હોળી ક્યારે છે? જાણો હોળી-ધુળેટીની તારીખ અને મુહૂર્ત
By-Gujju05-02-2024
હોળી ક્યારે છે? જાણો હોળી-ધુળેટીની તારીખ અને મુહૂર્ત
By Gujju05-02-2024
હિન્દુ ધર્મમાં હોળીનો તહેવાર વિશેષ ધાર્મિક મહત્વ ધરાવે છે. હોળી એવો તહેવાર છે, જેમાં વેર, મનમોટાવ દ્વેષ મટાડીને લોકો એક બીજાને ગળે લગાવે છે.
આ બે દિવસનો તહેવાર છે, જેમાં હોળીની રાત્રે હોલિકા દહન કરવામાં આવે છે. જેના બીજા દિવસે ધુળેટીના દિવસે લોકો રંગોથી રમે છે. હોળી સોહાર્દ, પ્રેમ અને ભાઇચારોનો સંદેશ દેવાવાળા તહેવાર છે, તો હોલિકા દહનને અસત્ય પર સત્યનો વિજયનું પ્રતિક માનવામાં આવે છે.
પ્રહલાદ અને હિરણ્યકશ્યપનો પ્રસંગ હોલિકા દહન સાથે જોડાયેલી છે. એવું કહેવાય છે કે, હિરણ્યકશ્યપે તેની બહેન હોલિકાને અગ્નિથી બળી ન જવાનું વરદાન આપ્યું હતું, તેને વિષ્ણુ ભક્ત પ્રહલાદ સાથે તેના ખોળામાં બેસવા કહ્યું, જેમાં પ્રહલાદનું મૃત્યુ ન થયું, પરંતુ હોલિકા બળીને રાખ થઈ ગઈ હતી.
આ કારણે દર વર્ષે હોલિકા દહન કરવામાં આવે છે. આ અહેવાલમાં જાણીશું કે, આ વર્ષે હોલિકા દહન ક્યારે થશે અને કયા દિવસે હોળી રમાશે.
હોલિકા દહનનો શુભ સમય – કેલેન્ડર મુજબ, હોલિકા દહન ફાગણ પૂર્ણિમાના દિવસે કરવામાં આવે છે, અને હોળી બીજા દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે ફાગણ પૂર્ણિમા 24 માર્ચની સવારે 9:54 કલાકે શરૂ થશે, અને આ તારીખ બીજા દિવસે એટલે કે 25 માર્ચે બપોરે 12:29 કલાકે સમાપ્ત થશે.
આ વર્ષે 24 માર્ચ, રવિવારે હોલિકા દહન કરવામાં આવશે. હોલિકા દહનનો શુભ સમય બપોરે 11:13 થી 12:27 સુધીનો છે. આ દરમિયાન હોલિકા દહન પણ કરી શકાય છે. 25 માર્ચ, સોમવારના રોજ હોળીની ઉજવણી કરવામાં આવશે.
હોલિકા દહનની રીત – પરંપરા અનુસાર હોલિકા દહન પહેલા સ્નાન કરવામાં આવે છે. હોલિકા દહન માટે હોલિકા અને પ્રહલાદની મૂર્તિઓ પણ ગાયના છાણમાંથી બનાવવામાં આવે છે. લાકડા અને લાકડીઓ ભેગી કરીને શેરીના ખૂણામાં અથવા ખાલી ખેતરમાં રાખવામાં આવે છે અને રાત્રે તેને બાળી નાખવામાં આવે છે.
હોલિકા દહનની પૂજામાં રોલી, ફૂલની માળા, કાચો દોરો, આખી હળદર, મગ, નારિયેળ અને ઓછામાં ઓછા 5 પ્રકારના અનાજનો સમાવેશ કરવામાં આવે છે.