Monday, 23 December, 2024

Hare Tare Ek Din Javu Padse Lyrics in Gujarati

2028 Views
Share :
Hare Tare Ek Din Javu Padse Lyrics in Gujarati

Hare Tare Ek Din Javu Padse Lyrics in Gujarati

2028 Views

હારે તારે એક-દિન જાવું પડશે
કરમ તારા તને નડશે રે
કરમ તારા તને નડશે જીવલડાં
હારે તારે એક-દિન જાવું પડશે
હારે તારે એક-દિન જાવું પડશે

હારે તુંતો બાંધી મુઠી એ આવ્યો
નથી કાઈ જગત મા લાવ્યો
માયા એ તને ભરમાવ્યો રે
માયા એ તને ભરમાવ્યો જીવલડાં
હારે તારે એક-દિન જાવું પડશે
હારે તારે એક-દિન જાવું પડશે

હારે તેતો પારકું ભેગું કીધું
તને પોતાનું માની લીધું
વિષય નું વિષ પીધું રે
વિષય નું વિષ પીધું જીવલડાં
હારે તારે એક-દિન જાવું પડશે
હારે તારે એક-દિન જાવું પડશે

હારે તુંતો ભૂલી ગયો ઘર તારુ
તારી આગળ પાછળ અંધારું
નીકળ વાનું નથી બારું રે
નીકળ વાનું નથી બારું જીવલડાં
હારે તારે એક-દિન જાવું પડશે
હારે તારે એક-દિન જાવું પડશે

મારે માટે કમઢી ને સત્સંગ કરજે
તારા હુંપડ ને દૂર કરજે
તારા હુંપડ ને દૂર કરજે
વાલા ને નવ વિસરજે રે
વાલા ને નવ વિસરજે જીવલડાં
હારે તારે એક-દિન જાવું પડશે
હારે તારે એક-દિન જાવું પડશે

હારે તમે મગર તારુ થાશે
તારા ઘાટ માં ગોવિદ જાણશે
મરણ તારુ મટી જાશે રે
મરણ તારુ મટી જાશે જીવલડાં
હારે તારે એક-દિન જાવું પડશે
હારે તારે એક-દિન જાવું પડશે
કરમ તારા તને નડશે
કરમ તારા તને નડશે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *