Sunday, 17 November, 2024

હમારે ગુરુ મિલે બ્રહ્મજ્ઞાની

307 Views
Share :
હમારે ગુરુ મિલે બ્રહ્મજ્ઞાની

હમારે ગુરુ મિલે બ્રહ્મજ્ઞાની

307 Views

હમારે ગુરૂ મિલે બ્રહ્મજ્ઞાની, પાઈ અમર નિશાની.

કાગ પલટ ગુરૂ હંસા કિન્હે, દિની નામ નિશાની,
હંસા પહુંચે સુખ સાગર પર, મુક્તિ ભરે જહાં પાની … હમારે ગુરુ

જલ બીચ કુંભ કુંભ બીચ જલ હૈ, બાહર ભિતર પાની,
નીકસ્યો કુંભ જલ જલહી સમાના, યે ગતિ વિરલેને જાની … હમારે ગુરુ

હૈ અથાગ થા સંતનમેં, દરિયા લહર સમાની,
જીવર જાલ ડાલકા તરી હૈ, જબ મીન બિખલ ભય પાની … હમારે ગુરુ

અનુભવકા જ્ઞાન ઉજલત કી વાની, સો હૈ અકથ કહાની,
કહત કબીર ગુંગેકી સેના, જીન જાની ઉન માની … હમારે ગુરુ.

– સંત કબીર

પ્રસ્તુત પદમાં કબીર સાહેબ બ્રહ્મજ્ઞાની મહાપુરુષના સંગનું પરિણામ બતાવે છે. કબીર સાહેબ કહે છે કે  બ્રહ્મજ્ઞાની ગુરુ મળવાથી જીવનમાં અમર અને અવિનાશી એવું પરિવર્તન થયું. ગુરુએ કાગડાને પલટાવી હંસ કરી દીધો અર્થાત્ મારી વિષયવતી વૃત્તિઓને ઈશ્વર તરફ વાળી દીધી. મારું મનરૂપી હંસ હવે સુખસાગરમાં સ્નાન કરે છે, જેની આગળ મુક્તિ પણ પાણી ભરે છે. (મુક્તિની પણ વિશેષ મહત્તા નથી.) પાણીની વચ્ચે ઘડો હોય, અને ઘડાની અંદર પાણી ભરેલું હોય એવી સ્થિતિમાં બહાર અને અંદર બધે જ પાણી હોય છે. એ જ રીતે ગુરુની કૃપાથી મારી અંદર અને બહાર મને પરમાત્માનો પ્રકાશ દેખાઈ રહ્યો છે. આ સ્થિતિ કેવળ અનુભવ વડે જ સમજી શકાય તેવી છે. જેમ દરિયામાં લહેર સમાયેલી હોય છે તેવી જ રીતે સંતપુરુષમાં પરમાત્માનો પ્રકાશ પથરાયેલો છે. ગુરુ દ્વારા વ્યક્ત થતું અનુભવનું જ્ઞાન એ પરમાત્માની વાણી જ છે. જેણે એને માણી છે તે જ એને જાણે છે.

English

Hamare Guru mile brahma-jnani, payee amar nishani.

Kaag palat Guru hansa kinhe, dinhi naam nishani,
Hansa pahuche sukh saagar par, mukti bhare jahan paani.

Jal bich kumbh, kumbh bich jal hai, bahar bhitar paani,
Nikasyo kumbh jal, jal hi samana, yeh gati virale ne jaani.

Hai athag tha santan me, dariya lahar samani,
Jivar jaal daal ka tari hai, jab meen bikhal bhay pani.

Anubhav ka gyan ujalat ki vani, so hai akath kahani,
Kahat kabir gunge ki sena, jin jani un maani.

Hindi

हमारे गुरु मिले ब्रह्मज्ञानी, पाई अमर निशानी ॥

काग पलट गुरु हंसा किन्हें, दिनी नाम निशानी ।
हंसा पहूँचे सुख सागर पर मुक्ति भरे जहाँ पानी ॥

जल बीच कुंभ, कुंभ बिच जल है, बाहर भीतर पानी ।
निकस्यो कुंभजल जलही समाना, ये गति विरले ने जानी ॥

है अथाग था संतन में दरिया लहर समानी ।
जीवर जाल डालका तरी है, जब मीन बिखल भय पानी ॥

अनुभव का ज्ञान उजलत दिवानी, सो है अकथ कहानी ।
कहत कबीर गुंगे की सेना, जीन जानी उन मानी ॥

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *