ગુલઝારીલાલ નંદા
By-Gujju11-09-2023
ગુલઝારીલાલ નંદા
By Gujju11-09-2023
ગુલઝારીલાલ નંદા ૪ જુલાઈ, ૧૮૯૮ ના રોજ એમનો જન્મ સિયાલકોટ, પંજાબ, પાકિસ્તાન ખાતે થયો હતો. તેઓ ઈ. સ. ૧૯૬૪ના વર્ષમાં ભારત દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના અવસાન પછી કાર્યકારી વડાપ્રધાન બન્યા હતા. કોંગ્રેસ પક્ષ પ્રતિ સમર્પિત એવા ગુલઝારીલાલ નંદા પ્રથમ વાર પંડિત જવાહર લાલ નેહરુના અવસાન બાદ, અને ત્યાર પછી ઈ. સ. ૧૯૬૬ના વર્ષમાં લાલ બહાદુર શાસ્ત્રીનાઅવસાન બાદ પણ કાર્યકારી વડાપ્રધાન બન્યા હતા. એમનો વડાપ્રધાન તરીકેનો કાર્યકાળ બંને વખત કોંગેસ પક્ષ દ્વારા નવા વડાપ્રધાન નક્કી કરવામાં આવ્યા, ત્યાં સુધી જ રહ્યો હતો. તેઓ ભારત દેશની પ્રથમ પાંચ લોકસભામાં ચુંટાઈ આવ્યા હતા. તેમણે કેબીનેટ કક્ષાના મંત્રી તરીકેના વિવિધ હોદ્દાઓ સંભાળ્યા હતા.
તેમને ભારત રત્ન તેમજ પદ્મવિભૂષણ એવોર્ડ થી સન્માન કરવામાં આવ્યા હતા.
સન 1951-1952નું વર્ષ હતું.મુંબઈના નેપિયન્સી રોડ ઉપર, મુંબઈ રાજ્યના તત્કાલીન મંત્રી શ્રી ગુલઝારીલાલ નંદાજી પોતાના બંગલામાં ભોજન લેવા બેઠા હતા. એ સમયે ભારતની પછાત પ્રજા માટે રશિયાથી આયાત કરાયેલા હલકી કક્ષાના લાલ ઘઉંની ભાખરી તેઓ જમી રહ્યા હતા. તેમના એક મિત્ર તે વખતે ત્યાં આવ્યા ને પૂછ્યું ‘તમે શા માટે આવું હલકું ધાન જમો છો ? આપણને તો સારા ઘઉં મળે જ છે ને ’ગુલઝારીલાલ નંદાજી કહ્યું ‘હું જે પ્રજાનો નેતા બન્યો છું એ મોટા ભાગની પ્રજા આ જ ઘઉં ખાય છે, તો મારાથી સારા ઘઉં કઈ રીતે રીતે જમાય ?’ તેના આ ઉત્તરે મિત્રને નતમસ્તક બનાવ્યા.આ ધરતી પર આવા અનેક નરરત્નો પાક્યાં છે. એવાં અનેક નરરત્નોમાં શ્રી ગુલઝારીલાલ નંદા ખરેખર એક ઝળહળતું ‘ભારતરત્ન’ છે, જેમનું સમગ્ર જીવન નિઃસ્વાર્થ અને નિષ્કલંક સેવાથી વિભૂષિત હતું. ભારત સરકારે એમની સેવાને ‘ભારતરત્ન’ વિભૂષણથી નવાજી ને ‘ભારતરત્ન’ ખિતાબને વિભૂષિત કર્યો છે.આમ ભારત ને આદર્શ નેતૃત્વ પૂરૂ પાડનાર શ્રી ગુલઝારીલાલ નંદાજી એટલે રાજનીતિ અને અધ્યાત્મનો વિરલ સંગમ.નાનપણથી જ આધ્યાત્મિક જિજ્ઞાસાઅનેક સાધુ-સંતો નાં ચરણ રજ મસ્તકે ચઢાવીને તેઓ પોતાની આધ્યાત્મિક જિજ્ઞાસા સંતોષવા સતત પ્રયત્નશીલ રહ્યા. તેઓ બી.એ.માં અભ્યાસ કરતા હતા ત્યારે સ્વામી રામતીર્થનાં પુસ્તકોમાં રુચિ જાગી. રાધાસ્વામી સંપર્કમાં આવ્યા વળી, આર્ય સમાજ અને ઉદાસી પંથમાં પણ ઊંડે સુધી જઈ આવ્યા. તેઓએ ત્યારબાદ ગુજરાતને જ પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું. દેશસેવાની લગનથી મહાત્મા ગાંધીના અભિયાનમાં જોડાયા. ખાસ કરીને શ્રમજીવી વર્ગના
હિત ને એમણે પોતાનું મુખ્ય કાર્યક્ષેત્ર બનાવ્યું અને મજૂરવર્ગ મહાજનના એક તરવરિયા મહત્ત્વાકાંક્ષી નેતા બની ગયા હતા.
