Saturday, 27 July, 2024

Hanuman fight with Ravan

100 Views
Share :
Hanuman fight with Ravan

Hanuman fight with Ravan

100 Views

हनुमान और रावण का युद्ध
 
देखा श्रमित बिभीषनु भारी । धायउ हनूमान गिरि धारी ॥
रथ तुरंग सारथी निपाता । हृदय माझ तेहि मारेसि लाता ॥१॥
 
ठाढ़ रहा अति कंपित गाता । गयउ बिभीषनु जहँ जनत्राता ॥
पुनि रावन कपि हतेउ पचारी । चलेउ गगन कपि पूँछ पसारी ॥२॥
 
गहिसि पूँछ कपि सहित उड़ाना । पुनि फिरि भिरेउ प्रबल हनुमाना ॥
लरत अकास जुगल सम जोधा । एकहि एकु हनत करि क्रोधा ॥३॥
 
सोहहिं नभ छल बल बहु करहीं । कज्जल गिरि सुमेरु जनु लरहीं ॥
बुधि बल निसिचर परइ न पार यो । तब मारुत सुत प्रभु संभार यो ॥४॥
 
(छंद)
संभारि श्रीरघुबीर धीर पचारि कपि रावनु हन्यो ।
महि परत पुनि उठि लरत देवन्ह जुगल कहुँ जय जय भन्यो ॥
हनुमंत संकट देखि मर्कट भालु क्रोधातुर चले ।
रन मत्त रावन सकल सुभट प्रचंड भुज बल दलमले ॥
 
(दोहा)
तब रघुबीर पचारे धाए कीस प्रचंड ।
कपि बल प्रबल देखि तेहिं कीन्ह प्रगट पाषंड ॥ ९५ ॥
 
હનુમાન અને રાવણનું યુદ્ધ
 
દેખી શ્રમિત વિભીષણ ભારી ગયા પવનસુત પર્વત ધારી;
કરી અશ્વરથ સારથિનાશ મારી રાવણહૃદયે લાત.
 
ઊભો રાવણ કંપિત ગાત્ર, ગયો વિભીષણ જ્યાં જગતાત;
કપિ પર અસુરે કર્યો પ્રહાર, ગયા ગગન કપિવર તત્કાળ.
 
રાવણે ગ્રહ્યું કપિનું પુચ્છ, ઊડયા કપિવર ગગને ઉચ્ચ;
લડવા લાગ્યા ક્રોધે ફરી, પ્રહાર કરતાં છળબળ કરી.
 
કજ્જલ સુમેરુપર્વત જેમ સોહી રહ્યા ઉભય શુર એમ;
બુદ્ધિબળે નિશિચર ના પડયો પ્રભુનો ત્યારે આશ્રય ગ્રહ્યો.
 
(છંદ)
રઘુવીરને સ્મરતાં પવનસુત પ્રહારો કરતા ગયા,
પૃથ્વી પર પડી ઊઠતા લડતા, સુરે જયધ્વનિ કહ્યા;
હનુમંત સંકટને નિહાળી ભાલુકપિ દોડયા સકળ,
રણમત્ત અસુરે બાહુબળથી હણ્યા કિન્તુ બધા સુભટ.
 
(દોહરો)   
રઘુપતિએ પોકારતાં દોડયા વીર પ્રચંડ,
કપિદળને પેખી પ્રબળ કર્યું પ્રગટ પાખંડ.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *