Sunday, 22 December, 2024

Himalaya and Mena send off Uma

133 Views
Share :
Himalaya and Mena send off Uma

Himalaya and Mena send off Uma

133 Views

हिमालय और मेना द्वारा कन्याविदाय
 
(चौपाई)
बहु बिधि संभु सास समुझाई । गवनी भवन चरन सिरु नाई ॥
जननीं उमा बोलि तब लीन्ही । लै उछंग सुंदर सिख दीन्ही ॥१॥
 
करेहु सदा संकर पद पूजा । नारिधरमु पति देउ न दूजा ॥
बचन कहत भरे लोचन बारी । बहुरि लाइ उर लीन्हि कुमारी ॥२॥
 
कत बिधि सृजीं नारि जग माहीं । पराधीन सपनेहुँ सुखु नाहीं ॥
भै अति प्रेम बिकल महतारी । धीरजु कीन्ह कुसमय बिचारी ॥३॥
 
पुनि पुनि मिलति परति गहि चरना । परम प्रेम कछु जाइ न बरना ॥
सब नारिन्ह मिलि भेटि भवानी । जाइ जननि उर पुनि लपटानी ॥४॥
 
(छंद)
जननिहि बहुरि मिलि चली उचित असीस सब काहूँ दईं ।
फिरि फिरि बिलोकति मातु तन तब सखीं लै सिव पहिं गई ॥
जाचक सकल संतोषि संकरु उमा सहित भवन चले ।
सब अमर हरषे सुमन बरषि निसान नभ बाजे भले ॥
 
(दोहा)
चले संग हिमवंतु तब पहुँचावन अति हेतु ।
बिबिध भाँति परितोषु करि बिदा कीन्ह बृषकेतु ॥ १०२ ॥
 
હિમાલય અને મેના ઉમાને વિદાય આપે છે
 
(દોહરો)       
મેનાને સમજાવતાં મનમાં શાંતિ થઇ,
ઢાળી મસ્તક ચરણમાં અંતે ઘેર ગઇ.
 
બેસાડી અંકે પછી પ્રેમે જનનીએ
શીખ સુપુત્રીને ધરી પોતાની રીતે.
*
કરજે રોજ શંકરપદપૂજા, નારીધર્મ પતિ દેવ ના દૂજા;
વદતાં વચનો આવ્યું નયને વારિ, આપ્યું આલિંગન પુત્રીને ભારી.
 
શાને વિધિએ સરજી સ્ત્રીને જગમાં, પરાધીનને સ્વપ્નેય સુખ ના;
બની પ્રેમે વ્યાકુળ માતા ન્યારી, ધારી ધીરજ કુસમય વિચારી.
 
ભેટે પગને પકડે વારંવાર પડે, સ્નેહનો શે કહું સાર;
મળી સઘળી નારીને ભવાની પડી લપટી જનની નિજ જાણી.
 
(છંદ)
ચાલી મળીને માતને આશિષ તદા સહુએ ધરી,
માતા તરફ જોતી ઉમા શિવને સખી સાથે મળી;
યાચક સકળ સંતોષતાં શિવ ઉમાસહિત ભવન ગયાં,
સુર સુમન વરસ્યા, ગગનમાં વાદ્યો વિભિન્ન બજી રહ્યાં.
 
(દોહરો)       
હિમગિરિ પણ ચાલ્યા સુખે વળાવવા સપ્રેમ;
વિદાય આપી શંકરે સંતોષી નિજ જેમ.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *