Sunday, 22 December, 2024

He Jag Janani He Jagdamba Lyrics in Gujarati

1312 Views
Share :
He Jag Janani He Jagdamba Lyrics in Gujarati

He Jag Janani He Jagdamba Lyrics in Gujarati

1312 Views

હે જગ જનની હે જગદંબા માત ભવાની શરણે લેજે
આદ્યશક્તિ માં આદિ અનાદી અરજી અંબા ઉરમાં ધરજે
હે જગ જનની હે જગદંબા હે જગ જનની હે જગદંબા

હોઈ ભલે દુઃખ મેરૂ સરીખુ રંજ એનો ના થાવા દેજે
રાજ સરીખું દુઃખ જોઈ બીજાનું  રોવાના બે આંસુ દેજે
હે જગ જનની હે જગદંબા હે જગ જનની હે જગદંબા

આત્મા કોઈનો આનંદ પામેતો ભલે સંતાપી લે મુજ આતમને
આનંદ એનો અખંડ રહેજો કંટક દે મને પુષ્પો તેને
હે જગ જનની હે જગદંબા હે જગ જનની હે જગદંબા

ધૂપ બનું હું સુગંધ તું લેજે રાખ બનીને ઉડી જાવા દેજે
બળું ભલે બાળુ નહિ કોઈને જીવન મારૂ સુગંધિત કરજે
હે જગ જનની હે જગદંબા હે જગ જનની હે જગદંબા

કોઈના તીર નું નિશાન બનીને  દિલ મારૂ વીંધાવા દેજે
ઘા સહી લઉં ઘા કરું નહી કોઈને એવી અંબા શક્તિ દેજે
હે જગ જનની હે જગદંબા હે જગ જનની હે જગદંબા

અમૃત મળે કે ના મળે મુજને આશિષ અમૃતમઇ  તું દે જે
ઝેર જીવન ના હું પી જાણું  પચાવવા ની મને  શક્તિ દેજે
હે જગ જનની હે જગદંબા હે જગ જનની હે જગદંબા

શક્તિ દેજે  માં ભક્તિ દેજે  દુનીયા ના દુઃખડાસહેવા દેજે
શાંતિ દુર્લભ કેય તારા શરણે માં મને તું ખોળે લેજે
હે જગ જનની હે જગદંબા હે જગ જનની હે જગદંબા
માત ભવાની શરણે લેજે  માત ભવાની શરણે લેજે
હે જગ જનની હે જગદંબા હે જગ જનની હે જગદંબા
હે જગ જનની હે જગદંબા હે જગ જનની હે જગદંબા

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *