Sunday, 22 December, 2024

He Nava Vevai Ne Mandve Lyrics in Gujarati

161 Views
Share :
He Nava Vevai Ne Mandve Lyrics in Gujarati

He Nava Vevai Ne Mandve Lyrics in Gujarati

161 Views

એ નવા વેવાઈ ને માંડવે એક જોયો વાંઢો વેવલો
વેવલો તો હરતું ફરતું ઢોર વાંઢો વેવલો
એ નવા વેવાઈ ને માંડવે એક જોયો વાંઢો વેવલો
વેવલો તો હરતું ફરતું ઢોર વાંઢો વેવલો

એનું પૂંછડું જાલી પકડો રે
ગાંડો છે એ ગાંડો છે
એનું શીંઘરું જાલી ગસડો રે
ગાંડો છે એ ગાંડો છે

આ છોળો છે કે છોરી કે પછી પેલો વાંઢો વેવલો
વેવલો તો હરતું ફરતું ઢોર વાંઢો વેવલો
આ છોળો છે કે છોરી કે પછી પેલો વાંઢો વેવલો
વેવલો તો હરતું ફરતું ઢોર વાંઢો વેવલો

હે નવી વેવાઈ ની જાન ma એક જોઈ વાંઢી વેવલી
વેવલી તો વણઠું વણઠું થાય વાંઢી વેવલી
હે નવી વેવાઈ ની જાન ma એક જોઈ વાંઢી વેવલી
વેવલી તો વણઠું વણઠું થાય વાંઢી વેવલી

એને પૈણ ચડ્યું કોઈ પરણાવો
ગાંડી છે ગાંડી છે
એને અવળા આંટે ઘરકાવો
બાડી છે બાડી છે

તો ડુંગરે થી મેલ્યો લેટર ધરતી વાંઢી વેવલી
વેવલી વણઠું વણઠું થાય વાંઢી વેવલી
ડુંગરે થી મેલ્યો લેટર ધરતી વાંઢી વેવલી
વેવલી તો વણઠું વણઠું થાય વાંઢી વેવલી

હે બાવર જેવા વેવાયું ને બીજી વાત્યો થાય નહિ
એકી બેકી ટાંટિયા પણ પાવર નો પાર નહિ
એકી બેકી ટાંટિયા પણ પાવર નો પાર નહિ

હે મરચા જેવી વેવાનું ની મોળી વાત્યો થાય નહિ
માગ્યા પહેરે ઘાઘરા પણ પટારા નો પાર નહિ
માગ્યા પહેરે ઘાઘરા પણ પટારા નો પાર નહિ

ભાભી ના ભાઈ ને ચડી ગ્યો આફળો
ભાભી ના ભાઈ ને ચડી ગ્યો આફળો
હે નવ નવ રાત નો થયો ઉજાગરો
નવ નવ રાત નો થયો ઉજાગરો
હે કેને અલી કેમ એને ચડ્યો રે આફળો
હે કેને અલી કેમ એને ચડ્યો રે આફળો

હે એતો ગધેડા ચારવા નીકળ્યો તો
હે એતો ગધેડા ચારવા નીકળ્યો તો
એના દશ શેર દૂધ એ પી ગ્યો તો
એના દશ શેર દૂધ એ પી ગ્યો તો
કોઈ ખોર આપો..કોઈ ખોર આપો
હે કોઈ ખોર આપો..કોઈ ખોર આપો
ઉપર એક શેર એરંડિયું પીવડાવો

બનેવી ને બેન ને હાલ્યો હરકવા
બનેવી ને બેન ને હાલ્યો હરકવા
એ વેહ વેહ કરતી એ દોડે કરડવા
વેહ વેહ કરતી એ દોડે કરડવા
કેને અલ્યા કેમ એને હાલ્યો હરકવા

હો એતો ચુડ્લી વેચવા નીકળી તી
એતોચુડ્લી વેચવા નીકળી તી
હો એને કારીયા કુતરે કરડી તી
કારીયા કુતરે કરડી તી
એના હાથ જાલો
એના પગ જાલો
હો એને ફરી વાર કુતડો કરડાવો

ભાભી ના ભાઈ ને ચડી ગ્યો આફળો
બનેવી ને બેન હાલ્યો હરકવા

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *