ગુરુ પુર્ણિમા
By-Gujju13-09-2023
ગુરુ પુર્ણિમા
By Gujju13-09-2023
ગુરુ પૂર્ણિમા હિંદુ અને બૌદ્ધ ધર્મમાં મનાવવામાં આવતો ઉત્સવ છે(गुरु पूर्णिमा)
આ દિવસે ગુરુની પુજા કરવામાં આવતી. આ ઉત્સવ અષાઢ સુદ પૂનમે મનાવવામાં આવે છે. આધ્યાત્મિક ગુરુનું સ્મરણ અને પૂજન કરવામાં આવે છે. મહાભારતના રચયિતા વેદ વ્યાસનો જન્મદિવસ આ દિવસે હોય તેમના સન્માનમાં ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા નામથી પણ ઓળખવામાં આવે છે. સંત કબીરના શિષ્ય અને ભક્તિકાળના સંત ઘીસાદાસનો જન્મ પણ આ જ દિવસે થયેલો.
ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ
ગુરુર્સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ કબીરદાસજી કહે છે…
ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાગુ પાય
બલીહારી ગુરુ આપકી દિયો ગોવિંદ દિખાય કબીરદાસજી કહે છે…
સબ ધરતી કાગજ કરુ લેખન સબ વનરાય
સાત સમુદ્ર કી મસી કરુ ગુરુ ગુન લિખા ન જાય
ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિટે ન ભેદ
ગુરુ બિન સંશય ન મિટે , ભલે વાંચો ચારો વેદ
આપણી સંસ્કૃતિમા ગુરુનુ સ્થાન ખુબજ મહત્વનુ છે . માતા, પિતા પછી તરત ગુરુને પ્રણામ કરવાની પ્રથા છે. ઉપરના સ્લોક મુજબ ગુરુ એ સીધુજ પરબ્રહ્મ છે, એ ઈશ્વરનુ રુપ છે એવુ માનવામા આવે છે. ગુરુ એ શિષ્યને બીજો જન્મ આપે છે માટે એ બ્રહ્મા છે, પછી એનુ પાલન પોષણ કરે છે એટલે એ વિષ્ણુ છે અને શિષ્યોના દોષ,અપરીપક્વતા, ઓછાપણુ,અગ્નાંતા વિગેરેનો એ નાશ કરે છે માટે એ શિવ પણ છે. ઇશ્વરને આપણે જોયા માથી પરંતુ ગુરુ એ ઇશ્વરનુ સાક્ષાત કૃપાસ્વરુપ છે અને એટલે કબીરદાસજી કહે છે. બલિહારી આપની તમે અમને આજે ઈશ્વર સુધી પહોચાડિયા .
ગુરુ પુર્ણિમા ને વ્યાસ પુર્ણિમા પણ કહેવામા આવે છે.ગુરુ પુર્ણિમા એટલે ગુરુ અને શિષ્ય નો મિલન નો દિવસ.ગુરુ પુર્ણિમા એટલે ભારતીય સંસ્કૃતિ ની ગરિમા નો દિવસ .અંધકારથી પ્રકાશ તરફ ગતિ કરવાનો દિવસ,જીવન માં અજ્ઞાન રૂપી અંધકાર ને દૂર કરી જ્ઞાન રૂપી પ્રકાશફેલાવવાનો દિવસ ,તેમજ ગુરુ પ્રત્યે શ્રદ્ધા અને સમર્પણ વ્યક્ત કરવાનો દિવસ .ગુરુ એ બતાવેલા આદર્શ માર્ગે ચાલવાનો દિવસ. આમ ગુરુ પુર્ણિમા નું અનેરું મહત્વ છે.
ગુરુ પુર્ણિમા એ ગુરુ પ્રવેશ દ્રાર છે અને એકવાર અંદર ગયા પછી સમગ્ર જ્ઞાન ગુરૂની દ્રષ્ટિથી જોવામાં આવે છે. ગુરૂના સાનિધ્યને માણવું જોઈએ. તેમને સંસારનો અંશ ન બનાવો. કારણકે એકવાર ગુરૂને સંસારનો અંશ બનાવો પછી આપણામાં બધી પ્રિય અપ્રિય ભાવનાઓ જાગે છે. આપણે ગુરૂ સાથે ભાવનાત્મક રૂપથી જોડાઈ જઈએ છીએ. ‘તેમણે આવુ કહ્યું’ અને ‘તેમને આવું ન કહ્યુ’ , ‘પેલો તેમનો વધુ પ્રિય છે, હું નથી’ વગેરે.તમે ગુરૂ હોવા છતાં ગુરૂના સાનિધ્યનો અનુભવ ન કરી શકો તો તે માટે તમે જ તેના મુખ્ય જવાબદાર છો. કારણ કે તમારું મન તમારી ધારણાઓ અને તમારા અહંકારના અહમ ના કારણે જ તમે તમારી મહત્વપૂર્ણ વાતો ગુરૂને કહી શકતાં નથી.તમે ફક્ત ‘કેમ છો ? , બધુ કેવું ચાલી રહ્યું છે ? આવી નિયમિત વાતો જ ગુરૂ સાથે કરતાં હોય અને તેમની નિકટતાનો અનુભવ(ઈશનો) ન કરી શકો તો તમને આ ગુરૂની જરૂર જ શુ છે ? એવા કેટલાય શિષ્યોના ઉદાહરણો છે, જે પોતાના ગુરૂની સેવામાં બધું સમર્પિત કરી દીધું હોય છે.
કેટલાક શિષ્યોને યાદ કરીયે….
મર્યાદા પુરૂષોત્તમ શ્રી રામ પોતાના શિક્ષાગુરૂ વિશ્વામિત્રની પાસે બહુ સંયમ,
વિનય અને વિવેકથી રહેતા હતા.ભગવાન રામ ખુદ પરમ પરમાત્મા હતા.
આરુણિને ગુરૂની કૃપાથી બધા વેદ, શાસ્ત્ર, પુરાણ વગેરે વાંચ્યા વગર જ આવડી ગયા હતા. જે વિદ્યા ગુરૂની સેવા અને કૃપાથી આવડે છે તે જ વિદ્યા સફળ થાય છે.
એકલવ્ય એ દ્રોણચાર્યને ગુરૂ માની લીધા હતા, જ્યારે દ્રોણચાર્યએ ગુરુ તરીકે તેમને શિક્ષા આપવાની ના પાડી ત્યારે તેણે તેમની માટીની મૂર્તિ બનાવીને સાચી શ્રધ્ધાથી શિક્ષા ગ્રહણ કરી તેઓ ધનુર્વિદ્યામાં નિપુર્ણ બની ગયા.
સંત કબીરજીએ રામાનંદજીને ગુરૂ માની લીધા હતા. પણ તેઓ જાણતા હતા કે રામાનંદજી જાણી-જોઈને એક વણકરના છોકરાને તો શિષ્ય નહી બનાવે. માટે કબીરજી એક દિવસ વહેલી સવારે પંચગંગાનાં ઘાટની સીડીયો પર જ ઉંધી ગયા. રોજની જેમ સ્વામી રામાનંદજી જ્યારે સ્નાન કરવા ત્યાં આવ્યા તો તેમનો પગ સીડી પર નિંદર કરી રહેલા કબીરની છાતી પર પડ્યો, અને તેઓ રામ-રામ બોલી ને ઉઠ્યા. કબીરજી એ તેને જ ગુરૂ મંત્ર માની લીધો અને ભવસાગર તરી ગયા.
ગુરુ દત્તાત્રેયે ૨૪ ગુરુ બનાવ્યા હતા.શ્વાન પાસેથી એમને વફાદારીનો ગુણ શીખવા મળ્યો એટલે એમણે શ્વાનને પણ ગુરુ માન્યો હતો.મતલબ કે, ગુરુ એ છે જે આપણને જીવન વિકાસનું માર્ગદર્શન અને ગ્નાનઆપે છે.
ગુરુ-શિષ્ય પરંપરા ભારતમાં કેટલાએ વર્ષોથી ચાલી આવી છે. સાંદીપની ઋષિના આશ્રમમાં કૃષ્ણ અને સુદામા કોઇપણ જાતના ભેદભાવ વગર સાથે રહી જંગલમાંથી લાકડાં કાપી લાવી ગુરુની સેવા કરી એમની અનન્ય ગુરુભક્તિનાં આપણને દર્શન કરાવ્યાં છે.આ દ્રષ્ટાંત એ સૂચવે છે. કે વિદ્યાનું દાન કરનાર ગુરુ માટે રંક કે રાયનો કોઈ ભેદ હોતો નથી.એની આગળ સૌ શિષ્યો એક સમાન હોય છે. સમાન દ્રષ્ટિથી જોતાં હોય છે.
આમ ગુરુ મહિમાની વાત કરીયે તો આ ભારતની ભૂમિ પર અનેક ગુરુઓ જેવાકે વસિષ્ઠ-વિશ્વામિત્ર- રામ, સાન્દિપની-કૃષ્ણ, દ્રોણાચાર્ય-એકલવ્ય, ચાણક્ય ચન્દ્રગુપ્ત, રામદાસ સ્વામી-શિવાજી, રામકૃષ્ણ પરમહંસ-વિવેકાનન્દ એવી શ્રેષ્ઠ ગુરુ શિષ્ય પરંપરા જોવા મળે છે. એકદમ છેલ્લી જોડી એટલે રમાકાન્ત આચરેકર અને સચિન તેંડુલકર ની. ગુરુવિશે આપણે જેટલો આદર બતાડી શકશુ એટ્લો ઓછો છે. ગુરુ એ તો મિત્ર, માર્ગદર્શક, માતા, પિતા, ભાઈ , દાતા બધુજ હોય છે. એ એક વૃક્ષ પ્રમાણે સતત પોતાની પાસે જે જ્ઞાન હોય છે , આપતાજ હોય છે.આમ ગુરુ નું સ્થાન શ્રેષ્ઠ છે.
આમ ગુરુ પુર્ણિમા નું ભરાતમાં ખુબજ મહત્વ છે. ગુરુનું મહાત્મ્ આપના પુરાણોએ પણ ખુબ વર્ણવ્યું છે. હિન્દુ ધર્મમાં ગુરુને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે.જેમ કે,આપના શાસ્ત્રો, ગ્રંથો અને દેવોએ ગુરુની અજોડ મહિમાનાં ગુણ ગાયાં છે
ગુરુ એ જ બ્રહ્મા છે , ગુરુ એ જ વિષ્ણુ છે , ગુરુ એ જ મહાદેવ છે .
ગુરુ શાક્ષાત સ્વરૂપ છે તેવા ગુરુદેવને હું પ્રણામ કરું છું .
ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ,
પૂજા મૂલમ ગુરુ પદમ,
મંત્ર મૂલમ ગુરુ વાક્યમ,
મોક્ષ મૂલમ ગુરુ કૃપા…
અર્થ:“ધ્યાન ધરવા માટેનું મૂળ ગુરુજીનું સ્વરૂપ છે,પૂજા કરવા માટે ગુરુજીના ચરણ કમલ છે, ગુરુજીનાં વચનો અને ઉપદેશ એ એક મંત્ર જેટલાં જ પવિત્ર અને પ્રેરક છે અને છેવટે મોક્ષ પ્રાપ્તિ માટે ગુરુજી ની કૃપા જ એકમાત્ર ઉપાય બની રહે છે
આમ આપણે ગુરુ પુર્ણિમા ના દિવસે ગુરુ ને યાદ કરી તેમની પુજા કરી ઋણ અદા કરવું જોઈએ.