Thursday, 26 December, 2024

Hastu Rakho Mukh Lyrics in Gujarati

152 Views
Share :
Hastu Rakho Mukh Lyrics in Gujarati

Hastu Rakho Mukh Lyrics in Gujarati

152 Views

હા હાલાતથી હાર્યો હું મજબુરીનો માર્યો હું કોને કરું ફરિયાદ
હા મને આવશે ઘણી તમારી યાદ
કે હું જાણું તારી મજબુરી  કેમ રાખે તું દુરી દિલથી દુવા તને આજ
જાનુ જીવી લે તારો સંસાર

હા હસતું રાખો મુખ ના લાવો દિલમાં દુઃખ
હા હસતું રાખો મુખ ના લાવો દિલમાં દુઃખ
સાથ હતો એટલું આપણે ભેળા રે રહ્યા

હા ભલે વીતી જાય જુગ ના ભુલાશે તારું મુખ
સાથ હતું એટલું આપણે ભેળા રે રહ્યા
નથી કઈ વાંક તારો નથી કોઈ ગુનો મારો
આતો નસીબના ખેલ છે
હો આતો કિસ્મતના ખેલ છે

હા હસતું રાખો મુખ ના લાવો દિલમાં દુઃખ
સાથ હતો એટલું આપણે ભેળા રે રહ્યા
સાથ હતો એટલું આપણે ભેળા રે રહ્યા

જુદા થઈને જીવતા શીખવું રે પડશે
દુઃખ ઘણું થાશે આ આંખો પણ રડશે  
હા વાવડ તમારા અમે રોજ લેતા રહીશું
તમારી ખુશીમાં અમે જીવી લઈશું

હો અધુરી કહાણી આંખોમાં પાણી
આતો નસીબના ખેલ છે
અરે વાલી આતો કિસ્મતના ખેલ છે

હા ના દિલમાં લાવો દુઃખ હસતું રાખો મુખ
સાથ હતો એટલું આપણે ભેળા રે રહ્યા
કિસ્મતમાં હતું એટલું આપણે ભેળા રે રહ્યા

હો કાલીઘેલી વાતો તારી યાદ બહુ આવશે
તારા જેવો પ્રેમ મને ક્યાંય ના રે મળશે
હા હા હો દુઃખ મારા દિલનું ના કોઈને સમજાશે
તારા જેવું વાલી મને કોણ રે સમજશે
જુદાઈ મળી મારી પ્રીત અધુરી
હા આતો નસીબના ખેલ છે
ગાંડી મારી આતો કિસ્મતના ખેલ છે

હા તમે જુવો જુગ-જુગ કદી ના પડે દુઃખ
રોમ મારો સદા રાખે હસતું તારું મુખ
વાલી સાથ હતો એટલું આપણે ભેળા રે રહ્યા
કે લેખ પ્રમાણે હવે જુદા રે થયા

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *