હેંગ અને ધીમા પડેલા smartphone ને આ ટીપ્સ ની મદદથી કરો સુપરફાસ્ટ
By-Gujju02-01-2024
હેંગ અને ધીમા પડેલા smartphone ને આ ટીપ્સ ની મદદથી કરો સુપરફાસ્ટ
By Gujju02-01-2024
જો તમારો ફોન જુનો હશે તો આ હેંગ થવાની સમસ્યા તમને ખુબ જ થતી હશે. તેની પાછળ ઘણા કારણો હોઈ શકે છે. જો ફોન ક્યારેક-ક્યારેક હેંગ થઈ જાય તો તેને સ્વીચ ઓફ કરીને ફરી ચાલુ કરવો જોઈએ. પરંતુ જો આ સમસ્યા દરરોજ થાય છે, તો તમારે અન્ય પગલાં લેવાની જરૂર છે. આજે અમે તમને સ્માર્ટફોન હેંગ થવાના 3 મોટા કારણો અને તેની સ્પીડ વધારવાની રીતો જણાવીશું.
ફોનને વધુ ચાર્જ કરવાનું ટાળો-
મોટાભાગના લોકો ફોનને ચાર્જિંગ પર મૂકીને ભૂલી જાય છે. સતત ચાર્જિંગને કારણે ફોન વધુ ગરમ થઈ જાય છે, જેના કારણે તેનું મધર બોર્ડને નુકશાન થાય છે. મધર બોર્ડની અસરને કારણે ફોન હેંગ થવા લાગે છે એટલે કે તેની સ્પીડ ઘટી જાય છે. ત્યારે તમે ફોન ચાર્જ થયા પછી તરત જ ચાર્જિંગમાંથી કાઢી લો.
ફોનના RAMની ક્ષમતા ચકાસી લો-
ફોન કેટલી ઝડપથી ચાલી શકે છે તે તેની રેમ પર ઘણી હદ સુધી આધાર રાખે છે. મોટા ભાગના લોકો તેમના ફોનની રેમ ચેક કર્યા વગર જ હાઈ ગ્રાફિક્સ ગેમ રમવાનું શરૂ કરી દે છે. આવી સ્થિતિમાં ફોન આપોઆપ હેંગ થવા લાગે છે. આ પરિસ્થિતિથી છુટકારો મેળવવા માટે તમારે અત્યારે જ તમારા ફોનમાંથી બિનજરૂરી એપ્સને કાઢી નાખવી પડશે. જો તમે આવી નકામી એપ્સ કાઢી નાંખશો, તો ફોન ઝડપથી કામ કરવા લાગશે.
સ્ટોરેજની ક્ષમતાનું પણ ધ્યાન રાખો-
દરેક સ્માર્ટફોનની સ્ટોરેજ ક્ષમતા અલગ-અલગ હોય છે. જો આપણે આપણા ફોનમાં વધુ વીડિયો, ફોટો અને અન્ય ડોક્યુમેન્ટ્સ સ્ટોર કરવાનું શરૂ કરીએ તો તેની સ્પીડ ઘણી ઓછી થઈ જાય છે. તેથી તમારા ફોનમાં કેટલી સ્ટોરેજ છે તેના પર ધ્યાન આપો. જો તમે આને ધ્યાનમાં રાખશો તો તમારો ફોન આપોઆપ હાઈ સ્પીડ પર ચાલશે.