Friday, 19 April, 2024

જાન્યુઆરી માસના અગત્યના દિવસો 2024

350 Views
Share :
જાન્યુઆરી માસના અગત્યના દિવસો

જાન્યુઆરી માસના અગત્યના દિવસો 2024

350 Views

1 જાન્યુઆરી : ખ્રીસ્તી નવું વર્ષ

ગ્રેગોરીયન પંચાંગ અનુસાર વર્ષનો પહેલો દિવસ છે. જે ખ્રીસ્તી ધર્મ અનુસાર બેસતા વર્ષનો પ્રથમ નૂતન દિવસ છે. આ દિવસે લોકો પરસ્પરને મળીને શુભેચ્છાઓ પાઠવે છે. પોતાના જીવન માટે કાઇંક સારું અને નવું કરવાની શરૂઆત કરે છે.

1 જાન્યુઆરી : મહાદેવભાઇ દેસાઈનો જન્મ દિવસ

મહાદેવભાઇ દેસાઈને લોકો ગાંધીજીના અંતેવાસી તરીકે ઓળખે છે. તેમનો જન્મ સુરત જીલ્લાના સરસ ગામે 1 જાન્યુઆરી 1892 ના રોજ થયો હતો. અમદાવાદ વકીલાત છોડી ગાંધીજી સાથેજ તેમના અંગત સચિવ તરીકે સેવા આપવાનું પસંદ કર્યું. મહાદેવભાઇ ની ડાયરી નામના પુસ્તકમાં ગાંધીજી સાથે સત્યાગ્રહની વિગતોને લખીને ડાયરી ગુજરાતી સાહિત્યમાં સ્થાન પામી છે. કસ્તુરબા ગાંધી જ્યારે પુનાના આગાખાન મહેલમાં હતાં તે સમયે આગાખાન મહેલમાં જ મહાદેવભાઇ દેસાઈનું મૃત્યું થયું હતું.

3 જાન્યુઆરી સાવિત્રીબાઈ ફૂલેનો જન્મ દિવસ

ભારતમાં સ્ત્રી શિક્ષણનો પાયો નાખનાર પ્રથમ શિક્ષિકા અને અને પ્રખર સમાજ સેવિકા સાવિત્રીબાઈ ફૂલેનો જન્મ મહારાષ્ટ્રના સતારા જીલ્લાના નાયગાવ ખાતે 3 જાન્યુઆરી 1801 ના રોજ થયો હતો. તે વખતની પરિસ્થિતી માં સ્ત્રી ને શિક્ષણ લેવાની છૂટ ન હતી ત્યારે તેમણે મીશનરી સ્કૂલોમાં અભ્યાસ કરી મહારાષ્ટ્રમાં સ્ત્રી શિક્ષણ નો પાયો નાખ્યા. આ ઉપરાંત લીંગ અને જાતીના ભેદ સમાપ્ત કરી સેવા અનેક શાળાઓ, દવાખાનાં અને સમાજસેવાના ક્ષેત્રમાં જાણીતાં સાવિત્રીબાઈ ફૂલે જ્યોતિબા ફુલેના ધર્મ પત્ની છે. મરાઠી લેખકોમાં પણ અગ્રગણ્ય સ્થાન ધરાવે છે.

5 જાન્યુઆરી બારીન્દ્ર ઘોષનો જન્મ દિવસ

5 જાન્યુઆરી 1880માં જન્મેલા બારીન્દ્ર ઘોષ પાંડીચેરી આશ્રમના આધ્યાત્મિક દાર્શનિક શ્રી અરવિંદના નાના ભાઈ છે. બંગાળના ક્રાંતિકારીઓમાં મોખરાનું સ્થાન ધરાવતા શ્રી બારીન્દ્ર સ્વતંત્ર ભારત ની ચળવળના ક્રાંતિકારી નેતા હતા. ‘યુગાંતર’ બંગાળી સામાયિક શરૂ કરી યુવાનોને આઝાદીની ચળવળમાં સામેલ કર્યા. પ્રફુલ્લચાકી અને ખુદીરામ બોઝ ને કિંગ્સફોર્ડ ની હત્યાના પ્રયાસ માટે સજા થઈ ત્યારે બારીન્દ્ર ઘોષને પણ સજા થઈ પાછળથી તેમને આંદામાનની સેલ્યુલર જેલમાં મોકલવામાં આવેલા. પત્રકારત્વ ક્ષેત્ર પણ ઘણું કામ કર્યું છે. તેમને પાછલી જીદગીમાં શ્રી અરવિંદ દ્વારા અધ્યાત્મ તરફ વાળેલા. 18 એપ્રિલ 1959 માં બીમારીને લીધે અવસાન થયું.  

5 January : રાષ્ટ્રીય પક્ષી દિવસ ( National Bird Day )

5 જાન્યુઆરી દિવસને રાષ્ટ્રીય પક્ષી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પક્ષીઓ આપણા જીવનમાં અનોખુ સ્થાન ધરાવે છે. પક્ષીઓ આપણી ઇકો સીસ્ટમનો ભાગછે. વિશ્વમાં પક્ષીઓની 10000 કરતાં વધારે પ્રજાતિઓ છે. જેમાં કેટલાક પક્ષીઓ નામશેષ થઈ ગયાં છે. તો કેટલાય લુપ્ત થવાની કગાર પર છે. પક્ષીઓના રક્ષણ અને સંવર્ધન માટે આજનો દિવસ સૌ પક્ષી પ્રેમીઓ, અને પક્ષી વિદો માટે મહત્વનો છે.

9 જાન્યુઆરી 2023 પ્રવાસી ભારતીય દિવસ ( Pravasi Bharaty Divas )

9 મી જાન્યુઆરીના દિવસને  ભારત પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવે છે. ભારત થી દૂર વિશ્વના ખૂણે ખૂણે વસેલા બીન નિવાસી ભારતીયો દ્વારા  ભારત માટે સહભાગી થવાના તેમના અમૂલ્ય યોગદાન અને વિદેશની ધરતી ઉપર  ભારતનું ગૌરવ વધારવા બદલ પ્રવાસી ભારતીયોને એવોર્ડ આપી સન્માનીત કરવાના, તેમજ પરસ્પર ના સંપર્કને મજબૂત બનાવવાના આ કન્વેન્શન દિવસને પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ મહાત્મા ગાંધીની દક્ષિણ આફ્રિકા થી માદરે વતન ભારતમાં આવ્યા ની તારીખ 9 મી જાન્યુઆરી 1915 ના ઐતિહાસિક દિવસની યાદને પ્રવાસી ભારતીય દિવસ ની ઉજવણી માટે  નક્કી કરવામાં આવ્યો છે. વર્ષ 2003 માં તત્કાલીન વડાપ્રધાન ભારત રત્ન અટલબિહારી બાજપાઈ દ્વારા શરૂ કરવામાં આવી હતી. વર્ષ 2023 નું 17મું પ્રવાસી ભારતીય દિવસ કન્વેન્શન મધ્યપ્રદેશ  સરકારની સહ ભાગીદારી થી  ઈન્દોર મુકામે યોજવામાં આવ્યું હતું . જેમાં વિશ્વભરના 70 દેશો ના 3700 કરતાં વધુ બીન નિવાસી ભારતીયોએ ભાગ લીધો હતો .

January: સુંદરલાલ બહુગુણાનો જન્મ દિવસ

જાણીતા પર્યાવરણ વિદ, વૃક્ષપ્રેમી અને ચીપકો આંદોલનના પ્રણેતા નો જન્મ 09 જાન્યુઆરી 1927 ના રોજ ઉત્તરાખંડના મરોડા મુકામે થયો હતો. ગઢવાલના ટેહરી વિસ્તારમાં વૃક્ષો કપાતાં બચાવવા માટે કરવામાં આવેલા આંદોલનને ચીપકો આંદોલન કહે છે. સુંદરલાલ બહુગુણા ચીપકો આંદોલનને કારણે સમગ્ર વિશ્વમાં જાણીતા બન્યા હતા.

11 જાન્યુઆરી 2023 : લાલ બહાદુર શાસ્ત્રી ની પુણ્ય તિથી

 લાલબહાદુર શાસ્ત્રી નો જન્મ ઉત્તર પ્રદેશના મુગલસરાય માં 2 ઓક્ટોબર 1904 માં એક ગરીબ પરિવારમાં થયો કદમાં વામન છતાંય વિરાટ મનોબળ ધરાવતા લાલબહાદુર શાસ્ત્રી ત્રીજી લોકસભામાં સ્થાયી વડાપ્રધાન બન્યા હતા. નાનપણ થી જ આઝાદીની ચળવળમાં સ્વાતંત્ર્ય સેનાની તરીકે કામ કરી જેલવાસ પણ ભોગવ્યો હતો. ભારત રત્ન લાલબહાદુર સાસ્ત્રી એ ‘જય જવાન જય કિસાન’ નો નારો આપ્યો છે. પાકિસ્તાન સાથે યુધ્ધ વિરામ પર કરાર વખતે તાસ્કંદ ગયા ત્યારે તાસ્કંદ ખાતે 11 જાન્યુઆરી 1966 ના રોજ તેમનું અવસાન થયું હતું .

12 જાન્યુઆરી : રાષ્ટ્રીય યુવા દિવસ (National Youth Day)

12 મી જાન્યુઆરી ના દિવસને ભારત રાષ્ટ્રીય યુવા દિવસ YOTH DAY IN INDIA  તરીકે ઉજવે છે. આ દિવસ યુવાનોના આદર્શ અને પ્રેરણા સ્ત્રોત એવા દાર્શનિક સ્વામી વિવેકાનંદના જન્મદિવસને ભારતના યુવા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું. આ વર્ષ 2023 નો 26 મો રાષ્ટ્રીય યુવા મહોત્સવ  કર્ણાટકના હૂબલી મુકામે તારીખ 12 જાન્યુઆરીથી 16 જાન્યુઆરી સુધી એમ પાંચ દિવસ યોજવામાં આવનાર છે. જેમની પાસે સ્કિલ અને પ્રમાણિકતા છે એવા તેજસ્વી યુવાનોને ભારતના વિકાસ અને નિર્માણ કાર્યમાં જોડવાના હેતુથી દર વર્ષે યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. 12 જાન્યુઆરી  ના રોજ ભારતના વડાપ્રધાન આદરણીય નરેન્દ્ર ભાઈ મોદી 26 માં રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદઘાટન કરશે. 2023 ના 26 માં યુવા મહોત્સવની થીમ (NATIONAL YOUTH DAY THEME) છે.

14 જાન્યુઆરી લોહરી (Lohari)

લોહરીનો તહેવાર આ વર્ષે 14 જાન્યુયારીના દિવસે ઉજવવામાં આવ્યો. આ ઉત્સવ ખાસ કરીને ખેતી નો પાક લેવાઈ ગયા પછી રાત્રે ખુલ્લા ચોકમાં લાકડાં અથવા છાણાં વગેરેથી અગ્નિ પ્રગટાવી તેમાં તલ, ગોળ, મગફળી નાખી પછી સૌને વહેચવામાં આવે છે. લોકો આ અગ્નિની પ્રદક્ષિણા કરી આશીર્વાદ લે છે. પોષ નવ પરણીતો માટે આ તહેવાર નું મહત્વ ઘણું છે. પંજાબ અને હરિયાણા માં આ ઉત્સાહ ખૂબ ધામધુમથી ઉજવાય છે.

14 January : મકરસંક્રાંતિ અથવા ઉતરાયણ

ઉતરાયણનો તહેવાર ૧૪ મી જાન્યુઆરીના દિવસે આવે છે. ઉતરાયણ નો અર્થ થાય છે ઉત્તર તરફ ગમન કરવું. આ દિવસથી સૂર્ય ધીમે ધીમે ઉત્તર તરફ ગતિ કરતો હોઈ તેને ઉત્તરાયણ કહેવામાં આવે છે. મકરસંક્રાંતિ નો અર્થ થાય છે, મકરમાં સંક્રાંત થવું. આપણે ત્યાં સામુદ્રિકશાસ્ત્રમાં 12 રાશિઓ અને 27 નક્ષત્રો છે. આ દિવસે સૂર્યની ધન રાશિમાંથી મકર રાશી તરફ સંક્રાંત થવાની આ ઘટનાને આપણે મકરસંક્રાંતિ કહીએ છીએ. ઉત્તરાયણનો આ તહેવાર સમગ્ર ભારતભરમાં જુદા જુદા નામથી ઉજવવામાં આવે છે. ઉતરાયનનો તહેવાર બાળકો યુવાનો અને મોટેરાઓ એમ સૌ અબાલ વૃધ્ધો માટે આનંદનો અવસર બની રહે છે. ઉતરાયણ માં યુવાનો અને બાળકો પતંગ ચગાવી ઉતરાયણ નો આનંદ મેળવે છે. તલના લાડુ, ચીકકી, અને ઊંધીયું, જલેબી ફાફડા ની મોજ માણે છે. આ દિવસે દાન પુણ્ય નો પણ ઘણો મહિમા હોવાથી લોકો દાન પુણ્ય પણ કરે છે.

15 જાન્યુઆરી 2023 : રાષ્ટ્રીય સેના દિવસ  (National Army Day)

ARMY DAY 2023 BANGALORE 15 મી જાન્યુયારીના દિવસને ભારતીય સેના દ્વારા  સેના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દર વર્ષે યોજવામાં આવતો આ દિવસ  ભારતીય સેના અને ભારતના લોકો માટે ગૌરવનો દિવસ છે. સેના દિવસની ઉજવણી સાથે આપણી સેનાના ફીલ્ડ માર્શલ લેફ્ટનન્ટ જનરલ કે.એમ. કરીઅપ્પા નું નામ સુવર્ણ અક્ષરે અંકીત થયેલું છે. 15 મી જાન્યુયારીનો દિવસ ભારતીય સેનાના ઐતિહાસિક દિવસની યાદ અપાવે છે. 15 જાન્યુઆરી 1949 ના આ ઐતિહાસિક દિવસે બ્રિટિશ સેનાના છેલ્લા અધ્યક્ષ લેફટનન્ટ ફ્રાન્સીસ બુચર  ના સ્થાને ફીલ્ડ માર્શલ લેફ્ટનન્ટ જનરલ કે.એમ. કરીઅપ્પા સેનાધ્યક્ષ બન્યા તે ઐતિહાસિક અને ગૌરવ પ્રદ દિવસની યાદમાં ભારતીય સેના, સેનાદિવસની ઉજવણી કરે છે. દરેક વર્ષે સેના દિવસ ઉજવણી ની થીમ અલગ અલગ રાખવામાં આવે છે. સેના દિવસ 2023 ની થીમ છે INDIAN ARMY DAY 2023 THEME ‘ગ્રામ સેવા દેશ સેવા’ આવખતે સેના દિવસની ઉજવણી કર્ણાટકના બેંગલુરુમાં કરવામાં આવશે. આપણા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી ની પ્રેરણાથી લોકભાગીદારી અને લોકોને સેના પ્રત્યે વધુ જાગરૂક કરવાના ઉમદા ભાવ સાથે આ કાર્યક્રમ દેશના વિવિધ સ્થળોએ યોજાશે.

16 જાન્યુઆરી પોંગલ ( Pongal )

પોંગલનો તહેવાર તામીલનાડુ માં ખૂબ ધામધૂમ થી ઉજવવામાં આવે છે. ખેતીનો પાક લેવાઈ ગયા પછી, પોંગલ તૈયાર કરી સૂર્ય ભગવાન સામે ધરી ભગવાનનો આભાર માનવાનો ભાવ અને સૂર્ય પૂજાનો ભાવ પણ આ તહેવારમાં જોવા મળે છે. આ તહેવાર ચાર દિવસ સુધી ચાલે છે જેમાં દૂધ, ચોખા, કાજુ વગેરેનો પ્રસાદ તૈયાર થાય છે. લોકો નવાં કપડાં પહેરી, ઘરોને સુસોભિત કરી આ તહેવારને ઉજવે છે. પરસ્પર મળીને એક બીજાને શુભેચ્છાઓ પાઠવે છે.

