હું તો ગિરિધરને મન ભાવી
By-Gujju13-05-2023
296 Views
હું તો ગિરિધરને મન ભાવી
By Gujju13-05-2023
296 Views
રાણાજી, હું તો ગિરિધરને મન ભાવી.
પૂર્વ જન્મની હું વ્રજતણી ગોપી,
ચૂક થતાં અહીં આવી રે … રાણાજી હું.
જન્મ લીધો નૃપ જયમલ ઘેરે,
તમ સંગે પરણાવી રે … રાણાજી હું.
ગિરિધર નામ હું તો ઘડી નવ છોડું,
ઝેર દઈ નાખે મરાવી રે … રાણાજી હું.
મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર !
હરિસંગે લગની લગાવી રે … રાણાજી હું.
– મીરાંબાઈ