Monday, 16 September, 2024

Hari Halve Halve Hankare Lyrics in Gujarati

126 Views
Share :
Hari Halve Halve Hankare Lyrics in Gujarati

Hari Halve Halve Hankare Lyrics in Gujarati

126 Views

હરી હળવે હળવે હંકારે,
મારું ગાડું ભરેલ ભારે
મેં તો લગામ દીધી હાથ હરી ને
હરી ચાહે તો પાર ઉતારે
હરી હળવે હળવે હંકારે,
મારું ગાડું ભરેલ ભારે …

કાયાની કોઠીમાં કૂડાં
કરતુંક ઘાસ ભરેલા છે
કોઈની આંતરડી બાળે એવા
અવગુણ ઉર ઉભરેલા છે
કઈ કંકરને કુસુમ કાંટાને પેટનું પાપ પોકારે
હરી હળવે હળવે હંકારે,
મારું ગાડું ભરેલ ભારે …

દેવની ડેલી દૂર નથી કાંઈ
કરણી કરેલ કઈ છે
અને વધ્યું ઘટયું કાંઈ પુણ્ય કરેલ હોય તો
પંડને કાજે દઈ દે
એ સપના જેવી મૂડી નથી જે
આવે હારે હારે
હરી હળવે હળવે હંકારે,
મારું ગાડું ભરેલ ભારે …

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *