Ha Ha Re Ghaduliyo Lyrics in Gujarati
By-Gujju04-05-2023
Ha Ha Re Ghaduliyo Lyrics in Gujarati
By Gujju04-05-2023
હા હા રે ઘડુલીયો ચઢાવ રે ગિરધારી
હા હા રે ઘડુલીયો ચઢાવ રે ગિરધારી
ઘરે વાટ્યું જુએ છે માં મોરી
ઘડુલીયો
હે હે ઘડુલીયો ચઢાવ રે ગિરધારી
તારા હાથની હથેળી રે ગિરધારી
તારા હાથની હથેળી રે ગિરધારી
જાણે બાવન ગજની થાળી
ઘડુલીયો
હે હે ઘડુલીયો ચઢાવ રે ગિરધારી
તારા હાથની આંગળીયું રે ગિરધારી
તારા હાથની આંગળીયું રે ગિરધારી
જાણે ચોળા-મગની સીંગુ
ઘડુલીયો
હે હે ઘડુલીયો ચઢાવ રે ગિરધારી
તારા પેટડીયાનો ફંદો રે ગિરધારી
તારા પેટડીયાનો ફંદો રે ગિરધારી
જાણે પૂનમ કેરો ચાંદો
ઘડુલીયો
હે હે ઘડુલીયો ચઢાવ રે ગિરધારી
તારી નાકડિયાની દાંડી રે ગિરધારી
તારી નાકડિયાની દાંડી રે ગિરધારી
જાણે દીવડીએ શગ માંડી
ઘડુલીયો
ઘડુલીયો ચઢાવ રે ગિરધારી
તારા વાંહાનો વળાંકો રે ગિરધારી
તારા વાંહાનો વળાંકો રે ગિરધારી
જાણે સરપનો સબાકો
ઘડુલીયો
ઘડુલીયો ચઢાવ રે ગિરધારી
ઘરે વાટ્યું જુએ છે માં મોરી
ઘડુલીયો
હે હે ઘડુલીયો ચઢાવ રે ગિરધારી
હા હા ઘડુલીયો ચઢાવ રે ગિરધારી
હા હા ઘડુલીયો ચઢાવ રે ગિરધારી




















































