હું તો પરણી પ્રીતમની સંગાથ
By-Gujju13-05-2023
268 Views
હું તો પરણી પ્રીતમની સંગાથ
By Gujju13-05-2023
268 Views
હું તો પરણી પ્રીતમની સંગાથ, વહાલમજી.
બીજાનાં મીંઢળ નહીં રે બાંધુ … હું તો પરણી.
ચાર ચાર જુગની ચોતરીઓ ચિતરાવી રે વહાલમજી,
હું તો મંગળ વરતી છું બે ને ચાર … બીજાનાં મીંઢળ.
રાજસી ભોજન જમવાં નથી રે, વહાલમજી,
અમે પ્રેમના ટુકડા માગી ખાશું રે … બીજાનાં મીંઢળ.
મોતીની માળા કામ ન આવે રે વહાલમજી,
અમે તુલસીની માળા પહેરી રહીશું રે … બીજાનાં મીંઢળ.
હીર તણાં ચીર કામ ન આવે રે વહાલમજી,
અમે ભગવા પહેરીને નિત્ય ફરશું રે … બીજાનાં મીંઢળ.
બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર વહાલા,
હું તો પ્રભુને ભજીને થઈ છું ન્યાલ રે … બીજાનાં મીંઢળ.
– મીરાંબાઈ