હું રોઈ રોઈ અખિયાં રાતી કરું
By-Gujju13-05-2023
260 Views
હું રોઈ રોઈ અખિયાં રાતી કરું
By Gujju13-05-2023
260 Views
હું રોઈ રોઈ અખિયાં રાતી કરું,
રાતી કરું, ગીત ગાતી ફરું … હું રોઈ રોઈ.
અન્ય કોઈ મારી નજરે ન આવે,
વર તો એક ગિરિધારી વરું … હું રોઈ રોઈ.
સેવા ને સ્મરણ એનું જ નિશદિન,
હૃદયકમળમાં ધ્યાન ધરું … હું રોઈ રોઈ.
મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર,
ગંગા-જમનામાં ન્હાતી ફરું … હું રોઈ રોઈ.
– મીરાંબાઈ