Hal Kana Lyrics in Gujarati
By-Gujju20-05-2023
Hal Kana Lyrics in Gujarati
By Gujju20-05-2023
તારી દ્રારીકા જોવાના હૈયે કોડ જાગ્યા
હોરે હો કાના.. હોરે હો કાના
વાટ જોવે તારી વ્રજમાં બેઠી રાધા
હોરે હો કાના… હોરે હો કાના
હાલ કાના મને ગોમતીમાં નવ રાખ
ખોડીલા કાનજી
હે કાના રહી ના શકુ તમ વિના
હાલ કાના મને દ્રારિકા દેખાડ
ખોડીલા કાનજી
રે કાના રહી ના શકુ તમ વિના
કાના મને ગોમતી માં નવ રાખ
ખોડીલા કાનજી
વાલા મને ગોમતી માં નવ રાખ
ખોડીલા કાનજી
હે વાલા રહી ના શકુ તમ વિના
હો વાલા રહી શકુ નહિ તમ વિના
કાના મને દ્રારિકા દેખાડ…હો
હો વાલા મને દ્રારિકા દેખાડ
હે ઊંચા દેવળ દ્રારિકાના…ઓ..જી
આથમણે દરબાર રે..જી
ઊંચા દેવળ દ્રારિકાના
આથમણે દરબાર રે
હે નીચે ગગડી ગોમતી
ત્યાં થાય છે નાતા રામ રે
નીચે ગગડી ગોમતી
ત્યાં થાય છે નાતા રામ રે
કાના રહી શકુ ના તમ વિના
વાલમજી રહી શકુ ના તમ વિના
કાના મને દ્રારિકા દેખાડ.. હો
વાલા મુને દ્રારિકા દેખાડ
હે સામે કાંઠે વાલો વેણ વગાડે હો.. જી
અને ધેનુ તણો નહિ પાર રે
હે સામે કાંઠે વાલો વેણ વગાડે
અને ધેનુ તણો નહિ પાર રે
મોરલી એ મન હેરી લીધા
તારી બંસરી કામણ કાર રે
મોરલી એ મન હેરી લીધા
તારી બંસરી કામણ કાર રે
હે કાના રહી ના શકુ તમ વિના
હો વાલા રહી ના શકુ તમ વિના
કાના મને દ્રારિકા દેખાડ..હો
વાલા મને દ્રારિકા દેખાડ
હે કાનો કાનો સૌ કહે સે.. જી
કાનો મારો પ્રાણ રે.
એ કાનો કાનો હૌ કહે સે
પણ હૈયું મારુ પ્રાણ રે
એ ભાન પ્રતાપે ગાઈ રહે રતનદાસ
શ્યામળો ભીને ભાન રે
ભાન પ્રતાપે ગાઈ રહે રતનદાસ
શ્યામળો ભીને ભાન રે
હે કાના રહી ના શકુ તમ વિના
શબીલા રહી નહિ શકુ તમ વિના
કાના મને દ્રારિકા દેખાડ..હો
કાના મને દ્રારિકા દેખાડ