય તે બળથી ન થાય – બુદ્ધિ આગળ બળ પાણી ભરે.
- ગામનો જોગી જોગટો પરગામનો સિદ્ધ – ઘરકી મુગી દાલ બરાબર..
- ગાંડાંના ગામ ન વસે – મુરખને માથે કાંઈ શિંગડાં ન હોય.
- ટકાની ડોશી ને ઢબુ મૂંડામણ – પાયલાની પાડી ને પૂળો ચરાઈ.
- ખારા જળનું માછલું મીઠા જળમાં મરે – છાણનો કીડો ઘીમાં મરે
- જાગ્યા ત્યાંથી સવાર – ભૂલ્યા ત્યાંથી ફેર ગણો.
- કશકા ખાંડે ચોખા ન મળે – પાણી વલોવ્યે માખણ ન નીકળે.
- પાપડી ભેગી ઈયળ બફાય – સૂકા ભેગુ લીલું બળે.
- જીવતાની ખોટ મૂએ જાય – પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય.
- જે ન કરે વૈદ તે કરે દૈવ – દવા ન કરે તે દુઆ કરે.
- જેવો રાજા તેવી પ્રજા – જેવો શેઠ તેવો વાણોતર.
- બોલ્યુ વાયરે જાય, લખ્યુ લેખે થાય – લખાણું તે વંચાણું.
- સંગ તેવો રંગ – સોબત તેવી અસર.
- ભાગ્યશાળીને ભૂત રળે – ભળતામાં વધારે ભળે.
- નીતી હોય તે જાણે – ઘાયલની ગત ઘાયલ જાશે.
- ધોબીનો કૂતરો નહીં ઘરનો કે નહીં ઘાટનો – બે ઘરનો પરોણો ભૂખે મરે.
- રામ રાખે તેને કોણ ચાખે ? – અલ્લા યાર તો બેઠા પાર.
- એક કાંકરે બે પક્ષી મારવાં – એક પંથ ને દો કાજ.
- ઘરનાં છોકરા ઘંટી ચાટેને ઉપાધ્યાયને આટો – ઘર બાળી તીરથ કરવું.
- નામ મોટા ને દર્શન ખોટાં – મોટા એટલા ખોટા.
- રૂપે રૂડા ને કર્મે કૂંડા – રૂપે રૂડી કર્મે ભૂંડી.
- જીવતો નર ભદ્રા પામે – શિર સલામત તો પઘડિયા બહોત.
- હસે તેનુ ઘર વસે – હસ્યા તેનાં વસ્યાં અને રોયાં તેણે ખોયા.
- સો દહાડા સાસુના તો એક દહાડો વહુનો – સો સુનારનો એક લુહારનો.
- સબસે બડી ગ્રૂપ – ન બોલ્યામાં નવ ગુણ.
- સઈની સાંજ અને મોચીનું વહાણું – અગત્સ્યના વાયદા.
- વખત તેવાં વાજાં – વખતના ગીત વખતે ગવાય.
- લોભે લક્ષણ જાય – અતિલોભ પાપનું મૂળ.
- લીલા વનના સૂડા ઘણા – મધુ હોય ત્યાં માખી ભર્મ.
- ઊંઘ ન જુએ સાથરો અને ભૂખ ન જુએ ભાખરો – કાળના કોદરાય ભાવે.
- મર કહેવાથી કોઈ મરતું નથી – બિલાડીના કહેવાથી શીકાં ન તૂટે.
- મફત કા ચંદન ઘસ બે લાલજી – મફતનાં મરી કોને તીખાં લાગે ?
- બાંધે પોટલે વેપાર થાય નહીં – બોલે તેનાં બોર વેચાય.
- પ્રભુ પાધરા તો વેરી આંધળા – રામ રાખે તેને કોણ ચાખે ?
વિરોધી અર્થ આપતી કહેવતો
કેટલીક વાર એક જ વાત પર બે વિરોધી અર્થ આપતી કહેવતો પણ જોવા મળે છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે બધી કહેવતોમાં સનાતન સત્ય કે વૈજ્ઞાનિક તથ્ય હોતું નથી; કેટલીક કહેવતો વ્યવહારુ ડહાપણ પર આધારિત હોય છે.
વિરોધી અર્થ આપતી કહેવતોનાં કેટલાંક ઉદાહરણો જુઓ :
- આપ ભલા તો જગ ભલા – ભલાઈ કરતાં ભૂત વળગે
- ઘરડાં ગાડાં વાળે – સાઠી બુદ્ધિ નાઠી
- ઝાઝા હાથ રળિયામણા – ઝાઝાં મળ્યાં તે ખાવા ટળ્યાં, ઝાઝી સુયાણીએ વેતર વંઠે
- નમ્યું તે ભગવાનને ગમ્યું – નીચી બોરડી સૌ કોઈ ઝૂડે, દગલબાજ બમણું નમે
- બળિયાના બે ભાગ — બુદ્ધિ આગળ બળ પાણી ભરે –
- માગ્યા કરતાં મરવું ભલું – માગ્યા વિના મા પણ ન પીરસે
- વિશ્વાસે વહાણ ચાલે –સગા બાપનો પણ વિશ્વાસ નહિ
- સબ સે બડી ચૂપ – બોલે તેનાં બોર વેચાય
- હોય સાન તો જગમાં માન – સત્તા આગળ સાન નકામી
- પંચ બોલે તે પરમેશ્વર – ગામને મોઢે ગળણું ના બંધાય.
- ઘરડાં વિના ગાડાં ના વળે – સાઠે બુદ્ધિ નાઠે.
- બોલે તેના બોર વેચાય – ન બોલ્યામાં નવ ગુણ.
- ઉતાવળે આંબા ન પાકે – શ્વાસ લઈને સો ગાઉ જવાય.
- દુઃખનું ઓસડ દહાડા – દુઃખ અને દુશ્મન ઊગતા ડામવા.
- ઘીરજના ફળ મીઠાં – કલ કરો સો આજ કરો, આજ કરો સો અબ
- એક હાથે તાળી ના પડે – ઝાઝી સુયાણીએ વેતર વંઠે.
- નમે તે સૌને ગમે – નીચી બોરડી સૌ ખંખેરે.
- વસુ વિના નર પશુ – પૈસાને કૂતરાંય સૂઘતાં નથી.
- વાડ વિના વેલો ન ચડે – આપ મુઆ વિના સ્વર્ગે ન જવાય. –
- માગ્યા કરતાં મરવું ભલું – માગ્યા વિના મા પણ ન પીરસે
- હોય સાન તો જગમાં માન – સત્તા આગળ સાન નકામી.
- વિશ્વાસે વહાન્ન ચાલે – વિશ્વાસ સગા બાપનોય નહિ,
- ટીપે ટીપે સરોવર ભરાય – ટીપે ટીપે સરોવર ખાલી પણ થાય
- આશા અમર છે – પારકી આશા સદા નિરાશા.
- કડવું ઓસડ મા જ પાય – પારકી મા જ કાન વીંધે.
- ઝાઝી કીડીઓ સાપ તાણે – ઝાઝાં ગૂમડે ઝાઝી પીડા
- પારકે ભાણે મોટો લાડુ – પારકી આશા સદા નિરાશ
- જર ચાહ્ય સો કર – ધાર્યું ધણીનું થાય
- ચેતતો નર સદા સુખી – બહુ ડાયા બહુ ખરડાય
- ખાધું ખભે આવે – ભૂખ્યુ એને કાઈ ન દુખ્યું
- અણી ચૂકયો સો વર્ષ જીવે – દોરી સાહેબના હાથમાં
- ખુનનો બદલો ફાંસી – બદલો લેવો ઈશ્વરનું કામ
- ઓળખાણ મોટી ખાણ – ઓળખીતો સિપાઈ હેડમાં પૂરે
- અક્કર્મીનો પડિયો કાણો – ભાગ્યશાળીને ભૂત રળે
- બાપ એવા બેટા, વડ એવા ટેટા – દીવા નીચે અંધારુ
- દયા ધર્મનું મૂળ છે – દયા ડાકણને ખાય.
- હોય સાન તો જગમાં માન – સતા આગળ સાન નકામી
- રાખે શરમ એનું ફૂટે કરમ – જેણે મૂકી લાજુ એને નાનુ સરખું રાજ.
- બુદ્ધિ આગળ બળ પાણી ભરે – બળિયાના બે ભાગ, મારે તેની તલવાર.
- ઝાઝા હાથ રળિયામણા – ઝાઝા મળ્યા ને ખાવામાંથી ટળ્યાં, ઝાઝાં ગૂમડે ઝાઝી વેદના.
- ફરે તે ચરે બાંધ્યુ ભૂખે મરે – દેશ ફરો, પરદેશ ફરો ભાગ્ય વિનાનો કૂદકો ભરો
મહત્વની કહેવત અને તેના અર્થ
- છોરું કછોરુ થાય પણ માવતર કમાવતર ન થાય – સંતાન કદાચ માબાપ પ્રત્યેની પોતાની ફરજ ભૂલી જાય, પણ માબાપ ક્યરેય પોતાની ફરજ ભૂલતાં નથી.
- પારકી આશા સદા નિરાશા – પારકા ઉપર આધાર રાખનારને અંતે સહન જ કરવું પડે છે. કોઈ કામ અન્ય વ્યક્તિ કરી આપશે એવી આશા મોટેભાગે નિરાશા જ પ્રગટાવે છે.
- આપ સમાન બલ નહિ, મેઘ સમાન જલ નહિ – આવડત, પુરુષાર્થ, ખંત, ધીરજ, કુનેહ – જેવા ગુણો એ આપણું આપબળ છે. આપબળ દ્વારા દરેક કાર્ય સારી રીતે સંપન્ન કરી શકીએ પરંતુ જો અન્ય એ કાર્ય કરે તો એ કામ સારી રીતે પાર પડતું નથી.
- વાડ થઈને ચીભડાં ગળે – રક્ષક જ ભક્ષક બને.
- મોરનાં ઈંડાને ચીતરવાં ન પડે – હોશિયાર માતાપિતાના સંતાનોમાં કંઈ કહેવાપણું ન હોય.
- ઉતાવળે આંબા ન પાકે – ઉતાવળથી સારું કામ થાય નહિ.
- સંપ ત્યાં જંપ – સંપ રાખવાથી સુખ શાંતિ મળે.
- અધૂરો ઘડો છલકાય ઘણો – જેનામાં ઓછી આવડત હોય તે વધારે દેખાવ કરે.
- કૂવામાં હોય તો હવાડામાં આવે – મૂળમાં શક્તિ હોય તો બહાર દેખાયા વગર રહે નહિ. –
- સાપને ઘેર પરોણો સાપ – સમાન ગુણસ્વભાવ હોય તો એકબીજા સાથેના વ્યવહારમાં અનુકૂળતા રહે.
- ઝાઝા હાથ રળિયામણા – ઘણાં માણસો સાથે મળીને કામ કરે તો એ કામ ઝડપી અને સારું થાય.
- એક સાંધે ત્યાં તેર તૂટે – એક કામ કરવા જતાં બીજાં દસ કામ બગડે.
- પારકી મા જ કાન વીંધે – લોહીનો સંબંધ ન હોય તેવી વ્યક્તિ જ કઠિન છતાં ઉત્તમ કેળવણી આપી શકે.
- ગરજવાનને અક્કલ ન હોય – સ્વાર્થી માણસ પોતાનો સ્વાર્થ સાધવા સારાનરસાનો વિચાર ન કરે.
- નાચવું નહી ને આંગણું વાંકું – કામ ન આવડતુ હોય કે કામમાંથી છટકવું હોય ત્યારે બહાના કાઢવામાં આવે.
- ખાલી ચણો વાગે ઘણો – જેનામાં ઓછી આવડત હોય તે વધુ બતાવવાનો દેખાવ (ડોળ) કરે.
- સાપ ગયાને લિસોટા રહ્યાં – સમય ગયો, પણ રૂઢિરિવાજ એમ જ રહ્યા.
- ઘ૨ ફૂટ્યું ઘર જાય – ઘરની વ્યક્તિઓમાં કુસંપ થાય તો ઘરનાં બધાને નુકસાન પહોંચે.
- ગજા વગરનું ગધેડું ને વીરમગામનું ભ! – તાકાત બદ્ધારનું કોઈ કામ કરવું.
- ધરમ કરતા ધાડ પડી – સારું કરવા જતાં નુકસાન થયું.
- નવી ગિલ્લી નવો દાવ – નિરાશા ખંખેરી ફરીથી ઉદ્યમ કરવા તૈયાર થવું./ નવી શરૂઆત કરવી.
- વાવે તેવું લણે – માણસ જેવું વાવે છે તેવું ફળ પ્રાપ્ત કરે છે.
- ઠગ વિદ્યા ઠાઠે નહિ – ડ્રગની વિદ્યા ટકે નહિ કે સફળ ન થાય.
- કરે તેવું પામે – માણસ જેવું કામ કરે છે તેવું ફળ મેળવે છે.
- બાડો ખોદે તે પડે – ખોટા કાર્યો કરનારને તેનું ખોટું ફળ બદારૂપે મળે છે,
- પાણીમાં રહેવું ને મગર સાથે વેર રાખવું – જેના હાથ નીચે રહેતા હોઈ તેની સાથે વેર બાંધવું ઠીક નહિ.
- ચમડી ટૂટે પણ દમડી ના છૂટે – અત્યંત લોભી હોય તેવી વ્યક્તિ પોતાને ગમે તેટલું નુક્સાન થાય તોપણ પૈસા ખર્ચવા તૈયાર થતી નથી.
- વખણાયેલી ખીચડી દાંતે વળગે – ઘણી વાર વખાણીએ તે જ વસ્તુ કે વ્યક્તિ ખરાબ નીવડે.
- મા તે મા બીજા વગડાના વા – માની સરખામણી અન્ય સાથે થઈ ન શકે.
- બોલે તેના બોર વેચાય – કહ્યા વિના કોઈ કામ થાય નહીં.
- મામાનું ઘર કેટલે તો દીવો બળે એટલે – વખત આવ્યે ખરેખર શું છે તેની ખબર પડી જવી.
- દશેરાએ ઘોડ નો દોડવું – ખરે સમયે ઉપયોગમાં ન લાગવું.
- ખાયા સો ખાયા, ખિલાયા સો પાયા – ખાધું તે ખાધું, ખવરાવ્યું તે પામ્યા – પ્રાપ્ત કર્યું (જાત ઉપયોગ ન કરતાં બીજાને ખવરાવીને રાજી થવા માટેનો બહુ સરળ પ્રયોગ.)
- પાકે ઘડે કાંઠા ન ચડે – જે કામ કરવાનું હોય એ યોગ્ય સમયે ન કરતાં સમય વીતી ગયા પછી કરવામાં આવે તો એ પ્રયત્ન વ્યર્થ નીવડે.
- જનસેવામાં જ પ્રભુસેવા – માનવીની સેવા એ જ સાચી પ્રભુભક્તિ
- દરદ કરતાં દવા વધુ અનિષ્ટ – રોગ કે પીડા કરતાં તેનું ઔષધિ કે તેનો ઉપચાર વધારે કષ્ટદાયક હોય,
- હૈયે તેવું હોઠે – મનમાં હોય તે બહાર આવવું.
- અન્ન અને દાંતને વેર – ખાવાના સાંસા હોવા.
- તરસ લાગે ત્યારે કૂવો ખોદવા બેસાય છે ? – સંકટ આવી પડે ત્યારે ઉપાય શોધવાથી શું વળે ?
- ભસતાં કૂતરાં કરડે નહીં – જે કૂતરાં ભસતાં હોય તે કરડતા નથી.
- પિયરમાં પેઠેલી છોકરી ને ડુંગરે ચઢેલો ભીલ કદીય કોઈનું ન માને – પોતાના માતાપિતાને ત્યાં ગયેલી છોકરી સર્વરીતે સ્વતંત્ર વાતાવરણમાં વસે છે. કોઈની અયોગ્ય વાત સાંખી શકતી નથી. એવી જ રીતે ભીલને માટે ડુંગર પર રખડપટ્ટી કરવી રમત વાત હોય છે. તે ડુંગર પર ચઢે તો સંપૂર્ણ રીતે આઝાદ હોય તેમ વર્તે છે.
- ડુંગરા રૂઠયા ત્યાં શરણું કોનું શોધે ? – ડુંગરા રૂઠે, ઉજ્જડ થઈ જાય તો કોઈ પણ પ્રાણી, પશુ, પક્ષી, માનવો- બધાંને હાનિ પહોંચે. સૌ
- આભ ફાટયા પછી થીંગડાં કયાં છે ? – ચારે તરફથી આફતો આવી હોય ત્યારે તેને નિવારવાના ઉપાયો વ્યર્થ જ જાય છે. નિરાધાર થઈ જાય.
- ભાવતુ હતું ને વૈદ્યે કહ્યું – મનમાં ઈચ્છા હોય તેવું મળી જાય.
- સો આંધળામાં કાણો રાજા – સાવ ન હોય તેના કરતાં થોડું હોવુ પણ સારું
- અત્તરના છાટણા હોય, એના વારા ન હોય – જે તે ચીજ જરૂરી જેટલી જ વાપરવી
- વાઢ કાન ને આવ્ય સાન – અનુભવે બધું સમજાય.
- કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ – સાવ ઉજ્જડ, જ્યાં ઝાડપાન જોવા ન મળે.
- આપણે વેંત નમીએ તો કોઈ હાથ નમે – થોડું માન આપીએ તો સામેથી વધુ માન મળે.
ઉ અક્ષર પર કહેવતો
અહીં નીચે તમામ ગુજરાતી ઉ અક્ષર પર કહેવતો જવાબ સાથે નું લિસ્ટ આપેલ છે. જેનો તમે અભ્યાસ કરી શકો છો.
- ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન – બહુ સારી વસ્તુ ન મળે ત્યાં ઓછી ખરાબ પણ સારી ગણાય.
- ઈન, મીન ને સાડા તીન – ખૂબ જ થોડા માણસો હોવા.
- ઉપર આભ અને નીચે ધરતી – નિરાધાર– કોઈ આધાર નહી.
- ઉલમાંથી ચૂલમાં પડયા – નાની મુશ્કેલીઓમાંથી મોટી મુશ્કેલીમાં પડવું.
- ઉતાવળા સો બાવરા – ઉતાવળથી કામ બગડે.
- ઉતાવળે આંબા ન પાકે – ધીરજથી કામ સારું થાય.
- ઉના પાણીએ ઘર ન બળે – વિવેકથી કઠણ કામ લઈએ તો લાભ જ થાય.
- ઉતર્યો અમલદાર કોડીનો – સત્તા ગયા પછી માણસની કિંમત રહેતી નથી.
- ઊજળું । ધોળું એટલું દૂધ નહીં – બાહ્ય ભભકો સારો ન પણ હોય.
- ઊંટે કર્યા ઢેકા તો માણસે કર્યા કાઠડા – મુશ્કેલી આવે તેનો ઉપાય નીકળે.
- ઊંટ મૂકે આકડો ને બકરી મૂકે કાંકરો – બધાં બધી વસ્તુ ન ખાય.
- ઊંટનાં અઢારે વાંકા – નબળા માણસોમાં મર્યાદાઓ ઘણી.
- ઉજ્જડ ગામમાં વાગે ઢોલ – નિર્જન ગામમાં જાહેરાત કરવાનો કોઈ અર્થ રહેતો નથી.
- ઉંદર ફૂંક મારતો જાય અને કરડતો જાય – મીઠું મીઠું બોલે અને ખબર ન પડે એ રીતે સ્વાર્થ સાધે.
- ઊજળે લૂગડે ડાઘ નહિ – વૈશવર્તન સારા હોય તો લાંછન લાગે.
- ઊજળે લૂગડે ડાઘ લાગે – સારા માણસોનો નાનો દોષ પણ જણાઈ આવે છે.
- ઊઠ વહુ વિસામો ખા, હું કાંતું તું દળવા જા – બીજાની પાસે મહેનત કરાવી પોતે વધારે કામ કરે તેવો દેખાવ કરવો.
- ઊલેચે અંધારું ન જાય – મિથ્યા પ્રવૃતિથી ઉકેલ ન આવે.
- ઊંઘ ન જુએ સાથરો અને ભૂખ ન જૂએ ભાખરો – જરૂર પડયે બધી પરિસ્થિતી અનુકૂળ થઈ જાય.
- ઊંઘ વેચીને ઉજાગરો લીધો – હાથે કરીને પારકી પંચાતમાં પડવું, વગર કારણે દુઃખ વહોરી લેવું
- ઊંટને વળી ઉકરડે ચડવું – છૂપું ન રહેવું
- ઊંટ મરે ત્યારે મારવાડ સામું જુએ – જેનું દિલ જયાં લાગેલું હોય તેનું જ સ્મરણ થાય.
અ અક્ષર પર કહેવતો
અહીં નીચે તમામ ગુજરાતી અ અક્ષર પર કહેવતો જવાબ સાથે નું લિસ્ટ આપેલ છે. જેનો તમે અભ્યાસ કરી શકો છો.
- અણી ચૂક્યો સો વરસ જીવે – કટોકટીમાંથી પાર ઉતરી જવું તે જ ઉત્તમ છે.
- અફીણનો જીવડો સાકરમાં ના જીવે – ખરાબ વાતાવરણમાં રહેવા ટેવાયેલાને સારું વાતાવરણ ન ગમે.
- આખું કોળું શાકમાં જવું – બહુ મોટી ગફલત થવી.
- આગળ અગવાડુંને પાછળ પછવાડું – નિર્દેશ સ્થિતિ થવી.
- આગળ ઉલાળ નહિ ને પાછળ ધરાળ નહીં – કોઈ ચિંતા ન હોવી.
- આડે લાકડે આડો વેર – ખરાબ સાથે ખરાબ વ્યવહાર ઘટે.
- આદમી આદમી અંતર, કોઈ દીવા કોઈ કંકર – વ્યક્તિ વ્યક્તિએ વ્યક્તિત્વ અને શક્તિ ભિન્ન હોય છે.
- આપકી તો લાપસી, પરાઈ તો કુશકી – પોતાના કાર્યની વધુ કિંમત આંકવી.
- આટો વેચી ગાજર ખાવાં – મોંઘી ચીજવસ્તુનાં બદલામાં સોંઘી વસ્તુ મેળવવી.
- આડી રાત તેની શી વાત ? – વિલંબ યોગ્ય નથી.
- આવ બલાને પકડ ગલા – પારકી મુશ્કેલી ગળે વળગી.
- આવ્યો આસોને મેઘ નાસો – આસો માસ આવતા વર્ષાઋતુ પૂરી થાય છે., સમય ગતિશીલ છે.
- અકર્મીનો પડિયો કાણો – કમનસીબને દુઃખ જ મળે.
- અન્ન તેવા ઓડકાર – વ્યક્તિએવું વર્તન.
- આંધળું દળે ને કૂતરાં ખાય – મૂર્ખાની કમાણી વ્યર્થ જાય.
- અતિ લોભ તે પાપનું મૂળ – બહુ લોભ સારો નહીં.
- અતિ સર્વત્ર વર્જયેત – કોઈ વસ્તુનો અતિરેક સારો નહીં.
- અભી બોલા અભી ફોક – વચનભંગ કરવું
- અલ્લાહ દેતા હૈ તો છપ્પર ફાડકે દેતા હૈ – ઇશ્વરને આપવાની મરજી હોય તો ગમે તે રીતે આપે.
- હાથીના પગલામાં બધાનાં પગલાં સમાય – મુખ્ય વાત કે વ્યકિતમાં અન્ય બધી જ ગૌણ વાત કે વ્યક્તિનો સમાવેશ થઇ જાય.
- આપડી તે રૂડી ને બીજાની તે બાપડી – જાતે જાતે વખાણ કરવા / પોતાની બાબત પોતાને ગમે.
- આપ ભલા તો જગ ભલા – આપણે સારા તો દુનિયા સારી.
- આપણા હાથ જગન્નાથ – જાતબળ સિવાય કોઈ કામ થાય નહીં.
- આપ્યું વાણિયાએ ને ખાધું પ્રાણિયાએ – પરિણામનો વિચાર ન કરવો.
- આંખનું કાજળ ગાલે ઘસવું – મૂર્ખાઈ રજૂ કરવી.
- આંગળીથી નખ વેગળા – પારકાં તે પારકાં જ રહે.
- આંગળી આપે તેનો પોંચો ન પકડાય – મદદ કરે તેનો દુરુપયોગ ન કરાય.
- આંધળામાં કાણો રાજા – મૂર્ખ માણસોમાં સામાન્ય માણસ પણ વિદ્વાન લાગે.
- એક ઘા ને બે કટકા – સ્પષ્ટ વાત કરી દેવી.
- આપવો દોકડો ને લેવો બોકડો – ઓછી કિંમત આપીને મોટી વસ્તુ ખરીદવાનો પ્રયાસ કરવો.
- એક ના અનેક દુઃખ ટાળે (એક નન્નો સો દુઃખ હશે) – ઘસીને ના પાડવાથી અનેક મુશ્કેલીઓ ટળી જાય છે.
- એક મરણિયો સોને ભારે પડે – મરવાની તૈયારી હોય તો સફળ થવાય.
- ઓછું પાત્રને અદ્કું ભણ્યો – જ્ઞાન ઓછુ હોય પણ ડોળ વધારે કરે
- એક એક કોદરે કાળ જાય – ધીરજ રાખવાથી કપરો કાળ પણ વીતે.
- એક કસરને સો સફર – અલ્પ નુકસાનની ખોટ પૂરવા ઘણા પુરુષાર્થ કરવા પડે.
- એક જાળામાં સો સાપ – બડાઈ હાંકતી મોટી ગપ જેવી વાત કરવી.
- એક દીવે દીવો અને ઘણા દીને દીવાળી – સંઘબળ ઉત્સવ જેવો આનંદ આપે છે.
- એક નન્નો સો દુઃખ હણે – એકવાર ના પાડવાથી અનેક દુઃખ ટળે.
- એક નૂર આદમી હજાર નૂર કપડા – યોગ્ય કપડાથી વ્યકિતત્વ વિકસે છે.
- એક પૈસા માટે ધોળકે જવું – અતિશય કંજૂસ હોવું
- એક ભવ મીઠો; પરભવ કોણે દીઠો ? – વર્તમાનમાં મળતું સુખ કે મળતો લાભ વર્તમાનમાં જ ભોગવી લેવો.
- એક મ્યાનમાં બે તલવાર ન સમાય – બંને સમર્થ વ્યકિત એક જ સ્થાને ન રહી શકે.
- એકનું નામ ને બીજાનું કામ – ખોટી રીતે કામ કરાવી લેવું
- આગે આગે ગોરખ જાગે – અગાઉથી ચિંતા ન કરવી
- એરણની સોયનું દાન – મોટા પાપ કે ગુનાવાળું કૃત્ય ઢાંકવા અલ્પ સત્કર્મોનો આડંબર કરવો.
- ઓડનું ચોડ કરવું – બગાડી નાખવું / ધાર્યા કરતાં ઊલટું કરવું
- ઓરડાનું ધન ઓટલે આવવું – ઘરની દોલતનો દેખાવ કે ઠઠારો કરવો.
- આંધળાની ગાય ને અલ્લાહના રખોપા – નબળાને ઈશ્વરનો આધાર હોય છે.
- આગે આગે ગોરખ જાગે – અગાઉથી ચિંતા ન કરવી.
- આંધળે બહેરું કુટાવું – એકના બદલે બીજું સમજવું
- આંગળી આપતા પહોંચો પકડવો – સહેજ છૂટ આપતા કે દાખવવા જતા સંપૂર્ણ છૂટ કે લાભ મેળવવો.
- આંગણે કૂવો ને વહુ ઉછાંછળા – નુકસાન થવાની પૂરી સંભાવના
- આંખે આંધળો પણ ગાંઠે પૂરો – દેખીતી રીતે અશકિતમાન લાગે પરંતુ સ્વાર્થમાં સંપૂર્ણ સજાગ હોય.
- આશીર્વાદનો ઉધારો શો ? – સારા કામમાં ઢીલ ન કરવી
- આદમી આદમી અંતર કોઈ દીવા કોઈ ઢંકર – વ્યકિત વ્યકિતએ વ્યકિતત્વ અને શકિત ભિન્નભિન્ન હોય છે. અરધમાં રામને અરધમાં ગામ – અસમાન વહેંચણી
- અકકલ બડી કે ભેંસ ? – અકકલ સૌથી વધારે મહત્વની છે, શરીરની સ્થૂળતા ચડે કે અકકલ ?
- અખણ ગયા દખણ ગયા પણ લખણ ન ગયા – ગમે ત્યાં જાય પણ પ્રકૃતિ ન બદલાય.
- આંખ ઊઠી ખમાય પણ ફૂટી ન ખમાય – ક્રોધ સહન થાય પણ સંબંધ સાવ તોડી નાખ્યો ન ખમાય.
- આંખ મીંચાઈને નગરી લૂંટાઈ – પોતાની હયાતીમાં સઘળું સુરક્ષિત હોવું.
ક થી શરૂ થતી કહેવતો
અહીં નીચે તમામ ગુજરાતી ક અક્ષર પર કહેવતો જવાબ સાથે નું લિસ્ટ આપેલ છે. જેનો તમે અભ્યાસ કરી શકો છો.
- કયાં રાજા ભોજ અને કયાં ગંગુ તેલી – આસમાન જમીનનો ફરક હોવો
- કુંભાર કરતાં ગધેડા ડાહ્યા – શેઠ કરતા ગુલામ ચડિયાતા.
- કજિયાનું મૂળ હાંસી – કોઈની મશ્કરીથી જ કજિયો થાય
- કજિયા નું મો કાળું – ઝઘડાનું પરિણામ ખરાબ જ આવે.
- કડવું ઓસડ મા જ ખાય – હિતની વાત હિતેચ્છુ જ કરે.
- ક્રમ ખાના ઔર ગમ ખાના – ઓછું ખાવું અને ધીરજ ધરવી.
- કમ તાકાત અને ગુસ્સા બહોત – હિંમત ઓછી અને ગુસ્સો વધારે.
- કરકસર બીજો ભાઈ છે – કરકસર એ માણસની જેમ મદદરૂપ થાય છે.
- કરમમાં તેલ તો ઘી કયાંથી મળે – નસીબમાં જ કઠણાઈ તો સુખ કર્યાંથી મળે.
- કરણી તેવી ભરણી – જેવા કર્મો તેવા પરિણામ, કરે તેવું પામે.
- કરવા ગયા કંસાર અને થઈ ગઈ થૂલી – સારુ કરવા જતાં કામ બગડી ગયું,
- કર ભલા હોગા ભલા – સારું કરનારનું સારું જ થાય.
- કળથી થાય તે બળથી ન થાય – બળ કરતાં બુદ્ધિ ચડે.
- કાગનું બેસવું ને ડાળનું ભાંગવું – તે ઘટના ઘટી.
- કાગડાના કોટે રતન – અયોગ્ય પાત્રને સારી વસ્તુ મળવી.
- કામ કરે તે કામણ કરે – કામ કરે તે વહાલા લાગે.
- કામ કામને શીખવે – કામથી નવું જાણવા મળે.
- કાશીએય કાગડા કાળા – બધે એકસરખી પરિસ્થિતિ.
- કાળા અક્ષર ભેંસ બરાબર – અભણ–અજ્ઞાની હોવું.
- કીડીને કણ અને હાથીને મણ – જેવી જેની જરૂરિયાત એવું ભગવાન તેને આપે.
- કૂકડો હોય ત્યાં જ વહાણુ વાય ? – કોઈના વિના કોઈ કામ અટકી નથી રહેતું.
- કુમળું ઝાડ વાળીએ તેમ વળે – નાનપણમાં સારી ટેવો પડાય.
- કૂતરાંની પૂંછડી વાંકી તે વાંકી – પ્રાણ અને પ્રકૃતિ બદલાય નહીં.
- કૂવામાંનો તૈયડો – સંચિત ષ્ટિવાળો
- સો ઉંદર મારી બિલ્લી બાઈ પાટે બેઠા – ઘણા દુષ્કૃત્યો કરીને ધાર્મિક વાતો કરવી.
- કોલસાની દલાલીમાં હાથ કાળા – ખરાબ કામમાં ખરાબી જ મળે.
- કોટમાં માળા અને હૈયે લાળા – બહારનું અને અંદરનું વર્તન જદું હોવું.
- કોઈની ટોપી કોઈના માથે – જવાબદારી બીજાને સોંપવી.
- કાંકરે – કાંકરે પાળ બંધાય – નાના નાના કામથી મોટું કામ થાય.
- કર્યું કામ ને વીંધ્યું તે મોતી – કામ કરવામાં વિલંબ ન કરવો.
- કંકાસે ગોળાના પાણી સુકાય – કલેશ અને કંકાસ ઘરનો જ સર્વનાશ નોતરે છે.
- કાકા દીઠે કુટુંબ દીઠું – મામા દીઠે મોસાળું દીઠું – સગપણ છેવટે કામમાં આવે.
- કાકા મટીને ભત્રીજા થવું – ઊંચા પગથિયેથી ઊતરીને નીચે પગથિયે બેસવાનું થવું
- કાકા-મામા કહેવાના ને ઘરમાં હોય તે ખાવાના – આપત્તિના સમયે સગા-સંબંધી મદદરૂપ થતા નથી; જે પોતાની પાસે છે એ જ ઉપયોગમાં આવે છે.
- કાગડો ચાલે મોરની ચાલે – દેખાદેખી કરવાનો અર્થ નહી.
- કાગડાની કોટે રતન બાંધવું – કજોડું થવું
- કાગળની હાંલ્લી ચૂલે ચડે નહીં – જેની જેવી શકિત અને આવડત એ મુજબ તે કામમાં લઈ શકાય.
- કાચના ઘરમાં રહેવું ને કાંકરી મારવી – પોતે દોષિત હોવા છતાં બીજાના દોષ જાહેર કરવા.
- કાશીનું કરવત જતાયે વહેરે ને આવતાંયે વહેરે – ઈચ્છિત વસ્તુ મેળવવી હોય તો મુશ્કેલી તો રહે જ.
- કાળા કાળા મંકોડાને રાતી રાતી ઝિમેલો – તદ્દન નિરાધાર હોવું / તદ્દન અભણ હોવું
- કીડી ઉપર કટક – નિર્બળ પર બળવાનની ચડાઈ
- કુશકા ખાંડયે ચોખા ન મળે – નિરર્થક પુરુષાર્થને વેડફવો નહીં.
- કુલડીમાં ગોળ ભાંગવા જેવું – છૂપું પૂં કરવું / છાનું કરવું
- કુંવારી કોઈ દિવસ રાંડે નહીં – જેની પાસે કંઈ હોય નહી તે કંઈ જ ગુમાવતું નથી.
- કૂંડના દાંડિયા કપાળમાં વાગે – કપટનું પરિણામ શુભ અને સુખદાયક ન મળે.
- કેડે છોકર ને ગામમાં ઢંઢેરો – પાસે જ હોવા છતાં બધે શોધી વળવું
- કોઠી ધોયે કાદવ નીકળે – કુપાત્ર માટે કરેલા સારા પ્રયત્નો સારું પરિણામ આપતા નથી.
ખ થી શરૂ થતી કહેવતો
અહીં નીચે તમામ ગુજરાતી ખઅક્ષર પર કહેવતો જવાબ સાથે નું લિસ્ટ આપેલ છે. જેનો તમે અભ્યાસ કરી શકો છો.
- ખપ તેની છોત (છોછ) નહિ. – જેની જરૂરિયાત હોય તે ગમે તેવી નિમ્ન હોય તો પણ સ્વીકારવી.
- ખમે તે જમે. – સહન કરનારને લાભ મળે છે; પોષણ પર જ શક્તિનો આધાર છે.
- ખરચી ખૂટી કે યારી તૂટી. – પૈસા ન હોય તો દોસ્તી તૂટી જાય છે; સ્વાર્થ પૂરો થતાં સંબંધ તૂટે.
- ખાખરાની ખિસકોલી સાકરનો સ્વાદ શું જાણે ? – કંઈ અનુભવ હોય નહિ તે અનુભવનો ડોળ કરે તે ખોટો.
- ખાટલે મોટી ખોડ પરથમ પાયો જ ના મળે. – એક એવો મોટો દુર્ગુણ કે જેથી બીજા બધા સદ્ગુણ નિરર્થક ગણાય.
- ખાટી છાશ ઉકરડે ઢોળાય. – બિનઉપયોગી ચીજ-વસ્તુઓનો સંગ્રહ યોગ્ય નથી.
- ખાડો ખોદે તે પડે. – બીજાનું બગાડનારનું પોતાનું જ બગડે છે; કરે તેવું પામે.
- ખાતર ઉપર દીવેલ. – નુકસાન પર થોડું વધારે નુકસાન થવું.
- ખાવામાં જે ન જુએ તે વહેલો – ખાનપાનમાં વિવેક નિહ રાખનાર
- ખાટે સૂવે. – માંદગીને નોતરે છે.
- ખાળે ડૂચા ને દરવાજા ઉઘાડા. – નાની બાબતોમાં કાળજી રાખવી પણ મહત્ત્વની બાબત ધ્યાનમાં ન લેવી.
- ખાંડણીમાં માથું ત્યાં ધક્કાનો શો કર. – હિંમતથી મુશ્કેલી સહન કરવી.
- ખાંડું ધાર વિના ને ઘર ગાર વિના. – ઉપયોગની વસ્તુને જરૂરી મરમ્મત કરીએ નહિ તો બગડી જાય.
- ખિસ્સામાં રાખવું. – હસ્તક રાખવું.
- ખિસ્સાં ખાલી ભભકા ભારે. – ગરીબ હોવા છતાં અમીર દેખાવા આડંબર કરે.
- ખીચડી પકાવવી. – સ્વાર્થ સાધવો.
- ખિસ્સાં તર તો ફાવે તે કર. – પૈસા હોય તો મનમાન્યું થઈ શકે.
- ખીજે કરડે પગ ને રીઝે ચાટે મુખ. – દુર્જન માણસનું વર્તન વિવેકી હોતું નથી.
- ખુદા દેતા હૈ તો છપ્પર ફાડકે દેતા હૈ. – ઈશ્વર પ્રસન્ન થાય તો કોઈપણ રીતે માણસને ન્યાલ કરી દે છે.
- ખુદા મહેરબાન તો ગધ્ધા પહેલવાન. – ભગવાનની કૃપા હોય તો માનવી તેના પ્રયત્નોમાં સફળ થાય છે.
- ખુદાની લાકડી ખખડે નહિ. – ઈશ્વરનો કોપ ઊતરે ત્યારે જ ખબર પડે.
- ખુરશી માટે દોડ કરવી. – હોદ્દો મેળવવા મથામણ કરવી.
- ખુશામત ખારી ના લાગે. – પ્રશંસા હંમેશાં પ્રિય લાગે.
- ખુશામત ખુદાને પણ પ્યારી લાગે. – પ્રશંસા તો પ્રભુને પણ ગમે છે.
- ખેડ, ખાતર ને પાણી કરમને લાવે તાણી. – મહેનત અને અનુકૂળ સાધનોથી માણસ ભાગ્યને ચમકાવી શકે છે.
- ખેપ હાર્યા કંઈ ભવ નથી હાર્યા. – એકવાર નિષ્ફળતા મળતાં નિરાશ ન થતાં પુરુષાર્થ ચાલુ રાખવો.
- ખોટું ખોવાય નહીં ને ભૂંડું મરે નહીં. – અનિષ્ટ તત્ત્વોનો જલદી અંત આવતો નથી.
- ખોટો રૂપિયો વધારે ચળકે. – અલ્પજ્ઞાની વિશેષ જ્ઞાની હોય તેવો દેખાવ કરે.
- ખોડી બિલાડી અપશુકનમાંથી ન જાય. – ભૂંડ ભૂંડાનો ભાગ ભજવે.
- ખોદવો ડુંગર ને કાઢવો ઉંદર. – ભારે પરિશ્રમ પછી તુચ્છ વસ્તુ થ લાગવી.
- ખોદે ઉંદર ને ભોગવે ભોરિંગ – કામ કોઈક કરે અને ફળ કોઈકને મળે.
ગ થી શરૂ થતી કહેવતો
અહીં નીચે તમામ ગુજરાતી ગ અક્ષર પર કહેવતો જવાબ સાથે નું લિસ્ટ આપેલ છે. જેનો તમે અભ્યાસ કરી શકો છો.
- ગઈ તિથિ તો બ્રાહ્મણ પણ વાંચતો નથી. – (૧) ભૂતકાળનાં સ્મરણોમાં રાચવું નહીં. (૨) વીતી વાતનો શોક ન કરવો.
- ગત અવસર આવે નહીં ગયા ન આવે પ્રાણ. – વીતી ચૂકેલું ફરી પાછું આવતું નથી.
- ગધેડા પર અંબાડી. – કોઈ નજીવી અથવા હલકી ચીજને વધારે શોભાવવી.
- ગધેડા સાથે ઘોડું બાંધે નો ભૂંકતાં નહિ તો આળોટતાં તો શીખે. – જેવો સંગ તેવો રંગ; સોબતની અસર આવે.
- ગધેડાં ચાલે બાર ગાઉં; તો કુંભાર ચાલે ચૌદ ગાઉ. – વ્યવસ્થા કરનારને વિશેષ પરિશ્રમ કરવો પડે.
- ગધેડે બેઠા તો પછી ગામ બહાર શાને ઊતરવું ? – લાજશરમ ન હોવી.
- ગરજ સરી એટલે વૈદ્ય વેરી. – સ્વાર્થ પૂરો થાય કે સંબંધ તૂટી જાય.
- ગરજવાનને અક્કલ ન હોય. – સ્વાર્થી સારાસારનો વિચાર ન કરે.
- ગરજે ગધેડાને પણ બાપ કહેવો પડે. – ગરજ હોય ત્યારે અયોગ્ય વ્યક્તિને પણ માન આપવું પડે.
- ગરથ ગાંઠે ને વિદ્યા પાઠે. – હાથમાં હોય તે ખરું કે ખપનું બાકી ખોટું.
- ગરબડ ગોટો ને સાહેબ મોટો. – ગેરસમજથી અયોગ્ય વ્યક્તિનેય માનપાન અપાય.
- ગરીબ ગમારમાં ખપે; પૈસાદારથી શરમ પડે. – નાણાંને લીધે માનમોભો મળે.
- ગરીબ બોલે તો ટપલા પડે; ધની બોલે તો તાળીઓ પડે. – ધનિકનાં માનપાન થાય.
- ગરીબની જોરુ સબકી ભાભી. સુધી વાગી નહિ તો કરડી ખાધી. – નિર્ધન ઉપર સૌ હુકમ ચલાવે.
- ગરીબનો બેલી પરમેશ્વર. – ઈશ્વર હંમેશાં ગરીબોનું રક્ષણ કરે છે.
- ગાજ્યા મેહ વરસે નહિ ને ભસ્યા કૂતરા કરડે નહિ. – પોતાની શક્તિ વિશે મિથ્યા બણગાં ફૂંકવાં; બોલે તે કરે નહિ.
- ગાજરની ચોરીમાં ફાંસીની સજા. – નાના ગુના માટે મોટી સજા થવી.
- ગાજરની પિપૂડી વાગી ત્યાં – જે વસ્તુનો જ્યાં સુધી લાભ લેવાય ત્યાં સુધી લેવો;
- ગાજે તેનું વાજે. – પછી તેનો અંત લાવી દેવો. પ્રચારથી પ્રસિદ્ધિ મળે.
- ગાડી ચૂકી જવી – ઉંમર વીતી જવી; તક ગુમાવી દેવી.
- ગામ ચલાવે તે ગામનો વેરી ને ઘર ચલાવે તે ઘરનો વેરી. – જવાબદારીવાળી કે કામ કરનાર વ્યક્તિનો જ વિરોધ થાય.
- ગામ હોય ત્યાં ઉકરડો; નદી ત્યાં ઓવારો. – સિક્કાની બે બાજુ હોય છે. હંમેશાં સારી વસ્તુની બીજી બાજુ પણ હોય.
- ગામના મોઢે ગરણું ના બંધાય. – બધાંને ટીકા કરતાં એકસાથે અટકાવી ન શકાય.
- ગામનો ગઢ બાંધે તે નાકા-બારી રાખે. – રક્ષણ માટે કરેલી તૈયારીમાં બચાવની યુક્તિ પણ ગોઠવેલી હોય.
- ગામનો જોગી જોગટો ને પરગામનો સિદ્ધ. – પારકું તેટલું સારું ને પોતાનું તે ખરાબ.
- ગામમાં ઘર નહીં ને સીમમાં ખેતર નહીં. – ઠામઠેકાણા વિનાનું હોવું.
- ગાય લેવી દૂઝણી ને વહુ લેવી શોભતી. – ગાય અને કન્યાની પસંદગી બહુ વિચાર પૂર્વક કરવી.
- ગાય વાળે તે ગોવાળ. – કામ પાર પાડે તે ખરો શક્તિશાળી,
- ગાંઠનાં ગોપીચંદન ખોવાં. – પોતાના પૈસા ખર્ચી નાખવા.
- ગાંઠે પૂરો ને બોલવે શૂરો. – સંપત્તિ અને વાણી વર્તન બંને પાસે હોવાં.
- ગાંડાંનાં ગામ ન વસે. – ગાંડાં પણ તરત પરખાય.
- ગાંડી માથે બેડું. – ઠેકાણા વગરની વાત.
- ગાંધી ગાંધીનો વેરી. – એક જ ધંધાવાળી બે વ્યક્તિઓ વચ્ચે અરસપરસ હરીફાઈ થાય છે.
- ગુજરાતની બેટી ને સોનાની પેટી – ગુજરાત ધન-ધાન્યથી સમૃદ્ધ છે ને તેથી અહીં રોજીરોટી મળી રહે.
- ગુરુ ગયા ગામ ને ચેલા કરે ચાગ (લાડ). – નિયંત્રણ કરતી વ્યક્તિની ગેરહાજરીમાં એના હાથ હેઠળના માણસો લહેરથી વર્તે.
- ગોર પરણાવી દે; કંઈ ઘરસૂત્ર ન ચલાવી આપે. – સંબંધ-વ્યવહાર તો પોતાની કુનેહથી જ ચલાવવો પડે.
- ગોળ અંધારે ખાધો તોય ગળ્યો અને અજવાળે ખાધો તોય ગળ્યો. – ખરું હોય તે તો ખરું જ રહે છે; કદી ખોટું બનતું નથી.
- ગોળ જાય ગાંગડી ને ઘી જાય આંગળી. – પ્રમાણમાં ઓછું હોય છતાં ઉત્તમ વસ્તુની પરખ આપોઆપ થઈ જાય
- ગોળ નાખીએ એટલું ગળ્યું થાય. ગોળ ને ખોળ સરખો. – મોણ નાખો એટલું પોચું થાય.
- ગોળના પાણીએ નવરાવવું – સારાખોટાનો વિવેક ન હોવો.
- ગોળે મરે એને ઝેરે શું કામ મારવું ? – ખોટી આશા આપી કંઈ ન કરવું. મીઠાશથી પતે ત્યાં કડવાશ ન વહોરવી.
ઘ થી શરૂ થતી કહેવતો
અહીં નીચે તમામ ગુજરાતી ઘ અક્ષર પર કહેવતો જવાબ સાથે નું લિસ્ટ આપેલ છે. જેનો તમે અભ્યાસ કરી શકો છો.
- ઘડપણ તે બીજું બાળપણ. – બાળપણમાં સંભાળની જરૂર પડે; તેમ ઘડપણમાં પણ સંભાળ જરૂરી છે.
- ઘડીની નવરાશ નહિ ને પાઈની પેદાશ નહિ. – લાભ વગર દોડધામ કરવી.
- ઘણી કીડીઓ સાપને તાણે. – નાની વ્યક્તિઓ ભેગી મળીને સહકારથી શક્તિશાળીને પણ હંફાવે.
- ધમધમતી વહેલે સૌ બેસે. – શ્રીમંતાઈમાં સહુ સુખસાહ્યબી માણવા આવે
- ઘર ગયું ને ઓસરી રહી. – (૧) મુખ્ય વસ્તુ ચાલી જવી ને નકામી વસ્તુ બાકી રહેવી. (૨) સંપત્તિ જવી ને માત્ર નામના રહેવી.
- ઘર ફૂટે ઘર જાય. – અંદરોઅંદર મતભેદ પડતાં બહારનો શત્રુ ફાવી જાય.
- ઘર બાળીને તીરથ કરવું. – ઘર વેડફીનેય લહેર કરવી.
- ઘર ભલું ને આપણે ભલાં. – પારકી પંચાતમાં ન પડવું.
- ઘરકી મુરઘી દાલ બરાબર. – ઘરની વ્યક્તિની કોઈ કદર કરતું નથી.
- ઘરડાં ગાડાં વાળે. – વૃદ્ધજનોની સલાહ ખરે ટાણે ખપ લાગે.
- ઘરડાં ને ઘેલાં બરાબર. – ઘડપણમાં માણસ બાલિશ બની જાય.
- ઘરડાં વગર ઘર નહિ ને વહુ વગર વર નહિ. – ઘરમાં વૃદ્ધ અને વહુ બંનેની જરૂર છે.
- ઘરડી ગાય ને ગળે ટોકરા અથવા ઘરડી ઘોડી ને લાલ લગામ. – ઘરડે ઘડપણ ઠાઠમાઠનો ચસકો કે શોખ દેખાય પણ શોભે નહિ.
- ઘરનાં છોકરાં ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આટો. – પોતાનાંને ભૂખે મારવાં અને પારકાંને પોષવાં.
- ઘરના ભૂવા ને ઘરના જાગરિયા – (૧) બધો લાભ આપસમાં થાય એવો ઘાટ કરવો. (૨) કોઈ કોઈની ખોડ ન કાઢે અને મનફાવતું કરે એવો ઘાટ હોવો.
- ઘરનાં ઊઠ્યાં વનમાં ગયાં ને વનમાં ઊઠી લાય. – કમનસીબી હોય તો તેનાથી છુટકારો થતો નથી.
- ઘરની કસર અને વહાણની સફર. – જેમ સાગરમાં વહાણ દ્વારા સફર સફળ કરાય તેમ કરકસરથી ઘર સારી રીતે ચલાવી શકાય.
- ઘરનું ઘંઘોલિયું થવું. – ઘરની શોભા નષ્ટ થવી; ઘરનો મોભો ભાંગી જવો.
- ઘરમાં ટકાના ત્રણ શેર; બહાર તિસમારખાં. – ઘરમાં કંઈ ન ચાલે અને ઘરબહાર મિજાજી વર્તન હોવું.
- ઘરમાં વાઘ ને બહાર બકરી – ઘરમાં શૂરાતન બતાવે પણ બહાર કાંઈ ચાલે નહિ.
- ઘરમાં હાલ્લાં કુસ્તી કરે. – અત્યંત ગરીબાઈ હોવી.
- ઘંટીના સો અને ઘંટાનો એક. – (૧) દુર્બળ ઘણા પ્રયત્નો પછી સફળ બને છે જ્યારે સબળ પ્રથમ પ્રયત્ને જ સફળ થાય છે. (૨) બળિયાના એક પ્રહાર બરાબર દુર્બળના સો પ્રહાર હોય છે.
- ઘા પર મીઠું ભભરાવવું. – દુ:ખીને વધારે દુઃખ આપવું.
- ઘા ભેગો ઘસરકો. – મોટા દુઃખ ભેગું નાનું દુઃખ.
- ઘાટ ઘાટનાં પાણી પીવાં. – દેશ દેશનો અનુભવ લેવો.
- ઘાણીનો બળદ ઠેરનો ઠેર. – પ્રગતિ કર્યા વિના હતા ત્યાંના ત્યાં.
- ઘી ઢોળાયું તો ખીચડીમાં. – દેખીતું નુકસાન છતાં સરવાળે તેનો ફાયદો જ થઈ રહેવો.
- ઘી વિના લૂખો કંસાર; મા વિના સૂકો સંસાર. – માતાના વાત્સલ્ય વિના જીવન જીવવામાં મીઠાશ મળતી નથી.
- ઘીના ઠામમાં ઘી પડવું. – ઉચિત કે સારાંવાનાં થવાં.
- ઘેર ઘંટી ને ઘેર ઘેર દળવા જાય. – પોતાની વસ્તુ વાપરવાને બદલે બીજાનો લાભ લેવો.
- ઘેર ઘેર માટીના ચૂલા. – કોઈ કુટુંબ તકરાર વિહોણું ન હોવું.
- ઘેર બેઠાં ગંગા આવવી. – અનાયાસે મોટો લાભ.
- ઘેલી થઈને છૂટે ને ગામ બધું લૂંટે. – ભોળપણનો ડોળ કરીને પોતાને માટે કમાણી કરવી.
- ઘોડો બચકું ભરે નહિ અને ભરે તો છોડે નહિ. – ગુણવાન માણસ કદી દુશ્મનાવટ કરે નહિ ને કરે તો પછી પાછીપાની કરે નહિ.
- ઘોડી છૂટે ઘોડો છૂટે – ભવિષ્યમાં શુ થવાનુ છે કોને ખબર ?
- આપવો દોકડો ને લેવો બોકડો – સૌ નાની વસ્તુ આપીને મોટી લેવાનો પ્રયાસ કરે.
- ઘેરબેઠાં ગંગા – સામે ચાલીને ફાયદો થવો.
- ઘર વેચીને તીરથ કરવું – નુકસાન સહન કરવું,
- ઘરડાં ગાડાં વાળે – અનુભવી જ ઉપાય બતાવે.
- ઘ૨ના ભૂવાને ઘરના જાગરિયા – સંબંધીઓએ લાભ લેવો.
- ઘરડી ઘોડી લાલ લગામ – ઘડપણમાં શૃંગાર કરવો.
- ઘરની મરઘી દાળ બરાબર – ઘરની વસ્તુની કિંમત ન ગણાય.
- ઘરની બિલ્લી મારાથી મ્યાંઉ – પોતાનો જ આશ્રિત વિરોધમાં જાય.
- ઘરનો જોગી જોગટો – ઘરના માણસની કિંમત ન ગણાય.
ચ થી શરૂ થતી કહેવતો
અહીં નીચે તમામ ગુજરાતી ચ અક્ષર પર કહેવતો જવાબ સાથે નું લિસ્ટ આપેલ છે. જેનો તમે અભ્યાસ કરી શકો છો.
- ચકલી નાની ને ફૈડકો મોટો. – ગજા ઉપરાંતની વાત.
- ચટ મંગની; પટ શાદી. – વિના વિલંબે તરત જ કામ પૂર્ણ કરવું.
- ચડ જા બેટા શૂળી પર. – વહાલ દેખાડીને કાસળ કાઢવું.
- ચઢ ચૂલા ખાઉં. – જેવું બન્યું નથી કે વાપર્યું નથી.
- ચઢે તે પડે. – કામ કરે તેને ક્યારેક નિષ્ફળતા પણ મળે.
- ચતુર નર ચેતે ને મૂરખ હોય તે વેચે. – નાની અમથી ઘટનાથી પણ ચતુર માણસ સાવધાન બની કામ કરે છે; જ્યારે બુદ્ધિ વગરનો માણસ પ્રસંગને જલદી કળી શકતો નથી.
- ચમડી તૂટે પણ દમડી ના છૂટે. – અતિશય કંજૂસ હોવું.
- ચમત્કાર વિના નમસ્કાર નહિ. – બળ બતાવો તો સૌ નમ્ર બની વર્તે.
- ચાકર કમાય ને શેઠ ખાય એ વેપાર ખોટમાં જાય. – પગારદાર નોકરોને માથે જ બધું કામ નાખી દેવામાં આવે તો એ ધંધામાં નુકસાન જ જાય.
- ચાકર ચોરે તો બરકત જાય ને શેઠ ચોરે તો નખોદ જાય. – નાનો માણસ ચોરી કરે તો થોડું નુકસાન થાય પણ મૂળ માણસ પોતે જ ચોરી કરે તો સમૂળગો નાશ પામે.
- ચાકરી કરે તો ભાખરી મળે. – નોકરી કરે તો આજીવિકા મળે.
- ચાદર પ્રમાણે સોડ તાણવી. – (૧) જે પ્રમાણે કમાણી તે પ્રમાણે ખર્ચ કરવો. (૨) દેવું ન કરવું.
- ચામડાની જીભ ગમે તેમ વળે. – માણસ સારું-નરસું બધું ફાવે તેમ બોલતો હોય છે.
- ચાર દિવસની ચાંદની ફિર અંધેરી રાત. – થોડા સુખના દિવસો પછી દુઃખ આવે છે; સુખ કોઈને સદા રહેતું નથી.
- ચાર મળ્યા એટલે ચોરનો ભય ટળ્યો. – એક કરતાં વધારે માણસો સાથે હોય તો ચોરનો ભય ન રહે.
- ચાલતા બળદને આર ના ઘોંચાય. – કામ કરતાં માણસને ખોટી સતામણી કરવી નહિ.
- ચાલતી ગાડીએ ચડી બેસવું. – ચાલતામાં ભળી જવું.
- ચાલતી સેરમાં પગ દેવો. – ચાલતી બાજુ જોઈને વર્તવું, કોઈની ચાલુ રોજીમાં વિઘ્ન નાખવું.
- ચિંતા કરતાં ચિતા ભલી. – ચિંતા મરણ કરતાંય ખરાબ છે.
- ચીભડાના ચોરને ફાંસીની સજા. – અલ્પ ગુનો કર્યો હોય તેને ભારે સજા કરવી.
- ચૂલામાં બિલાડાં આળોટવાં. – ખૂબ ગરીબાઈ હોવી.
- ચેત મછંદર ગોરખ આયા. – પાપભર્યું કૃત્ય કે અનીતિભર્યું કામ કરનારને એવું કામ ન કરવા ચેતવવું.
- ચેતતા નર સદા સુખી. – વિચારીને પગલું ભરનાર સુખી થાય.
- ચોખા ભેગી ઈયળ બફાવી. – મોટાં ભેગું નાનું સાફ થઈ જવું.
- ચોખા મૂકવા જવું. – નોતરું આપવા જવું.
- ચોર ને ચંદ્રમા સદાયનાં વેરી. – બેઉ વિરુદ્ધ ગુણધર્મવાળા વચ્ચે દુશ્મનાવટ.
- ચોરના પગલાં ચોર જાણે. – ચોર જ ચોરને ઓળખે.
- ચોરની ચાર અને જોનારની બે. – ચોર ગમે તેમ કરીને ધાપ મારી જાય.
- ચોરને કહે ચોરી કર ને શાહુકારને કહે જાગતો રહે. – બંને પક્ષોને તેને ગમતી વાત કરવી; કોઈને અપ્રિય ન થવું.
- ચોરનો ભાઈ ઘંટી ચોર. – ચોર કે તેનો ભાઈ કોઈ કોઈથી ઊતરતો હોતો નથી.
- ચોરાશી બંદરનો વાવટો ઊઠવો. – દેશ દેશાવર બહોળો વેપાર કરીને ધન મેળવવું.
- ચોરી પર શિરજોરી. – ગુનો કરીને પાછા સામું થવું.
- ચોળીને ચીકણું કર્યું. – અતિશય તપાસ કરવી કે ખૂબ ઊંડા ઊતરીને કામ કરવાથી નુકસાન થવું.
- ચૌદમું રતન ચખાડવું. – માર મારવો.
- ચૌદ ભવન એક થવાં. – પ્રલય થવો; ગજબ થવો
છ થી શરૂ થતી કહેવતો
અહીં નીચે તમામ ગુજરાતી છ અક્ષર પર કહેવતો જવાબ સાથે નું લિસ્ટ આપેલ છે. જેનો તમે અભ્યાસ કરી શકો છો.
- છછૂંદરનાં છયે સરખાં. – એકેયમાં સારો ગુણ નહિ; કોઈમાં કશો ફરક નહીં.
- છઠ્ઠીના લેખ તેમાં ન મરાય મેખ – પ્રારબ્ધમાં જે લખ્યું હોય એ બનીને જ રહે.
- છઠ્ઠીનું ધાવણ ઓકાવવું. – મરણતોલ માર મારવો.
- છપ્પન દેશનું પાણી પીવું. – દેશદેશાંતરમાં મુસાફરી કરવી; જાત જાતના અનુભવ હોવા.
- છપ્પન વેપારીને ભારો કૂંચી. – કરવું કંઈ નહિ ને દમામ ઘણો.
- છપ્પનની છિનાળી કાઢવી – બધાં છાનાં કામ ઉઘાડાં પાડીને ફજેતી કરવી.
- છાણના દેવને કપાસિયાની આંખો. – યોગ્યતા મુજબ સત્કાર કરવો.
- છપ્પન ભૂંગળ વાવવી – ખૂબ પૈસો હોવો.
- છાણનો કીડો ઘીમાં મરે. – જેને જે વાતાવરણ અનુકૂળ હોય તેમાં જ તે જીવી શકે.
- છાબડે સૂરજ ઢાંક્યો ના રહે. – સત્ય વસ્તુ છુપાવવાથી છુપાય નહીં.
- છાશ ને લાંચ વધાર્યા વધે. – ખરાબ કૃત્યો વધારો એટલાં વધ્યા જ કરે.
- છાશ મીઠી પણ કંઈ દૂધ કહેવાય ? – રંગ પરથી ગુણ પામી ન શકાય.
- છાશ લેવા જવું ને દોણી સંતાડવી – એવું કંઈ ન કરવું કે જે છુપાવવું પડે.
- છીંડે ચડ્યો તે ચોર – ચોરીની જગ્યાએ પકડાય તે ચોર
- છાશમાં માખણ જાય ને વહુ ફૂવડ કહેવાય. – નુકસાન ખમવું ને મૂરખ દેખાવું.
- છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ના થાય. – છોકરાં મા-બાપને ભૂલી જાય પણ મા- બાપ પોતાનાં બાળક ઉપરનો સ્નેહ કદી ભૂલે નહીં.
જ થી શરૂ થતી કહેવતો
અહીં નીચે તમામ ગુજરાતી જ અક્ષર પર કહેવતો જવાબ સાથે નું લિસ્ટ આપેલ છે. જેનો તમે અભ્યાસ કરી શકો છો.
- જણનારીમાં જોર નહિ એમાં સુયાણી શું કરે ? – જેનું કામ હોય તેણે પોતે હિંમત ને જોર રાખવું જોઈએ; બાકી મદદગાર તો મદદ કરે.
- જતિ બેઠો જપે ને જે આવે તે ખપે. – આમદાની મેળવવા ધર્મી થવાનો આડંબર કરવો.
- જબાન હાર્યો તે જનમ હાર્યો. – વચનનું પાલન કરવું.
- જમ, જમાઈ ને જાચક કોઈનાં ના થાય. – જમ, જમાઈ ને યાચક કોઈની શરમ રાખે રાખે નહિ.
- જમણ જાય ને સગું દુભાય. – લાભ ગુમાવવો પડે અને છતાં સંબંધો વણસે.
- જમવામાં જગલો ને કૂટવામાં ભગલો. – મહેનત કરનાર કોઈ ને મહેનતનાં ફળ અન્ય કોઈ મેળવે.
- જમીન પર પગ ન મૂકવો. – ગર્વથી બહેકી જવું.
- જ્યાં ગંદવાડ ત્યાં મંદવાડ. – સ્વચ્છતાથી સ્વાસ્થ્ય સારું રહે.
- જ્યાં જાય ઉકો ત્યાં સમુદ્ર સૂકો. – કમનસીબને કંઈ જ અનુકૂળ થતું નથી.
- જ્યાં દેવ ત્યાં જાત્રા. – શુભ અને સારા સ્થળની મુલાકાતે સૌ આવે.
- જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. – કવિની કલ્પનાશક્તિને કોઈ સીમાડાઓ નડતા નથી.
- જ્યાં પંચ ત્યાં પરમેશ્વર. – એકતામાં પ્રભુતા વસે.
- જ્યાં રોજગાર ત્યાં ઘરબાર. – જ્યાં ધંધો-નોકરી હોય ત્યાં રહેવું પડે.
- જ્યાં સંપ ત્યાં જંપ. – જ્યાં સંપ હોય ત્યાં કલહ અને કંકાસને કોઈ સ્થાન હોતું નથી.
- જર ગયો ને જેબ ગયો. – જેની પાસે ધન નથી તે આબરૂભેર જીવી શકતો નથી.
- જ્યાં સુધી શ્વાસ ત્યાં સુધી આશ. – મૃત્યુ લગી આશા ન છૂટે.
- જર, જમીન ને જોરુ એ ત્રણેય કજિયાનાં છોરું. – પૈસો, જમીન અને સ્ત્રી એ ત્રણ ઝઘડાના કારણરૂપ છે.
- જવાન સાસુ મરે નહિ ને વહુનો દહાડો વળે નહિ. – સાસુ જીવંત હોય ત્યાં સુધી વહુને સ્વાતંત્ર્ય મળતું નથી.
- જવાનીનું રળેલું ને પરોઢિયાનું દળેલું આપત્તિમાં કામ લાગે. – બચત કરી હોય તો પાછલી અવસ્થામાં કામ લાગે.
- જા બિલ્લી કુતેકો માર. – જાતે કામ ન કરે અને એક બીજાને, બીજો ત્રીજાને સોંપ્યા કરે.
- જાગ્યા ત્યાંથી સવાર. – દોષ સમજાય કે તરત છોડવો.
- જાડી ચામડી હોવી. – કઠણ દિલ હોવું.
- જાત વિના ભાત પડે નહિ. – સારા જ સારી વસ્તુ ગ્રહણ કરે.
- જાનમાં કોઈ જાણે નહિ ને હું વરની ફૂઈ. – સઘળું કામ મારા થકી થાય છે એવો આડંબર કરવો.
- જાયા તે જાવાના. – જન્મ્યું તેનું મૃત્યુ નક્કી છે.
- જીભમાં ઝેર તો જગતથી વેર. – કટુવાણીથી દુશ્મનો વધે.
- જીવતાની ખોડ મૂએ જાય. – જે સ્વભાવ પડ્યો હોય તે મર્યા પછી જાય.
- જીવતો નર ભદ્રા પામે. – જીવતો જન ગમે ત્યારે પણ સુખી થાય.
- જીવતો હાથી લાખનો, મૂએ સવા લાખનો. – મૃત્યુ પછી જ પ્રાણીની કે માનવીની ખરી કિંમત થાય છે.
- જીવવું થોડું ને જંજાળ ઘણી. – જીવવા કરતાં પણ સંસારની માયા ઝાઝી હોય છે.
- જીવે ત્યાં સુધી જંજાળ. – જીવતાં હોઈએ ત્યાં સુધી બધી પ્રવૃત્તિ ચાલે.
- જીવ્યા કરતાં જોયું ભલું. – ફરતા રહીને દુનિયા જોવી તે જિંદગી કરતાં પણ વધારે મહત્ત્વનું છે.
- જૂઠ્ઠાની આવરદા ચાર ઘડી. – અસત્ય બહુ ટકતું નથી.
- જૂથ ત્યાં સૂથ. – સંઘબળ એક શક્તિ છે.
- જૂની આંખે નવા તમાશા. – ઘરડાંઓએ જુવાનિયાઓની રીતભાતના નવા રંગઢંગ જોવા તે.
- જે ગામ જવું નહિ એનો રસ્તો શીદ પૂછવો ? – જે કામ ન કરવું તેની પંચાત ન કરવી.
- જે જન્મે તે જાય. – જે જન્મ લે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે.
- જે થાય માડિયું તેને ના મળે કાવિડયું. – માતાની આજ્ઞા અને સલાહ અનુસાર વર્તનાર કમાણી કરી શકતો નથી.
- જે ન કરે વૈદ તે કરે દૈવ. – જ્યારે દવાદારૂ કામ નથી આવતાં ત્યારે ઈશ્વરીય મદદ કામ આવે છે.
- જે મોઢે પાન ચાવ્યાં તે મોઢે કુશકા ન ચવાય. – માનમર્યાદા તજીને શરમજનક કામ ન થાય.
- જેટલા ભોગ તેટલા રોગ. – બહુ ભોગનું પરિણામ અંતે રોગમાં આવે.
- જેણે મૂકી લાજ તેને નાનું સરખું રાજ. – શરમ છોડનારનું કોઈ નામ ન લે.
- જેના હાથમાં તેના મોંમાં. – જેના કબજામાં ચીજવસ્તુ હોય તે તેના ઉપયોગમાં આવે છે.
- જેની ગાંઠે નાણાં તેને નિત્ય ટાણાં. – જેની પાસે ધન તે આનંદમાં જીવે.
- જેનું ખાય તેનું ગાય. – જેની પાસેથી કંઈ લાભ કે ફાયદો થાય તેના ગુણગાન ગવાય.
- જેને કોઈ ન પરણે તેને ખેતરપાળ પરણે. – સ્ત્રીના કુંવારકા ગ્રહ ઉતારવા પડે.
- જેને કોઈ ના પહોંચે એને પેટ પહોંચે. – જેનું બીજા કોઈ ન બગાડે એનું સંતાનો જ બગાડે.
- જેના ઘેર પારણું તેનું શોભે બારણું. – બાળકથી ઘર રળિયામણું દીસે છે.
- જેનો રાજા વેપારી તેની પ્રજા ભિખારી. – રાજા પ્રજા પાસેથી ધન ઉપાર્જન કરે તો પ્રજાની સુખાકારી થતી નથી
- જેવા શેઠ એવા વાણોતર. – માલિકના ગુણ પ્રમાણે તેના હાથ નીચેના માણસો હોય છે.
- જેવા સાથે તેવા. – જે જેવો વ્યવહાર કરે તેની સાથે તેવો વ્યવહાર કરવો.
- જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ. – જેવા પોતે હોય તેવા જ અન્ય પણ લાગે.
- જેવી દાનત એવી બરકત. – જેવી વૃત્તિ તેવું ફળ.
- જેવી સોબત એવી અસર. – જેવી સંગત તેવી અસર.
- જેવો દેશ તેવો વેશ. – જ્યાં રહીએ રત્યાંના રીતરિવાજ અપનાવવા.
- જેવો સંગ તેવો રંગ. – સોબત તેવી અસર થાય.
- જો વરસે આદરા તો બારે માસ પાધરા. – આદ્રા નક્ષત્રમાં વરસાદ થાય તો આખું વર્ષ સારું જાય.
- જોશીના પાટલે ને વૈદ્યના ખાટલે. – જોશીને કમાણી તેની સામે ગોઠવેલ પાટલે હોય છે ને વૈદ્યને કમાણી તેની સામે ઢાળેલ ખાટલે હોય છે; અર્થાત્ ધંધા માટે જરૂરી ગોઠવણી કરવી આવશ્યક છે.
ઝ થી શરૂ થતી કહેવતો
અહીં નીચે તમામ ગુજરાતી ઝ અક્ષર પર કહેવતો જવાબ સાથે નું લિસ્ટ આપેલ છે. જેનો તમે અભ્યાસ કરી શકો છો.
- ઝાઝા જોગી મઠ ઊભડે. – એક જ કામમાં બધા ઘાલમેલ કરે એ અનિષ્ટ છે.
- ઝાઝા હાથ રળિયામણા. – વધુ માણસે ઝડપી અને સારું કામ થાય.
- ઝાઝાં મળ્યાં ને ખાવાનાં ટળ્યાં – ઝાઝે છોકરે ઝાઝી હેરાનગતિ થાય.
- ઝાઝાં મોએ ઝાઝી વાત. – ઘણાં માણસો જુદા જુદા અભિપ્રાય આપે.
- ઝાઝાંવાળાને ઝાઝો લાભ. – જેમ ઘણું હોય તેમ ઘણો લાભ થાય.
- ઝાઝી ધીર; ઝાઝું દેવાળું. – ઘણી પળોજણ ઘણું દુ:ખ લાવે, ઝાઝી ધીરધાર કરવાથી દેવું થાય.
- ઝાઝી વાતે ગાડાં ન ભરાય. – વાત લંબાણથી નહિ પણ ટૂંકમાં કહેવી.
- ઝાઝી સુયાણીએ વેતર વંઠે. – ઘણાં એકઠાં થવાથી કામ બગડે છે. .
- ઝાઝું કરે તે થોડા માટે. – બહુ દોડે તે થાકી જાય.
- ઝાઝે ગૂમડે ઝાઝી પીડા. – વિશેષ જવાબદારી ઘણી જ પીડા કરે.
- ઝાડ તેવાં ફળ. – જે પ્રમાણે કામ કરીએ એ પ્રમાણે ફળ મળે.
- ઝીણો પણ રાઈનો દાણો. – નાનું પણ તેજદાર, નાની વસ્તુ પણ ઉપયોગી.
- ઝૂંપડામાં રહેનારને ઝૂમણાના કોડ. – ગરીબને સુખસાહ્યબી ભોગવવાની ઇચ્છા.
- ઝેરનાં પારખાં ન હોય. – મૃત્યુજનક પરિણામવાળાં કાર્યો પ્રયોગ તરીકે ન કરી શકાય.
ટ થી શરૂ થતી કહેવતો
અહીં નીચે તમામ ગુજરાતી ટ અક્ષર પર કહેવતો જવાબ સાથે નું લિસ્ટ આપેલ છે. જેનો તમે અભ્યાસ કરી શકો છો.
- ટકાની ડોસી ને ઢબુ મૂંડામણ – અસલ કિંમત કરતાં ખર્ચ વધારે.
- ટકે શેર ભાજી ટકે શેર ખાજાં. – સારુંનરસું બધું સરખું.
- ટકો મળે પણ તક ન મળે. – પૈસા કરતાં તકની કિંમત બહુ મોટી છે.
- ટાઢા ટાઢ કરીએ નહિ ને ટાઢનાં માર્યા મરીએ નહિ. – આપત્તિ સમયે રોદણાં રડવાને બદલે આપત્તિનો સામનો કરવો.
- ટાઢ વાય સૌને ન વાય વહુને. – નાના પાસે સૌ કામ કરાવે.
- ટાઢા પહોરના તડાકા મારવા – ગપ્પાં મારવાં.
- ટાઢી ખીર. – અઘરું કામ પાર પાડી શકનાર.
- ટાઢે પાણીએ ખસ ગઈ. – વિના પ્રયત્ને મુશ્કેલી ટળી.
- ટાણે મળે એ નાણે ન મળે. – વખત આવ્યે જે મળે તે પૈસા દેતાં મળતું નથી.
- ટીપે ટીપે સરોવર ભરાય ને કાંકરે કાંકરે પાળ બંધાય. – થોડે થોડે મોટું કામ થાય.
ઠ થી શરૂ થતી કહેવતો
અહીં નીચે તમામ ગુજરાતી ઠ અક્ષર પર કહેવતો જવાબ સાથે નું લિસ્ટ આપેલ છે. જેનો તમે અભ્યાસ કરી શકો છો.
- ઠાકરને ચાકર ઘણા તો ચાકરને ઠાકર ઘણા. – જેને પૈસા આપવા છે તેને કામ કરનાર મળી રહે છે અને જેને કામ કરવું છે તેને નોકરી ધંધે રાખનાર મળી રહે છે.
- ઠાકોર ગયા ને ઠગ રહ્યા. – રાજનું રખોપું કરનાર ન હોય તો ઠગાઈ કરનારા ફાવે છે.
- ઠારો તેવાં ઠરજો ને બાળો તેવાં બળજો. – કર્મ કરીએ એવા ફળ મળે છે.
- ઠુંઠી ચૂડીઓ પહેરવા ગઈ ત્યારે મરૂડિયો માંદો પડ્યો. – અક્કર્મીનો પડિયો કાણો.
- ઠોઠ નિશાળિયાને વતરણાં ઘણાં – જે ભણતો નથી તે ડોળ ઘણો કરે.
ડ થી શરૂ થતી કહેવતો
અહીં નીચે તમામ ગુજરાતી ડ અક્ષર પર કહેવતો જવાબ સાથે નું લિસ્ટ આપેલ છે. જેનો તમે અભ્યાસ કરી શકો છો.
- ડગલે દૂર તે દેશાવરે દૂર. – થોડું પણ છેટું તે છેટું.
- ડહાપણમાં દવ લાગવો. – શાણપણ વગરનું વર્તન કરવું.
- ડાકણ સામે ડાકણ. – જેવાની સાથે તેવા થવું.
- ડાકણેય એક ઘર મેલે. – તદ્દન ઊતરેલ માણસ પણ કોઈ એકાદ જગ્યાએ તો અચૂક લાગણીથી વર્તે.
- ડાહી સાસરે ન જાય ને ગાંડીને શિખામણ દે. – પરોપદેશે પાંડિત્યમ્, પોતે ન કરે તે કરવા બીજાને ઠાવકે મોંએ શિખામણ દેવી.
- ડાહ્યો દીકરો દેશાવર ભોગવે ને ડાહી વહુ ચૂલામાં પેસે. – દરેક માણસે પોતાની ફરજ બજાવવી જોઈએ.
- ડાહ્યો ભૂલે ત્યારે ભીંત ભૂલે. – બુદ્ધિશાળી માણસો દ્વારા પણ ક્યારેક વગર વિચારેલાં કામ થાય છે.
- ડાંગે માર્યા પાણી જુદાં ના પડે. – એક લોહીવાળામાં ઝટ કુસંપ ન કરાવી શકાય.
- ડુંગરા દૂરથી રળિયામણા. – દૂરથી બધું જ સુંદર દેખાય છે.
- ડુંગરે દવ લાગે તો દુનિયા જાણે પણ પેટમાં લાગે તે કોઈ ન જાણે. – પોતાની પીડા અન્યને કહી ન શકાય જણાવી ન શકાય.
- ડુંગળીમાં એલચીનો સ્વાદ આવે નહિ. – સ્વભાવગત દુર્ગુણ નિવારી શકાતા નથી.
- ડૂબતો માણસ ફીણને વળગે; ડૂબતો માણસ તરણું પકડે. – પડતો માણસ ગમે તેનો સહારો લે.
- ડોસી મૂઆની બીક નથી; જમ પેધ્યાનો ભો છે. – એક વાર નુકસાન થાય ભલે પણ તેને બદલે અનિષ્ટ કાયમી બની જાય તે યોગ્ય નથી.
- ડોળે દીઠું બને નહિ ને સાથે રહેવું ગમે નહિ. – આંખો વઢવી; દીઠે અણગમો ઉત્પન્ન થવો.
ઢ થી શરૂ થતી કહેવતો
અહીં નીચે તમામ ગુજરાતી ઢ અક્ષર પર કહેવતો જવાબ સાથે નું લિસ્ટ આપેલ છે. જેનો તમે અભ્યાસ કરી શકો છો.
- ઢબ્બુની ડોશી ને ટકાનું કૂંડામણ – વસ્તુની મૂળ કિંમત કરતાં તેની પાછળ બીજું ખર્ચ વધી જવું તે.
- ઢમ ઢોલ માંહે પોલ. – બહારથી સારા દેખાતા માણસો અંદરથી પોકળ હોય છે.
- ઢાંક્યા કરમની કોઈને ખબર નથી. – ભવિષ્ય ક્યારે ખૂલે એ નક્કી નથી.
- ઢીંચણ સમું ધાન ને કેડ સમું કામ. – ધાન્યની પુષ્કળતા અને કામમાં મચ્યા રહેવાનું હોવું તે.
- ઢેકું ભાંગીને ધૂળ કરવી. – અયોગ્ય પ્રયત્નોનું પરિણામ સારું આવતું નથી.
- ઢેલના પગ બે દિવસ રાતા. – અલ્પજીવી પણ અલ્પતાનું સૂચક.
ત થી શરૂ થતી કહેવતો
અહીં નીચે તમામ ગુજરાતી ત અક્ષર પર કહેવતો જવાબ સાથે નું લિસ્ટ આપેલ છે. જેનો તમે અભ્યાસ કરી શકો છો.
- તકદીર આગળ તદબીર ચાલે નહિ. – પ્રારબ્ધ સામે કોઈ યુક્તિ સફળ થતી નથી.
- તકનાં વાજાં તકે જ વાગે. – દરેક ચીજને તેનાં યોગ્ય સમય અને સ્થળ હોય છે.
- તપ કીધે બાવો ન થવાય. – નામના દેખાવથી ખરું પદ મળતું નથી.
- તપને અંતે રાજ ને રાજને અંતે તપ. – દુઃખ પછી સુખ અને સુખ પછી દુઃખ.
- તમાચો મારીને મોં લાલ રાખવું. – ખોટા ભભકા કરી ધનિક હોવાનો પ્રયત્ન કરવો.
- તમાશાને તેડું નહિ ને ઇશકનું મૂલ નહિ. – ગામમાં નાટક રંગતમાશા હોય ત્યાં જોવા સારું કોઈને બોલાવવા જવું ન પડે.
- તરણા ઓથે ડુંગર. – માયારૂપી તરણાને લીધે સત્ય દેખાતું નથી.
- તરત દાન ને મહાપુણ્ય. – ધર્મના કાર્યમાં વિલંબ ન કરવો.
- તળાવે તરસ્યો ને વેળાએ ભૂખ્યો. – જે કોઈ અવસર કે પ્રસંગ ઊભો થાય તેનો લાભ લેવો.
- તંદુરસ્તી હજાર નિયામત. – સારું સ્વાસ્થ્ય જેવું અન્ય કોઈ સુખ નથી.
- તારું મારું સહિયારું ને મારું મારા બાપનું. – અન્યની માલિકીની ચીજવસ્તુમાં પોતાનો હિસ્સો રાખવો, પરંતુ પોતાની ચીજવસ્તુમાંથી કોઈને કંઈ ન આપવું.
- તાંબાની તોલડી તેર વાનાં માંગે. – ઘરસંસાર માંડો ત્યારે ઘણી ચીજસામગ્રી જોઈએ.
- તીર નહિ તો તુક્કો. – સફળતા મળે તો ઠીક નહીંતર ગુમાવવાનું શું ?
- તું ઝાડે ઝાડે ફર્યો છે પણ હું તો પાંદડે પાંદડે ફર્યો છું. – પોતાને સર્વક્ષેત્રીય અનુભવ હોવો.
- તુંબડાં બાંધી દરિયો તરાય નહિ. – અપૂરતાં સાધનો અને અપૂરતી તૈયારીથી નિયત લક્ષ્યાંક સિદ્ધ ન થઈ શકે.
- તુંબડીમાં કાંકરા. – સમજી ન શકાય તેવી વાત.
- તેજીને ટકોરો ને ગધેડાને ડફણાં. – બુદ્ધિશાળી ઇશારામાં સમજે, મૂર્ખ માટે માથાકૂટ કરવી પડે.
- તેરા તેલ ગયા ને મેરા ખેલ ગયા. – વેપારી અને ગ્રાહક બંને પક્ષે કોઈ કંઈ પ્રાપ્ત ન કરે.
- તેરી ભી ચૂપ ને મેરી ભી ચૂપ – હેતુપૂર્વક મૌન રહેવું.
- તેલ ગયું તૂપ ગયું હાથમાં ચાડું રહ્યું. – બધી બાજુએથી નુકસાન થવું.
- તેલ જુઓ તેલની ધાર જુઓ. – બધી વાતનો ચોમેરથી વિચાર કરીને કામ કરવાની ભલામણ કરવી
થ થી શરૂ થતી કહેવતો
અહીં નીચે તમામ ગુજરાતી થ અક્ષર પર કહેવતો જવાબ સાથે નું લિસ્ટ આપેલ છે. જેનો તમે અભ્યાસ કરી શકો છો.
- થાપણ માટે સાપણ થાય. – લેણું વસૂલ કરવા સારુ ગમે તે હદ સુધી જવું.
- થાય તેવા થઈએ તો ગામ વચ્ચે રહીએ. – જેવી વ્યક્તિ તેવો તેની સાથે વ્યવહાર.
- થૂંકે પડા ન વળાય. – શક્તિ પ્રમાણે કામ કરી શકાય.
- થૂંક્યું ગળાય નહીં. – વચનનું પાલન કરવું જોઈએ.
- થોડી ભૂખના ને ઝાઝી સુખના – સંતોષમાં સુખ છે.
- થોરે કેળાં ન પાકે – જાત નીચી તો ફળ ઊંચું ન જોવા મળે.
દ થી શરૂ થતી કહેવતો
અહીં નીચે તમામ ગુજરાતી દ અક્ષર પર કહેવતો જવાબ સાથે નું લિસ્ટ આપેલ છે. જેનો તમે અભ્યાસ કરી શકો છો.
- દક્ષિણા આપવી. – લાંચ આપવી.
- દગો કોઈનો સગો નહીં. – દગો દેનાર સગપણ જોતો નથી પણ દગો કરનારને જ નુકસાન થાય છે.
- દમ ત્યાં લગી દવા. – શક્તિ અનુસાર ઉપચાર.
- દયા ડાકણને ખાય. – દયા કરવા જતાં આફત વહોરવી પડે.
- દરેક કાળી વાદળીને રૂપેરી કોર હોય છે. – દુઃખદ અનુભવો કે દુઃખદ ઘટનાઓમાં પણ કંઈક સારું રહેલું છે; નિરાશામાં પણ આશા છે.
- દહીંમાં ને દૂધમાં પગ રાખવો. – બંને પક્ષમાં રહેવું.
- દંડ ઉપર ડામ. – નુકસાન પર વધુ નુકસાન કરવું.
- દાંતને અને અન્નને વેર થવું. – ગરીબાઈ ભોગવવી; ખાવાના સાંસા હોવા.
- દાઝ્યા પર ડામ દેવો. – દુઃખ હોય અને વધારે દુઃખ દેવું.
- દાઢ્યાં મડદાં ઉખેળવાં સારાં નહિ. – વીતી ગયેલી દુ:ખદ ઘટનાઓની યાદ વારંવાર ના કરવી.
- દાઢીની દાઢી ને સાવરણીની સાવરણી. – શોભાની શોભા ને કામનું કામ બંને હેત સરે.
- દાઢીમાં હાથ ઘાલવા. – કાલાવાલા કરવા.
- દાનત તેવી બરકત. – જેવી ઇચ્છા તેવો તેનો લાભ.
- દામ તેવું કામ અથવા દામ કરે કામ. – પૈસાથી બધું થઈ શકે.
- દાવ આવ્યે સોગટી મારવી. – તક મળે તેનો લાભ લેવો.
- દાળની સોબતથી ચોખો નર મટી નારી થયો. – જેને જેવો વાસ તેને તેવો પાશ; સોબતના ગુણસંસ્કાર આવવા.
- દિગંબરના ગામમાં ધોબીનું શું કામ ? – ઘરાકી ન મળે એવા સ્થળે ધંધો કરવો નકામો છે.
- દિલ્હી બહુ દૂર છે. – હજી ઘણું કરવાનું બાકી છે.
- દીકરી ને ગાય જ્યાં દોરે ત્યાં જાય. – દીકરી અને ગાયને બીજાની ઇચ્છા મુજબ જ વર્તવાનું હોય છે.
- દીવા પાછળ અંધારું અથવા દીવા વાંસે અંધારું – (૧) જાણીતા માણસના મરણ પછી નમાલો માણસ આવવાને લીધે ફેલાતી અંધાધૂંધી. (૨) પ્રસિદ્ધ પિતા પાછળ ઘણીવાર નામ બોળનાર સંતાન પાકે.
- દીવો લઈને કૂવામાં પડવું. અથવા દેખતે ડોળે છેતરાવું. – જાણીબૂઝીને મુશ્કેલીમાં મૂકાવું; બુદ્ધિ હોવા છતાં તેનો ઉપયોગ ના કરવો અને પરિણામે નિષ્ફળતા મેળવવી.
- દીઠા દેવ ને પહોંચી જાત્રા. – જેમ તેમ કાર્ય આટોપવું.
- દુઃખનું ઓસડ દહાડા. – સમય ગમે તેવા દુઃખને ભુલાવે છે.
- દુકાળમાં અધિક માસ. – મુશ્કેલીમાં ઉમેરો થવો.
- દુઃખ વિના સુખ નહિ તે કષ્ટ વિના ફળ નહિ. – રાત-દિવસની જેમ સુખ અને દુઃખનું ચક્ર ફર્યા કરે છે.
- દુખતી આંખે ઝોકો વાગે. – દુ:ખમાં દુ:ખ ભળે.
- દૂધનો દાઝ્યો છાશ ફુંકીને પીએ. – કડવા અનુભવને લીધે વ્યક્તિ જરૂર ન હોય ત્યાં ચેતીને ચાલે.
- દૂધમાંથી પોરા કાઢવા. – નજીવી ભૂલો શોધ્યા કરવી.
- દેખતે ડોળે કૂવામાં પડવું. – જાણીબૂઝીને નુકસાન વહોરવું.
- દેખવું નહિ ને દાઝવું નહિ. – અણગમતા પ્રસંગથી દૂર જ રહેવું.
- દેવ એવી જાતરા. – જે જેને યોગ્ય તે તેને આપવું;
- દેશ તેવો વેશ. – જેવો સમાજ તેવું જ આચરણ હોવું જોઈએ.
- દોઢ વાંક વગર કજિયો થાય નહિ. – ઝઘડા માટે બે પક્ષો કે બે વ્યક્તિઓ જવાબદાર હોય છે.
- દોરડી બળે પણ વળ ન છોડે. – માણસ પોતાનો સ્વભાવ છોડી શકતો નથી.
- દ્રાવિડી પ્રાણાયામ. – નકામી વધારે કરવામાં આવતી મહેનત.
ધ થી શરૂ થતી કહેવતો
અહીં નીચે તમામ ગુજરાતી ધ અક્ષર પર કહેવતો જવાબ સાથે નું લિસ્ટ આપેલ છે. જેનો તમે અભ્યાસ કરી શકો છો.
- ધકેલ પંચે દોઢસો. – આડેધડ કશી વ્યવસ્થા વિના કામ કરવાથી શું ?
- ધરમ કરતાં ધાડ પડવી. – કોઈનું સારું કરવા જતાં નુકસાનીમાં આવી પડવું.
- ધરમના કામમાં ઢીલ શી ? – ધર્મકાર્ય વિના વિલંબે કરવું.
- ધરમીને ઘેર ધાડ ને કસાઈ ને ઘેર કુશળ. – કર્મ અનુસાર ફળ ન મળતાં વિપરીત ફળ મળે છે.
- ધાન ખાઈએ છીએ; ધૂળ નથી ખાતા. – સમજણપૂર્વક કામ કરવું.
- ધીર સમાન જોગ નહિ ને રોષ સમાન રોગ નહિ. – ધીરજ ફળદાયી હોય છે; ક્રોધ નુકસાન- કારક નીવડે છે.
- ધીરજનાં ફળ મીઠાં. – ધીરજ રાખવાથી સારો લાભ થાય.
- ધુમાડાનાં બાચકા ભરવા. – મિથ્યા પ્રયત્નો કરવા.
- ધોબી ધુએ મૂલે ને પાપી ધુએ કમૂલે. – નિંદા કરી કિંમત લીધા સિવાય સામાનાં પાપ ધુએ.
- ધોબીનો કૂતરો નહિ ઘરનો નહિ ઘાટનો. – (૧) માણસ જ્યારે દ્વિધામાં પડે છે ત્યારે તે નથી રહેતો ઘરનો કે નથી રહેતો ઘાટનો. (૨) બંને પક્ષને પ્રસન્ન રાખવા મથનાર નિષ્ફળ જાય છે.
- ધોળામાં ધૂળ નાંખી. – વૃદ્ધાવસ્થામાં લાંછન લાગ્યું.
- ધોળે દહાડે અંધારું. – અવ્યવસ્થા હોવી.
- ધોળે દહાડે તારા જોવા. – અશક્ય વસ્તુ વિચારવી.
- ધોળે દહાડે તારા દીઠા. – બહુ દુ:ખ પામી હેરાન-પરેશાન થવું.
- ધરમના કામમાં ઢીલ નહીં – સારા કામમાં વિલંબ કરવો નહી.
- ધરમની ગાયના દાંત ન જોવાય – મફતમાં મળેલી વસ્તુના દોષ ન જોવાય.
- ધીરજનાં ફળ મીઠાં – ધીરજ રાખવાથી કામ સારુ થાય.
- ધોબીનો કૂતરો નહીં ઘરનો કે નહીં ઘાટનો – બે પક્ષમાં કામ કરનાર માણસને સારો લાભ મળે નહી.
- ધૂળધાણી થવું – વ્યર્થ જવું, બરબાદ થવું.
ન થી શરૂ થતી કહેવતો
અહીં નીચે તમામ ગુજરાતી ન અક્ષર પર કહેવતો જવાબ સાથે નું લિસ્ટ આપેલ છે. જેનો તમે અભ્યાસ કરી શકો છો.
- ન કરું વરો, જમ્મુ ખરો, મને શેઠ કરો. – કશું કર્યા વિના પોતાનું મહત્ત્વ ઠસાવવાનો હાંસીપાત્ર પ્રયત્ન.
- ન બોલવામાં નવ ગુણ. – કોઈ ગંભીર વાત જોવા જાણવા છતાં પણ મૂંગા રહેવામાં જ મઝા છે.
- ન મામા કરતાં કહેણો મામો સારો. – કશું જ ન મળે એ કરતાં થોડુંયે મળે તો સારું.
- નકટાને નાક નહિ ને નફફટને સાન નહિ. – શરમ છોડીને વર્તવું.
- નકલમાં શી અક્કલ ? – કોઈનું કરેલું કરવામાં કશી કારીગરી નથી.
- નખ વડે ભોંય ખોતરવી. – ભોંઠા પડી જવું.
- નગારામાં પિપૂડીનો અવાજ ક્યાં સંભળાય ? – મોટામાં નાનાનું કોણ સાંભળે ?
- નદીનું મૂળ ને ઋષિનું કુળ જોવાય નહિ. – નદી અને ઋષિ આદરને પાત્ર છે; તેઓ તેમની પ્રવર્તમાન પ્રતિભાથી જ માન અને આદરને પાત્ર છે એથી ઉત્પત્તિ કે ઉગમ વિશે જાણવા પ્રયત્ન ના કરવો.
- નમાઝ પઢતાં મસીદ કોટે વળગી. – સારું કામ કરવા જતાં આફત આવવી.
- નમે તે સૌને ગમે. – નમ્રતા સૌથી મોટો ગુણ છે.
- નમ્યો તે પરમેશ્વરને ગમ્યો. – નમ્રતા પ્રભુને પ્રિય છે.
- નર કરણી કરે તો નરકા નારાયણ – મનુષ્ય જો સત્કાર્ય કરે તો એ પોતાનાં પુરુષાર્થથી મહાન પણ થઈ જાય.
- નરો વા કુંજરો વા. – વિકલ્પ બતાવી સત્યને ઢાંકવા પ્રયત્ન કરવો.
- નવ નેજાં પાણી ચડે; પથ્થર ન ભીંજે કોર. – કોઈ અસર ન થવી.
- નવરો બેઠો નખ્ખોદ વાળે. – કામ વિનાનો માણસ કંઈ ને કંઈ ખટપટ કર્યા જ કરે.
- નસીબ બે ડગલાં આગળ. – જ્યાં જાય ત્યાં કમનસીબી મળવી.
- નસીબના એવા બળિયા કે રાંધી ખીચડીને થઈ ગયા ઠળિયા. – નસીબમાં જે લખાયું હોય તે થાય.
- નળ નીચે બેડું જોઈએ. – તકનો ઉપયોગ કરવો જોઈએ.
- નાક ઉપર માખી બેસવા ન દેવી. – કોઈનું જરી પણ અહેસાન ન ચડાવવું.
- નાક કટ્ટા તો કટ્ટા લેકિન ખીર-ઘી તો ચટ્ટા ! – આબરૂને નુકસાન પહોંચે તો પણ સ્વાદિષ્ટ ચીજનો સ્વાદ લેવો ?
- નાક નીચું ને પેટ ઊંચું. – બીજાની ખુશામત કરીને પેટ ભરવું.
- નાકની દાંડી સમ આંખો રાખવી. – પ્રામાણિક રહેવું.
- નાગાની પાંચશેરી ભારે. – દુર્જનથી સૌ ડરે.
- નાગો ન્હાય શું ને નિચોવે શું ? – જેની પાસે કંઈ જ નથી તે શું વાપરે ? જેણે આબરૂ ખોઈ તેને લાજશરમ નહિ.
- નાચવું નહિ ત્યારે આંગણું વાંકું. – જ્યારે કામ કરવાની ઇચ્છા થતી નથી ત્યારે અનેક બહાનાં કઢાય છે.
- નાદાનની દોસ્તી ને જીવનું જોખમ. – કમઅક્કલ વ્યક્તિ સાથેની મિત્રતા નુકસાનકારક છે.
- નાને મોઢે મોટી વાત. – કક્ષા અને મોભાનો વિવેક રાખ્યા વિના કહેવું અને વર્તવું.
- નાનો તો પણ રાઈનો દાણો. – ઉંમર કે કદ ભલે નાનું પણ શક્તિ વધુ.
- નામ મોટાં ને દર્શન ખોટાં. – બહારથી પ્રતિષ્ઠા પણ અંદરથી દોષોથી ભરેલું.
- નાહ્યા તેટલું પુણ્ય. – જેટલો લાભ કે ફાયદો લઈ શકાય તેટલો લેવો.
- નીચી બોરડી સૌ ખંખેરે. – વધુ પડતી નમ્રતાને લીધે સહન કરવું પડે.
- નેવનાં પાણી મોભે ન ચઢે. – અશક્ય વસ્તુ શક્ય ન બને.
- નકલમાં અક્કલ ન હોય – અનુકરણ કરવામાં બુદ્ધિની જરૂર પડતી નથી.
- નગારામાં પિપૂડી કયાં સંભળાય – મોટાઓના અવાજમાં નાના માણસનું કોણ સાંભળે ?
- નમાજ કરતા મસ્જિદ વળગે – ધરમ કરતા ધાડ પડે, ધરમના કામમાં મશ્કેલી આવે.
- નમે તે સૌને ગમે – નમ્રતા એ સૌથી મોટો ગુણ છે.
- ન કરે નારાયણ – અમુક અશક્ય હોય તેવી ઘટના બની જવી.
- ન મામા કરતા કાણો મામો સારો – કશું જ ન હોય તેના કરતાં થોડું હોય તે પણ સારું,
- નવી ગિલ્લી ને નવો દાવ નવેસરથી પ્રારંભ કરવો, નવા નાકે દિવાળી.
- ન ૨હે વાંસ ન વાગે વાંસળી – નામોનિશાન મીટાવી દેવું.
- નહીં ઘરનો કે નહીં ઘાટનો – બે પક્ષને પ્રસન્ન રાખનાર કે રાખવા મથનાર હંમેશા નિષ્ફળ જાય છે.
- નાચવું નહીંને કહે તારું આંગણું વાંકુ – કામ ન કરવુ હોય એટલે બહાના બતાવવાં / ન આ બાજુના કે ન તે બાજુના
- નાણા વગરનો નાથિયો ને નાણે નાથાલાલ – માણસની કિંમત તેની આર્થિક સધ્ધરતા ઉપરથી થાય છે.
- નાનો તોયે રાઈનો દાણો – નાની વસ્તુ પણ શક્તિશાળી હોય.
- નાદાનની દોસ્તી ને જાનનું જોખમ – મૂર્ખ મિત્રની દોસ્તી નુકસાન કરે/ જાનને જોખમમાં મૂકે.
- નામ મોટા ને દર્શન ખોટાં – નામ પ્રમાણે ગુણ ન હોવા.
- નેવાંનાં પાણી મોભે ન ચડે – અશક્ય વસ્તુ શક્ય ન બને.
પ થી શરૂ થતી કહેવતો
અહીં નીચે તમામ ગુજરાતી પ અક્ષર પર કહેવતો જવાબ સાથે નું લિસ્ટ આપેલ છે. જેનો તમે અભ્યાસ કરી શકો છો.
- પગ જોઈને પાથરણું તાણવું. – શક્તિ મુજબ કામ કરવું; આવક મુજબ ખર્ચ કરવું.
- પગની મોજડી કંઈ માથે ન મુકાય. – વિવેકપૂર્ણ અને ઉચિત કાર્ય કરવું.
- પગે પનોતી બેસવી. – (૧) પડતો દહાડો આવવો. (૨) મુશ્કેલીઓ
- પડ્યો પોદળો ધૂળ ઊંચક્યા વિના ન રહે. – જ્યાં જાય ત્યાં લાભ શોધે.
- પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહિ. – જેવી જાત તેવી ભાત પડે છે.
- પડે તે ચડે ને ભણે તે ભૂલે. – જે અભિમાન કરે છે તેની પડતી થાય છે.
- પથ્થર ઉપર પાણી. – જડ બુદ્ધિનો માણસ સમજે જ નહિ.
- પહેરીએ ગામને ગમતું; ખાઈએ મનને ગમતું. – સ્વાસ્થ્ય સાચવવા પોતાને અનુકૂળ આહા૨ ક૨વો પરંતુ સમાજ સાથે રહેવા સમાજને અનુકૂળ થવું.
- પહેલું સુખ તે જાતે નર્યા. – તંદુરસ્તી એ પ્રથમ સુખ.
- પહેલો સગો પાડોશી. – પડોશીને સગા કરતા વધારે નજીકનો ગણવો.
- પળમાં મન માળવે જાય. – મન બહુ ચંચળ છે.
- પાઈની પેદાશ નહિ ને ઘડીની નવરાશ નહિ. – જેમાં કશું આર્થિક વળતર ન મળે તેવું.
- પાકે ઘડે કાંઠા ન ચડે. – વખત વીત્યા બાદ પરિસ્થિતિમાં ફેરફાર અશક્ય.
- પાઘડીનો વળ છેડે. – કામના પરિણામથી જ કામ પરખાય.
- પાછલે બારણે પ્રવેશ. – અનુચિત રીતે કાર્યક્ષેત્રમાં આવવું.
- પાટલી બદલવી. – પક્ષાંતર કરવું.
- પાડાને વાંકે પખાલીને ડામ. – એકના દોષે બીજાને સજા.
- પાણી પહેલાં પાળ બાંધવી. – મુશ્કેલી આવતા પહેલાં ઉપાય કરવો.
- પાણી પીને ઘર પૂછવું. – કરવાનું કરી બેઠા પછી તેની યોગ્યતા- અયોગ્યતાનો વિચાર કરવો.
- પાણી વલોવ્યે માખણ ન નીકળે. – વ્યર્થ મહેનત કરવી.
- પાણીમાં રહેવું ને મગર સાથે વેર. – જેની સત્તા હેઠળ રહેવું તેની સાથે દુશ્મનાવટ રાખવી.
- પાત્ર જોઈને વાત થાય. – યોગ્યતા જોઈને વિશ્વાસ મૂકવો.
- પાપડી ભેગી ઈયળ બફાય. – સારા ભેગું ખરાબ પણ નુકસાનમાં ઊતરે.
- પાપનું ધન પ્રાયશ્ચિતમાં જાય. – અણહકની કમાણી અયોગ્ય માર્ગે જ વપરાય.
- પાપનો ઘડો ભરાય ત્યારે મોભ પર બેસીને પોકારે. – પાપ આખરે બહાર જ પડે.
- પાપનો ઘડો ફૂટ્યા વિના રહે નહિ. – (૧) છેવટે પાપ જાહેર થઈ જાય છે. (૨) પાપભર્યા કૃત્યોનાં માઠાં પરિણામ અવશ્ય આવે છે.
- પારકાં છોકરાંને જિત કરવા સૌ તૈયાર. – પોતાનાં અને પારકાં વચ્ચેનો ભેદ; અન્યને મુશ્કેલીમાં નાખવા માણસ તૈયાર હોય છે.
- પારકી આશ સદા નિરાશ. – બીજા ઉપર આધાર રાખતાં સહન કરવું પડે.
- પારકી જણી કાન વીંધે. – (૧) દયાલાગણી બતાવ્યા વિના અન્ય કામ કઢાવે- કામ શીખવે. (૨) પોતીકાનું ન ખમે એ પરાયાનું વેઠી લે.
- પારકે પૈસે દિવાળી. – બીજાના પૈસે તાગડધિન્ના કરવા.
- પારકે ભાણે મોટો લાડુ. – પોતાની વસ્તુ કરતાં બીજાની વસ્તુ સારી લાગે.
- પાશેરામાં પહેલી પૂણી. – કાર્યની શરૂઆત કરવી.
- પાસે ન મળે કોડી ને ઊભી બજાર દોડી. – ધનવાન હોવાના અબળખા કરવા.
- પાંચે આંગળીએ પહોંચો રૂડો. – સહકારથી સફળતા મળે.
- પાંચે મિત્ર, પચીસે પડોશી ને સોએ સગો. – આટલી રકમ તેમને ધીરતાં પાછી ન આવે તો ખમી જવું; પણ તેમની સાથે સંબંધ બગાડવો નહિ.
- પિયરમાં બારસ બોલે ને તેરશ ટૌકા કરે. – ભૂખમરાની દશા હોવી.
- પીઠી ચોળે રંગ ન બદલાય. – અમુક વસ્તુ એવી હોય કે ગમે તેટલા ઉપાયે પણ એમાં ફેરફાર ન જ થાય.
- પુત્રનાં લક્ષણ પારણામાંથી ને વહુનાં લક્ષણ બારણામાંથી. – સંસ્કાર કે ગુણ તો શરૂઆતથી જ દેખાઈ આવે છે.
- પૂછતા નર પંડિત. – પૂછતાં પૂછતાં જ્ઞાન મેળવી શકાય.
- પેટ કરાવે વેઠ. – પેટના પોષણ માટે બીજાની મજૂરી કરવી પડે.
- પેટ પાળે વેર બાળે. – દીકરા ઘડપણમાં પાળે; વેર વંશવેલો બાળીની નિર્વંશ કરે.
- પેટનો બળ્યો ગામ બાળે. – પોતાને દુ:ખે સૌને દુ:ખી કરે.
- પેટમાં ટાંટિયા હોવા. – કપટ કરવું; દગો કરવો.
- પેટમાં પેસી નીકળવું. – કોઈના અંતઃકરણની વાત જાણવી.
- પેટે પાટા બાંધવા. – ભૂખ્યું રહેવું; ખૂબ કરકસર કરવી.
- પોચું દેખે ત્યાં સૌ દબાવે. – નબળાને સૌ કોઈ નમાવે.
- પોતાની માનમરજાદ પોતાને હાથ. – સ્વમાન જાળવો તેટલું માન પામો.
- પોથીમાંનાં રીંગણાં. – કેવળ પુસ્તકિયું જ્ઞાન હોવું.
- પોપાંબાઈનું રાજ.- નબળા કે પ્રમાદી માણસનો કારભાર.
- પ્રથમ ગ્રાસે મક્ષિકા, – શરૂમાં વિઘ્ન નડવું.
- પ્રભુ પાધરા તો વેરી આંધળા.- પ્રભુકૃપાથી દુશ્મનો પર વિજય મેળવવો.
- પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય. – સ્વભાવ મૃત્યુ સુધી ન બદલાય.
- પ્રેમપંથ પાવકની જ્વાળા. – પ્રેમ અને ભક્તિનો માર્ગ વિકટ છે.
ફ થી શરૂ થતી કહેવતો
અહીં નીચે તમામ ગુજરાતી ફ અક્ષર પર કહેવતો જવાબ સાથે નું લિસ્ટ આપેલ છે. જેનો તમે અભ્યાસ કરી શકો છો.
- ફરતે એકાદશી ને વચમાં ગોકળઆઠમ. – ભૂખમરાની દશા હોવી.
- ફરે તે ચરે બાંધ્યો ભૂખે મરે. – રુષાર્થ વિના બેસી રહેનાર સુખી થતો નથી
- ફાંસ કાઢતાં પેસે સાલ. – એક દુઃખ નિવારતાં બીજું મોટું દુઃખ આવી પડે.
- ફૂલ નહિ ને ફૂલની પાંખડી. – નજીવી ભેટ.
- ફૂવડનો મેલ ફાગણે ઊતરે. – ફાગણ ઉત્સવનો સમય છે; એ એવો સમય છે કે ફૂવડ પણ ઉત્સવ માણે.
બ થી શરૂ થતી કહેવતો
અહીં નીચે તમામ ગુજરાતી બ અક્ષર પર કહેવતો જવાબ સાથે નું લિસ્ટ આપેલ છે. જેનો તમે અભ્યાસ કરી શકો છો.
- બકરી આદુ ખાતાં શીખી. – નબળી વ્યક્તિ પણ સમય આવે હોશિયાર થઈ જાય છે.
- બકરું કાઢતાં ઊંટ પેસે. – નાનું વિઘ્ન દૂર કરતાં મોટું વિઘ્ન આવી જાય.
- બધાં પાલખીએ બેસે ત્યારે ઊંચકે કોણ ? – શાસક અને શ્રમિક બંને જરૂરી.
- બધું ગામ ઘોરે ત્યારે ઘેલી ઘેંશ ઓરે.- આળસુ અને ઉધમાતિયા વ્યક્તિ.
- બને તો કોઈના થઈ રહીએ; નહિ તો કોઈને પોતાનાં કરી લઈએ. – આપણામાં આવડત ન હોય તો કોઈના આધીન રહેવું અને જો ડહાપણ હોય તો તેનાથી અન્યને વશ રાખવા.
- બલા જવી. – અણગમતું દૂર થવું.
- બહાર બકરી ને ઘરમાં વાઘ. – જાહેરમાં કંઈ ન કરી શકનાર માણસ ઘરમાં શૂરાતન બતાવે.
- બહાર લાખનો ને ઘરમાં કાખનો. – બહાર પ્રતિષ્ઠા સારી હોવા છતાં ઘરમાં કંઈ ન ઊપજવું.
- બહારની ડોશીને બાળવા જાય ને ઘરની ડોશીને કૂતરાં ખાય – ઘરનું કામ ન કરવું પણ બહારનું કામ કરવું.
- બહારનો બહાર ને અંદરનો અંદર. – બહારથી ભોળું દેખાય ને અંદરથી પાકું.
- બહુ દોડે તે બહુ થાકે. – (૧) અતિ જોર કરવું સારું નહિ.
- (૨) જે ઘણો ખર્ચ કરે તેને પાછળથી નાણાભીડ અનુભવવી પડે.
- બહુ બીએ તેને બહુ ખાય. – કાયર અથવા નબળા માણસને લોકો વધુ પરેશાન કરે.
- બહુચરાજીનો કૂકડો પેટમાં બોલે. – પાપ કર્યું હોય તે પચે જ નહિ; વહેલું મોડું પણ એ પ્રકાશમાં આવે જ.
- બહુ તંત બળવંત. – બળ કરતાં અક્કલ વધુ ચઢે.
- બહેરા આગળ શંખ ફૂંક્યો તો કે હાડકાં કરડે છે (અથવા ચાવે છે). – બહેરો માણસ પોતાની ખામી છુપાવવા ગમે તે કારણ બતાવે.
- બહેરો બે વાર હસે. – અયોગ્ય રીતે પોતાની ખામીઓ છુપાવનાર મિથ્યાભિમાની હોય છે.
- બળતામાં ઘી હોમવું. – ઉશ્કેરણી કરવી.
- બળથી ન થાય તે કળથી થાય. – ઘણીવાર બુદ્ધિથી કે યુક્તિથી જે કામ થાય તે તાકાતથી ન થાય.
- બળિયાના બે ભાગ – બળવાન વ્યક્તિ નિર્બળ પાસેથી વસ્તુ આંચકી લે.
- બંદા પહોળા ને શેરી સાંકડી. – ઉડાઉ અને ખર્ચાળ માણસને આખરે મર્યાદાઓ નડે છે.
- બંદાની દાઢીમાં એવા ગુણ જેમ ખાસડાં પડે તેમ આવે નૂર. – લુચ્ચા માણસો સમજાવ્યાથી ન માને પણ માર ખાય ત્યારે સારી રીતે વર્તે.
- બાઈ બાઈ ચાળણી. – ઘેર ઘેર ફરવું અને જેતેની માગણી કરવી.
- બાઈને કોઈ લેનાર નહિ ને ભાઈને કોઈ દેનાર નહિ. – બાઈ કે ભાઈ બંનેમાંથી કોઈની આબરૂ ન હોવી.
- બાપ તેવા બેટા ને વડ તેવા ટેટા – ગુણ-સંસ્કાર વારસાગત હોય છે.
- બાપડી બાપડી સૌ કરે પણ કાપડી કોઈ ન કરે. – વાત સૌ કરે પણ પાલનપોષણ તો પોતાનાં હોય તે જ કરે.
- બાપનું બારમું ને બાઈડીનું સીમંત ફરી ફરીને આવે નહિ. – જિંદગીમાં અમુક પ્રસંગ એક જ વાર આવે.
- બાપને પૈસે તાગડધિન્ના. – બાપની કમાણી પર મોજમજા લૂંટવી; પોતે કામ કરવામાં આળસ દાખવવી.
- બાપનો કૂવો હોય માટે ડૂબી મરાય નહિ. – બાપદાદાના વખતથી ચાલી આવતી જૂની રસમ હાનિકારક હોય તો તેને વળગી ન રહેવાય.
- બાર ગાઉએ બોલી બદલાય. – સ્થળેસ્થળે બોલાતી બોલીમાં ફેર પડે.
- બાર ભૈયા ને તેર ચોકા. – જૂથ નાનું પણ મતભેદ ઘણા.
- બાર હાથનું ચીભડું તેર હાથનું બી. – અશક્ય વાત.
- બારસો ચુહા મારી બિલ્લી હજ કરવા ચાલી. – અંદરખાનેથી પાપાચારની પ્રવૃત્તિ કરવી અને બહાર પરમાર્થનો આડંબર કરવો.
- બારે દહાડા કાંઈ સરખા જાય છે ? – મનુષ્યના જીવનમાં ચડતી-પડતી આવતી રહે છે.
- બારે બુદ્ધિ, સોળે સાન, વળ્યા તો વળ્યા નહિ તો પથ્થર પહાણ. – વયના વિકાસ પ્રમાણે ગુણો ન વિકસે તો જીવન દુ:ખમય બને છે.
- બારે વહાણ બૂડ્યાં. – ધંધામાં ખૂબ જ નુકસાન થવું.
- બાવા આદમના જમાનાનું. – ખૂબ જૂના જમાનાનું.
- બાવા બેઠા જપે ને જે આવે તે ખપે. – અનાયાસે જે મળે તેનો લાભ લેવો.
- બાવાનાં બેય બગડ્યાં. – બેય બાજુથી પસ્તાવું.
- બાવો નાચ્યો ત્યારે બોદલી પણ નાચી. (અથવા ઘોડીયે નાચી). – એકે કર્યું એટલે બીજાએ પણ કર્યું; સમજ્યા વગર કોઈનું અનુકરણ કરવું.
- બાંડા ગામમાં બે બારસ. – મૂર્ખ માણસોના ગામમાં દરેકની વાત જુદી જુદી હોય છે.
- બાંધી મુઠ્ઠી લાખની ને ઉઘાડી તે રાખની. – વાત ગુપ્ત રહે ત્યાં સુધી મહત્ત્વની, પ્રગટ થઈ ગયા પછી તેની કિંમત નહીં.
- બાંધે પોટલે વેપાર થાય નહિ. – ધંધા માટે બતાવવું; સમજાવવું જરૂરી- બોલે એનાં બોર વેચાય.
- બિચારાનાં બારેય વહાણ બૂડ્યાં. – ચારે બાજુથી વિપત્તિ આવી પડવી.
- બુઢ્ઢી ઘોડી ને લાલ લગામ. – વૃદ્ધાવસ્થામાં રંગરાગ કે શણગાર શોભાસ્પદ ન ગણાય.
- બુંદથી બગડી તે હોજથી ન સુધરે – ગયેલી આબરૂ પાછી આવતી નથી.
- બે આંખની શરમ પડે. – ઓળખાણ કે રૂબરૂ હાજરીની અસર પડે છે.
- બે ઘરનો પરોણો ભૂખે મરે. – અનિશ્ચિતતાથી મુશ્કેલીમાં મુકાય. વર્તનાર માણસ
- બે ઘોડે ચડાય નહિ. – બેઉ લાભ એકી સાથે ન લેવાય.
- બે પાંદડે થવું. – સુખી થવું.
- બે બાવીસની ગરજ સારે. – બે જ ભાઈઓ કે મિત્ર હોય પણ જો સંપ હોય તો તેઓ બાવીસ માણસની ગરજ સારી શકે.
- બે હાથ વગર તાલી ન પડે. – બંનેના વાંક વિના ઝઘડો ન થાય.
- બે હાથે લાડવો ન ખવાય. – બંને પક્ષમાંથી ફાયદો ન મેળવી શકાય.
- બેઠાની ડાળ શા માટે કાપવી ? – પોતાનું અહિત થાય તેવું કામ કરવું ન જોઈએ.
- બેઠું ખાય તે એઠું ખાય. – જે પરાવલંબી છે તે સ્વમાની જીવન જીવી શકતું નથી.
- બેઠેલો પોપડો ન ઉખેડવો ને સૂતેલો ઝઘડો ન જગાડવો. – ભૂતકાળની વાત યાદ કરીને દુઃખી ન થવું.
- બેની લડાઈમાં ત્રીજો ફાવે. – બે માણસના ઝઘડામાં ત્રીજાને લાભ મળે.
- બેસતો રાજા, આવતો મેહ ને આવતી વહુ, વગર વિચારે વાહવાહ કરે સૌ. – અનુભવ થયા વિના પણ આ ત્રણની પ્રશંસા કરાય.
- બોબડી બેય ચૂકી, ન રહ્યા ઘરના કે ન રહ્યા ઘાટના. – એકેય પક્ષે લાભ ન થવો.
- બોલતાંનાં બોર વેચાય; ના બોલે તેની ખારેક પણ ન વેચાય. – (૧) જે માણસ બોલે તે પોતાનું કામ કરી શકે; વેપાર ધંધામાં માલ વેચવામાં પ્રચારની જરૂરિયાત છે. (૨) ધંધામાં પ્રચારથી માલ ખપે.
- બોલતી બંધ કરવી. – સામાને દલીલ કરતું બંધ કરવું.
- બોલવા કરતાં કરી બતાવવું સારું. – સામાન્ય રીતે જે માણસો ઓછું બોલે તે જ કાર્ય કરી બતાવે.
- બોલવું અને લોટ ફાકવો એ સાથે ન બને. – એકસાથે બે કામ ન થઈ શકે.
- બોલવું એક ને કરવું જુદું. – વાણી અને વર્તન જુદાં હોવાં.
- બોલે તે બે ખાય. – પોતાની ઉપસ્થિતિને બોલીને જાહેર કરે તેને લાભ મળે છે.
- બોલે તેનાં બોર વેચાય. – (૧) કહ્યા વિના કોઈ ન જાણે
- (૨) પ્રચાર વિના કામ થાય નહિ.
- બોલે તો બે ખાય. – બિનજરૂરી બોલવાથી નુકસાન પણ થાય.
- બોલે નહિ હસી તો સૌ જાય ખસી. – જો જીભમાં-વાણીમાં કટુતા હોય તો તેને કોઈ સાથે સંબંધ રહેતો નથી.
- બોલ્યા વગર મા પણ પીરસે નહીં. – આપણને કોઈની મદદની જરૂર હોય તો સામી વ્યક્તિ પાસે આપણે તે ૨જૂ કરવી જોઈએ, કહ્યા વગર કોઈ સમજે નહીં.
- બોલ્યું નહિ બોલ્યું નહિ થાય. – બોલેલાં શબ્દો ફરી ગળી શકાતા નથી.
- બોલ્યું બહાર પડે ને રાંધ્યું વરે. – (૧) ગયો સમય પાછો ન આવે. (૨) વિચાર્યા વગર બોલવું નહિ.
- બોલ્યો બોલ ને માર્યું તીર કદી પાછાં નહિ આવે. – યોગ્ય વિચાર કરીને બોલવું અને કરવું.
ભ થી શરૂ થતી કહેવતો
અહીં નીચે તમામ ગુજરાતી ભ અક્ષર પર કહેવતો જવાબ સાથે નું લિસ્ટ આપેલ છે. જેનો તમે અભ્યાસ કરી શકો છો.
- ભગાના ઘર જેવું કરી બેસવું – સઘળું અવ્યવસ્થિત કે અસ્તવ્યસ્ત હોવું.
- ભણતાં પંડિત નીપજે; લખતાં લહિયો થાય. – મહાવરાથી બધું સાધ્ય થાય; મહાવરાથી જ મનુષ્ય પૂર્ણ થાય છે.
- ભણી ગણીને ઊંધાં વળ્યાં. – ભણ્યા પણ ગણ્યા નહિ.
- ભણે ગણે તે લેખાં લખે ને ન ભણે તે દીવો ધરે. – વિદ્વાન સર્વત્ર પૂજાય છે જ્યારે અભણ માણસને માન મળતું નથી.
- ભણ્યા પણ ગણ્યા નહિ. – માત્ર જ્ઞાન હોય પણ તેનો વ્યાવહારિક અમલ ન આવડે તો તે વ્યર્થ છે.
- ભણ્યો ગણ્યો તે ઘોડે ચડે. – ભણેલો માન અને આદરને પાત્ર બને.
- ભણ્યો ભૂલે ને તારો ડૂબે. – કોઈ કોઈ વાર નિષ્ણાતથી પણ ભૂલ થઈ જાય છે.
- ભરતામાં ભરાય. – સંપત્તિ હોય ત્યાં અધિક સંપત્તિ એકત્રિત થાય.
- ભરમ ભારી ને ખિસ્સાં ખાલી. – વગર પૈસે ડોળ કરવો.
- ભણે તેની વિદ્યા, મારે તેની તલવાર ને પાળે તેનો ધરમ. – વિદ્યા, શૂરવીરતા અને ધર્મ જે સાચવી જાણે-પાળે તેનાં જ તે થઈ રહે છે.
- ભણેલાને ચાર આંખ અભણ આંધળો. – અર્થાત્ નિરક્ષરતા અંધત્વ સમાન છે.
- ભરે ગજના ગજ પણ ફાડે તસુ બી નહિ. – વાતો મોટી મોટી કરે પણ નાનું સરખું કામ પણ કરી ન શકે.
- ભર્યે ભાણે ભૂખ્યો ને ભર્યે તળાવે તરસ્યો. – વસ્તુ નજર સમક્ષ હોવા છતાં ઉપભોગ ન કરી શકે.
- ભર્યા પેટ ઉપર ખાંડવી ખારી. – જમીને તૃપ્ત થયેલું માણસ ભાવતાં ભોજન પણ ખાઈ શકે નહિ.
- ભર્યા ભારમાં રહેવું સારું. – માનમાં રહેવું.
- ભર્યો ઘડો છલકાય ઘણો ને ભૂંડો ભૈયો મલકાય ઘણો. – દુર્જન માણસ મીઠું બોલે.
- ભર્યો છલકે નહિ છલકે સો આધા; ઘોડા ભૂંકે નહિ ભૂંકે સો ગધ્ધા. – જ્ઞાની માણસ છકી ન જાય- અર્ધજ્ઞાની વધુ દંભ કરે.
- ભલાનું ભલું થાય ને ભૂંડાનું ભૂંડું થાય. – ભલાઈ કરનારનું ઈશ્વર હંમેશાં ભલું જ કરે છે અને ભૂંડું કરનારને તેની સજા મળે જ છે.
- ભલાનો ભાઈ ને ભૂંડાનો જમાઈ. – વ્યક્તિ જેવી હોય એ રીતે એની સાથે વર્તવું.
- ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજીશું શ્રીગોપાળ. – નિરાંત અનુભવવી.
- ભલો ભલાઈ નહિ છોડે ને ભૂંડો ભૂંડાઈ નહિ છોડે. – પ્રાણી પોતાનો મૂળ સ્વભાવ છોડી શકતો નથી.
- ભસતાં કૂતરાં કરડે નહિ. – બણગાં ફૂંકનાર કે બડાઈ હાંકનાર કંઈ કરી શકતા નથી.
- ભસતો કૂતરો ભાગ્યે જ કરડે. – લાંબીચોડી વાત કરનારથી કંઈ થતું નથી.
- ભાઈએ આપેલું પેટીએ ને ભોજાઈએ આપેલું ખૂંટીએ. – ભાઈ દ્વારા બહેનને કિંમતી ચીજવસ્તુ મળે, જે પેટીમાં રાખી શકાય; ભોજાઈ દ્વારા અતિ-સામાન્ય ચીજવસ્તુ મળે જેને પેટીમાં સાચવીને મૂકવાની જરૂર નથી.
- ભાગ્યમાં કોઈનો ભાગ નથી. – મનુષ્યને તેનું પ્રારબ્ધ તેણે પોતે જ ભોગવવું પડે છે.
- ભાગ્યમાં હોય તો ઘર બેઠાં આવે – પ્રારબ્ધ અનુસાર પ્રાપ્તિ થાય છે.
- ભાગ્યશાળીના ભૂત રળે ને અકકર્મીની બાયડી મરે. – ભાગ્યશાળીને બધું આપોઆપ મળી રહે અને કમનસીબ દુ:ખી થાય.
- ભાણે આવ્યું તે જમવું ને કરમે આવ્યું તે વેઠવું. – પ્રારબ્ધ પ્રમાણે સુખદુઃખ વેઠવાં જ પડે છે.
- ભાત મેલીએ પણ સાથ ન મેલીએ. – ખાવાનું છોડવું પડે તો છોડવું પણ મિત્રતા દુઃખ વેઠીને પણ નિભાવવી.
- ભાભા મારા રળી આવ્યા, સોના સાઠ કરી આવ્યા. – ખોટનો ધંધો કરી આવ્યા.
- ભાભોજી ભારમાં તો વહુ લાજમાં. – મોટાએ મોટપણ જાળવવું જેથી નાની વ્યક્તિ પણ એનું માન જાળવે.
- ભાલાની અણી ને ચોખાની કણી; માર્યા વગર રહે નહિ. – નાની વસ્તુ પણ નુકસાનકારક થઈ પડે છે.
- ભાવ તેવી ભક્તિ. – મનમાં પ્રગટેલી ભાવના મુજબ ભક્તિ થઈ શકે.
- ભાવ વિના ભક્તિ નહિ. – ભાવના કે શ્રદ્ધા હોય તો જ ભક્તિ થઈ શકે.
- ભાવતું’તું ને વૈદે કહ્યું. – પોતાને ગમતું હોય ને હિતસ્ત્રી એ જ સૂચવે.
- ભાવમાં સારું કાંઈ તોલમાં સારું ? – વેપારમાં સાટા પદ્ધતિ મુજબ ચીજવસ્તુની આપ-લે તેની કિંમત અનુસા૨ થઈ શકે છે વજન અનુસાર ન થઈ શકે. બાજરીના ભારોભાર સોનું ન વેચી શકાય.
- ભાવિ ભુલાવે તેમાં આપણો શો ઉપાય ? – ભાગ્ય બળવાન છે; એટલે અઘટિત થાય ત્યારે અન્ય દોષને પાત્ર નથી.
- ભાવે એટલું ખાવું નહિ ને આવડે એટલું લવવું નહિ. – કોઈ પણ કાર્ય મર્યાદામાં રહીને કરવું.
- ભાંગી હાંલ્લી ચૂલે ચડે નહિ. – નકામી વસ્તુનો ઉપયોગ કરી શકાય નહિ.
- ભાંગ્યાં હાલ્લાંમાં બધા પગ મૂકે છે. – નબળી હાલતમાં આવેલા માણસનો સહુ લાભ લેવા નીકળે.
- ભાંગ્યું ભાંગ્યું તોયે ભરૂચ. – પડતી અવસ્થામાં પોતાના ગૌરવને. ટકાવી રાખવું.
- ભીખનાં હાંલ્લાં શીકે ચડે નહિ. – ભીખ માગ્યે શ્રીમંત ન થવાય.
- ભીનું સંકેલવું. – તપાસ આગળ વધતી અટકાવવી.
- ભીંત જોઈને ભાર મૂકવો. – શક્તિ પ્રમાણે ભક્તિ કરવી.
- ભીંત સામે માથું ઘસે અફળાય ત્યારે ખસે. – શક્તિનો વિચાર કર્યા વગર પગલું ભરનાર હારે ત્યારે જ પાછો પડે.
- ભીંતને લાત મારીએ તો પગમાં વાગે. – શક્તિનો વિચાર કર્યા વગર પગલું ભરે તો પોતાને જ નુકસાન થાય.
- ભૂખ ના જુએ ભાખરો ને ઊંઘ ના જુએ સાથરો. – ભૂખ્યા માણસને કે ઊંધમાં આવેલ માણસને સારાસારનો વિવેક હોતો નથી.
- ભૂલચૂક લેવીદેવી. – નાણાકીય વ્યવહારમાં ભૂલ હોય તો પછીથી સુધારી લેવી.
- ભૂલ્યાં ત્યાંથી ફરી ગણવું. – પાછલી ભૂલ ભૂલી જઈ ફરી ભૂલ ન થાય તે રીતે શરૂઆત કરવી.
- ભૂવો ધૂણે તોયે નાળિયેર તો ઘર ભણી જ નાખે.- સ્વાર્થી માણસ સર્વદા પોતાનો સ્વાર્થ સિદ્ધ થાય એવું કામ કરે.
- ભૂંડા માણસથી ભૂત બી નાસે. – ભૂંડા ભૂત કરતાંયે ખરાબ.
- ભૂંડાથી નહિ બીવું, પણ ભૂંડાના ફેલથી અથવા ભૂંડાની ભલાઈથી બીવું. – ભૂંડા માણસની ભલાઈમાં કપટ રહેલો હોય છે માટે ચેતતા રહેવું સારું.
- ભૂંડાના દોસ્ત ઘણા ને ભલાના દુશ્મન ઘણા. – અનિષ્ટોનું સંગઠન જલદી થાય છે.
- ભૂંડી ભેંશ ને ચાંદરો પાડો, આંધળી દોનારી ને ગોવાળ ગાંડો. – સાથ અને સથવારો સારો અને સહકાર- યુક્ત ન હોય ત્યારે સફળતા મળતી નથી.
- ભૂંડું તાકે તેનું ભૂંડું થાય. – જેવું કરે તેવું ભોગવે.
- ભૂખ ઘણી હોય પણ બે હાથે ન ખવાય. – કામની રીતે કામ થાય; ખોટી ઉતાવળ વ્યર્થ નિવડે.
- ભે વિનાની પ્રીત નહિ. – કોઈપણ જાતના ભયરૂપી અંકુશ વગર વસ્તુ કે વ્યક્તિને દાબમાં રાખી શકાય નહિ.
- ભેંશ આગળ ભાગવત ને અંધા આગળ આરસી. – અણસમજુને ઉપદેશ આપવો નકામો છે.
- ભેંશ કૂદે તે ખીલાને જોરે. – પીઠબળ વિના ઉત્સાહ ન હોય.
- ભેંશ જીરવે ખાણ ને ભાર જીરવે વહાણ. – ગજા પ્રમાણે ભાર વહી શકે.
- ભેંશ ભાગોળે ને ઘેર ઝેડકાં. – શેખચલ્લી જેવી ખોટી ધમાલ.
- ભેંશ ભાગોળે ને છાશ છાગોળે અને સોદા બજારમાં. – અનિશ્ચિત વસ્તુની અગાઉથી આશા બાંધવી નહિ.
- ભેંશનાં શિંગડાં ભેંશને ભારે. – પોતાનો ભાર પોતે જ વેઠવો પડે.
- ભોક્તા વિણ કલા નહિ. – રસ માણનાર ન હોય તેને કલાનું મૂલ્ય ન સમજાય.
- ભોગવે તે ભાગ્યશાળી. – વાપરે એનું ધન; જે ભોગવી જાણે કે વાપરી જાણે તે ભાગ્યશાળી ગણાય છે.
- ભોંય ખોતરવી પડે તેના કરતાં ચૂપ બેસવું સારું. – શરમજનક પરિસ્થિતિમાં મુકાવું પડે તેના કરતાં મૌન વધુ આવશ્યક છે.
- ભોંયે પડ્યું ભાગ્યનું જડે તેના બાપનું. – જે હસ્તગત કરે તે માલિકી ભોગવે.
મ થી શરૂ થતી કહેવતો
અહીં નીચે તમામ ગુજરાતી મ અક્ષર પર કહેવતો જવાબ સાથે નું લિસ્ટ આપેલ છે. જેનો તમે અભ્યાસ કરી શકો છો.
- મકોડાને પાંખ આવે તે મરવાની નિશાની. – ન જોયાનું જોવાથી અભિમાન થવું.
- મખમલની મોજડી માથે ન પહેરાય. – જે વસ્તુ જ્યાં શોભતી હોય ત્યાં જ શોભે.
- મગનું નામ મરી ન કહેવું. મઠ વાવીને બાજરો લણવો. – કાંઈપણ બોલ્યા વિના જોયા કરવું.
- મડદાં બાળવા જનાર ભેગાં ન બળે. – પરિશ્રમ કરવાથી જીવન જીવવા રોટલો કમાઈ શકાય.
- મણ ભાત ને સવામણ ફૂસકી. – એકનું કષ્ટ બીજો ન વેઠી શકે. વસ્તુ તદ્દન ખરાબ હોવી.
- મૂઈ ભેંસના મોટા ડોળા – અંતે સત્ય જ બહાર આવે.
- મોરનાં ઈંડા ચીતરવા ન પડે – માતાપિતાના સંસ્કાર સંતાનોમાં આપોઆપ આવે, ઉતરે, કેળવવા ન પડે. સારી વસ્તુની જાહેરાત કરવી પડતી નથી. ગુણવાનનું સંતાન ગુણવાન જ હોય.
- મોર પીંછે રળિયામણો – વધારાના ગુણ હોય તે શોભે.
- મોસાળમાં જમવાનું ને મા પીરસે – બેવડો લાભ.
- મણનું માથું જજો; પણ નવટાંકનું ન જશો. – જીવ કરતાં પણ આબરૂ મોટી વસ્તુ છે.
- મતલબનાં સૌ દોસ્ત. – લાભ હોય ત્યારે સૌ સંબંધ રાખે.
- મધ દરિયામાં ખારવા ખૂટ્યા. – જેની પર વિશ્વાસ મૂક્યો હોય તે જ માણસ દગો દે.
- મધ પર મકોડા થાય. – લાભ દેખાય ત્યાં જ સૌ દોડે. –
- મધ હોય ત્યાં માખી ભમે. – લાભ દેખાતો હોય ત્યાં સૌ જાય.
- મન કહે હું માળિયે બેસું ને કરમ કહે હું કોઠીમાં પેસું. – ઇચ્છા કર્મને આધીન છે.
- મન ચંગા તો કથરોટમાં ગંગા. – અંતઃકરણ પવિત્ર હોય તો યાત્રા કરવાની જરૂર નથી.
- મન, મોતી, ને કાચ ભાંગ્યાં સંધાય નહિ. – (૧) મન, મોતી અને કાચ એકવાર તૂટ્યા પછી સંધાય નહિ, માટે આ ત્રણ વસ્તુ પ્રત્યે સાવચેત રહેવું.
- (૨) મનમાં પડેલી તિરાડ ફરી સંધાતી
- મન રાખવું ને ઝેર ચાખવું બરાબર છે. – કોઈની પણ ઇચ્છાને માન આપીને રહેવું મુશ્કેલ છે.
- મન હોય તો માળવે જવાય. – ઇચ્છા હોય તો બધું થાય.
- મનમાં પરણ્યાં મનમાં રાંડ્યાં. – જાતે વિચાર કરવો ને જાતે માંડી વાળવો.
- મને નહિ પણ મારા પડોશીને હજો. – પહેલો સગો પડોશી.
- મફતનાં મરી કોને તીખાં લાગે ? – પારકે પૈસે મજા કરવી સૌને ગમે.
- મફતકા ચંદન ઘસ બે લાલજી – પારકે પૈસે આનંદ કરવો.
- મફતનું ખાવું ને મસીદમાં સૂવું. – કોઈ જાતનો કામધંધો નહિ કરતાં રમતારામ થઈ ફરવું.
- મમ મમ સાથે કામ કે ટપ ટપ સાથે કામ ? – કાર્યના પરિણામ સાથે નિસબત રાખવી.
- મર કહેવાથી કોઈ મરતું નથી. – કોઈના કાંઈ કહેવા માત્રથી કશું થઈ જતું નથી.
- મરઘી આપીને ઇંડું લીધું. – મોંઘી વસ્તુ આપીને નજીવી વસ્તુ લેવી.
- મરનારને ઉપાડનારની પીડા શી ? – મૃત્યુ પછીની ચિંતા નિરર્થક છે.
- મળે ચાર ચોટલા તો ભાંગે ઓટલા. – સ્ત્રીઓ ભેગી થાય તો નિંદા કરી ઘર ભાંગે.
- મસાણે વાસ તેને શો ત્રાસ ? – જે દૂર હોય તે દુ:ખ ન આપે.
- મહાદેવના ગુણ પૂજારી જાણે. – જે જેના સંપર્કમાં રહેતો હોય તે તેના ગુણ વિશેષ જાણે.
- મહેતા મારેય નહિ તે ભણાવે નહિ. – ક્રિયાહીન રહેવું.
- મહેર ત્યાં લહેર. – લાગવગ હોય ત્યાં બધા લાભ લઈ શકાય.
- મંજીરા વગાડવા. – કામ છોડી આળસ કરવી.
- મા તે મા બીજા બધા વગડાના વા. – મા સમાન બીજું કોઈ નથી.
- માબાપ જનમ આપે, કરમ નહિ. – દરેક વ્યક્તિ પોતાનું કરમ પોતાની સાથે જ લઈ આવે છે.
- મા મૂળો ને બાપ ગાજર. – વર્ણસંકર જાતિ.
- મા લગી મોસાળ ને બાપ લગી કુટુંબ. – મા હોય ત્યાં સુધી મોસાળ સાથે સંબંધ રહે અને બાપ હોય ત્યાં સુધી કુટુંબ ધ્યાન રાખે.
- માખ શોધે ચાંદું ને વૈદ શોધે માંદું. – સૌ પોતાનો લાભ જુએ.
- માગનારને વાયદો દેવાય કાંઈ પેટને વાયદો દેવાય ? – ભૂખ કદી ખમી શકાતી નથી.
- માગવા કરતાં મરવું ભલું. – અપમાન સહન કરીને માગવું તેના કરતાં મૃત્યુ બહેતર છે.
- માગવી ભીખ ને કરવી શીખ. – માગીને ખાવુંને ઉપરથી તોર દાખવવો.
- માગ્યા વિના મા પણ ના પીરસે. – જોઈતું હોય તો માગવું પડે.
- માગ્યાં મોત પણ નથી આવતાં. – આપણી અપેક્ષા પ્રમાણે જ જીવનમાં સુખ દુઃખ નથી આવતાં.
- માછલાંને તરતાં શીખવવું પડે નહિ. – જાતિ સ્વભાવ પ્રમાણે કામ કરે.
- માણસ ધારે કાંઈક ને ઈશ્વર કરે કાંઈક. – ધારવું માણસને હાથ; કરવું ઈશ્વરને હાથ છે.
- માણસને ઇશારો ને ગધેડાંને ડફણાં. – ચતુર નર સાનમાં સમજી જાય. મૂરખને ગમે તેટલું કહીએ તોપણ અસર થાય નહિ.
- માણસનો તોલ એક બોલમાં. – વાણીથી માણસની પરખ થઈ જાય છે.
- માથા કરતાં પાઘડી મોટી. – ગજા બહારનું કામ કે જવાબદારી.
- માથું દુ:ખે ને ફૂટે પેટ. – જેની જરૂર હોય તે નહિ ને અન્ય વાત કરવી.
- માથું મુંડાવે જતિ નહિ ને ઘૂમટો તાણે સતી નહિ. – બાહ્ય દેખાવથી આંતરિક ગુણ પામી શકાતા નથી.
- માના રેંટિયામાં સમાય; બાપના રાજમાં ન સમાય. – સંતાનોનું પાલન માતા પેટે પાટા બાંધી કરે; પરંતુ પિતા માતા જેટલું કષ્ટ સહન ન કરે.
- માને તો દેવ નહિ તો પથ્થર. – શ્રદ્ધા જ ફળે.
- માયા દેખી મુનિવર ચળે. – લક્ષ્મી જોઈને જોગીઓ પણ લલચાઈ જાય છે. ક
- માર માર્યા ભુલાય; પણ કુટુ વચન ન ભુલાય. – ડવાં વેણ માર કરતાં વધુ દુ:ખદાયી હોય છે.
- મરતાંને સૌ મારે. – દુબળાને સૌ દુઃખ દેવા તૈયાર થાય.
- મારનાર કરતાં બચાવનાર મોટો છે. – (૧) મારનાર ઘણો બળવાન હોય પણ રક્ષણ કરનાર તેનાથી મહાન છે. (૨) ઈશ્વર જેનું રક્ષણ કરે છે તેને કોઈનો ભય હોતો નથી.
- મારી બલા જાણે. – અજાણ હોવું.
- મારે તેની તલવાર. – સાધનનો ઉપયોગ કરે તેનું સાધન ગણાય.
- માલ કરતાં હેલ ભારી. – સોના કરતાં ઘડામણ મોંઘું.
- માળી રૂઠ્યો ફૂલ લેશે; કાંઈ ચોટલી તો નહિ લે ! – શક્તિ ઉ૫૨વટ કોઈ નુકસાન કરી શકતું નથી.
- માંડવો બાંધવા સૌ કોઈ આવે છોડવા કોઈ ન આવે. – કાર્યના આરંભમાં ઘણાં હાજરી આપે; વિસર્જન વેળાએ કોઈ હાજર ન રહે.
- માંદા ઢોરને બગાઈ ઘણી. – (૧) ગરીબોને જ વધારે પીડવામાં આવે. (૨) નબળાને પીડાઓ પણ ઘણી હોય.
- માંહ્યલા ગુણ મહાદેવજી જાણે. – આંતરિક ગુણો અજ્ઞાત હોય છે.
- મિયાં બીબી રાજી તો કયા કરેગા કાજી ? – પતિ-પત્ની વચ્ચે સુમેળ હોય તો સમાજની શી પરવા ?
- મિયાંની મીંદડી થઈ જવું. – બીકણ કે નામર્દ દેખાવું.
- મિયાં શેર તો બીબી સવાશેર. – પતિ કરતાં પત્નીનું ચલણ વધારે.
- મીઠાં બોલાં લોક ને કડવીબોલી મા. – ખુશામત કરનારા ઘણાં મળે; પરંતુ કડવી શિખામણ તો અંગત અને હિતેચ્છુઓ જ આપે.
- મીઠાં ઝાડનાં મૂળ ન ખોદાય. – કોઈની ભલમનસાઈ કે ઉદારતાનો ગેરલાભ ન લેવાય.
- મીઠી છરી ને ઝેરથી ભરી. – ખુશામતખોર માણસથી ચેતતા રહેવું.
- મીઠું બોલે શું રંધાયું ? – મીઠા શબ્દોથી કંઈ પેટ ભરાતું નથી વાત પકવાનથી ભૂખ ન ભાંગે.
- મુખમાં રામ ઔર બગલમાં છૂરી – દેખાવે સારું પણ દિલમાં કપટી.
- મુસાભાઈનાં વા ને પાણી. – ખર્ચની કોઈ જવાબદારી નહિ.
- મૂઈ ઘો કાચંડામાંથી ન જાય – સત્ત્વશીલ વ્યક્તિનું માઠી સ્થિતિમાંય કંઈક મૂલ્ય તો જળવાઈ રહે છે.
- મૂઈ ભેંશના મોટા ડોળા. – વસ્તુ જતી રહે પછી તેની પ્રશંસા થાય.
- મૂળે ખાધો માર, નહીં વ્હાર નહીં બચાવ. – માણસ ઘણીવાર સમજાવવાથી ન સમજે પણ હારે ત્યારે સમજે.
- મૂકીએ ખસતું તો આવે પગે પડતું. – લાચાર માણસ પોતાનો બચાવ કરી શકતો નથી.
- મૂરખને માથે કાંઈ શીંગડાં હોય ? – મૂર્ખ છાના રહેતા નથી.
- મૂર્ખાઓના ગામમાં ધૂતારા વસે, ધપ્પા પડે ને ખડખડ હસે. – મૂરખ જલદી છેતરાય છે; તેથી મૂર્ખાઓ સાથેના વ્યવહારમાં ધૂર્ત માણસો લાભ લે છે.
- મેરી બિલ્લી મુજસે મ્યાંઉ. – પોતે જ પોષેલ વ્યક્તિ દગો દે.
- મેરી બી ચૂપ તેરી બી ચૂપ. – એકબીજાની વાત એકબીજાએ મળીને છાની રાખવી.
- મેલે લૂગડે વહેવારિયો ધોયે લૂગડે દેવાળિયો. – દેવાદાર વધારે દંભથી ફરે.
- મેસથી કાળું કલંક. – ખરાબ કર્મનું કલંક કાજળ કરતાં પણ વધુ કાળું એટલે કે તે ક્યારેય ભૂંસાતું નથી.
- મોટા એટલા ખોટા. – એકવાર મોટાઈ આવ્યા પછી તેના અહંને કારણે તેઓ મદદરૂપ થતા નથી.
- મોટા માનના ભૂખ્યા ગરીબ ધાનના ભૂખ્યા – મોટા આડંબરી લોકો પ્રતિષ્ઠાના ભૂખ્યા હોય જ્યારે ગરીબ માણસ ધાન માટે આતુર હોય છે.
- મોટાંનાં પરણે રીતે ને ગરીબનાં પરણે ગીતે. – મોટા માણસો ધનસંપત્તિથી લગ્ન-વિવાહ ઊજવે જ્યારે ગરીબ લોકો લગ્ન પ્રસંગે ગીતો ગાઈ આનંદ માણે છે.
- મોટાનાં ઘરના પોલા વાંસા. – મોટાની રહેણી કરણીમાં મોજમઝા અને વિલાસિતા હોવાથી ક્યારેક નીતિનિયમનો ભંગ થતો હોય છે; મોટો હોય પણ વાસ્તવિક રીતે કંઈ ન હોય.
- મોટાનાં પગરખાંમાં પગ ઘલાય નહિ. – મોટાનાં વાદ ન લઈ શકાય.
- મોઢું વાઘનું પણ પૂંછડું શિયાળનું – દેખાવે બહાદુર છતાં બીકણ.
- મોઢે ચડાવ્યાં માથે ચડે. – અતિશય લાડથી બહેકાવવું કે સામું બોલતું કરવું.
- મોઢે સાકર ને પેટમાં કાતર. – મોઢેથી મીઠું બોલનાર પણ મનમાં દ્વેષ રાખનાર.
- મોત આગળ વૈદનું શું ચાલે ? – મોત કોઈને મૂકતું નથી.
- મોર પીંછે રળિયામણો. – રૂપ થકી માણસ શોભે છે.
- મોર વગડામાં નાચ્યો કોણે જોયો ? – સાચી સાબિતીનો અભાવ હોવો.
- મોરનાં ઇંડાં ચીતરવાં ન પડે. – સાચી વસ્તુને જાહેરાતની જરૂર નથી.
- મોસાળે જમવું ને મા પીરસનાર – લાભની પ્રાપ્તિ માટે સઘળી અનુકૂળતા મળી રહેવી.
- મોં એવી લપડાક ને ગાલ એવો તમાચો. – યોગ્યતા મુજબ સત્કાર કરવો.
- મોં વાટે કોળિયો જાય ને નાક વાટે દાણો ન જાય. – કાર્યપદ્ધતિ યોગ્ય હોવી.
ર થી શરૂ થતી કહેવતો
અહીં નીચે તમામ ગુજરાતી ર અક્ષર પર કહેવતો જવાબ સાથે નું લિસ્ટ આપેલ છે. જેનો તમે અભ્યાસ કરી શકો છો.
- રાજાને ગમી તે રાણી – જેને જે પસંદ આવે તે, તેમાં અન્યને શું ?
- રાત થોડી ને વેશ ઝાઝા – સમય થોડો ને કામ વધારે.
- રામ રાખે તેને કોણ ચાખે – પ્રભુ સાચવે તેને કોઈ મારી ન શકે.
- રાંકને ઘેર રતન – ગરીબ મા–બાપનું તેજસ્વી સંતાન.
- રાંધ્યા પછીનું ડહાપણ – નુકસાન થયા પછીનો પસ્તાવો.
- રૂડી પુત્તર શાહજાદા – વિધવાના છોકરાં સ્વચ્છંદી થઈ જાય.
- રખડતા રામ જ્યાં બેઠા ત્યાં મુકામ. – કંઈ કામધંધો કરવો નહિ.
- રખપત તો સખપત. – જાતે સાચવીએ એટલી જ આબરૂ સચવાય.
- રજનું ગજ ને વાતનું વતેસર. – નાની વાતને મોટું સ્વરૂપ આપવું.
- રમાડ્યું કોઈ ન જાણે રોવડાવ્યું સૌ જાણે. – મેળવેલ ફાયદાને ભાગ્યે જ યાદ કરે છે; પણ થયેલું નુકસાન હંમેશ માટે ગવાયા કરે છે.
- રસ્તાની બોરડી સૌ કોઈ ઝૂડે. – ધણીધોરી વિનાને સૌ કોઈ લૂંટે; તેને સૌ હેરાન કરે.
- રહે ઝૂંપડીમાં ને ખ્વાબ જુએ મહેલનાં. – પાસે કોડી પણ ન હોય અને હવાઈકિલ્લા બાંધવા.
- રહે તો આપથી ને જાય તો સગા બાપથી.- સમજે તો પોતાની મેળે સમજે અને ન સમજે તો સગા બાપને કહ્યું પણ ન સમજે.
- રંગ ગયા પણ ઢંગ ગયા. – પ્રાણ ને પ્રકૃતિ સાથે જ જાય.
- રંગનાં ચટકા હોય કાંઈ કૂંડાં ભરાય. – અતિશયમાં સાર નહિ; દરેક વસ્તુ મર્યાદામાં શોભે.
- રાઈનો પર્વત ને પર્વતની રાઈ.- નાની વાતને મોટું સ્વરૂપ આપવું અને મોટી વાતને તુચ્છ ગણવી.
- રાખનાર રામ તો મારનાર કોણ ? – પ્રભુ જેનું રક્ષણ કરે તેને બીજા કોઈનો ડર રહેતો નથી.
- રાજા કહે તે હા ને બાપ પરણે તે મા. – સત્તા આગળ શાણપણ નકામું છે.
- રાજા દંડે તેને પહોંચાય પણ નસીબ દંડે તેને ન પહોંચાય. – રાજાનો દંડ અમુક સમય સુધી હોય જ્યારે પ્રારબ્ધનો દંડ જીવનભર વેઠવો પડે.
- રાજા, વાજા ને વાંદરા, એને જેમ ભંભેરીએ તેમ ભમે. – રાજા, વાજાં ને વાંદરાં-ત્રણમાંથી એકેયનો ભરોસો નહિ; આડું પડતાં વાર લાગે નહિ.
- રાજાને ગમી રાણી, છાણાં વીણતી આણી. – જેની સાથે મન માન્યું તેની જાત જોયા વિના લગ્ન કરવું.
- રાણાને કાણો કેમ કહેવાય ? – શાસકના દોષ ના જોવાય.
- રાત અંધારી ને તલ કાળા લે વાણિયા તારા ને તારા. – અંધેર વ્યવસ્થા.
- રાત થોડી ને વેશ ઝાઝા.- સમય ઓછો ને કામ વધારે.
- રાતે બોલ્યા દિવસે ફોક. – વચન ન પાળવું.
- રામ નામ જપના, પરાયા માલ અપના. – ભક્તિનો ડોળ કરી, ઠગાઈ કરી અન્યનું હડપ કરવું.
- રામ રાખે તેને કોણ ચાખે ? – પ્રભુ ૨ક્ષે તેને કોઈ નુકસાન ન કરી શકે ?
- રામને નામે પથ્થર તરે. – શ્રદ્ધાથી મુશ્કેલ અને અસંભવિત કાર્ય પાર પડી શકે છે.
- રામને રળવું નહિ ને સીતાને દળવું નહિ. – પતિ-પત્ની બેઉ આળસુ.
- રાહનાં ગાડાં કાંઈ રાહમાં અટકવાનાં છે ? – સમય સમય પછીનું કામ કરે છે; કશું જ અટકી પડતું નથી.
- રાંકને ઘેર રતન. – ખૂબ જ હર્ષજનક બાબત બનવી.
- રાંટી ઘોડે પલાણ માંડી. – હલકી વસ્તુથી કામ લેવું.
- રાંડડ્યા પછીનું ડહાપણ. – નુકસાન થયા પછી ડહાપણ આવે તો કામ આવતું નથી.
- રાંધે કોઈ ને જમે કોઈ. – જે જેના પ્રારબ્ધનું હોય તેને જ મળે.
- રેતીમાં નાવ ચલાવવું. – અત્યંત ગરીબાઈમાં ઘરસંસાર નિભાવવો.
- રેવડી દાણાદાણ. – મહામુશ્કેલી હોવી.
- રૈયત રાજા રામની નથી થઈ. – દુનિયા સ્વાર્થથી ભરેલી છે.
- રોકડા (મૂડી) કરતાં વ્યાજ વહાલું. – પૌત્રો પ્રત્યે અપાર પ્રેમ-વાત્સલ્ય રાખવું.
- રોગ આવે ઘોડા વેગે ને જાય કીડી વેગે. – રોગ આવે ઝડપથી પણ દૂર થતાં વિલંબ લાગે.
- રોગ, ઋણ ને શત્રુ તેને ઊગતાં જ ડામવાં જોઈએ. – રોગ અને દેવું વધે તથા શત્રુ બળવાન બને એ પહેલાં જ તેમને નષ્ટ કરવાં.
- રોગનું આવે આયખું ત્યારે વૈદ્ય વિશ્વભરનાથ. – રોગ મૃત્યુ આવવાથી મટી જાય છે.
- રોગનું મૂળ ખાંસી ને કજિયાનું મૂળ હાંસી. – ઉધરસમાંથી રોગ થાય અને મશ્કરીમાંથી કજિયો થાય.
- રોજ મરે તેને કોણ રડે ? – હંમેશના દુ:ખનું મહત્ત્વ હોતું નથી.
- રોતો જાય ને અણચી કરતો જાય. – રોઈને ઘર રાખે તેવો.
- રોતો જાય ને મારતો જાય. – દેખાવ રડવાનો કરે પણ બીજાનું અહિત કરતો હોય.રૂ
- રૂપે રૂડા ને કર્મે કૂડા. – રૂપ એ દોષનું કારણ છે.
- રૂપે રૂડી પણ કર્મે ભૂંડી. – રૂપ હોય પણ ગુણ ન હોય.
લ થી શરૂ થતી કહેવતો
અહીં નીચે તમામ ગુજરાતી લ અક્ષર પર કહેવતો જવાબ સાથે નું લિસ્ટ આપેલ છે. જેનો તમે અભ્યાસ કરી શકો છો.
- લખ્યા લેખ મીટે નહીં – નસીબમાં હોય તે જ થાય.
- લગામ વગરનો ઘોડો – શક્તિશાળીને અંકુશ ન હોય તેવું.
- લક્ષ્મી ચાંલ્લો કરવા આવે ત્યારે મો ધોવા ન જવાય – મળેલી તકને ચુકાય નહીં.
- લંકાની લાડીને ઘોઘાનો વર બે ભિન્ન પ્રદેશના લોકોનું મિલન.
- લાગે તો તીર નહીં તો તુક્કા – લાભ થાય તો ઠીક નહી તો નુકસાન થવાનુ નથી.
- લાકડાના લાડુ – દુરથી સારી લાગતી વસ્તુ.
- લાડી ને પાડી નીવડે વખન્નાય – વહુ અને વાછરડી તો એના કામથી જ પરખાય
- લાતો કે ભૂત બાતોસે નહીં માનતે – ચમત્કાર વગર નમસ્કાર ન કરે.
- લીલા વનમાં સૂડા ઘણા – લાભ હોય ત્યાં ઘણા માણસો દોડી આવે.
- લૂંટવા તો રાજાને – સામાન્ય માણસને હેરાન ન કરવા.
- સોનું જણાય ઘસીને – સોનાની સમજ તેને પત્થર પર ઘસીને જ થાય.
- લોકવાણી તે દેવવાણી – ઘણી વાર લોકોની વાત સાચી પડે છે. –
- લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે – અતિશય લોભમાં લોકો છેતરાય જાય.
- લોભે લક્ષણ જાય ! – લાભ કરવાથી નુકસાન થાય.
- લકડી આગળ બકરી નાચે. – ધમકી આપવાથી જ સીધું ઊતરે.
- લક્ષ્મી ચાંલ્લો કરવા આવે ત્યારે મોં ધોવા ન જવું. – આવેલી તક ન ગુમાવાય.
- લક્ષ્મી વગરનો લપોડ; ગરથ વગરનો ગાંગલો. – લક્ષ્મી માનમોભાનું કારણ છે.
- લક્ષ્મી શોભે દાને. – ધનનો યશસ્વી ઉપયોગ દાન છે.
- લખણ લખેસરીનાં ને કરમ ભિખારીનાં. – – પુરુષાર્થ પ્રમાણે પુરસ્કાર ન મળવો.
- લખતાં લહિયો નીપજે ભણતાં પંડિત થાય. – કોઈ પણ કાર્ય કરતાં રહેવાથી એમાં પ્રવીણતા આવે છે.
- લખતો ભૂલે ને તરતો ડૂબે. – જે કામમાં પડે તેની જ ભૂલ થાય.
- લખાણું તે વંચાણું. – જે લખાયું હોય તે જ અમલમાં મુકાય.
- લખ્યા લેખ મટે નહિ. – નસીબમાં લખ્યું હોય તે જ થાય.
- લગનનાં ગીત લગને જ ગવાય. – જયારે જે શોભતું હોય ત્યારે જ તે શોભે.
- લગને લગને કુંવારા. – જીવનમાં આવતી દરેક મંગળ ઘડીએઉત્સુક બનવું.
- લડાઈમાં ઘા ને રમતમાં દાવ ચૂકવા નહિ. – લડાઈ જીતવા અનુકૂળ તક જે મળે તે જતી ન કરવી.
- લપસી પડ્યા તો કહે દેવને નમસ્કાર કર્યા. – (૧) ભૂલ કે નિષ્ફળતામાં સમાધાન કરવું.(૨) વિપત્તિનો આનંદથી સ્વીકાર કરવો.
- લંકાની લાડી ને ઘોઘાનો વર. – પ્રેમની કોઈ સીમાબંધન નથી; તેમાં કોઈ ઊંચનીચના ભેદ રહેતા નથી.
- લંકામાં સોનું તે શા કામનું ? – સારી કે સસ્તી છતાં દૂરની વસ્તુ શા કામની ?
- લંગડાનો વૈદ કાણો. – વિકલાંગની ગત વિકલાંગ જાણે.
- લાકડાના લાડુ ખાય તે પસ્તાય અને ન ખાય તે પણ પસ્તાય. – બંને બાજુથી ગેરલાભ.
- લાખ મળ્યા નહિ ને લખેશરી થયા નહિ. – ફળપ્રાપ્તિ માટે પુરુષાર્થ પૂરેપૂરો કર્યો નહિ.
- લાખના ટૂટ્યા કોડીએ ન સંધાય. – જેણે મોટી રકમની ખોટ ખાધી; તે નાની રકમથી પૂરી શકાતી નથી.
- લાખે લેખાં ને કોડી ને દેખા. – લાખો રૂપિયાનો હિસાબ લખે પણ ધન ન કમાય.
- લાગે તો તીર નહિ તો તુક્કો. – કાર્ય થાય તો સારું ન થાય તો સારું- પ્રયત્ન તો કરવો જ.
- લાડી ને પાડીનાં નીવડ્યે વખાણ. – વહુને વાછરડીની કામથી પરખ.
- લાલો લોભ વગર લોટે નહિ. – લોભી માણસ સ્વાર્થ સાધવા બધા ચાળા કરે.
- લાંબા જોડે ટૂંકો જાય મરે નહિ તો માંદો થાય. – કોઈનો વાદ કરવો નહિ, પોતાની શક્તિ પ્રમાણે વર્તવું.
- લાંબા હાય હોય તે કાંઈ વાડમાં ખોસાય નહીં. – શક્તિ હોય તે કંઈ નિરર્થક વૈછી ન દેવાય.
- લાંબું જોઈને ડરવું નહીં ને ટૂંકું જોઈને લડવું નહિ. – દેખાવ પરથી કોઈની શક્તિનો અંદાજ ન કઢાય.
- લીમડાને સો મણ સાકરમાં સીચે તો પણ કડવી ને કડવો, – ગમે તેટલા પ્રયત્નો કરવાં છતાં અસલ પ્રકૃતિ યથાવત્ રહે.
- લીલા ઝાડ હેઠળ ભૂખે મરે તેવો. – (૧) અતિશય શરમાળ હોવું. (૨) આળસુ; આવડત કે હોશિયારી વગરનું; મૂર્ખ હોવું.
- લીલા વનના સૂડા ઘણાં. – લાભ દેખાય ત્યાં ઘણાં આવે.
- લીલા પીળા થઈને ફરીએ તે શા ઉપર – બનીઠનીને મહાલવા ધનનો ખર્ચ થાય; પરંતુ આવો ખર્ચ કરતાં પહેલાં તેમાં વિવેક સાચવવો જરૂરી છે.
- લીલો ઘડો ટપલા ખમે પણ સૂકો ન ખમે. – સહન કરવાની શક્તિ સૌની એકસરખી હોતી નથી.
- લુચ્ચાની પાંચશેરી ભારે. – કપટ કરનાર માણસ ઘણીવાર જીતી જાય. પોતાનાં કામમાં બીજાં માણસોને પણ રોકી રાખવાં.
- લૂલી વાસીદું વાળે ને સાત જણ અલવા જોઈએ. – પોતાનાં કામમાં બીજાં માણસોને પણ રોકી રાખવાં.
- લૂંટાયા તો લૂંટાયા પા ચોર તો દીઠા. – લૂંટાયા પછી અફસોસ નહિ.
- લૂંટાયા પછી ભય શો ? – સઘળું ગુમાવ્યા પછી બીવું નકામું.
- લેતી વખત ઢીલા ને આપતી વખતે વીલા. – લેવાનું ગમે, આપવાનું નહીં.
- લેવા ગયો બકરી ને ખોઈ આવ્યો ઊંટ. – થોડું સુખ લેવા જતાં મોટી પીડા આવી પડવી.
- લોકની લાજે કે પેટની દાઝે – લાચાર પરિસ્થિતિ
- લોકવાણી તે દેવવાણી. – લોકના અભિપ્રાયનો સ્વીકાર કરવો.
- લોટ ફાકવો ને હસવું એ બે સાથે બને નહિ. – એકસાથે બે કામ ન થાય.
- લોભ ત્યાં થોભ નિહ. – લાલસા કદી તૃપ્ત થતી નથી.
- લોભિયા વસે ત્યાં પુતારા ભૂખ્યા ન મળે. – લોભ કરનાર છેતરાય છે.
- લોભે લક્ષણ જાય. – લોભથી બુદ્ધિ નષ્ટ થાય.
વ થી શરૂ થતી કહેવતો
અહીં નીચે તમામ ગુજરાતી વ અક્ષર પર કહેવતો જવાબ સાથે નું લિસ્ટ આપેલ છે. જેનો તમે અભ્યાસ કરી શકો છો.
- વગ કરે પગ – લાગવગથી પ્રવેશ મળી શકે.
- વઢકણી વહુએ દીકરો જણ્યો – ઉગ્ર સ્વભાવમાં અભિમાન વધારે.
- વર મરો, કન્યા મરો પણ ગોરનું તરભાણું ભરો – જેનું જે થવું હોય તે થાય, મારો સ્વાર્થ સચવાવો જોઈએ.
- વસુ વિના નર પશુ – લક્ષ્મી વિનાનો માણસ પશુ સમાન,
- વર્લ્ડની રીસ ને સાસુનો સંતોષ – એકનો ગુસ્સો ને બીજાનો લાભ.
- વહેલો તે પહેલો – જાગૃત હોય તેને લાભ મળે.
- વાડ વિના વેલો ન ચડે – પ્રગતિ કરવા કોઈનો સાથ જોઈએ.
- વાડ સાંભળે વાડનો કાંટો ય સાંભળે – ગુપ્ત વાત કોઈ જાણી જાય.
- વાર્યાં ન વળે તે હાર્યાં વળે – કોઈ ઉપાય ન રહે ત્યારે થાકીને પાછા વળે.
- વિનાશ કાળે વિપરીત બુદ્ધિ – અંત આવે ત્યારે બુદ્ધિ બગડે.
- વીતી હોય તે જાણે – દુઃખનો અનુભવ તો દુઃખી જ જાણે.
- વખત આવ્યો ખોટો ને બાપ કરતાં દીકરો મોટો. – ક્યારેક એવી વિપરીત વેળા આવે છે જ્યારે અનુચિત અને જેમાં તર્કબદ્ધતા નથી એવા સંજોગોને પ્રાધાન્ય મળે છે.
- વખત જાય પણ વાત રહી જાય. – કાળ જાય પણ કહેણ રહી જાય.
- વખત તેવાં વાજાં. – સમય પ્રમાણે વર્તવું.
- વખત તેવી વાત ને પવન તેવી પીઠ. – લાગ જોઈને ઘા કરવો.
- વખતનાં ગીત વખતે ગવાય. – જેવો સમય હોય તેને અનુરૂપ વર્તન કરાય.
- વખતની વાત વખતે છાજે. – જે સમયે જે કરવું જોઈએ તે સમયે તે કરવું.
- વખાણી ખીચડી દાંતે વળગે. – અતિ પ્રશંસા પામેલ વસ્તુ છેવટે હાનિ પહોંચાડે.
- વખાનો માર્યો વન વેઠે. – ખરાબ વખત આવ્યો હોય તો વનવાસ પણ વેઠવો પડે.
- વગ કરે પગ. – લાગવગથી પ્રવેશ પામી શકાય છે. આપબોલો પોતાનું સ્વમાન ગુમાવે છે.
- વગર બોલાવ્યું બોલે એ તણખલાને તોલે. –
- વચમાં આડી રાત તેની શી વાત ? – સમય હોય તો સમસ્યાનો નિકાલ થઈ શકે.
- વડ તેવા ટેટા ને બાપ તેવા બેટા. – જેવા બાપના ગણ હોય તેવા જ દીકરાના ગુલ હોય છે.
- વડા થઈએ પણ વડાની હારમાં ઊભા રહીએ ત્યારે ખરા. – મોટાઈ રાખવાની નિહ પણ મોટા સજ્જનો જેવાં સત્કર્મ કરી તેઓની કક્ષા સુધી પહોંચીએ તો જ મોટાઈ ગણાય,
- વધાયું વધે ને ઘટાડ્યું ઘટે. – જે પ્રમાણે વાપરીએ તે પ્રમાણે વધ-ઘટ થાય.
- વર મરો, કન્યા મરો પણ ગોરનું તરભાણું ભરો. – જેને લીધે પોતે કાર્ય કરી રહ્યો છે તેનું હિત વિચાર્યા વિના માત્ર પોતાનો લાભ. થાય એ રીતે કામ કરવું.
- વર રાજી શીખથી, ભિખારી રાજ ભીખથી. – જેવું પાત્ર હોય તેવું તેને મળે તો તે ખુશ થાય.
- વર વિનાની હજો પણ ઘર વિનાની ન હજો. – સ્ત્રીઓ માટે પતિ કરતાં પણ આશ્રયસ્થાન વધારે મહત્ત્વનું છે.
- વરને કોણ વખાણે તો કહે વરની મા. – પોતાનું એટલું સારું એમ માનવાપણું.
- વરમાંથી ઘર થાય. – વરના પુરુષાર્થથી ઘર વસાવવા માટે સઘળી જરૂરિયાતો પરિપૂર્ણ થાય છે.
- વરસ ખાઈ ગયો છે. – ઉંમર પ્રમાણે શરીર ન થવું.
- વરસાદને અને વહુને જશ નહિ. – બંનેની અનિવાર્યતા છતાં તેમની ટીકાઓ થાય છે.
- વરસાદના ભીંજવેલા સારા પણ સૂકવેલા માઠા. – ભીંજવવાની ક્રિયા ક્યારેક આકસ્મિક છે ને પ્રાયોજિત હોય તો તેમાં આનંદ માણવાનો ઉદ્દેશ છે; જ્યારે સૂકવવાની ક્રિયામાં ચોક્કસ હેતુ છે ને તે વરસાદમાં પાર પડતો નથી.
- વસુ વિના નર પશુ. – લક્ષ્મી વિનાના માણસની ગણના થતી નથી.
- વહાલાજીના મહિના ગાવા. – દોષો વ્યક્ત કરવા.
- વહુ, વછેરો ને વાછરડો એ નીવડે વખાણ. – કોણ કેવું છે, એ સમય આવ્યે ઓળખાય.
- વહેતી ગંગા ને ચાલતો ધર્મ – પોતાનો સ્વાર્થ સિદ્ધ થાય એ પ્રમાણે ધર્મના સિદ્ધાંતોનું પાલન કરવાનું પાખંડ કરવું.
- વહુની રીસ ને સાસુનો સંતોષ. – જે પરસ્પર વિરોધી છે તે એકબીજાને નુકસાન થવાથી સંતોષ અનુભવે છે. આનંદમાં રાચે છે.
- વહેલો તે પહેલો ને ભૂલે તે ઘેલો – પહેલાની પહેલ.
- વહેવાર વધાર્યો વધે ને ઘટાડ્યો ઘટે. – અપનાવેલા અભિગમ અનુસાર જાહેરજીવનમાં પરિણામ મળે છે.
- વળીને એક ખીલાનું દુઃખ તો મોભને હજારનું. – નાનાને થોડી ને મોટાંને વધારે જવાબદારી તેથી તેને વધુ પીડા સહન કરવી પડે છે.
- વા એટલા ઘા, બફા સો નફા. – બાફ લેવો એ સારું પણ પવન નુકસાનકારક છે.
- વા જોઈ વહાણ હંકારવું. – સમય અને સંજોગો પારખીને કામ કરવું.
- વા વાતને લઈ જાય. – કશું જ છાનું ન રહેવું.
- વાએ ઊડ્યા હાથી જાય ને ડોસી કહે મારી પૂણીઓ કયાં ? – મોટાં નુકસાનમાં નાનાં નુકસાન બદલ દિલગીર થવું.
- વાઘ ને બકરી એક ઓવારે પાણી પીએ. – પ્રેમ અને સહિષ્ણુતાને વર્તનમાં ઉતારવાં.
- વાઘના મોમાં ગયું પાછું આવે નહિ. – દુર્જનના સંગમાં અહિત જ થાય.
- વાઘને કોણ કહે તારું મો ગંધાય છે ? – શક્તિશાળી માણસોનો વાંક હોય છતાં સમાજ તેઓને કંઈ કહી શકતો નથી.
- વાડ એવો વેલો ને ગુરુ એવો ચેલો. – જેનો સંગ લાગ્યો હોય એના ગુણ આવે જ.
- વાડ ચીભડાં ગળે. – રક્ષક જ ભક્ષક બને એ સારું નહિ,
- વાડ રાખે ખેતરને ખેતર રાખે વાડને. – અન્યોન્યનો સહકાર જરૂરી.
- વાડ વિના વેલો ન ચડે. – (૧) આધાર વિના વિકાસ ન થાય.(૨) ઊંચું સ્થાન કે પદ પ્રાપ્ત કરવા કોઈ મોટી વ્યક્તિની ઓથ જોઈએ જ.
- વાડ વેલાને ગળી જાય ત્યારે ફરિયાદ કોને કરવી ? – રક્ષણ કરનાર જ જ્યારે ભક્ષક બને ત્યારે કોને કહેવું ?
- વાઢી આંગળી ઉપર ન મૂતરે તેવા. – કોઈનું કામ ન કરનાર વ્યક્તિ.
- વાણિયાનો જીવ પેટમાં – સ્વાર્થીને સ્વાર્થની જ મતલબ રહે.
- વાણિયાભાઈ અબી બોલ્યા ને અબી ફોક. – વચન ન પાળવું તે.
- વાણિયો રીઝ્યો તાલી આપે. – વાણિયાની ખાસિયત-ખુશ થાય તો માત્ર તાલી જ આપે.
- વાણિયો સાંચે પળી પળી ને ઉઠાવે કુપ્પા. – વાણિયો આપે ઓછું ને તેના બદલામાં લે વધુ.
- વાણોતરનો વેચ્યો શેઠ વેચાય.- નોકર પર ભરોસા મૂકી દેવામાં આવે ને પોતે કામકાજમાં ધ્યાન ન આપે તો ધંધામાં નુકસાન જાય.
- વાત કરવી હુંકારે ને લડાઈ જેવું કામ હોય તે પ્રમાણે વર્તવું. લડવી તુંકારે. – જેનું કામ હોય એ પ્રમાણે વર્તવું
- વાર્યા ન વળે હાર્યા વળે. – કંઈ ઉપાય ન ચાલે ત્યારે આપમેળે ઠેકાણે આવે.
- વાવડી ચસકી.- અક્કલ વગરની વાતો થવી.
- વાવણી ને તાવણી ઉતાવળી સારી. – વાવણી અને તાવણી વખતે ત્વરા અને કુશળતા રાખવી.
- વાવમાં હોય તે હવાડામાં આવે. – મૂળમાં હોય તે બહાર દેખાય.
- વાવવું તેવું લણવું અને કરવું તેવું પામવું. – જેવાં કર્મ તેવું ફળ.
- વાવે તે લણે ને ખોદે તે પડે. – કરણી તેવી પાર ઉતરણી.
- વાસી ફૂલ ચીમળાઈ જાય; રૂપ જોબન તેમ નાસી જાય. – માનવનું શરીર નાશવંત છે.
- વાસી ફૂલમાં વાસ નહિ ને જોબન બારે માસ નહિ. – સમય જાય એમ બધું પલટાય; શક્તિ સદા ન ટકે.
- વાસી વધે નહિ ને કુત્તા ને પામે નહિ. – પ્રમાણસરનું હોવું.
- વાસીદામાં સાંબેલું જાય. – કામમાં બેકાળજી દાખવવી.
- વાંકી આંગળી વિના ધી ના નીકળે. – સંસાર વ્યવહારમાં યુક્તિ પ્રયુક્તિઓ વાપરવી પડે છે.
- વાંદરાને દારુ પાયો. – અટકચાળાને વળી વધુ છૂટ આપવી.
- વાંદરાને નિસરણી આપવી. – મૂર્ખને મૂર્ખાઈભર્યા કામ અનુકૂળતા કરી આપવી. આવવાને બદલે એનું એ ઉછાંછળાપણું સ્વભાવમાં ચાલુ રહે.
- વાંદરો સો વર્ષનો થાય પણ ઠેક ભૂલે નહિ. – ઉંમર થતાં શાણપણ અને ગંભીરતા
- વાંસના કજિયામાં વન બળે – નાની વસ્તુને કારણભૂત બનાવી મોટું રૂપ આપવું; ભારે નુકસાન કરવું.
- વિદ્વાનની સોબત સારી મૂરખની કૃપા પણ નઠારી. – વિદ્વાન મનુષ્યોની સોબત રાખવામાં શાણપણ છે પણ મૂર્ખની કૃપાદૃષ્ટિ પણ બૂરી છે.
- વિદ્યાહીન નર તે પશુ. – કરવા ભણેલો હોય તે જ માણસ ગણાય.
- વિનાશકાળે વિપરીત બુદ્ધિ. – આપત્તિ આવવાની હોય ત્યારે અવળું જ સૂઝે છે.
- વિવેકથી બંને રહે; દોણી ને વળી દૂધ. – વિવેકી તથા બુદ્ધિશાળી માણસ બેવડો લાભ મેળવી શકે છે.
- વિશ્વાસે વહાણ ચાલે. – એકમેક પરના વિશ્વાસથી સમાજજીવન ચાલે છે.
- વીતી હોય તે જાણે. – દુઃખ અનુભવનાર જ દુઃખ સમજી શકે.
- વીતે વિવાહે માંડવો શોભે નહિ – અવસર પ્રમાણે સઘળું સારું લાગે.
- વીંછી માને ખાય, સર્પ બચ્ચાંને ખાય. – જાતિસ્વભાવ અનુસાર વર્તન.
- વેચાતો કજિયો વોરવો નહિ. – કોઈ અન્યને માટે અથવા કારણ વિના ઝઘડો કરવો નહિ.
- વેણે વેણે વાંકું પડે.- નાની નાની વાતમાં લડી ઊઠે એવા સ્વભાવનું; કજિયાખોર.
- વેપારે વધતી લક્ષ્મી. – વેપાર કરવાથી સમૃદ્ધિ વધે.
- વેરાગ તનનો સાચો નહિ મનનો વેરાગ તે સાચો. – બાહ્ય દેખાવ હંમેશાં સાચો હોતો નથી; મનથી જે અનાસક્ત હોય તે જ સાચોસાધુ.
- વેળા વેળાની છાંયડી. – મનુષ્ય કરતાં સમય વધુ બળવાન છે.
- વેળાએ મળ્યાં તે કેળાં. – જે સમયે જે ઉપયોગી છે તે સમયે જ એ મળે તો તે વધુ યોગ્ય છે.
- વૈકુંઠ નાનું ને ભગતડાં બહુ. – સ્થળનો લાભ લેવા ઘણાં માણસો મથે.
- વૈદ-ગાંધીનાં સહિયારાં. – ઉભય એકબીજાને નફો કે લાભ થાય એ પ્રમાણે હળીમળીને ધંધો કરે.
- વૈદનાં મરે નહિ ને જોશીનાં રાંડે નહિ. – ઓસડ અને ભવિષ્યકથન માત્ર મન મનાવવા પૂરતાં છે.
- વૈદ્ય ભૂવાને ડાકલાંવાળા, આવે ચડ્યા ને જાય પાળા. – દરદીને સાજો કરવાની ગરજથી આવાઓને વાહનમાં બેસાડીને લાવવામાં આવે છે પણ તેઓ નિષ્ફળ જાય છે ત્યારે તેમને પગપાળા જવું પડે છે.
- વૈદ્ય ને ગુરુ આગળ જૂઠું બોલવું નહિ. – વૈદ્ય અને ગુરુ સમક્ષ અસત્ય વિગત રજૂ કરવામાં આવે તો સાચી સલાહ ન મળે.
- વૈદ્યને તેડવા ગયો ને મૂઆનાં સાજ પણ લેતો આવ્યો. – અગમચેતી વિચારીને અવળું કામ કરવું,
- વો દિન કહાં કે મિયાંકે પાંવમેં જૂતી ? – શેખીખોરની વાણીમાં બધું હોય પણ એના શરીર કે ઘરમાં કશું ન હોય.
- વ્યાજમાં રાજ ડૂબે. – દેવું દુ:ખ સમાન છે; વ્યાજ ભરવાથી અર્થતંત્ર ખોરવાઈ જાય.
શ / ષ / સ થી શરૂ થતી કહેવતો
અહીં નીચે તમામ ગુજરાતી શ / ષ / સ અક્ષર પર કહેવતો જવાબ સાથે નું લિસ્ટ આપેલ છે. જેનો તમે અભ્યાસ કરી શકો છો.
- શણગાર્યો બાવળ પણ શોભે. – શણગારથી કદરૂપો માણસ પણ શોભી ઊઠે છે.
- શત્રુ ને રોગ ઊગતાં ડામવાં. – દુઃખ દર્દના કારણોનું નિવારણ તરત જ કરવું.
- શરમાય તે ભૂખ્યું રહે. – જે શરમમાં રહે તેને પોતાને જ ગેરલાભ થાય.
- શરીર કટાઈ જાય તે કરતાં કસાઈ જાય તે સારૂં. – આળસ કરતાં ઉંઘમથી શરીર પણ સારું રહે છે અને આર્થિક લાભ પણ મળે છે.
- શરીરનું પોષણ ખોરાકથી ને આત્માનું પોષણ સંતોષથી. – અન્નથી શરીર અને જ્ઞાનથી આત્મા પોષાય છે.
- શરીરે સુખી તો સુખી સર્વ વાતે. – સ્વાસ્થ્ય સર્વ સુખોનું કારણ છે.
- શહેરનો ગરીબ તે ગામડાનો શાહુકાર. – માણસનું વ્યક્તિત્વ સ્થળ મુજબ પરિવર્તન પામતું હોય છે.
- શહેરમાંથી નીકળી વનમાં ગયાં ત્યાં પણ લાગી આગ. – શાંતિ મેળવવાના પ્રયત્નોમાં નિષ્ફળ જવું.
- શંકા ભૂત ને મંછા ડાકણ. – ભૂત અને ડાકણ એ આપણી જ માન્યતાઓ અને શંકાઓ છે.
- શાણાને સાન ગધેડાને ડફણાં. – ચતુરને ઇશારો અને મૂર્ખને માર.
- શાલીગ્રામ પર મરી ન વટાય. – જે પૂજ્ય અને શ્રદ્ધેય છે તેનો આદર કરવો; વિવેકભર્યો ઉપયોગ કરવો.
- શિખામણ તો તેને દઈએ જેને શિખામણ લાગે. – શિખામણ કે જ્ઞાન યોગ્ય વ્યક્તિને આપવાથી અર્થ સરે.
- શિખામણ લાગે ગળી તેની દશા વળી. – કોઈની સાચી વાત માને તો તે સુખી થાય.
- શિયાળ તાણે સીમ ભણી ને કૂતરું તાણે ગામ ભણી. – સૌ પોતપોતાના લાભ જુએ.
- શિયાળો ભોગીનો ઉનાળો જોગીનો. – રાગ અને ત્યાગના રસ્તા નિરાળા છે.
- શિર સલામત તો પઘડિયાં બહોત. – માણસ જીવંત હોય તો તેને પોષણ મળી રહે છે.
- શિંગડે ઝાલે તો ખાંડો ને પૂછડે ઝાલે તો બાંડો. – દરેક રીતે વાંકું પડવું.
- શીરા માટે શ્રાવક થવું. – નજીવા લાભ માટે ધર્મભ્રષ્ટ થવું.
- શૂળીનું દુઃખ કાંટે. – નાની આપત્તિથી મોટી ઉપાધિ આપોઆપ દૂર થઈ જાય.
- શૂળીનો ઘા કાંટે સરવો. – મોટું જોખમ કોઈ નાની આપત્તિથી પતી જવું.
- શેક્યો પાપડ ભાંગે એવા ન હોવું. – (૧) એટલા બધા નબળા હોવું કે કાંઈ થઈ શકે નહિ. (૨) શક્તિશાળી ન હોવું.
- શેઠ આવ્યા તો કહે નાખો વખારે. – ઘટિત સત્કારનો અભાવ.
- શેઠની શિખામણ ઝાંપા લગી. – ડાહ્યા માણસના બોધની અસર થોડો સમય જ રહે છે.
- શેરડી ભેગો એરંડો પાણી પીએ. – એકની સાથે બીજું પણ લાભ પામે.
- શેરડીનો સાંઠો પૂંછડા લગી ગળ્યો ન હોય. – માણસ સર્વગુણસંપન્ન નથી.
- શેરને માથે સવા શેર. – દુનિયામાં એકબીજાથી બળવાન મળી આવે છે.
- શેરી જોઈ ચાલીએ કંથડો જોઈ મહાલીએ. – શક્તિ પ્રમાણે કામ કે ખર્ચ કરવું; પછેડી જોઈ સોડ તાણવી.
- શ્રમ વગર પ્રારબ્ધ ફૂલું. – પુરુષાર્થ આગળ પ્રારબ્ધ પાંગળું છે.
- શ્રાદ્ધ સરાવ કે બાપ બતાવ. – સત્ય વસ્તુ ન હોય તેને અસ્તિત્વ વિનાની ગણવી.
- શ્રાવણ ઊતર્યો નથી ને ભાદરવો ચડ્યો નથી. – શરીર એવું ને એવું રહેવું.
- શ્વાસ ત્યાં લગી આશ. – જીવનની છેલ્લી ક્ષણ સુધી આશા છોડવી નહિ; આશા અમર છે.
- સઈની સાંજ ને મોચીનું વહાણું. – ખોટા વાયદા કરવા.
- સઈનો દીકરો જીવે ત્યાં – (૧) બાપદાદાના ધંધાને વળગી રહે. લગી સીવે.(૨) મૃત્યુ સુધી અવિરત કામ કરતાં રહેવું.
- સકકર્મીની જીભ ને અકકર્મીના ટાંટિયા. – નસીબદાર માણસો હુકમ કરવા ને કમનસીબ તે હુકમો ઉપાડવા સર્જાયેલા હોય છે.
- સગપણ ને કામ ટાળ્યાં ટળે નહીં. – જીવન-વ્યવહાર માટે જે અનિવાર્ય છે. તેને નિવારી શકાતું નથી.
- સગપણમાં સાઢુ ને જમણમાં લાડુ. – જમણમાં લાડુ જેમ ઉત્તમ ગણાય છે તેમ સગપણમાં સાઢુનું સમજવું.
- સગા સગાની ઘોર ખોદે. – પોતાનાં સગાં હોય એ જ ખરાબ કરે.
- સઘળું કરવું સહેલું, એક સત્ય પાળવું દોહેલું. – સત્યપાલન દોહ્યલું છે.
- સઘળું પાછું મળે; શરીર, સહોદર ને મૂઆં માબાપ ફરી મળે નહીં. – મનુષ્ય જીવન નાશવંત છે.
- સટ્ટો જરૂર બેસાડે બટ્ટો. – જુગારી ધંધો પ્રતિષ્ઠા ઘટાડે છે.
- સત બરાબર તપ નહિ ને જૂઠ બરાબર પાપ નહિ. – સાચું બોલવું એ ઉત્તમ પ્રકારનું તપ છે, જૂઠું બોલવું એ મહાપાપ છે.
- સતી શાપ દે નહિ ને શંખણીના લાગે નહિ. – જે ખરેખર સતી સ્ત્રી હોય તે કદાપિ કોઈનું બૂરું ઇચ્છે નહિ અને જે બૂરું ઇચ્છે તે સતી હોય જ નહીં.
- સત્તરસોના સરવાળામાં ઓગણીસોની ભૂલ. – હિસાબ વ્યવસ્થિત રાખવો નહિ-લખવો નહિ એ બરાબર નથી.
- સત્તા આગળ શાણપણ નકામું. – બળવાન કે શક્તિમાન આગળ ડહાપણ નકામું છે.
- સત્યે પથ્થર તરે અસત્યે તૂંબડું પણ ડૂબે. – સત્યનો સર્વદા વિજય થાય છે, અસત્ય નાશને નોતરે છે.
- સબ ઘટી ઘરડી તો એક ઘડી હરકી. – આખો દિવસ પોતાના માટે સમય કાઢીએ તો દિવસમાં એકાદ ઘડી ઈશ્વરને માટે કાઢવી જોઈએ.
- સબસે બડી ચૂપ. – મૌન શક્તિશાળી છે, શાંત રહેવાથી ફાયદો થાય છે.
- સમ ખાય તે સદા જૂઠો, – વાતવાતમાં સૌગન ખાય તેનો ભરોસોકરવો નહિ.
- સમજુ ઘેરી સારો પણ મૂખ ભાઈબંધ ખોટો. – મૂરખ મિત્ર કરતાં શાણો શત્રુ સારો.
- સમય અને ભરતીનાં પાણી કોઈની રાહ જોવા થોભતાં નથી. – સમય અવિરત ગતિશીલ છે.
- સમુંદર તરીને ખાબોચિયામાં ખ્વા. – મોટાં સાહસ સફળતાપૂર્વક પાર પાડવાં અને નજીવા કામ કરતાં નિષ્ફળ જવું.
- સમુદ્ર આગળ લૂણની ભેટ. – જેની જે ચીજવસ્તુ છે તે જ તેને આપવી.
- સમો વરતે સાવધાન. – વખત જોઈ વર્તન કરવું.
- સ૨૫ (સર્પ) દરમાં પાંસરો ચાલે – માણસ સંકટ અગર સંકડામણમાં આવ્યું સીધો ચાલે.
- સર્વ સાથ જે જગન્નાથ. – જનતાનો સહકાર જગન્નાથ સમાન બળવાન છે.
- સવા મણ તેણે અંધારું. – સાધનો હોવા છતાં ગેરવ્યવસ્થા હોવી
- સવા મણની કોઠી મરાય પણ સવાશેરની કોઠી ન ભરાય. – પેટની ભૂખ સંતોષવા જીવનભર મથવું પડે.
- સવેળાએ સંઘર્યું હોય તો અવસરે આવે કામ. – નકામી ચીજ ગણીને સંઘર્યું હોય તે પણ વખત આવ્યે કામ લાગે છે.
- સસરાની શૂળી સારી પણ પિયરની પાલખી ભૂંડી. – સ્ત્રીનું સ્થાન તેના સાસરે જ શોભે.
- સસરાને ઘેર ઘોડો ને જમાઈને હણહણાટ. – સસરાની સંપદાને ભોગવવા જમાઈ ઉત્સુક હોય છે.
- સહિયારી સાસુ ને ઉકરડે મોંકાણ- જે સહિયારું છે તેની દેખસંભાળ કોઈ રાખતું નથી.
- સહુ પોતપોતાનાં ગીત ગાય. – સૌને પોતાની જ વાતો કરવી ગમે.
- સહેજે આવ્યું દૂધ બરાબર. – સહેજમાં મળી જાય તેનું મૂલ્ય ઘણું હોય.
- સળગતી સગડી માથે લઈ ફરિયાદ કરવા જવું. – બળાપા સાથે ફરિયાદ કરવી.
- સંગ તેવો રંગ. – સોબતની અસર પડે છે.
- સંઘર્યો સાપ પણ કામમાં આવે. – દુનિયામાં કોઈ ચીજ નકામી નથી.
- સંપ ત્યાં જંપ. – સંપથી શાંતિ ને સુખ મળે છે.
- સંભારીને નામું લખે, ઊંટે ચડીને ઊંઘે. – જેમ ઊંટે ચડીને ઊંધવાથી પડવાનો ભય છે તેમ ઉધાર આપેલ વસ્તુ તરત જ ન લખવાથી ભૂલવાનો પાકો ભય છે.
- સાકરને કડવી કોઈ કહે નહિ. – સારા માણસને કોઈ દુર્જન ન કહે.
- સાકરે મરે તેને ઝેર શું કરવા આપવું જોઈએ ? – મીઠું બોલવાથી પતી જતું હોય તો કડવું ન કહેવું.
- સાગ સીસમ ને સોનું કદી ન થાય જૂનું. – સાગ સીસમ અને સોનું ક્યારેય જૂનાં થતાં નથી.
- સાગરનું નીર ગાગરમાં ન સમાય. – અતિશયપણું અને અગાધતા સાથે ન જોવા મળે.
- સાચને નહીં આંચ. – સત્યનો સદા જય થાય છે.
- સાજા ખાય અન્ન ને માંદા ખાય ધન – બીમાર માણસ પાછળ ધન વધારે વપરાય.
- સાજે લૂગડે થીંગડું ન હોય. – કારણ વગર કોઈ કાર્ય ન થાય.
- સાઠ નિશાળીએ ઊંચકી મહેતાજીની સોય. – શબ્દનો કેવળ શબ્દશઃ અર્થ કરી હાસ્યાસ્પદ બનવું.
- સાત દીકરાનો બાપ ટોપલે ઢંકાય; એક દીકરાનો બાપ ચરુએ પંકાય. – સાત દીકરાઓ દ્વારા થતાં કાર્યોથી પિતાને જે નામના મળે; એથી અધિક નામના એક દીકરાનાં કાર્યોથી બાપને મળે.
- સાત દીકરીએ બાપ વાંઝિયો. – પુત્રી એ પારકું ધન છે. પુત્ર દ્વારા વંશવેલો જીવંત રહે છે.
- સાત પગલાં સાથે ચાલતાં મૈત્રી-સંબંધ બંધાઈ જાય છે. – સારા માણસ સાથે થોડું પણ બેસવા- ચાલવાથી મિત્રતા થઈ જાય છે.
- સાત સાંધે ત્યાં તેર તૂટે. – ઊપજ કરતાં ખર્ચ વધી જવું.
- સાતમાં શૂરું ને પાંચમાં પૂરું. – ગમે તેમ ગબડે એવું.
- સાપ કાંચળી બદલે પણ વળ ન મૂકે. – પ્રાણ અને પ્રકૃત્તિ જતી નથી.
- સાપ કાઢતાં ઘો પેઠી. – એક મુશ્કેલી દૂર કરતાં બીજી મુશ્કેલી બેઠી.
- સાપ ગયા ને લિસોટા રહ્યા. – કાર્ય પૂરું થઈ જાય એ પછી પણ તેના સંસ્કાર ચાલુ રહે.
- સાપ મરે નહીં, અને લાઠી ભાંગે નહીં. – એકેને હાનિ ન થાય એમ કળથી કામ લેવું.
- સાપના મોંમાંથી અમૃત ન નીકળે. – દુષ્ટ લોકો પાસેથી સારાની આશા ન રાખવી.
- સાપને ઘેર સાપ પરોણો જીભ ચાટીને પાછો વળાણો. – સમાન ગુણધર્મીઓનો એકબીજા સાથે વ્યવહાર એકબીજાને અનુકૂળ હોય છે.
- સાપે છછુંદર ગળવું. – કામને પૂર્ણ કરવા જતાં એવા સંજોગ ઊભા થાય કે તેને પૂર્ણ કરવામાં પણ નુકસાન અને છોડી દેવામાં પણ નુકસાન.
- સામાબોલી સાસરે ન સમાય. – સામો જવાબ આપનારી વહુનું સાસરે માન રહેતું નથી.
- સારા કામમાં સો વિઘ્ન. – સારું કામ કરવાનો આરંભ કરીએ ત્યારે અનેક વિઘ્નો આડાં આવે છે.
- સારામાં સહુનો ભાગ. – સુખમાં સૌ ભાગ પડાવે.
- સારો હોય તો માટી નીકર કચરાની પાટી. – પતિ સારો હોય તો જ સ્ત્રીને સુખ મળે, નહિતર આખું જીવન બરબાદ થઈ જાય.
- સાસરે સમાય નહિ ને પિયરે માય નહિ. – ક્યાંય અનુકૂળ થઈને ન રહે તેવા સ્વભાવની સ્ત્રી.
- સાસુ કોઈની સાકર નહિ ને મા કોઈની ડાકણ નહીં. – સાસુએ વહુ સાથે મીઠાશભર્યો વ્યવહાર રાખવો તથા સાસુએ વહુને માતા જેવો પ્રેમ આપવો.
- સાસુ ગઈ શિવરાત વહુને આવી નવરાશ. – સાસુની ગેરહાજરીમાં વહુને સુખ.
- સાસુ દમે સવેળા; તો વહુ દમે કવેળા. – સાસુ દેખતાં દુઃખ આપે તો રીતે દુઃખ આપે.
- સાહેબ (ખુદા) મહેરબાન તો ગધ્ધા પહેલવાન. – વહુ છાની ઈશ્વરની કૃપા હોય તો મૂર્ખ પણ ઉત્તમતા પામી શકે છે.
- સાંભળ્યાનો સંતાપ અને દીઠાનું ઝેર. – સાંભળવાથી અને નજરે જોવાથી દુ:ખ થાય છે.
- સાંભળીએ જનનું ને કરીએ મનનું. – બધાંની વાત સાંભળવી પણ આપણા મનને ઠીક લાગે તે જ કરવું.
- સાંકડા કપાળમાં સોળ ભમરા. – ગરીબનું નસીબ ગરીબ.
- સાંબેલું બજાવે તો હું જાણું કે તું શાણો છે. – કલાની કદર ન કરવી.
- સિંહ પાંજરે પડ્યો ગરીબ.- વિવશતા શક્તિશાળી માટે પણ દુઃખકર છે.
- સિંહ મરે પણ ઘાસ (ખડ) નહિ ખાય. – ટેકીલા માણસો પોતાની ટેક કે પોતાનો સ્વભાવ ક્યારેય છોડતા નથી.
- સીદીભાઈનો ડાબો કાન. – કામ કરવાની સહેલી રીતે પડતી મૂકી અઘરી રીત લેવી.
- સીદીભાઈનો છોકરો સૌથી રૂપાળો. – પ્રેમ અને વાત્સલ્યના લીધે પોતાનાં સંતાન રૂપાળાં લાગે.
- સીદીભાઈ સો મણ સાબુ ચોળે તો પણ કાળા ને કાળા. – જે જેવું હોય તેવું જ રહે.
- સુખે સાંભરે સોની ને દુઃખે સાંભરે રામ. – સુખ કે વૈભવને ભોગવતાં પ્રભુનું સ્મરણ નથી થતું.
- સુથારની સોડમાં ને લુહારની કોઢમાં બેસવું નહિ. – સુથાર અને લુહાર પાસે બેસવાથી ઓજાર વાગવાનો ભય રહે છે.
- સુથારનું મન બાવળિયે. – સ્વાર્થભરી નજર હોવી.
- સુપાત્રે દાન કુપાત્રે ધાન. – દાન પાત્ર જોઈને અપાય.
- સૂઝ વિનાની સાસરે ગઈ ખાસડાં ખાઈ પાછી ફરી. – મૂર્ખ, અજ્ઞાની માણસની અવદશા જ થાય છે.
- સૂડી વચ્ચે સોપારી. – ધર્મસંકટ આવવું.
- સૂતરનો તાંતણો નથી કે તોડી નાખીએ. – અગાધ-અતૂટ પ્રેમ-સંબંધ હોવો.
- સૂતા જેવું સુખ નહિ ને જેવું દુઃખ નહિ. મૂઆ – ઊંઘ્યા કે મર્યા પછી કશી ઉપાધિ રહેતી નથી.
- સૂતેલા સિંહને જગાડવો નહિ. – જાણીજોઈને જોખમ ન લેવું.
- સૂરજ કાંઈ છાબડે ઢાંક્યો રહે નહિ. – જે શક્તિશાળી, પ્રતિભાશાળી અને કીર્તિવંત છે, તે વ્યક્તિ છૂપી રહી શકતી નથી.
- સૂરજ સામે ધૂળ નાખીએ તો આપણી જ આંખમાં પડે. – જે સમર્થ છે, તેજસ્વી છે તેની નિંદા- કૂથલી કરીએ તો પોતાને જ નુકસાન થાય છે.
- સૂરત સોનાની મૂરત. – સૂરત સમૃદ્ધ છે.
- સૂરતનું જમણ ને કાશીનું મરણ. – કાશીમાં નીપજેલ મરણ સ્વર્ગ આપ છે; તેમ સૂરતમાં જમણ સ્વર્ગ સમું સુખ આપે છે.
- સૂવાનું મૂકી જાગવાનું વોર્યું; ઊંઘ વેચી ઉજાગરો વોર્યો. – બિનજરૂરી મુશ્કેલી હાથે કરીને ઊભી કરવી.
- સૂંઠને ગાંગડે ગાંધી ન થવાય. – અધૂરી શક્તિ અને અપૂર્ણ સંપત્તિ હોવા
- સેવા કરે તો મેવા મળે. – છતાં પૂર્ણતાનો આડંબર કરવો. જે બીજાનું ભલું કરે તેને અવશ્ય તેનું સુફળ મળે જ છે.
- સો ઉંદર મારીને બિલાડી પાટે બેઠી. – પાપભર્યા કૃત્યો કર્યા પછી તે છુપાવવા ધર્મી થવાનો આડંબર કરવો.
- સો ગરણે ગળીએ ત્યારે એક વાત કરીએ. – ખૂબ વિચાર કરી- આવશ્યક સૂચનો મેળવી-સલાહ લીધા પછી નિર્ણય કરવો.
- સો જ્જો પણ સોનો પાલનહાર ન જ્જો. – ગરીબ અને દુઃખી માણસોની સેવા કરનાર લાંબું જીવજો.
- સો દહાડા સાસુના તો એક દહાડો વહુનો. – ત્રાસ અને સીતમનો બદલો લેવાની તક એક વખત મળે છે.
- સો મણ તેલે અંધારું. – (૧) ઘણાં સાધન હોવા છતાં થતી ગેરવ્યવસ્થા કે બગાડ (૨) સાધન હોવા છતાં કામ સફળ ના થાય.
- સો સુવાવડ અને એક કસુવાવડ. – કસુવાવડનું દુઃખ એ સો સુવાવડ કરતાંપણ અધિક છે.
- સોટી વાગે ચમચમ વિદ્યા આવે રમઝમ. – માર પડે ત્યારે જ્ઞાન આવે.
- સોના કરતાં ઘડામણ મોંઘું. – વૃદ્ધાવસ્થાને જીરવવી, નિભાવવી મોંઘી છે; તે ખર્ચાળ છે.
- સોનાની કટારી ભેટે બંધાય; કેડે ન ખોસાય. – અતિશય પ્રિય વ્યક્તિ સાથે ઘટિત વ્યવહાર કરવો; તેની સાથે હાનિ ભરેલો વ્યવહાર ન કરવો.
- સોનાની થાળી ને લોઢાની મેખ. – અનેક સદ્ગુણો એક અવગુણથી ઝાંખા પડે.
- સોનું જાણી સંઘર્યું નીકળ્યું કથીર. – માણસના મૂલ્યાંકનમાં-માણસનેઓળખવામાં ભૂલ ખાવી.
- સોનું જોઈએ કસી ને માણસ જોઈએ વસી. – સુવર્ણને પારખવાની પદ્ધતિ તેના કસવામાં છે તેવી રીતે માણસની સાચી ઓળખ તેના પરિચયે થાય છે.
- સોનું દેખી મુનિવર ચળે. – માયાથી મહાપુરુષોનાં મન પણ ચલિત થાય છે.
- સોમાં નવાણુંની ભૂલ. – હિસાબમાં ગોટાળો.
- સોય પછવાડે દોરો. – સોયને દોરો અનુસરે છે.
- સોળે સાન વીસે વાન વળ્યા તો વળ્યા નહિ તો પથ્થર પહાણ. – પુખ્ત ઉંમર થવાથી પુખ્ત વિચાર બંધાય છે અને વીસ વર્ષની ઉંમર થતાં સુધીમાં શરીરનો બાંધો બંધાઈ જાય છે, પછી કાંઈ ફેરફાર થતો નથી.
- સોંઘું ભાડું ને સિદ્ધપુરની જાત્રા. – મર્યાદિત સાધનોથી સુંદર કામ કરવું; ઓછા ખર્ચે યાત્રા જેવું પુણ્ય રળવું.
- સૌ ગયાં સગેવગે વહુ રહ્યાં ઊભે પગે. – વહુને આનંદ-પ્રમોદથી વંચિત રાખવી.
- સૌ સારું જેનું છેવટ સારું. – જીવનપર્યંત સૌની સાથે સારો સંબંધ રાખ્યો હોય તેનું અંતમાં સારું જ થાય છે.
- સૌ સૌના ઘરનાં શેઠ. – માણસ પોતાના ક્ષેત્રમાં હકૂમત ચલાવી શકે.
- સૌનું થશે તે વહુનું થશે. – આપત્તિ કે સંકટ સમયે કોઈ એક વ્યક્તિ વિશે ન વિચારવું; સમૂહનું વિચારવું.
- સૌ સૌને તુંબડે તરે છે. દરેક પોતાની શક્તિ અનુસાર સફળતા મેળવી શકે છે.
- સ્થાન પ્રધાન; બળ નહિ પ્રધાન – મહિમા માણસનો નહિ; પણ માણસના સ્થાનનો છે. માન ગાદીને છે, ગાદી ઉપર બેસનારને નહિ.
- સ્મશાનવૈરાગ્ય સ્મશાનમાં જ રહે. – ક્ષણિક જ્ઞાન.
- સ્વપ્નાનાં સુખદુઃખ જાગતાં સુધી. – સ્વપ્ન-સૃષ્ટિ વાસ્તવિક નથી.
- સ્વાર્થ આગળ પરમાર્થ આંધળો. – પોતાનો જ્યાં સ્વાર્થ દેખાય ત્યાં પરમાર્થને સ્થાન રહેતું નથી.
- શણગાર્યો બાવળ પણ શોભે – શણગારથી કદરૂપો માણસ પણ શોભી ઊઠે છે.
- શાલિગ્રામ પર મરી ન વટાય – જે પૂજ્ય અને શ્રદ્ધેય છે તેનો આદર કરવો ; વિવેકભર્યો ઉપયોગ કરવો
- શિર સલામત તો પઘડિયાં બહોત – માણસ જીવંત હોય તો તેને પોષણ મળી રહે છે..
- શિખામણ લાગે ગળી તેની દશા મળી – કોઈની સાચી વાત માને તો તે સુખી થાય
- સગપણ ને કામ ટાળ્યાં ટળે નહીં – જીવન વ્યવહાર માટે જે અનિવાર્ય છે તેને નિવારી શકાતું નથી
- સગપણમાં સાટુ ને જમણમાં લાડુ – જમણમાં લાડુ જેમ ઉત્તમ ગણાય છે તેમ સગાઈમાં સાઢનું સમજવું
- સમંદર તરીને ખાબોચિયામાં ડૂબ્યાં – મોટા સાહસ સફળતાપૂર્વક પાર પાડયાં અને નજીવા કામ કરતાં નિષ્ફળ જવાયું
- સસરાની શૂળી સારી પણ પિયરની પાલખી ભૂંડી – સ્ત્રીનું સ્થાન તેના સાસરે જ શોભે
- સહિયારી સાસુને ઉકરડે મોંકાણ – જે સહિયારું છે તેની દેખસંભાળ કોઈ રાખતું નથી
- સાકરથી મરે તેને ઝેર શું કરવા આપવું ? – મીઠું બોલવાથી પતી જતું હોય તો કડવું ન કહેવું
- સાજા ખાય અન્નને માંદા ખાય ધન – બીમાર માણસ પાછળ ધન વધારે વપરાય
- સાપ કાંચની બદલે પણ વળ ન મૂકે – પ્રાણ અને પ્રકૃતિ બદલાતી નથી
- સૂઝ વિનાની સાસરે ગઈ ખાસડાં ખાઈ પાછી ફરી – મૂર્ખ, અજ્ઞાની માણસની અવદશા જ થાય છે.
- સૂરજ કાંઈ છાબડે ઢાંક્યો રહે નહિ – જે શકિતશાળી, પ્રતિભાશાળી અને કીર્તિવંત છે, તે વ્યકિત છૂપી રહી શકતી નથી.
- સૂરજ સામે ધૂળ નાખીએ તો આંખમાં પડે – જે સમર્થ છે, તેજસ્વી છે તેની નિંદા – કૂથલી કરીએ તો પોતાને જ નુકસાન થાય છે.
હ થી શરૂ થતી કહેવતો
અહીં નીચે તમામ ગુજરાતી હ અક્ષર પર કહેવતો જવાબ સાથે નું લિસ્ટ આપેલ છે. જેનો તમે અભ્યાસ કરી શકો છો.
- હક્કનું હશે તો તકે આવશે. – સૌને સૌના પ્રારબ્ધ અનુસાર સુખ-દુ:ખ મળે છે.
- હક્કનું પચે; હરામનું ન પચે. – નીતિનું ધન વપરાય અને અનીતિનું એળે જાય.
- હજાર કામ મૂકીને નહાવું ને સો કામ મૂકીને ખાવું. – જીવન માટે સ્નાન અને અન્ન જરૂરી.
- હજી તો દૂધિયા દાંત છે. બિનઅનુભવી હોવું.
- હજી તો પગ ભોંયે અડ્યા નથી. – દુનિયાના અનુભવથી અજાણ હોવું.
- હથિયાર કરતાં હિંમત વધે. – હિંમત વિના વિજય હાંસલ થતો નથી.
- હથેળીનો ગોળ જ્યારે ખાવો હોય ત્યારે ખવાય. – પોતાની પાસે જે વસ્તુ હાજર હોય તે જ ઉપયોગમાં આવે.
- હનુમાન હડીઓ કાઢે ને ભૂત ભૂસકા મારે. – ઘરમાં ખાવાનું ન હોવું; આર્થિક સ્થિતિ ખરાબ હોવી.
- હમ બી રાણી; તુમ બી રાણી કોણ ભરે બેડે પાણી ? – બધા શેઠ થાય તો કામ કોણ કરે ?
- હર દરદની દવા; દોઢડાહ્યાની દવા નહીં. –જે સમજુ છે તેને ભૂલ સમજાવીએ તો તે સુધારે; પરંતુ મૂરખને સમજાવો તો પણ તે સમજી શકતો નથી.
- હરામનું ખાવું ને મસીદમાં સૂવું. – આળસુ પડી રહેવું.
- હરામનો માલ પચે નહિ. – પ્રામાણિક કમાણી ભોગવવી.
- હરિગુણ ગાતી ને હૈયામાં કાતી. – નામ ભગવાનનું લે પણ કામ શેતાનનું કરે.
- હલકી ગાલ્લી વધારે દોડે. – જેને માન મોભાનું અભિમાન છે તે વધુ સ્ફૂર્તિથી -સફળતાથી કામ કરે.
- હલકું લોહી હવાલદારનું. – નાના માણસને માથે દોષ આવે.
- હલાવી ખીચડી ને લડાવી દીકરી. – ખીચડીને રાંધતી વેળાએ હલાવવાથી તે સીઝતી નથી; એટલે હલાવવાથી ખીચડી બગડે; તેમ દીકરીને લાડ લડાવવાથી તે કેળવી શકાતી નથી.
- હવનમાં હાડકું. –શુભ કાર્યમાં વિઘ્ન નાખવું.
- હવે પાછલાં બારણાં કેમ લીધાં ? – પાછલે બારણેથી-છાનામાનાં-નાસી છૂટવું.
- હવેલી જોઈ ઝૂંપડું પાડી ન નખાય. – કોઈનો વાદ થાય નહિ.
- હવેલી લેતાં ગુજરાત ખોઈ. – વગર વિચાર્યું પગલું ભરવાથી પરિણામ સારું આવતું નથી.
- હસે તેનું ઘર વસે. – આનંદમાં રહેવાથી જીવન સમૃદ્ધ બને છે.
- હશે તેનું જશે. – જેની પાસે કંઈક હશે તેનો વ્યય થશે.
- હસવામાંથી ખસવું થવું. – મજાક કરવા જતાં માઠું પરિણામ આવવું.
- હસવું ને લોટ ફાકવો સાથે બને નહિ. – એકસાથે બે કામ ન કરી શકાય.
- હસ્યાં તેનાં વસ્યાં અને રોયાં તેનાં ખોયાં. – આવેલી પરિસ્થિતિને આનંદથી વધાવવી ને આનંદ સાથે કાર્ય પરિપૂર્ણ કરવું; સંજોગોનો પડકાર ઝીલવાને બદલે જે રોદડાં રડે છે તે કંઈ પામી શકતું નથી.
- હંસ ગયા ને બગલા રહ્યા. – અસલ વસ્તુ જતી રહી ને નકલી વસ્તુ રહી.
- હંસની ચાલ ચાલવા જતાં કાગડો પોતાની ચાલ ભૂલ્યો. – નકલ ન કરવી.
- હા અને નાને વેર છે. – (૧) મતમતાંતર હોવા.(૨) કહેવાથી ઊલટું જ કરવું.
- હાકેમ બદલાય; પણ હુકમ ન બદલાય. – સત્તાધારી વ્યક્તિ બદલાય પણ ખુરશી નહીં.
- હાજર સો હથિયાર. – અણીને વખતે હાથ પર હોય તે જ ઉપયોગી બને.
- હાડ હસે ને લોહી તપે. – આનંદ અને ગુસ્સો બંને સાથે હોવાં.
- હાડિયાના મનને હસવું ને દેડકાના પ્રાણ જાય. – એકને મન ગમ્મત બીજાને મન પ્રાણ જાય- તકલીફ.
- હાથ ચાંપ્યું કંઈ પેટ ન ભરાય. – કોઈ વસ્તુ માટે વ્યર્થ વલખાં મારવાથી તે પ્રાપ્ત થતી નથી.
- હાથ ભરે પણ તસુ ન ફાડે. – નિરર્થક દેખાવ કર્યા કરવું.
- હાથનાં કર્યા હૈયે વાગ્યાં. – પોતાની ભૂલનો પોતે ભોગ બનવું.
- હૈયું બાળવા કરતાં હાથ બાળવા સારા. – પસ્તાવા કરતાં જાતે કરી લેવું સારું.
- હોઠ સાજા તો ઉત્તર ઝાઝા. – વાણીશક્તિ હોય તો ગમે ત્યારે તેનો ઉપાય કરી શકાય.
જો આપને કોઈ ઉખાણાં ધ્યાનમા હોય અથવા આપ કોઈ કહેવતો જણાવા માંગતા હોય તો અથવા તમે જાણવા માંગતા હો તો અહીં નીચે કોમેન્ટ મા જણાવી શકો છો.