Monday, 23 December, 2024

Har Har Mahadev Lyrics in Gujarati

538 Views
Share :
Har Har Mahadev Lyrics in Gujarati

Har Har Mahadev Lyrics in Gujarati

538 Views

આખી દુનિયાનો નાથ રાખે સૌની ઉપર હાથ
છે દેવોનો એ દેવ મહાદેવ ભોળો નાથ
આખી દુનિયાનો નાથ રાખે સૌની ઉપર હાથ
છે દેવોનો એ દેવ મહાદેવ ભોળો નાથ
જય જય કુબેરના ભંડાર ભોળો એટલો ઉદાર
હા જય જય કુબેરના ભંડાર ભોળો એટલો ઉદાર
જપો એક ભવ નામ ફળ પામો ભવ ચાર
બોલો હર હર મહાદેવ, બોલો હર હર મહાદેવ
બોલો હર હર મહાદેવ, બોલો હર હર મહાદેવ

આકાશથી ઉતારી ગંગ જટામાં સમાવી
ત્રિલોક ત્રિપુરારી તમને જાવું વારી વારી
ભાલે ચંદ્ર એ ધારી સોહે નંદી સવારી
ભૂલચૂક વિસારી અમને લેજો રે ઉગારી
તમે લાંબી જટાળા છો પાર્વતીના પ્યારા
તમે લાંબી જટાળા છો પાર્વતીના પ્યારા
હું તો દિવસ અને રાત રટુ નામ ઓમકારા
બોલો હર હર મહાદેવ, બોલો હર હર મહાદેવ
બોલો હર હર મહાદેવ, બોલો હર હર મહાદેવ

એ જાગો જાગો હરે ત્રિપુરારી જટાળા જોગંદર
જાગો જાગો હરે ત્રિપુરારી જટાળા જોગંદર
જળ વરસાવો ને જળાધારી જટાળા જોગંદર
જય શંકરાય, જય શંકરાય, જય શંકરાય
બમ બમ બમ
જય શંકરાય, જય શંકરાય, જય શંકરાય
બમ બમ બમ

ધૂમ તનન ધૂમ તનન ધૂમ તનન
ધૂમ તનન ધૂમ તનન ધૂમ તનન
ધૂમ તનન ધૂમ તનન
તારી નંદી પર અસવારી જટાળા જોગંદર
જાગો જાગો હરે ત્રિપુરારી જટાળા જોગંદર
એ જળ વરસાવો ને જળાધારી જટાળા જોગંદર
ૐ નમઃ શિવાય, ૐ નમઃ શિવાય
ૐ નમઃ શિવાય, ૐ નમઃ શિવાય

વિષ કંઠમાં ધરી નીલકંઠ કહાવે
કાળા સર્પોની માળા એતો અંગે સોહાવે
માલા મુંડન રાજે કર ત્રિશુલ છાજે
ગણ ભૂત સંગાથે કૈલાશે બિરાજે
છે સદા સુખકારી મારો ભોળો રે ભંડારી
છે સદા સુખકારી મારો ભોળો રે ભંડારી
અસ્તિક માહી નવો નાથ ધૂન લાગી તમારી
બોલો હર હર મહાદેવ, બોલો હર હર મહાદેવ
બોલો હર હર મહાદેવ, બોલો હર હર મહાદેવ

ૐ ત્રયમ્‍બકં યજામહે સુગન્‍ધિમ્ પુષ્‍ટિવર્ધનમ્
ઉર્વારૂકમિવ બન્‍ધનામ્ મૃત્‍યોર્મુક્ષીયમામૃતાત્

ધૂમ તનન ધૂમ તનન
ધૂમ તનન ધૂમ તનન

ૐ ત્રયમ્‍બકં યજામહે સુગન્‍ધિમ્ પુષ્‍ટિવર્ધનમ્
ઉર્વારૂકમિવ બન્‍ધનામ્ મૃત્‍યોર્મુક્ષીયમામૃતાત્

ધૂમ તનન ધૂમ તનન ધૂમ તનન ધૂમ તનન
ધૂમ તનન ધૂમ તનન ધૂમ તનન ધૂમ તનન
શિવાય શિવાય શિવાય શિવાય શિવાય
ધૂમ તનન શિવાય ધૂમ તનન શિવાય ધૂમ તનન
શિવાય શિવાય શિવાય……ધૂમ તનન

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *