ગુજરાતી લગ્ન ટહુકો કંકોત્રી
By-Gujju30-10-2023
ગુજરાતી લગ્ન ટહુકો કંકોત્રી
By Gujju30-10-2023
કોયલના ટહુકારે, મનના મણકારે,ઉગતી ઉષાએ, આથમતી સંધ્યાએ,
ડગલામાં દસવાર, પગલાંમાં પંદરવાર, નયનમાં નેવુવાર,
સપનામાં સોવાર, હૈયામાં હજારવાર લખતી વખતે લાખોવાર
આપને કહેવાનું કે મારા ભાઈના લગ્નમાં જરૂરને જરૂર આવજો
લગ્ન પ્રસંગે એજ છે અપેક્ષા ,
આપણી લાગણી વહેશે ઝરણું બની,
તો તાણશું એમાં અમે તરણું બની.
અવસર છે આનંદનો, પ્રસંગ છે મિલનનો,
આપ સૌ આવશો તો
રંગ આવશે અમારા ઉત્સવનો…!
કેસર ઘોળી મેં તો કંકુ નિપજાવ્યા, તોરણ બાંધ્યા છે દ્વાર, હું તો ચંદન પુરાવું ચોક,
આગણે વેરવું ફૂલપાન, વ્હેલેરા પધારજો મારા મામા ના લદન માં….
લગ્ન એ અઢી અક્ષરની વાત છે, પણ આ પ્રસંગ જીવનભરનો સંગાથ છે,
એમ તમોને આમંત્રણ આપ્યું એ આપણા સંબંધની વાત છે,
પણ તમે અમારા પ્રસંગમાં હાજરી આપો એજ અમારા માટે આનંદની વાત છે.
એક મીઠા પ્રસંગનું લાખેણું તેડું લાવી છું,
આમ તો છું સાવ નાનકડી
પણ મોટા મહેલે આવી છું.
કહેવાવ છું કંકોત્રી
પણ આપને તેડવા આવી છું.
વાંકડી મૂછો ને માથે છે પાઘડી, અને કેડે છે કટારી,
સજાવો મારા વીરાની ઘોડી અમારે તો છે હરખની ઘડી…
અવસર છે આનંદનો , પ્રસંગ છે મિલનનો ,
આપ સૌ આવશો તો
રંગ આવશે અમારા ઉત્સવનો,
પાંપણની જાજમ પથારી પ્રતીક્ષા કરીશું,
આપણા આગમનની
ફૂલોની મહેક શ્વાસ માં ભળી જાય,
મહેંદી તણો શણગાર હાથ માં મળી જાય.
સુરજ તો સાંજે ઢળી જાય,
આપ મારા મામા ના લગ્ન માં પધારશો
તો સોનામાં સુંગધ ભળી જાય.
તમારી ઉપસ્થિતિ માત્રથી થશે “પ્રસંગ” અમારો મંગલમય,
અમારા ભાઈના લગ્નમાં આપને આવકારતા અમારું હૃદય પુલકિત બનશે…
પારકી થઇ રહી છે પોતાની, આંખડી ભીની થઇ સહુની,
“દીદી” જાય છે મુકીને, મમતા મહિયર ની…
પાંપણની જાજમ પથારી
પ્રતીક્ષા કરીશું આપના આગમનની
પારકી થઈ રહી છે પોતાની,
આખંડી ભીની થઈ સહુની,
‘દીદી” જાય છે મુકીને, મમતા મહિયરની…!
ફૂલોની મહેક સુવાસમાં ભળી જાય, મહેંદી તણો શણગાર હાથમાં ભળી જાય, સુરજ તો સાંજે ઢળી જાય, આપ પધારજો ………..પરિવારના આંગણે તો સોનામાં સુગંધ ભળી જાય….
એક આંખડી આંસુ ભરાય, બીજી આંખડી હરખાઈ,
હર્ષ-આંસુની ક્ષિતિજે અમારી “દીદી” ની છે વિદાય…
અવસર છે આનંદનો,
પ્રસંગ છે મિલનનો,
પધારજો પ્રેમથી, માણજો ઉમંગથી,
ઊજવવો છે અવસર હ્રદયના રંગ થી…!
કંકુ છાંટણા પાઠવી કંકોત્રી, આપ સ્નેહથી સ્વીકારજો,
પ્રસંગ આપનો સમજી અમ આંગણુ દીપાવજો….
મૌન અમારી ભાષા, પ્રેમ અમારી પરીભાસા, શાનમાં કહીએ કે કાનમાં,
ના…ના કહેવાદો ને જાહેરમાં… વહેલા વહેલા આવજો અમારી દીદી લગ્ન મા…
એક આંખડી આંસુ ભરાય, બીજી આખંડી હરખાઈ,
હર્ષ આસું ની ક્ષિતિજે અમારી “દીદી” ની છે વિદાય…!
દુલ્હા બના હૈ ભૈયા હમારા, શાદી મે આપ આના જરૂર,
યુ તો હમ હૈ છોટે લેકિન આપકો યાદ દીલાયેંગે જરૂર….
ખુશીથી ભરેલી છે આ દુનિયા પણ પ્રેમ વિના કાંઈ નથી, ફૂલો છે ઘણા બાગમાં પણ સુગંધ વિના કાંઈ નથી, જીવન ખુશીથી જીવવું છે પણ સાથે વિના કાંઈ નથી, પ્રસંગ છે અમારા આંગણે પણ તમારા આશીર્વાદ વિના કાંઈ નથી….
આમ તો અમે નાના અને નાજુક એટલે મોટાઓ ને કઈ કહેવાય નહિ.
પરણે છે અમારા દીદી અને માસી એટલે ચુપ રહેવાય નહિ
જો…જો…હો…લગ્ન માં આવવાનું ભૂલાય નહિ….
મૌન અમારી ભાષા, પ્રેમ અમારી પરીભાષા,
શાનમાં કહીએ કે કાનમાં,
ના…ના કહેવાદો ને જાહેરમાં…
વહેલા વહેલા આવજો લગ્નમાં…!
કૃષ્ણ વિના વૃંદાવન સુનું, કોયલના ટહુકાર વગર વનરાઈ સુની, એવી જ રીતે આપના વગર અમારો અવસર સુનો, તો અમારા ભાઈના લગ્નમાં જરૂરને જરૂર આવશોજી…..
મામા લાવશે મામી, રાજી થશે નાના-નાની,
મામી છે અમારી ન્યારી…ન્યારી…લાગશે સૌ ને પ્યારી…પ્યારી…
કેસર ધોલી મેં તો કંકુ નિપજાવ્યા, તોરણ બાંધ્યા છે દ્રાર,
હું તો ચંદન પુરાવું ચોક, આંગણે વેરવું ફૂલપાન,
વ્હેલેરા પધારજો મારા મામા ના લદનમાં જરૂર ને જરૂર પધારજો…
પારકી થઇ રહી છે પોતાની, આંખડી ભીની થઇ સહુની,
“દીદી” જાય છે મુકીને, મમતા મહિયર ની…
સ્નેહના સંબંધનું વાવેતર થશે, જીવનનો અમૂલ્ય પ્રસંગ બનશે,
ત્રણેય લોકમાં શરણાઈ ગુંજશે, પણ તમારા વગર કોઈ કમી રહી જશે,
માટે મારા ભાઈ ના લદનમાં જરૂર પધારશોજી…
નયન મળ્યા…હૃદય મળ્યા…હસ્ત મેળાપના ચોઘડિયા મળ્યા…
સૌથી વિશેસ આપના શુભ આશીર્વાદ મળશે…
હરખ ના તેડા ને હૈયા ની પ્રીત,
મારા “દીદી”,”માસી”,”ફઈ” ના લદન માં જરૂર આવજો…
ચહેરો ભૂલી જાસો તો ફરિયાદ નહિ કરીએ,
નામ ભૂલી જાસો તો શિકાયત નહિ કરીએ,
પણ જો અમારા ફઈ ના લગ્નમાં આવાનું
ભૂલી જાસો તો માફ નહિ કરીએ…!
ચહેરો ભૂલી જશો તો ફરિયાદ નહીં કરીએ, નામ ભૂલી જશો તો શિકાયત નહીં કરીએ,
પણ જો અમારા ફઈ ના લગ્નમાં આવવાનું ભૂલી જશો તો માફ નહીં કરીએ….
પત્રિકા લેજો સંભાલી, જોજો પડી ના જાય,
ધીરે ધીરે વાંચો, લીટી રહી ના જાય,
સમય ની ગાડી છે ન્યારી, કુદરત ની કૃપા છે પ્યારી,
અમે રાહ જોઇ રહિયા છીએ તમારી, તો પછી કરોને અમારા ફોઇ ના લગના માં અવવાની તૈયારી ……
ગામની ડેલીએ ડાયરો જામશે, હરખઘેલી માતા ગોળ ખવડાવશે, ભાભુ ગીતડાં ગવડાવશે, હોંશીલી ભાભી ઓવારણા લેશે, નટખટ ફૌઈબા ભત્રીજાને ઘોડલે ચડાવશે, ત્યારે ધીમા પગલે ધુંધટ માં લપેટાઈને નમણી વહુ પરિવાર માં આવશે….
વાગશે ઢોલ ને શરણાઈ ના સૂર રેલાશે,
કરીશું પ્રેમ ના રંગો ની રંગોળી અને સંબંધ બંધાશે રળિયામણી રાતે,
સંગીતના તળે રમશું રાસે, આવો પધારો અમારા આંગણે,
તમારા આગમનથી જ અમારી શોભા થાશે…
પ્રસંગ છે અમારા કુળદીપક ના સુભ લગ્ન એવો
વિવકે ભર્યો ભાવ કરીએ છીએ પ્રગટ,સહ પરિવાર કેવો
બનશે આપ ની ઉપસ્થાતી અમારે મન , વહાલ ના સાગર જેવો
વેહલા પધારો જરૂર થી, આગ્રહ રેહશે તમને અમારો એવો
કોયલ ને કુંજન વિના ન ચાલે, ભમરાને ગુંજન વિના ન ચાલે, તમે અમારા એવા મહેમાન બનો કે અમને તમારા વિના ન ચાલે; અમારા કાકા/મામાના લગ્નમાં જરૂરને જરૂર આવજો હો…ને….
શીતલતા ચંદ્રમાં થી અને મધુરતા ગુલાબ ની લઇ ને
સ્નેહી તમને નિમંત્રણ છે વિશેશ કરી ને
વિનંતી કરીએ છીએ સહ પરિવાર કર જોડી ને
આવો સૌ માનીએ પ્રસંગ અનેરો સૌ સાથે મળી ને
સરિતા સાગર ને મળે તે સંગમ કહેવાય, વરસાદ ભીંજવે તેને હેલી કહેવાય,
બે આત્માના મિલનને લગ્ન કહેવાય અને લગ્નમાં હોંશથી આવે તેને મહેમાન કહેવાય, તો અમારા બહેનના લગ્નમાં જરૂરને જરૂર પધારજો…
દીવડાઓ પ્રગટાવી રાખ્યા છે આપ ની રાહમાં અત્યારે
હૃદય અધીરા બની રહ્યા છે આપ ની વાટ પર
લગ્ન નો સુભ મંગલ પ્રસંગ આવ્યો છે અત્યારે
મિત માંડી ને બેઠા છીએ અમે આપ ના આગમન પર
આમ તો અમે નાના અને નાજુક એટલે મોટાઓ ને કંઈ કહેવાય નહિ. પરણે છે અમારા માસી અને દીદી એટલે ચુપ રહેવાય નહીં જો…જો…હો…લગ્નમાં આવવાનું ભૂલાય નહીં….
મીઠા મધુર એવા લગ્ન ના પ્રસંગ મા
સ્નેહ ના રંગો થી રંગોળી પૂરાવ જો
કુમકુમ કેરા સાથીયા બનશે અમારા અંગના માં
અપનો કીમતી સમય ફાળવી જરૂર ને જરૂર આવજો
મૌન અમારી ભાષા, પ્રેમ અમારી પરીભાષા,
શાનમાં કહીએ કે કાનમાં,
ના…ના કહેવાદો ને જાહેરમાં…
વહેલા વહેલા આવજો અમારા દીદીના લગ્નમાં…
અમારા પરિવાર માં આવ્યો આજ રૂડો અવસર
પધારજો તમે નહીતો રહી જશે દિલ માં કોઈ કસર
તમારા પ્રેમ અને આશીર્વાદ ની અનેરી રહેશે અસર
રાહ જોઈશું અમે કે તમે આવો ને દૂધ માં ભલે કેસર
નયન મળ્યા, હૃદય મળ્યા, હસ્ત મેળાપના ચોઘડિયા મળ્યા,
સૌથી વિશેષ આપના શુભ આશીર્વાદ મળશે;
હરખના તેડા ને હૈયાની પ્રીત,
મારા “દીદી” ના લદન માં જરૂરથી આવજો….
મંગલ ફેરા વાર વધુ ના પુષ્પો થી વધાવીશું
ગીત, ઢોલ અને શરણાઈ થી મધુર સુર રેડાવીશું
ઉપસ્થિતિ હશે આપ વડીલો , સ્નેહી-સંબંધી, મિત્રો ની
જેનાથી આ સુભ પ્રસંગ ને અવિશ્માંર્નીયા બનાવીશું
અમારા પરિવારમાં આજ આવ્યો છે રૂડો અવસર,
પધારજો તમે નહીંતર રહી જશે દિલમાં કોઈ કસર;
તમારા પ્રેમ અને આશીર્વાદની રહેશે અનેરી અસર,
રાહ જોઈશું અમે કે તમે આવોને હૃદયમાં મળે સાકર;
અમારા દીદીના લગ્નમાં જરૂરથી આવજો હો…..
એક આંખડી આંસુથી ભરાય ને બીજી આંખડી હરખાઈ,
હર્ષ-આંસુની ક્ષિતિજે અમારી “દીદી” ની છે વિદાય…