Happy Diwali Sal Mubarak Lyrics in Gujarati
By-Gujju08-06-2023
Happy Diwali Sal Mubarak Lyrics in Gujarati
By Gujju08-06-2023
એ..આજ દિવાળી કાલ દિવાળી
એ..આજ દિવાળી કાલ દિવાળી
એમ કરતા તો આયી દિવાળી
ઘરે ઘરે તો થાય દિવાળી
સૌને કરૂ વિશ દિવાળી
હેપી દિવાળી હેપી ન્યૂ યર
એ મન દુઃખ તમે ભૂલી જજો
હળી મળી હો ભેળા રેજો
નવા વરહ મા સુખી થાજો
હાજા તાજા તમે રેજો
હેપી દિવાળી હેપી ન્યૂ યર
હે હવાર મા અમે વેલા ઉઠવાના
મા બાપ ના આર્શીવાદ લેવાના
એ…આજ દિવાળી કાલ દિવાળી
એમ કરતા તો આયી દિવાળી
ઘરે ઘરે તો થાય દિવાળી
સૌને કરૂ વિશ દિવાળી
હેપી દિવાળી હેપી ન્યૂ યર
હેપી દિવાળી હેપી ન્યૂ યર
હે ઇન્સ્ટા ફેસબુક મા અમે
સ્ટોરી મુકવાના
સ્ટોરી મા અમે સાલ મુબારક
લખવાના
હે વોટસએપ મા સૌના
સ્ટેટસ જોવાના
સ્ટેટસ જોઈને અમે વિશ કરવાના
એ ઘરે ઘરે મળવા જવાના
જય શ્રી કૃષ્ણ અમે કેવાના
કાજુ કતરી મીઠાઈ ખાવાના
ફોન કરી અમે વિશ કરવાના
હેપી દિવાળી હેપી ન્યૂ યર
હેપી દિવાળી હેપી ન્યૂ યર
હે રોમ ઘરે આયા ઘણી
ખુશીયો રે લાયા
ઘરે ઘરે સૌને રૂડા
દીવડા પ્રગટાયા
હે ભાતીગર રંગોળી અમે પુરવાના
રંગોળી મા વેલકમ અમે લખવાના
એ સતના રૂડા વાયરા વાયા
સૌના રે હૈયા હરખાયા
સૌને રે અભિનંદન મારા
પ્રેમ થી રે સૌને કેવાના
હેપી દિવાળી હેપી ન્યૂ યર
હેપી દિવાળી હેપી ન્યૂ યર
હે હેપી દિવાળી હેપી ન્યૂ યર