16 January : નેશનલ સ્ટાર્ટપ ડે (National Startup Day)  

આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ સ્ટાર્ટપ દિવસની શરૂઆત 16 જાન્યુઆરી 2016 ના રોજ કરી હતી. સ્ટાર્ટપ આપણા દેશના વિકાસની આધારશીલા બની રહી છે. ભારતમાં સ્ટાર્ટપ દિવસની સફળતાની ઉજવણી કરવા માટે આ દિવસને સ્ટાર્ટપ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

18 જાન્યુઆરી મહાદેવ ગોવિંદ રાનડેનો જન્મ દિવસ

સ્વાતંત્ર સેનાની અને ભારતના પ્રખર સમાજસેવક મહાદેવ ગોવિંદ રાનડેનો જન્મ 18 જાન્યુઆરી 1842 ના રોજ મહારાષ્ટ્ર ના નિફાડ ગામે થયો હતો. તેમણે પ્રાથના સભાની સ્થાપના કરી હતી હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનામાં તેમનું યોગદાન મહત્વનું હતું. તેમણે વિધવા વિવાહને ઉત્તેજન, સમાજમાં જાતિગત ભેદભાવો મટાડવા માટે સમાજસુધારક તરીકે અમૂલ્ય યોગદાન આપ્યું છે.

21 જાન્યુઆરી ત્રિપુરા ,મણિપુર ,મેઘાલય સ્થાપના દિવસ

ત્રિપુરા રાજ્યની રચના 21 જાન્યુઆરી 1972 ના રોજ કરવામાં આવી હતી. ત્રિપુરા ભારતના ઉત્તર પૂર્વ વિસ્તારમાં આવેલાં સાત ભગીની રાજ્યો પૈકીનું એક રાજ્ય છે. તેની રાજધાની અગરતલા છે. તેમજ ભાષા બંગાળી છે. તેની સ્થાપના 21 જાન્યુઆરી એ કરવામાં આવેલી હોવાથી આજે તે રાજ્યનો સ્થાપના દિવસ ઉજવે છે. ત્રિપુરાના મુખ્ય મંત્રી બિપ્લવ કુમાર દુબે છે. 

મણિપુર  રાજ્યની રચના 21 જાન્યુઆરી 1972 ના રોજ કરવામાં આવી હતી. મણિપુર ભારતના ઉત્તર પૂર્વ વિસ્તારમાં આવેલાં સાત ભગીની રાજ્યો પૈકીનું એક રાજ્ય છે. તેની રાજધાની ઇંફાલ છે. તેમજ ભાષા મણીપુરી છે. તે વિસ્તારની દ્રષ્ટિએ ભારતમાં 24 મા ક્રમે છે. તેની સ્થાપના 21 જાન્યુઆરી એ કરવામાં આવેલી હોવાથી આજે તે રાજ્યનો સ્થાપના દિવસ ઉજવે છે. ત્રિપુરાના મુખ્ય મંત્રી ભારતીય જનતા પાર્ટીના એન.બીરેન્દ્ર સિંઘ છે.. 

મિઝોરમ  રાજ્યની રચના 21 જાન્યુઆરી 1972 ના રોજ કરવામાં આવી હતી. મિઝોરમ ભારતના ઉત્તર પૂર્વ વિસ્તારમાં આવેલાં સાત ભગીની રાજ્યો પૈકીનું એક રાજ્ય છે. તે ડુંગરોથી ધેરાયેલું અને વનાચ્છાદિત રાજ્ય છે તેનાં મોટો ભાગ જંગલો થી ધેરાયેલો છે. તેની રાજધાની સિલોંગ છે. તેમજ ભાષા અંગ્રેજી છે. તે વિસ્તાર અને વસતિની દ્રષ્ટિએ ભારતમાં 23 મા ક્રમે છે. તેની સ્થાપના 21 જાન્યુઆરી એ કરવામાં આવેલી હોવાથી આજે તે રાજ્યનો સ્થાપના દિવસ ઉજવે છે. ભારતમાં સૌથી વધુ વરસાદ મેઘાલયમાં પડે છે.

21 January : રાસબિહારીબોઝની  પુણ્યતિથી  દિવસ

રાસ બિહારી બોઝનો જન્મ દિવસ 25 મે 1886 ના રોજ બંગાળના સુબલદહ  ગામ માં થયો હતો તેઓ ભારતની આઝાદીના ક્રાંતિકારી સેનાનીઓમાં મોખરાનું સ્થાન ધરાવે છે. તેમની શાળાના આચાર્યે તેમને ક્રાંતિકારી પ્રવૃતિઓ માટે પ્રેરણા આપી હતી. વાઈસરૉય હેસ્ટીંગની હત્યાના પ્રયાસ બાદ તેઓ ભાગતા ફરી રહ્યા હતા. બાદમાં જાપાન ગયા. તેમણે આઝાદ હિન્દ ફોજની રચના કરી અને બાદમાં તેમણે આઝાદ હિન્દ ફોજનું સુકાન સુભાષચંદ્ર બોઝને સોંપી દીધું હતું. 21 જાન્યુઆરી 1945 ના રોજ તેમનું અવસાન થયું હતું .

23 જાન્યુઆરી 2023 સુભાષચંદ્ર બોઝનો જન્મદિવસ ( પરાક્રમ દિવસ )

નેતાજી સુભાષચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુયારીના રોજ 1897 ના રોજ થયો હતો સુભાષચંદ્ર બોઝના જન્મદિવસ ને ભારતમાં  પરાક્રમ દિવસ તરીકે ગૌરવપૂર્ણ રીતે ઉજવવામાં આવે છે. નેતાજી ભારત માતાના પનોતા પુત્ર અને મહાન સ્વાતંત્ર્ય સેનાની હતા. ભારતની આઝાદીની ચળવળમાં તેમનું મહત્વપૂર્ણ યોગદાન ભારત ક્યારેય ભૂલશે નહી. તેમનાં માતાનું નામ  પ્રભાવતીદેવી અને પિતા જાનકીદાસ બોઝ હતું. તેમનો જન્મ કાયસ્થ પરિવારમાં ઓરીસ્સાના પાટનગર કટકમાં થયો હતો. તેમના પિતા જાનકીદાસ બોઝને. અંગ્રેજોએ રાયબહાદુરનો ખિતાબ આપ્યો હતો. સુભાસચંદ્ર બોઝ ને 13 ભાઈબહેન હતાં જેમાં 6 બહેનો 7 ભાઈઓ હતા. સુભાસચંદ્ર બોઝ પાંચમા પુત્ર હતા. તેમના કોલેજ અભ્યાસ દરમ્યાન તેમના આચાર્ય વેણીમાધવદાસ અને સ્વામી વિવેકાનંદના વિચારોનો તેમના પર ખૂબ પ્રભાવ પડ્યો હતો. તેમણે બી.એ. ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પાસ કરી. અને સમગ્ર કલકત્તા વિશ્વ વિધાલયમાં બીજા ક્રમે ઉત્તીર્ણ થયા . આઈ.સી.એસ. બની અંગ્રેજ સરકાર ની ગુલામી વાળી નોકરી કરવા માગતા ના હતા. તેથી તેમણે તેમના મનની વાત કરવા તેમના મોટાભાઇ શરદચંદ્રને પત્ર લખ્યો. તે સાથેજ સુભાસચંદ્ર બોઝે 22 એપ્રિલ 1921ના રોજ તેમનું રાજીનામું આપી દીધું .

રવિન્દ્રનાથ ટાગોરની સલાહ મુજબ તેઓ ભારત પાછા આવ્યા. અને 20 જુલાઇ 1921 ના રોજ મુંબઇ જઈ મહાત્મા ગાંધી સાથે મુલાકાત કરી. આ મુલાકાત એમની ગાંધીજી સાથેની પહેલી મુલાકાત હતી. ગાંધીજીએ તેમને કલકતા જઈ ચિતરંજનદાસ સાથે સ્વાતંત્રસેનાની તરીકે કામ કરવા જણાવ્યું. અને ભારત માતાની ગુલામીની બેડીઓ તોડવા માટે ખુબજ સંઘર્ષ કર્યો. એટલે જ આ વર્ષે પરાક્રમ દિવસની થીમ છે. સુભાષચંદ્ર બોઝ નું જીવન ચરિત્ર અને આઝાદી માટેના જંગમાં તેમનું યોગદાન.  

24 જાન્યુઆરી રાષ્ટ્રીય બાલીકા દિવસ  (National Girl Child Day )

24 જાન્યુયારીના દિવસને ભારત રાષ્ટ્રીય બાલીકા દિવસ તરીકે ઉજવે છે વર્ષ 2008 થી ભારતના મહિલા અને બાળવિકાસ મંત્રાલય તરફથી દીકરીઓ પ્રત્યેની સમાજની રૂઢીચુસ્ત માન્યતાઓમાં પરીવર્તન લાવી દીકરીઓના સન્માન, મોભો અને અને ગૌરવ સ્થાપિત કરી સમાજમાં પરીવર્તન લાવવાના હેતુ થી 24 જાન્યુયારીના દિવસને રાષ્ટ્રીય બાલીકા દિવસ તરીકે ઉજવવામાં આવે છે . દીકરી અને દીકરાને એક સમાન ગણી દીકરીના ઉત્તમ સ્વાસ્થ્ય અને ઉજ્જવળ ભવિષ્યના ઘડતર અને અસમાન સેક્સ રેશીયાના પ્રમાણને ઘટાડી સ્ત્રી સન્માન સ્થાપિત કરવાનો ભાવ બાલિકા દિવસની ઉજવણી નો છે. 

24 January :  હોમી ભાભાની પુણ્ય તિથી

હોમી ભાભાનો જન્મ 30 ઓક્ટોબર 1909 માં થયો હતો. તેમનું અવસાન વિમાન દુર્ઘટનામાં 24 જાન્યુઆરી 1966 માં થયું હતું. તેઓ ભારતના ખ્યાતનામ ભૌતિક શાસ્ત્રી હતા. તેમણે અટોમિક એનર્જી કમીશનની રચના કરી હતી. તેઓ ભારતના અણુ શક્તિ પંચના અધ્યક્ષ પદે સેવાઓ આપી છે. તેમણે જે.આર.ડી. ટાટાની મદદથી મુબઈમાં ઇન્સ્ટ્યુટૂટ ઓફ સાયન્સ ફંડામેંટલ રીચર્સ અને બેંગલોરમાં ઇંડિયન ઇન્સ્ટ્યુટૂટ ઓફ સાયન્સ ની સ્થાપના કરી હતી. ભૌતિક શાસ્ત્રના ક્ષેત્ર માં તેમણે કરેલી સેવાઓએ ભારતને ગૌરવ અપાવ્યું છે. 

25 જાન્યુઆરી રાષ્ટ્રીય મતદાતા દિવસ (National Voters Day)

 ભારત એ વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે. અને ચૂંટણી એ લોકશાહીનો મહા ઉત્સવ છે. અને આ ઉત્સવમાં મતદાતા કેન્દ્ર સ્થાને છે. લોકશાહીમાં મતદાતાનું સ્થાન સૌથી અગત્યનું છે. તેથીજ શ્રેષ્ઠ સરકારની રચના  માટે મતદાતા પોતાની ફરજ અદા કરી અવશ્ય મતદાન કરે એટલે કે  મતદાતાની  જાગૃતિ માટેનો ઉત્સવ આ દિવસે મનાવવામાં આવે છે. 25 જાન્યુઆરી નો દિવસ ભારતના ચૂંટણી પંચની સ્થાપનાનો દિવસ હોઈ આ દિવસને વર્ષ  25 જાન્યુઆરી 2011 થી ભારતના ચૂંટણી પંચ દ્વારા રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવવામાં આવે છે .

26 જાન્યુઆરી પ્રજાસત્તાકદિન (Independent Day )

74 મો પ્રજાસત્તાક દિન, 26 જાન્યુઆરી  અથવા ગણતંત્ર દિવસ  નો રાષ્ટ્રીય તહેવાર ભારતમાં  હર્ષ અને ગૌરવભેર ઉજવવા માં આવે છે. આપણો દેશ અંગ્રેજો ની અનેક વર્ષોની ગુલામી પછી 15 ઓગસ્ટ 1947 ના દિવસે આઝાદ થયો. આઝાદીની ચળવળ ના મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓ મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્રબોઝ, અને આપણા વીર શહીદો ભગતસિંહ, સુખદેવ અને ચંદ્ર શેખર અને અનેક નામી અનામી વીરોનાં બલીદાનોથી આપણો દેશ સ્વતંત્ર થયો. અને આઝાદીના લગભગ અઢી વર્ષ પછી. 26 જાન્યુઆરી 1950 ના રોજ  ભારતના બંધારણ નો અમલ થયો. અને આપણું રાષ્ટ્ર પ્રજાસત્તાક બન્યું. દર વર્ષે પ્રજાસત્તાક દિવસ દિલ્હીના કર્તવ્ય પથ પર ભારે ધામધૂમ, અને ગૌરવપૂર્ણ રીતે ઉજવવામાં આવે છે. પ્રજાસત્તાક દિનની ઉજવણી માં દર વર્ષે વિવિધ દેશ ના પ્રતિનિધિને આમંત્રીત કરવામાં આવે છે. 2023 ના 74 મા પ્રજાસત્તાક દિવસના અતિથિ વિશેષ તરીકે ઈજીપ્તના રાષ્ટ્રપતિ મહામહિમ અબ્દુલ ફતાહ અલ સીસી ઉપસ્થિત રહેવાના છે. પ્રજાસત્તાક દિનની ઉજવણી આપણા દેશની રાજધાની દિલ્હી માં ભારે ઉત્સાહ અને ધામધુમથી ઉજવવામાં આવે છે. આપણા મહામહિમ રાષ્ટ્રપતિ દ્વારા રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવે છે. અને આપણા દેશની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર ભારત માતાના વીર સપૂતોને શ્રધ્ધાંજલી પાઠવવામાં આવે છે. સેનાની સૈન્યના વિશિષ્ઠ સસ્ત્રોની ઝાંખી, તેમજ વિવિધ રાજયોની સાંસ્કૃતિક ધરોહર અને રહેણી કહેણી ને ઉજાગર કરતા ટેબ્લો નું પ્રદર્શન ધ્યાનાકર્ષક હોય છે.

28 જાન્યુઆરી 2023 Birthday Of Lala Lajapat ray

લાલા લજપતરાયનો જન્મ દિવસલાલાલજપતરાય નો જન્મ 28 જાન્યુઆરી 1865 ના રોજ પંજાબના મોગા જીલ્લાના જગરાઓ મુકામે એક જૈન પરિવારમાં થયો હતો. પંજાબ કેસરી તરીકે જાણીતા થયેલા લાલા લજપતરાય ભારતની આઝાદીના મહાન લડવૈયા માં મોખરાનું સ્થાન ધરાવે છે. લાલ, બાલ,અને પાલની ત્રિપુટીમાં લાલ એટલે લાલા લજપતરાય, લાલા હંસરાજ અને ગુરુદત્ત જેવા ક્રાંતિકારી સેનાનીઓના સંપર્કમાં આવ્યા બાદ ભારતની આઝાદીની ચળવળમાં મોખરાનું સથાન પામ્યા. તેમણે રોગચાળો અને દુસ્કાળ જેવા સમયે સમાજ સેવાનાં અનેક કામો ઉપરાંત પંજાબ નેશનલ બેન્ક અને લક્ષ્મી વીમા કંપનીની સ્થાપના કરી હતી. વર્ષ 1928 ના સાયમન કમિશનના વિરોધ પ્રદર્શન કરી રહેલા સ્વાતંત્ર્ય સેનાની ટુકડીની તેઓ આગેવાની કરી રહ્યા હતા ત્યારે અંગ્રેજ સિપાઈઓ દ્વારા કરવામાં આવેલા લાઠીચાર્જમાં  લાલા લજપતરાય સખત રીતે ઘાયલ થતાં 17 નવેમ્બર 1928 ના રોજ તેમનું અવસાન થયું .     

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *