Saturday, 27 July, 2024

હળદર ના ફાયદા

360 Views
Share :
હળદર ના ફાયદા

હળદર ના ફાયદા

360 Views

ચમકીલા પીળા રંગ ને કારણે હળદર ને ભારત નું કેસર કહેવામાં આવે છે .તેમાં ઘણા ઔષધીય ગુણો હોય છે. જે પેટ ત્વચા અને શરીરના રોગો માં ફાયદો પહોચાડે છે. હળદર માં પ્રોટીન, વિટામીન, કાર્બોહાઈડ્રેટ, એન્ટી- ઓક્સીડેન્ટ, એન્ટી-ફંગલ, અને એન્ટી-સેપ્ટિક તત્વો હોય છે. એટલે જ હળદર નો ઉપયોગ શરદી ઉધરસ જેવી બીમારિયો માંથી રાહત અપાવે છે, સાથેસાથે ત્વચા માટે પણ ફાયદાકારક હોય છે.

હળદર

Haldar – હળદર એક મહા ઔષધી છે પણ લોકો તેને જાણતા નથી જેથી તેનો પૂર્ણ લાભ ઉઠાવી શકતા નથી. હળદર બાળકો, યુવાનો, વૃધ્ધો, સ્ત્રીઓ, સગર્ભા સ્ત્રીઓ દરેકને આપી શકાય છે ગમે તેવી પ્રકૃતિવાળા ને હળદર માફક આવે છે તેના સેવનથ જરા પણ નુકસાન થતું નથી આ એક નિર્ભય ઔષધી છે. વાત્ત-પિત્ત અને કફ આ ત્રણેય પ્રકૃતિ અને મિશ્રિત પ્રકૃતિવાળા દરેકને હળદર ની સંકોચપણે આપી શકાય છે. હળદરમાં લોહીની અશુદ્ધિઓને દૂર કરવાનો મોટો ગુણ છે.

હળદર ના પ્રકાર

Haldar – હળદર બે પ્રકારની થાય છે એક સખ્ત લોખંડી હળદર જે રંગ બનવવાના કામમાં વપરાય છે. બીજી પોચી સુગંધીદાર હળદર જે મસાલા તરીકે વપરાય છે તેમજ ઘરગથ્થું ઉપચાર માટે ઉપયોગમાં આવે છે. જંગલ માં થનારી એક જાતની હળદરને આંબા હળદર કહેવાય છે. એ રસોડામાં વપરાતી નથી પરંતુ, તે લોહીના વિકારના દર્દોમાં અને ચામડીના રોગોમાં વપરાય છે. શરીરના સાંધાના દુખાવામાં પણ વપરાય છે.

હળદર ના ફાયદા

હળદર ના ફાયદા વિષે વાત કરીએ તો , તે આપણા શરીર માંથી નક્કામાં તત્વો ને બહાર કાઢે છે, અને શરીર ને સ્વસ્થ બનાવે છે. આમ તો વધારે પડતું આપણે હળદર નો ઉપયોગ એન્ટી-સેપ્ટિક તરીકે કરતા હોઈએ છીએ.

જો બદલાતી ઋતુ ની એલેરજી છે, અથવા કોઈ ઇન્ફેકશન ના લીધે વાળ ખરવા લાગે છે તો તમે આ ઉપચાર કરી શકો છો. તમે કાચી હળદર એટલે કે લીલી હળદર માં બીટ ના પાંદડા નો રસ મિલાવી ને વાળ માં લગાવશો તો અમુક મહિના માં જ વાળ ખરતા બંધ થઇ જશે.

દરરોજ લગભગ ૧ગ્રામ હળદર ખાવાથી રોગપ્રતિકારક શક્તિ માં વધારો થાય છે. જે બદલાતી ઋતુ માં બીમારિયો થી લડવામાં મદદ કરે છે.

જો તમારી ઓઈલી સ્કીન છે  અને તમે ખીલ ની સમસ્યા થી છુટકારો મેળવવા માંગો છો તો હળદર સાથે ગુલાબજળ મિક્ષ કરી ને ચહેરા પર લગાવો અને સુકાઈ જાય પછી ઠંડા પાણી થી ધોઈ નાખો, અઠવાડિયા માં ૨ થી ૩ વાર લગાવવા થી ખીલ થી છુટકારો જરૂર થી મળશે.

આપણે બધા હળદર વારા દૂધ થી તો વાકેફ જ છીએ, શિયાળો આવતા ની સાથે જ જો કોઈ પણ પ્રકાર ની બીમારી નથી તોય આપણે શરીર ને ગરમી પૂરી પડવાના ઉદેશ્ય થી હળદર વાળું દૂધ પિતા હોઈએ છીએ. એવામાં જો કોઈ ને ઘુટણ ના દુખાવા ની સમસ્યા છે તો તેઓએ કાચી હળદર ને દૂધ માં ઉકાળી ને દરરોજ રાત ના સુતા પહેલા પીવું જોઈએ. ઘુટણ ના દર્દ માં જરૂર થી આરામ મળશે.

Haldar na fayda in Gujarati

ઘણા લોકો ને કાયમી શરદી થવી, કફ, ઉધરસ ની ફરિયાદ રહેતી હોય છે. તો તેવા લોકો એ દરરોજ એક ગ્લાસ દૂધ માં હળદર નાખી ને પીવાની આદત  નાખવી જોઈએ. થોડાક જ દિવસ માં કફ ઓછો થવા લાગશે

હળદર ડાયાબીટીસ માટે પણ રામબાણ ઈલાજ છે. એવા માં તમારે એક ગ્લાસ પાણી માં એક ચમચી હળદર નાખી ને દિવસ માં બે થી ત્રણ વાર પીવાથી ડાયાબીટીસ માં જે વારંવાર પેશાબ જવાની સમસ્યા છે તે દૂર થઇ જાય છે.

haldar  – હળદર માં એન્ટી-ઓક્સીડેંટ ભરપૂર પ્રમાણ માં હોય છે. એક ચમચી ચણા ના લોટ માં એક ચમચી હળદર ને દહીં સાથે મિક્ષ કરી ને ચહેરા પર લગાવવાથી ત્વચા માં નીખાર આવે છે. અને સાથે સાથે કરચલીઓ જલ્દી થી પડતી નથી.

હળદર નો ઉપયોગ વજન ઘટાડવા માં પણ કરી શકાય છે. દરરોજ નિયમિત રીતે એક ગ્લાસ ગરમ પાણી માં ૧ગ્રામ જેટલી હળદર નાખી ને પીવાથી પેટ ની ચરબી ઓછી થવા લાગે છે.

ડીલીવરી પછી દરેક મહિલા ની એક જ શિકાયત હોય છે. સ્ટ્રેચ માર્ક્સ રહી જવા, તો એવી મહિલાઓ માટે આ હળદર નો ઉપયોગ સરળ અને સસ્તો સાબિત થઇ શકે છે. તમારે નારિયેળ તેલ સાથે હળદર મિક્ષ કરી ને લગાવવા થી અમુક મહિનાઓ માં સ્ટ્રેચ માર્ક્સ ગાયબ થઇ જશે.

હૃદય રોગ સંબધિત સમસ્યા માં પણ હળદર નો ઉપયોગ કરવામાં આવે છે. હળદર શરીર માં લોહી ને જામવા દેતું નથી,, સાથે સાથે ખરાબ કોલેસ્ટ્રોલ ને શરીર ની બહાર ફેકી દે છે,haldar na fayda in Gujarati,હળદર ના ફાયદા,

જો તમારી સ્કીન વધારે પડતા તાપ ને લીધે ટેન થઇ ગઈ છે તો મધ, હળદર, અને એલોવેરા ને મિક્ષ કરી ને આ પેસ્ટ ને દરરોજ ચહેરા પર લગાવો. થોડાક જ દિવસ માં ટેનિંગ દૂર થઇ જશે અને તમારી ત્વચા માં નિખાર આવશે.

હળદર ના ઘરગથ્થુ ઉપયોગ

હળદર ના ફાયદા હળદરના સેવનથી વાત્ત-પિત્ત-કફ બધી ધાતુઓ પુષ્ટ બને છે. કફને દૂર કરવામાં હળદર વધુ પ્રભાવશાળી છે. ગરમ દૂધમાં હળદરનું ચૂર્ણ અને મરીનું ચૂર્ણ મેળવી લેવાથી મેલેરિયામાં ફાયદો થાય છે.

ગરમ દૂધમાં હળદર મિલાવી પીવાથી બેસી ગયેલો અવાજ ખુલી જાય છે, કફ મટે છે સળેખમ દૂર થાય છે.

આમળાના રસમાં મધ અને હળદર મિલાવીને પીવાથી પેશાબમાં આવતું પરું મટે છે.

હળદરના પાવડરને ઘેમાં શેકી સાકર મેળવી નિયમિત લાંબા સમય સુધી સેવન કરવાથી ડાયાબીટીશમાં ફાયદો થાય છે.

હળદરનું ચૂર્ણ એક તોલો લઇ દહીંમાં નાખીને ખાવાથી કમળો તથા પાંડુ વિકારો મટે છે, લીવરના વિકાર પણ દૂર થાય છે.

ગૌમૂત્રમાં હળદરનું ચૂર્ણ મેળવીને પીવાથી કોઢ મટે છે. શરદીમાં લાભ થાય છે.

હળદરના ગાઠીયા ને શેકી એલોવેરા ના રસમાં મિલાવી એક અઠવાડિયા સુધી સેવન કરવાથી હરસ અને મસા માં ફાયદો કરે છે. વળી તેની પોટીશ કરી હરસ કે મસા પર લેપ કે પટ્ટી બાંધવાથી મસા નરમ પડી જાય છે.

હળદર ના ઘરેલુ ઉપચાર

ઠંડા પાણીમાં હળદર નો ગાઠીયો ઘસી તેમાં માખણ નાખી ઘુટીને લેપ તૈયાર કરવો, જે બાળકને ગળું પડ્યું હોય તેને દિવસમાં બે વાર ખભા પર, પીઠના હાડકા પર, તથા બન્ને કાન પાસેના ગલ્ફોરા પર માલીશ કરવાથી બાળકનો ગળું પડવાનો રોગ મટી જશે.

હળદર અને કડી ચૂનાનું મિશ્રણ સહેજ ગરમ કરી લેપ કરવાથી મૂઢ મારના દુખાવામાં રાહત થાય છે અને સોજો ઉતરે છે.

હળદર જૂની માટી અને મીઠું ભેગા કરી પાણીમાં મિલાવી ગરમ કરવું. સહેવાય તેવો ગરમ લેપ મુઢમાર કે સોજા પર કરવાથી પીડા મટે છે.

haldar nu churn – હળદરનું ચૂર્ણ ૫ ગ્રામ ભેસના દૂધમાં પીવાથી અથવા ચૂર્ણ ખાઈ ઉપર દૂધ પીવાથી આમવાત પર સારો ફાયદો કરે છે.

હળદરને બાળીને તેનું ચૂર્ણ કરી લીંબોળીના તેલમાં મેળવી ઘા-ઝ્ખ્મ પર લેપ કરવાથી ઘા જલ્દી ભરાઈને રુઝાઈ જાય છે.

લોહી વહેતા ઘા પર હળદરનો ભુક્કો દબાવી સખ્ત પાટો બાંધવાથી લોહી વહેતું બંધ થઇ જાય છે.

૫ ગ્રામ હળદરનું ચૂર્ણ દિવસમાં ત્રણ વાર મધ સાથે ચાટવાથી શીત પિત્તજ્વર મટે છે.

લીમડાના પાન અને હળદરને દૂધમાં વાટીને લેપ કરવાથી ગુમડું મટે છે.

લોહીની ગાંઠ થઇ જાય તો તેના પર હળદર ની પેસ્ટ ની પોટલીનો શેક કરવાથી લાભ થાય છે.

હળદર ના ઉપયોગો અને ઘરેલું ઉપચાર

૧ ગ્રામ હળદર, અડધો ગ્રામ ચૂનો અથવા જરૂર પ્રમાણે હળદરથી અડધો ચૂનો મેળવીને પાણીમાં ઘુટી એક લેયર કરી ઘા કે સોજા પર લેપ કરવાથી સોજા ઉતરે છે અને બળતરા મટે છે.

લીમડાના અને પરવળના પાન નો ઉકાળો બનાવીને તેમાં ૨ ગ્રામ હળદર નું ચૂર્ણ નાખીને પીવાથી રક્તવિકારમાં ફાયદો થાય છે.

એક ચમચી હળદર, બે ચમચી ખાંડને એક કપ દૂધમાં ગરમ કરીને તેમાં અડધી ચમચી ઘી મિલાવીને ગાળીને થોડા દિવસ સુધી પીવાથી વારંવાર આવતી ખંજવાળ અવશ્ય મટી જશે.

૧૦ ગ્રામ હળદરના પાવડરને વડ કે પીપર ના દૂધમાં ભીજવી નાખવી. એકદમ પલળી જાય અને સોફ્ટ લેપ જેવું બની જાય પછી તેને બોટલમાં ભરી લેવું. આ પેક રાત્રે સુતી વખતે ચહેરા પર થોડીવાર માલીશ કરીને લગાવી રાખીને સુઈ જવું. સવારે ચહેરો નવશેકા પાણી વડે ધોઈ લેવો.

હળદરને પાણીમાં વાટીને લેપ જેવું તૈયાર કરવું. આ લેપ સુતી વખતે આંખોના પોપચા પર કરવો સવારે આંખો ધોઈ નાખવી આંખની ગરમી દૂર થઇ લાલાશ મટશે થોડા દિવસના પ્રયોગ થી લાલાશ મટી જશે.

વિવિધ રોગો મા હળદર નો ઉપયોગ

સુકી ખાંસીમાં હળદર

હળદરના ચૂર્ણમાં મધ મિલાવીને નાની નાની ગોળી બનાવીને તેને છયે સુકવીને બોટલમાં ભરી લેવી. ઉધરસ થઇ હોય ત્યારે આ ગોળી ચૂસવાથી ઉધરસ મટી જાય છે.

કાપુરીપાનમાં હળદરનો પાવડર નાખીને દિવસમાં ચાર પાંચ વખત આ પાન ચાવી ધીરે ધીરે તેનો રસ ગળામાં ઉતરતા જવાથી ઉધરસ મટી જાય છે.

હળદરના સમભાગે સીતોપલાદી ચૂર્ણ લઈને તેમાં મધ મેળવી દિવસમાં ત્રણ વાર ચાટવાથી થોડાજ દિવસમાં ઉધરસ મટી જાય છે.

એક ગ્લાસ પાણીમાં તુલસીના સાત પાન અને એક તોલો હળદર પાવડર મિલાવીને તેમાં થોડીક ચાય ની ભૂક્કી નાખીને ખુબ જ ઉકાળો પછી ગરણી વડે ગાડીને તેમાં એક ચમચી મધ નાખીને આ કડવી ચા નું સેવન સવાર-સાંજ કરવાથી દરેક પ્રકારની ઉધરસ મટી જાય છે.

જૂની ઉધરસમાં હળદર

હળદરનું ચૂર્ણ ૩ ગ્રામ ની માત્રામાં દિવસમાં ત્રણ વાર પાણી સાથે લેવાથી જૂની ઉધરસ પણ મટે છે.

ખરાશવાળી ઉધરસ આવતી હોય તો હળદરના ગાઠીયા ને ગરમ રાખમાં શેકીને તેનું ચૂર્ણ બનાવી લેવું. આ ચૂર્ણ સવાર-સાંજ જમ્યા પછી મધ સાથે ૩ ગ્રામ જેટલું ચાટવાથી બે-ત્રણ દિવસમાં જ ઉધરસ સંપૂર્ણ મટી જશે. કપૂરી પણ બે તથા આદુનો ગાઠીયો બન્ને ને વાટીને રસ કાઢવો આ રસમાં હળદર નો ભુક્કો બે ગ્રામ મિલાવીને ચાટણ તૈયાર કરવું આ ચાટણ સવાર-સાંજ ચાટવાથી ઉધરસ જળમૂળ માંથી નીકળી જશે.

ક્ષય રોગમાં હળદર

૧૦૦ ગ્રામ હળદરના ચૂર્ણમાં ૧૦ગ્રામ વડનું દૂધ મિલાવીને ખુબ જ ઘુતવું અને તેમાં મધ નાખીને દર્દીને આપવાથી અવશ્ય લાભ થાય છે.

હળદર ના ફાયદા પાંસળી ના દુઃખાવા ની સમસ્યામા

હળદરને ગરમ પાણીમાં લેપ તૈયાર કરવો. પાંસળી માં જ્યાં દુખાવો હોય ત્યાં આ લેપ લગાવવાથી તરત જ લાભ થશે.

હળદરને આકડાના દૂધમાં મિલાવી લેપ કરવાથી તરત જ પીળા શાંત થઇ જશે.

હળદર નું તેલ પાંસળીઓના દુખાવા પર માલીશ કરવાથી આરામ મળે છે.

નસકોરી ફૂટે ત્યારે હળદર નો ઉપયોગ

હળદર નો ગાઠીયો, વવાંસના પત્તા ૨૫૦ ગ્રામ આ બન્ને ને બારીક પીસીને તેમાં ૨૫ ગ્રામ સિંધા નમક નાખીને ઉકાળો બનાવી લો. આ ઉકાળો અડધા અડધા કલાકના અંતરે પીવાથી લોહીમાં ભળેલી ગરમી પેશાબ અથવા પરસેવા દ્વારા નીકળી જશે અને નાકમાંથી લોહી પડતું તરત જ બંધ થઇ જશે.

હળદર ના ફાયદા કાનના રોગમા

લીલી હળદર ની બે ગાંઠોને વાટીને સરસિયાના તેલમાં ઉક્ડાવી આ તેલ કાચની બોટલમાં ભરી રાખવું તેના બે-બે ટીપા કાનમાં નાખવાથી કાનમાં થયેલી રસી મટી જાય છે. આ હળદર નું તેલ જયારે જયારે કાનમાં નાખો ત્યારે સહેજ ગરમ કરેલું હોવું જોઈએ.

ગળાના કાકડા પર હળદર

દસ ગ્રામ હળદરના પાવડરને લીંબોળી ના તેલમાં શેકી લઇ તેમાં રૂના પુમ્દાને બોળીને ગરમ ગરમ પાવડર વાળું પૂમડું કાકડા પર (ગળા પર) કપડા વડે બાંધવાથી તેની ગરમીની અસરથી ફૂલેલા કાકડા બેસી જશે. દિવસમાં બે વાર આ પ્રયોગ કરવાથી બે દિવસમાં જ રાહત થઇ જશે.

દાંત ના દુઃખાવા માં હળદર

ત્રણ ગ્રામ હળદર, ત્રણ ગ્રામ લવિંગ અને ત્રણ નંગ કપૂરી પાન વાટીને એક મોટો ગ્લાસ પાણીમાં સારી રીતે ઉકાળો પછી પાણી નવશેકું થાય ત્યારે મોઢામાં ભરી ચારે તરફ ખુબ ફેરવીને કોગળા કરો આ રીતે સવાર સાંજ કોગળા કરવાથી દાંતનો દુઃખાવો દૂર થઇ જશે.

વાટેલી હળદર ની કપડામાં પોટલી બનાવીને એ પોટલીને દુઃખતા દાંત્ત વચ્ચે દબાવો બે ત્રણ મિનીટ માં લાભ થશે.

મોઢામાં ચાંદા પડવા પર હળદર

દસ ગ્રામ હળદર ના પાવડર ને એક લીટર પાણીમાં ઉકાળો પાણી નવશેકું રહે એટલે મોઢામાં ભરી બરાબર ફેરવી કોગળા કરવા ચાર વખતના આ પ્રયોગ થી છાલા મટી જશે.

હળદરના ટુકડાને સોપારીની જેમ ચૂસવાથી મોઢાના છાલા, ખારાશ, બળતરા વગેરે વિકારો દૂર થઇ જશે.

લીવરના સોજા દૂર કરવા

પાચ ગ્રામ હળદરનો ભુક્કો દહીંમાં મિલાવીને દરરોજ સવારે નરણા કોઠે લેવાથી લીવર ની બધી ગરમી એક જ અઠવાડિયામાં દૂર કરી દેશે અને સવા મહિના સુધી નિયમિત સેવન કરવાથી લીવર નો સોજો પણ મટી જશે.

કમળા પર હળદર નો પ્રયોગ

અડધા લીટર છાશમાં ત્રણ ગ્રામ હળદર નો ભુક્કો નાખીને પીવાથી લાભ થાય છે.

હળદર, આંબા હળદર, આંબળા, બહેડા, કટુકી આ બધું સરખા ભાગે લઈને તેમાં લોહ ભસ્મ મિલાવીને કાચની બોટલમાં ભરી રાખવું. આ પાવડર સવાર-સાંજ નિયમિત લેવાથી ફાયદો થાય છે.

હળદર ના ફાયદા પેટના કૃમિ ની સમસ્યામા

૫ ગ્રામ હળદર ના ભુક્કા માં ૧ ગ્રામ વાવડીંગ નું ચૂર્ણ મધમાં મિલાવીને ચાટવાથી દસ થી બાર દિવસમાં જ ફાયદો થતો જણાશે. 

આ પ્રયોગ કર્યા પછી એક અઠવાડિયું સવારે ત્રણ ગ્રામ હળદર ના ચૂર્ણ ની ફાકી પાણી સાથે લેવાથી ચહેરા ની ફિકાશ દૂર થશે.

આતરડા ના રોગ માં હળદર

પાંચ ગ્રામ હદ્ર અને ૧ ગ્રામ વાવડીંગ નું ચૂર્ણ ૨ અઠવાડિયા સુધી લેવાથી આતરડા માં ઉત્ત્પન્ન થતા કૃમિ મરી જશે અને મળ દ્વારા બહાર નીકળી જશે.

પ્રયોગ પહેલા દર્દીને ગોળ-ખાંડ જેવી મીઠી વસ્તુ ખવડાવવી પછી આ ફાકી લેવી, જેથી કૃમિ એકઠા થઇ જથ્થાબંધ નીકળી જશે અથવા મરી જશે.. તે પછી પણ આ પ્રયોગ ૫ દિવસ ચાલુ રાખવાથી આતરડા ની શુદ્ધિ અને નિયમન સુંદર થશે વળી, કબજીયાત પણ મટી જશે.

રસોળી પર હળદર નો પ્રયોગ

હળદરની ગાંઠ ને આગમાં બાળીને તેને પાણીમાં ઘુંટીને સહેજ જાડો લેપ તૈયાર કરવો. આ લેપ દિવસમાં ચાર વખત રસોળી પર લગાવવાથી રસોળી માં કાણું પડી પરું ધીમે ધીમે નીકળી જશે.

ડાયાબીટીસ મા હળદર

હળદર, મેથી આમળા અને નાની હરડે સરખા પ્રમાણમાં લઇ ચૂર્ણ બનાવવું. દરરોજ સવાર સાંજ એક તોલો આ ચૂર્ણ સાદા પાણી સાથે લેવાથી ડાયાબીટીશ કન્ટ્રોલ માં રહેશે.

હરસ – મસા – બવાસીર માં હળદર નો ઉપયોગ

હળદર ને ઘીમાં ખુબ ઘસવી આ ઘસેલો લેપ મસા પર લગાવવાથી મસા માં આરામ થશે.

હળદરના ચૂર્ણમાં થોરનું ચૂર્ણ મિલાવીને સૂત્ર નો દોરો તેમાં પલાળી મસા પર પાચ સાત વાર આંતર દિવસે બાંધવાનો પ્રયોગ કરવો જેથી મસા આપોઆપ ખરી જશે.

બકરીના દૂધ ની છાશ બનાવી તેમાં ત્રણ ગ્રામ હળદરનું ચૂર્ણ મિલાવીને પીવું અથવા હળદર ફાકીને ઉપર છાશ પીવી આવું ત્રણ અઠવાડિયા કરવાથી ઘણો લાભ થાય છે અને મસામાં પડતું લોહી બંધ થઇ જાય છે.

મચકોડાયેલા અંગ પર હળદર

મચકોડ આવવાથી ત્વચા સાથે સંકળાયેલ કોમળ તંતુઓ તૂટી જતા હોય છે તેના પર માલીશ કરવાથી ઘણીવાર વધારે પીડા થતી હોય છે આવા મચકોડ પર હળદરનો નીચેનો પ્રયોગ કરવાથી ફાયદો થાય છે.

૧૦ ગ્રામ ઘઉંનો લોટ, ૫ ગ્રામ હળદર સરસીયા તેલમાં શેકી તેની પોટીશ બનાવી કપડાની પોટલીમાં બાંધી મચકોડ વાળા અંગ પર દસ મિનીટ સુધી ફેરવી બરાબર શેક કરતા જવું એનાથી લોહી સંચાર થઈને સોજો ઉતરી જશે અને દુઃખાવો ઓછો થઇ જશે.

મચકોડાયેલા અંગમાં આંકડાનું દૂધ પણ અત્યંત ફાયદાકારક છે. આંકડાના મૂળની પાતળી છાલ અને હળદરને બરાબર વાટીને તેને સરસીયા તેલમાં બરાબર શેકી લો. તેનો આંકડા ના પાન પર લેપ કરી ગરમ કરી સહેવાય એટલું ગરમ પાન મચકોડ વાળા અંગ પર બાંધી દો એકાદ કલાકમાં જ ફાયદો થઇ જશે.

દાદર પર હળદર નો ઉપયોગ

હળદર અને ગેરુનું ૨ ગ્રામ મિશ્રણ મધમાં ઘુંટીને સવાર-સાંજ ચાટવાથી ચામડી પર થતા ચકામાં તથા દાદરના દાઢ ઓછા થઇ જાય છે.

શરીરની અંદર થી આ રોગની જળને દૂર કરવા તાજી હળદરને વાટી એમાં જરૂર મુજબનું મધ મિલાવીને આ મિશ્રણ ની નાની નાની ગોળીઓ બનાવી રાખો. તેને સવાર-સાંજ પંદર દિવસ સુધી ચૂસવાથી ફાયદો થાય છે.

દાઝેલા ભાગ પર હળદર

ગાયના તાજા દૂધમાં હળદર અને ઘઉંનો લોટ મિલાવીને બરાબર મીલાવવું. તેમાં સરસીયું તેલ અને તાજી ક્રીમ લઈને લેપ તૈયાર કરવો. આ લેપથી ડાઘ પર માલીશ કરવાથી સવાર સાંજ નિયમિત ૧૫દિવસ ના પ્રયોગથી ત્વચા પરના ડાઘ દૂર થઇ જાય છે.

કોઢ પર હળદર

હળદરનું ચૂર્ણ ૨ ગ્રામ મધમાં બરાબર મિલાવીને દિવસમાં ત્રણ વાર ચાટવાથી લાભ થાય છે.

કોઢ દેખાય કે તરત જ ચામડી પર હળદર નું તેલ લગાવવાનું શરુ કરવું. હળદર અને સરસીયું સરખા ભાગે લઈને તેનું તેલ લગાવવું.

બહુમુત્ર રોગ પર હળદરનો પ્રયોગ

૫ ગ્રામ હળદરના ચૂર્ણ ની ફાકી પાણી સાથે સવાર સાંજ લેવાથી થોડા જ દિવસમાં સમસ્યામાંથી છુટકારો મળે છે.

૧૦૦ ગ્રામ હળદર, ૨૫૦ ગ્રામ કાળા તલ, ૩૦૦ ગ્રામ ગોળ લઈને સૌપ્રથમ તલ ને ધીમા તાપે શેકીને હળદર ને ઘીમાં શેકવી. પછી આ ત્રણેય વસ્તુને પીસીને બરાબર મિક્સ કરી લેવું. આ ચૂર્ણ ને સવાર-સાંજ બે-બે તોલા લેવાથી બહુમુત્ર રોગ મટે છે.

બાળકોને આ ચૂર્ણ આપવાથી પથારીમાં પેશાબ કરવાની ટેવ છૂટી જાય છે.

આ ચૂર્ણનું સેવન કર્યા પછી એક કલાક સુધી પાણી પીવું નહિ.

ગરમી દૂર કરતુ હળદરનું શરબત બનાવવાની રીત

એક કિલો કાચી હળદરને પાણીમાં ઉકાળી બરાબર ઉકળી જાય એટલે ઠંડુ કરી ગાળી લઇ તેમાં ૩૦૦ ગ્રામ જેટલું મધ મેળવી કોઈપણ કાચના વાસણમાં ૨ અઠવાડિયા સુધી ભરી ઢાકી રાખો બે અઠવાડિયા પછી ફરી તેને ગાળી લઇ તેમાં જરૂરિયાત મુજબ ફાલસા અને દાડમનો રસ ઈલાવીને કાચની બોટલમાં ભરી રાખો. આ બની ગયું ઉત્તમ હળદરનું શરબત. જરૂરીયાત મુજબ તેનો ઉપયોગ કરો દરરોજ સેવન કરવાથી ગરમી મટશે શરીર પર ગરમીથી નીકળતી અળાઈઓ, નાની નાની ફોડલીઓ મટી જશે અને નવી નીકળતી બંધ થઇ જાય છે.

હળદર નું કોઢનાશક તેલ બનાવવાની રીત

હળદરમાં ચર્મરોગનાશક ઉડનશીલ ઓઈલ હોય છે. એટલે પ્રયોગ વખતે તાજી હળદર જ ઉપયોગમાં લેવી.

૫૦ ગ્રામ તાજી હળદરને નાના નાના કટકા કરી પીસીને તેમાં ૮ લીટર પાણી નાખીને આખી રાત પલાળી રાખો. સવારે અગ્નિ પર એટલે સુધી ઉકાળો કે ૧ લીટર જ પાણી વધે, તે પછી તેને ગાળી તેમાં અડધો કિલો સરસીયું તેલ મિલાવો ફરી પાછુ તેને ધીમા તાપે ઉકાળો અને બધું પાણી બળી જાય અને ફક્ત તેલ જ બચે ત્યાં સુધી ઉકાળી ને ઠંડુ થાય એટલે ગાળીને બોટલમાં ભરી લો. શરીર ના જે ભાગ પર કોઢ હોય ત્યાં નિયમિત લગાવવાથી ફાયદો થાય છે.

હળદરનો આસવ બનાવવાની રીત

૫૦૦ ગ્રામ હળદરના ચૂર્ણ ને ૪ લીટર પાણીમાં ઉકાળવું, પ્રથમ ઉભરો આવતા જ નીચે પાણી નીચે ઉતારી લેવું. હવે તેમાં એક લીટર મધ મેળવીને વાસણમાં ભરી ઢાંકણ બંધ કરવું અને તેના પર પણ કપડું બાંધી બરાબર લપેટી પંદર દિવસ સુધી એમને એમ મૂકી રાખવું. પંદર દિવસ બાદ તે વાસણ ખોલવું. તૈયાર છે હળદર નો આસવ.

આ આસવ હરસ અને મસા ના ઇલાઝ માટે શ્રેષ્ઠ છે. આ આસવને સવાર સાંજ પીવાથી તથા સ્વમૂત્ર વડે મસા ધોતા રહેવાથી મસા અવશ્ય મટી જાય છે.

હળદર થી થતા અમુક નુકસાન

આમ તો હળદર થી કોઈ જ પ્રકાર નું નુકસાન થતું નથી. પણ ઘણી વખત અધુરી જાણકારી નુકસાન પહોચાડી શકે છે. આવો જણાવીએ આવી અધુરી જાણકારી સંબંધિત અમુક નુકસાનો.

૧.  લીવર અને પાથરી ની સમસ્યા થી પીડિત વ્યક્તિએ હળદર નો ઉપયોગ ઓછો કરવો જોઈએ. કેમ કે વધારેપડતો ઉપયોગ દર્દ માં વધારો કરી શકે છે.

૨.  જો ખાવામાં તમે વધારે પડતો ઉપયોગ કરશો તો શરીર માં આયરન ની ઉણપ થશે અને લોહી ઓછુ થવા લાગશે.

૩.  વધારે પડતો હળદર નો ઉપયોગ અથવા ખાવાથી શરીર માં ટેસ્ટોસ્ટેરોન માં અસંતુલન ઉભું થાય છે. જેનાથી શુક્રાણું ઓછા  થવાની સંભાવના રહે છે.

૪.  કમળા ની બીમારી માં હળદર ના ઉપયોગ થી બચવું જોઈએ.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *