Tuesday, 10 September, 2024

Himalaya offer valuables to Uma

110 Views
Share :
Himalaya offer valuables to Uma

Himalaya offer valuables to Uma

110 Views

हिमालय द्वारा उमा को दहेज अर्पण
 
(चौपाई)
जसि बिबाह कै बिधि श्रुति गाई । महामुनिन्ह सो सब करवाई ॥
गहि गिरीस कुस कन्या पानी । भवहि समरपीं जानि भवानी ॥१॥
 
पानिग्रहन जब कीन्ह महेसा । हिंयँ हरषे तब सकल सुरेसा ॥
बेद मंत्र मुनिबर उच्चरहीं । जय जय जय संकर सुर करहीं ॥२॥
 
बाजहिं बाजन बिबिध बिधाना । सुमनबृष्टि नभ भै बिधि नाना ॥
हर गिरिजा कर भयउ बिबाहू । सकल भुवन भरि रहा उछाहू ॥३॥
 
दासीं दास तुरग रथ नागा । धेनु बसन मनि बस्तु बिभागा ॥
अन्न कनकभाजन भरि जाना । दाइज दीन्ह न जाइ बखाना ॥४॥
 
(छंद)
दाइज दियो बहु भाँति पुनि कर जोरि हिमभूधर कह्यो ।
का देउँ पूरनकाम संकर चरन पंकज गहि रह्यो ॥
सिवँ कृपासागर ससुर कर संतोषु सब भाँतिहिं कियो ।
पुनि गहे पद पाथोज मयनाँ प्रेम परिपूरन हियो ॥
 
(दोहा)
नाथ उमा मन प्रान सम गृहकिंकरी करेहु ।
छमेहु सकल अपराध अब होइ प्रसन्न बरु देहु ॥ १०१ ॥
 
હિમાલય ઉમાને દહેજમાં વિવિધ વસ્તુઓ આપે છે
 
(દોહરો)       
વિવાહવિધિ વેદે કહી કરી મહામુનિએ,
કુશકન્યાકરને ગ્રહી સત્વર હિમગિરિએ
શંકરને અર્પણ કરી પછી ભવાનીને.
*
પાણિગ્રહણને કરતા મહેશ પેખી હરખાયા સકળ સુરેશ;
થયો વેદમંત્રનો ઉચ્ચાર, સુરે શિવનો કર્યો જયકાર.
 
વાગ્યાં વાજાં વિવિધ પ્રકાર, થઇ સુમનની વૃત્તિ રસાળ;
થયો શિવપાર્વતીનો વિવાહ, વ્યાપ્યો સકળ જગતમાં ઉત્સાહ.
 
દાસી દાસ તુરગ રથ નાગ ધેનુ વસન મણિ વસ્તુ વિભાગ,
અન્ન કનક વાસણ ભરી ગાડાં આપ્યાં, જાય ના કેમે વખાણ્યાં.
 
(છંદ)
અર્પી દહેજ વિવિધ હિમાલય હાથ જોડીને વદ્યો
શિવ પૂર્ણકામ, દઇ શકું શું, પદકમળ પકડી રહ્યો;
સંતોષ આપ્યો શ્વસુરને સંપૂર્ણ કરુણાસાગરે,
શિવનાં ચરણકમળો ગ્રહી મેના રહી છેવટ રસે.
 
(દોહરો)       
ઉમા પ્રાણપ્રિય છે મને; દાસી નાથ કરો,
ક્ષમા કરી અપરાધ સૌ વરને હવે ધરો.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *