Wednesday, 15 January, 2025

Hey Manav Vishwas Kari Le Lyrics – Hemant Chauhan

3365 Views
Share :

હે માનવ વિશ્વાસ કરી લે સમય બની સમજાવું છું

આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરીને હું આવું છું
આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરી હું આવું છું
હે માનવ વિશ્વાસ કરી લે

વિશ્વ ચરાચર ઉપવન મારું પાણી હું પીવડાવું છું

પણ સ્વાર્થ ઘેલાની દ્રષ્ટિમાં
પણ સ્વાર્થ ઘેલાની દ્રષ્ટિમાં આમ છતાં ક્યાં આવું છું
હે માનવ વિશ્વાસ કરી લે સમય બની સમજાવું છું
આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરી હું આવું છું
હે માનવ વિશ્વાસ કરી લે…

એ ભિક્ષુક વેશ ધરું છું ત્યારે ઘર ઘર હાથ લંબાવું છું
ભિક્ષુક વેશ ધરું છું ત્યારે ઘર ઘર હાથ લંબાવું છું
માફ કરો એ શબ્દ સાંભળી
માફ કરો એ શબ્દ સાંભળી પારાવાર પછતાવું છું
હે માનવ વિશ્વાસ કરી લે સમય બની સમજાવું છું
આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરી હું આવું છું
હે માનવ વિશ્વાસ કરી લે

શ્રીમંતોનું સુખ સરાહી આંગણ જોવા આવું છું

રજા સિવાય અંદર ન આવો
અરે રજા સિવાય અંદર ન આવો વાંચીને વયો જાવું છું
હે માનવ વિશ્વાસ કરી લે સમય બની સમજાવું છું
આ દુનિયામાં ઈચ્છાથ…

દિન દુઃખિત પર નફરત દેખી નીત આંસુડે નાઉ છું

સંતો ભક્તો ના અપમાનો
સંતો ભક્તો ના અપમાનો જોઈ અને અકળાવું છું
હે માનવ વિશ્વાસ કરી લે સમય બની સમજાવું છું
આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરી હું આવું છું
હે માનવ વિશ્વાસ કરી લે…

ઓળખનારા ક્યાં છે આજે દંભી થી દુભાવું છું
ઓળખનારા
ઓળખનારા ક્યાં છે આજે દંભી થી દુભાવું છું
આપ કવિની ઝુપડીએ હું
આપ કવિની ઝુપડીએ હું રામબની રહી જાવું છું
હે માનવ વિશ્વાસ કરી લે
હે માનવ વિશ્વાસ કરી લે સમય બની સમજાવું છું
આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરી હું આવું છું
હે માનવ વિશ્વાસ કરી લે સમય બની સમજાવું છું
આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરી હું આવું છું
હે માનવ વિશ્વાસ કરી લે
હે માનવ વિશ્વાસ કરી લે
હે માનવ વિશ્વાસ કરી લે….

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *