Guruji Na Naam Ni Mala Ho Lyrics in Gujarati
By-Gujju28-04-2023
411 Views
Guruji Na Naam Ni Mala Ho Lyrics in Gujarati
By Gujju28-04-2023
411 Views
ગુરૂજીના નામની હો …માળા છે ડોકમાં
નારાયણ નામની હો …માળા છે ડોકમાં
જુઠુ બોલાય નહીં, ખોટુ લેવાય નહીં
અવળુ ચલાય નહીં હો …માળા છે ડોકમાં
ક્રોધ કદી થાય નહીં, પરને નિંદાય નહીં
કોઇને દુભવાય નહીં હો …માળા છે ડોકમાં
પરને પીડાય નહીં, કપટ કદી થાય નહીં
પાપને પોષાય નહીં હો …માળા છે ડોકમાં
સુખમાં હસાય નહીં, દુઃખમાં રડાય નહીં
ભક્તિ ભુલાય નહીં હો …માળા છે ડોકમાં
ધન સંધરાય નહીં, એકલા ખવાય નહીં
ભેદ રખાય નહીં હો …માળા છે ડોકમાં
બોલ્યું બદલાય નહીં, ટેકને તજાય નહીં
બાનું લજવાય નહીં હો …માળા છે ડોકમાં
હરિહરાનંદ કહે સત્ય ચૂકાય નહીં
હે નારાયણ વિસરાય નહીં હો …માળા છે ડોકમાં
ગુરૂજીના નામની હો …માળા છે ડોકમાં
નારાયણ નામની હો …માળા છે ડોકમાં