આઈસ્ક્રીમ કોન બનાવવાની Recipe
By-Gujju07-02-2024
આઈસ્ક્રીમ કોન બનાવવાની Recipe
By Gujju07-02-2024
નમસ્તે મિત્રો આજે આપણે આઈસક્રીમ કોન બનાવવાની રીત – Ice cream cone banavani rit શીખીશું. નાના હોય કે મોટા આઈસક્રીમ તો બધાને પસંદ આવતી હોય છે, ને એમાં જો આઈસક્રીમ કોન માં મળતી હોય તો તો ખાવા ની મજા ડબલ થઇ જાય. બજાર માં આજ કલ કોન તૈયાર મળતા હોય છે પણ આજ આપણે ઘરે તવી પર કોન બનાવવાની રીત શીખીએ તો ચાલો જાણીએ Ice cream cone recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
આઈસક્રીમ કોન બનાવવા જરૂરી સામગ્રી
- મેંદા નો લોટ ¾ કપ
- પીસેલી ખાંડ ½ કપ
- તેલ 2 ચમચી
- દૂધ ¼ કપ
- વેનીલા એસેન્સ ¼ ચમચી
- મીઠું 1-2 ચપટી
ગાર્નિશ માટે ની સામગ્રી
- પીગળેલ ચોકલેટ જરૂર મુજબ
- શેકેલ સીંગદાણા નો પાઉડર જરૂર મુજબ
આઈસક્રીમ કોન બનાવવાની રીત
આઈસક્રીમ કોન બનાવવા સૌપ્રથમ એક વાસણમાં પીસેલી ખાંડ લ્યો એમાં તેલ અને મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં દૂધ નાખી બરોબર ગાંઠા ન પડે એમ મિક્સ કરો હવે એમાં વેનીલા એસેન્સ નાખી મિક્સ કરી લ્યો
ત્યાર બાદ ખાંડ ઓગળે ત્યાં સુંધી હલાવી ને ખાંડ ને ઓગળી લ્યો ત્યાર બાદ એમાં મેંદા ના લોટ ને ચાળી ને નાખો ને ફરી ગાંઠા ન રહે એમ મિક્સ કરી લ્યો ને તૈયાર મિશ્રણ ને એક બાજુ મૂકો
હવે ગેસ પર એક નોન સ્ટીક તવી ગરમ કરવા મૂકો તવી ને મિડીયમ તાપે ગરમ કરી લ્યો ત્યાર બાદ ગેસ ને ધીમો કરી લ્યો ને જે સાઇઝ નો કોન બનાવો હોય એ પ્રમાણે નું મિશ્રણ નાખી ઢોસા જેમ ગોળ હોલ ફેરવી સાવ પાતળો ફેલાવી લ્યો
એક બાજુ થોડો બ્રાઉન થાય એટલે ઉથલાવી ને તવિથા થી દબાવી દબાવી ને બને બાજુ બ્રાઉન શેકી લ્યો ને ગરમ હોય ત્યારેજ કપડા ની મદદ થી ગોળ ફેરવી ને કોન નો આકાર આપી ઠંડો થાય ત્યાં સુંધી પકડી રાખો ઠંડો થાય એટલે કોન કડક થઈ જશે
આમ બધા જ કોન ને એક એક કરી ને બનાવી લ્યો ને બધા ને આકાર આપી ઠંડા કરી લ્યો ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને જ્યારે પણ મન થાય ત્યારે મજા લ્યો આઈસક્રીમ કોન.
જો તમે કોન નો ઉપયોગ તરત જ કરવા માંગતા હો તો પીગળેલા ચોકલેટમાં કોનનો આગળ નો ભાગ બોળી ને શેકેલ સીંગદાણા ના ભૂકા માં બોળી એમાં આઈસક્રીમ ભરી ને પણ મજા લઇ શકો છો આઈસક્રીમ કોન.