શ્રી ગુલજારીલાલ નંદા ની રાજકીય કારકીદી ની જખી…..
ગુલજારીલાલ નંદાનો જન્મ 4 જુલાઇ, 1898ના રોજ પંજાબના સિયાલકોટમાં થયો હતો. તેમણે લાહોર, આગ્રા તેમજ અલ્હાબાદમાં પોતાની શિક્ષા પ્રાપ્ત કરી હતી. તેમણે અલ્હાબાદ વિશ્વ વિદ્યાલય 1920-1921 માં શ્રમ સંબંધિ સમસ્યાઓ પર એક શોધ અધ્યેતાના રૂપમાં કાર્ય કર્યું તેમજ 1921માં નેશનલ કોલેજ મુંબઇમાં અર્થ- શાસ્ત્રના પ્રાધ્યાપક બન્યા. આજ વર્ષે તેઓ અસહયોગ આંદોલનમાં સામેલ થયાં. 1922માં અમદાવાદ ટેક્સ્ટા-ઇલ લેબર એસોસિયેશનના સચિવ બન્યા જેમાં તેમણે 1946 સુધી કામ કર્યું. તેમને 1932માં સત્યાગ્રહ માટે જેલ જવું પડ્યું તેમજ ફરી 1942થી 1944 સુધી પણ તેઓ જેલમાં રહયા.
1937માં બોમ્બે વિધાનસભા માટે ચૂંટાઇ આવ્યા તેમજ 1937થી 1939 સુધી તેઓ બોમ્બે સરકારના સંસદિય સચિવ રહ્યા. પાછળથી, બોમ્બે સરકારના શ્રમમંત્રી રૂપે તેમણે રાજ્ય વિધાનસભામાં સફળ તાપૂર્વક શ્રમ વિવાદ વિધેયક રજૂ કર્યું (1946થી 1950 સુધી)કસ્તુરબા મેમોરિયલ ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે, હિન્દુ-સ્તાન મજદૂર સેવક સંઘમાં સચિવ તરીકે તેમજ બોમ્બે આવાસ બોર્ડમાં અધ્યક્ષ તરીકે કાર્યું કર્યું.રાષ્ટ્રીય મજદૂર કોગ્રેસના અધ્યક્ષ બન્યા હતા. 1947માં તેમણે જિનેવામાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય શ્રમસંમેલનમાં એક સરકારી પ્રતિનિધી તરીકે ભાગ લીધો હતો.તેમણે સંમેલન દ્વારા નિયુક્ત ‘ધ ફ્રીડમ ઓફ એસોસિયેશન કમિટી પર કાર્ય કર્યું તેમજ સ્વીડન, ફ્રાન્સ, સ્વીટ્ઝરર્લેન્ડ, બેલ્જિયમ તેમજ ઇંગ્લેન્ડની મુલાકાત લીધી.માર્ચ 1950માં તેઓ યોજના આયોગના ઉપાધ્યક્ષ તરીકે સામેલ થયા હતા. પછીના વર્ષે સપ્ટેમ્બરમાં તેઓ કેન્દ્ર સરકારના યોજના મંત્રી બન્યા હતા. 1959માં જિનેવામાં આયોજિત આંતરાષ્ટ્રીય શ્રમ સંમેલનમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું.1957ની સામાન્ય ચૂંટણીમાં લોકસભા માટે ચૂંટાયા તેમજ શ્રમ તથા રોજગાર અને નિયોજ-નના કેન્દ્રિય મંત્રી બનાવવામાં આવ્યા હતા. 1959માં જર્મની સંઘીય ગણરાજ્ય, યુગોસ્લાવિયા તેમજ ઓસ્ટ્રીયા ની મુલાકાતલીધી હતી.1962ની સામાન્ય ચૂંટણીમાં તેઓ ગુજરાતના સાંબરકાંઠા ચૂંટણી ક્ષેત્રથી લોકસભા માટે ફરીથી ચૂંટાયા હતા. તેમણે 1962માં સમાજવાદી લડાઇ માટે કોંગ્રેસ ફોરમની શરૂઆત કરી હતી. તેઓ 1962 તેમજ 1963માં કેન્દ્રીય શ્રમ તેમજ રોજગાર મંત્રી તેમજ 1963થી 1966 સુધી ગૃહમંત્રી રહ્યા હતા.
નહેરુના નિધન બાદ તેમણે 27 મે 1964ના રોજ ભારતના પ્રધાનમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. તાંશ્કદમાં શ્રી લાલબહાદુર શાસ્ત્રીના નિધન બાદ ફરીથી 11 જાન્યુઆરી 1966માં તેમણે પ્રધાનમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા.આમ ભારતના બે વાર કાર્યકાળી વડાપ્રધાન રહી ચૂક્યા હતા…