Have Hu Tara Thi Kantalo Lyrics in Gujarati
By-Gujju01-06-2023

Have Hu Tara Thi Kantalo Lyrics in Gujarati
By Gujju01-06-2023
હે સિધ્ધપુર ના મેળે મને બંગડીયું લઇ આલ રે
મારે બંગડીયું જોવે છે
હે મારી જોડે નથી પૈસા ખાલી કરાવે મારા ખિસ્સા
મારી જાનુ લોહી પી જી
હે મને સેન્ડલ રે લઇ આલ રે મને પેન્ડલ રે લઇ આલ રે
મને સેન્ડલ રે લઇ આલ રે મને પેન્ડલ રે લઇ આલ રે
મારી મંદી ની સીઝન ચાલે એનો ખર્ચો મોંઘો પડે
મારી જાનુ લોહી પી જી
એ સિધ્ધપુર ના મેળે મને બંગડીયું લઇ આલ રે
મારે બંગડીયું જોવે છે
હે મારી જોડે નથી પૈસા ખાલી કરાવે મારા ખિસ્સા
મારી જાનુ લોહી પી જી
એ પાટણ ની બજારથી મને પટોળું લઇ આલો હા
પટોળું લઇ આલો ચણીયા ચોળી પણ લઇ આલો
હો… હો… હો… બજાર આખું ફર્યો ચણીયા ચોળી ગમી નઈ
કપડો ગમ્યો નઈ એતો મારૂ માથું ખઈ ગઈ
મારે આઈ ફોન જોવે છે મારે એકટીવા લેવું છે
મારે આઈ ફોન જોવે છે મારે એકટીવા લેવું છે
હે લાખ રૂપિયાનો આઈ ફોન હું પૈસા ચોથી લાવું રે
મારી જાનુ લોહી પી જી
એ બેંગલુર ની હાડીઓ મને મોંઘી તું લઇ આલ રે
મારે હાડીઓ જોવે છે
હે મારી જોડે નથી પૈસા ખાલી કરાવે મારા ખિસ્સા
મારી જાનુ લોહી પી જી
મારી જાનુડી લોહી પી જી
એ પાટણ ની બજાર માં મન પકોડી ખવડાવો
પકોડી ખવડાવો મન દાબેલી ખવડાવો
હો… જાનુ મારી જાનુ મારી શોખીન ઘણી ભાળે એ માંગે
નાના રે છોકરા ની જેમ જીદ રે કરે
એ હું તારા થી કંટાર્યો તારો ખર્ચો મોંઘો પડયો
હું તારા થી કંટાર્યો તારો ખર્ચો મોંઘો પડયો
હે મને અમદાવાદ લઇજા મારે રિવરફ્રન્ટ જોવું છે
મારે કાંકરિયા જોવું છે
હે નથી કરોડપતિ નો દીકરો જાનુ તમે હવે સુધરો
ખોટું લોહી મારૂ ના પીવો
હે મારી જોડે નથી પૈસા ખાલી ખીજા મારા થઇ જ્યાં
મારી જાનુ લોહી પી જી
મારી લાડુ લોહી પી જી