Monday, 23 December, 2024

Hari Tu Gadu Maru Kya Lai Jay Lyrics in Gujarati

2445 Views
Share :

હરી તુ ગાડું મારું ક્યાં લઇ જાય કાંઇ ન જાણું

એ…ધરમ-કરમના જોડ્યા બળદીયા
ધીરજની લગામ તાણું કાંઇ ન જાણું
હરી તુ ગાડું મારું ક્યાં લઇ જાય કાંઇ ન જાણું
હરી તુ ગાડું મારું ક્યાં લઇ જાય કાંઇ ન જાણું…

સુખ ને દુ:ખના પૈડા ઉપર ગાડું ચાલ્યું જાય

કદી ઉગે આશાનો સુરજ કદી અંધારુ થાય
હે…મારી મુજને ખબર નથી કંઇ ક્યાં મારું ઠેકાણુ કાંઇ ન જાણું
હરી તુ ગાડું મારું ક્યાં લઇ જાય કાંઇ ન જાણું
કાંઇ ન જાણું રે કાંઇ ન જાણું રે કાંઇ ન જાણું રે
હરી તુ ગાડું મારું ક્યાં લઇ જાય કાંઇ ન જાણું
હરી તુ ગાડું મારું ક્યાં લઇ જાય કાંઇ ન જાણું…

પાપણ પટારે સપના સંઘર્યા
મનની સાંકળ વાસી રે ઉપર મનની સાંકળ વાસી
ઓ…પાપણ પટારે સપના સંઘર્યા
મનની સાંકળ વાસી રે ઉપર મનની સાંકળ વાસી
ડગર ડગરીયા આવે નગરીયા
ડગર ડગરીયા આવે નગરીયા ના આવે મારુ કાશી રે
હો…ના આવે મારુ કાશી
હે…ક્યારે વેરણ રાત વિતે ને ક્યારે વાયે વાણું કાંઇ ન જાણું
હરી તુ ગાડું મારું ક્યાં લઇ જાય કાંઇ ન જાણું
કાંઇ ન જાણું રે કાંઇ ન જાણું રે કાંઇ ન જાણું
હરી તુ ગાડું મારું ક્યાં લઇ જાય કાંઇ ન જાણું
હરી તુ ગાડું મારું ક્યાં લઇ જાય કાંઇ ન જાણું…

ક્યાંથી આવું ક્યાં જવાનું ક્યાં મારે રહેવાનુ
હો…ક્યાંથી આવું ક્યાં જવાનું ક્યાં મારે રહેવાનુ
અગમ નીગમ નો ખેલ અગોચર મનમાં મુંઝાવાનું
એ…હરતું ફરતું શરીર તો છે
પિંજરે એક પુરાણું, કાંઇ ન જાણું
હરી તુ ગાડું મારું ક્યાં લઇ જાય કાંઇ ન જાણું
કાંઇ ન જાણું રે કાંઇ ન જાણું રે કાંઇ ન જાણું
કાંઇ ન જાણું રે કાંઇ ન જાણું રે કાંઇ ન જાણું
કાંઇ ન જાણું રે કાંઇ ન જાણું રે હો કાંઇ ન જાણું
કાંઇ ન જાણું રે કાંઇ ન જાણું રે કાંઇ ન જાણું
કાંઇ ન જાણું રે હો કાંઇ ન જાણું….

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *