સુરત હિરા બુર્સના ચેરમેનપદેથી વલ્લભભાઇ લખાણીનું રાજીનામું
By-Gujju22-03-2024
296 Views

સુરત હિરા બુર્સના ચેરમેનપદેથી વલ્લભભાઇ લખાણીનું રાજીનામું
By Gujju22-03-2024
296 Views
હિરા બુર્સનું સંચાલન હવે રાજયસભાના સાંસદ ગોવિંદભાઇ ધોળકીયા સંભાળશે
સુરત હિરા બુર્સના સંચાલનનો વિવાદ વધુ વકર્યો છે. દરમિયાન હિરા બુર્સના ચેરમેનપદેથી વલ્લભભાઇ લખાણીએ રાજીનામુ આપી દેતા ખળભળાટ મચી જવા પામ્યો. હિરા બુર્સનું સંચાલન હવે રાજયસભાના નવનિયુકત સાંસદ ગોવિંદભાઇ ધોળકીયા સંભાળશે.
વિશ્વભરમાં ડાયમંડ ઉઘોગ માટે સુરતનું અનેક અલગ જ મહત્વ રહેલું છે. હિરા ઉઘોગ માટે સુરતને હાર્દ માનવામાં આવે છે. છેલ્લા ઘણા સમયથી હિરા બુર્સના સંચાલનને લઇ વિવાદ ચાલી રહ્યો છે. આક્ષેપો થઇ રહ્યા છે. જેના પગલે આજે સુરત હિરા બુર્સના ચેરમેનપદેથી વલ્લભભાઇ લખાણીએ રાજીનામું આપી દીધું છે તેઓ કિરણ જેમ્સના માલીક છે તેઓના રાજીનામા બાદ હવે રાજયસભાના નવ નિયુકત સાંસદ ગોવિંદભાઇ ધોળકીયા સંભાળશે તેઓની સાથે લાલજીભાઇ પટેલ પણ સંચાલન સંભાળશે.