Sunday, 22 December, 2024

He Mara Ghat Ma Birajta Shrinathji Lyrics – Hemant Chauhan

159 Views
Share :

હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી

મારુ મનડું છે ગોકુળ વનરાવન
મારુ મનડું છે ગોકુળ વનરાવન
મારા તનના આંગિણયાંમાં તુલસીના વન
મારા પ્રાણ જીવન
હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી
હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી…

મારા આતમના આંગણે શ્રીમહાપ્રભુજી
મારા આતમના આંગણે શ્રીમહાપ્રભુજી
મારી આંખો દીસે ગિરધારી રે ધણી
મારી આંખો દીસે ગિરધારી રે ધણી
મારુ તન મન ગયું છે જેને વારી રે વારી
હે મારા શ્યામ મોરારિ
મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી
મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી…

હે મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા
હે મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા
નિત્ય કરતા શ્રીનાથજી ને કાલા રે વાલા
નિત્ય કરતા શ્રીનાથજી ને કાલા રે વાલા
મે તો વલ્લભ પ્રભુજી ના કીધાં છે દર્શન
મારું મોહી લીધું મન
હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી
હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી…

હું તો નિત્ય વિઠ્ઠલવર ની સેવા રે કરું
હું તો નિત્ય વિઠ્ઠલવર ની સેવા રે કરું
હું તો આઠે સમા કેરી ઝાંખી રે કરું
હું તો આઠે સમા કેરી ઝાંખી રે કરું
મેં તો ચિતડું શ્રીનાથજી ને ચરણે ધર્યું
જીવન સફળ કર્યું
મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી
હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી…

મેં તો ભક્તિ મારગ કેરો સંગ રે સાધ્યો
મેં તો પુષ્ટિ રે મારગ કેરો સંગ રે સાધ્યો
મને ધોળ કિર્તન કેરો રંગ રે લાગ્યો
મને ધોળ કિર્તન કેરો રંગ રે લાગ્યો
મેં તો લાલાની લાલી કેરો નંગ રે માંગ્યો
હીરલો હાથ લાગ્યો
મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી
મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી…

મારી અંત સમય કેરી સુણો રે અરજી
મારી અંત સમય કેરી સુણો રે અરજી
લે જો શ્રીજીબાવા શરણોમાં દયા રે કરી
લે જો શ્રીજીબાવા શરણોમાં દયા રે કરી
મને તેડાં રે યમ કેરાં કદી ન આવે
મારો નાથ તેડાવે

મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી
મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી
મારુ મનડું છે ગોકુળ વનરાવન
મારુ મનડું છે ગોકુળ વનરાવન
મારા તનના આંગિણયાંમાં તુલસીના વન
મારા પ્રાણ જીવન…

હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી
હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી
હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી
મહાપ્રભુજી મહાપ્રભુજી મહાપ્રભુજી મહાપ્રભુજી
મહાપ્રભુજી મહાપ્રભુજી મહાપ્રભુજી મહાપ્રભુજી….

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *