Sunday, 22 December, 2024

ઈન્દ્રાણીની કસોટી

350 Views
Share :
ઈન્દ્રાણીની કસોટી

ઈન્દ્રાણીની કસોટી

350 Views

{slide=Indrani’s miserable situation}

Nahush was attracted to Indrani. As it happens with everyone, lust made him blind. Therefore, he did not listen to Sage’s advise. Indrani, on the other hand, sought Brihaspati’s refuge. Possible thought of Nahush’s anger made deities uneasy. To avoid confrontation, they went to Brihaspati and asked him to hand over Indrani to Nahush ! On hearing their conversation, Indrani became frightened. Brihaspati was not an ordinary person. He reminded deities that it was his duty to protect Indrani as she sought his refuge. It was his duty not to desert her in helpless situation. He suggested a way to escape the deadlock. He advised Indrani to approach Nahush and buy more time. Accordingly, Indrani met Nahush and requested additional time to succumb to his demand. Nahush readily agreed.

In the meanwhile, Dieties met Lord Vishnu and inquire about Indra’s whereabouts. Lord Vishnu revealed that Indra got a curse on killing Vritrasur, a demon who was Brahmin. Lord Vishnu suggested that Indra should perform Ashwamegha yajna to emancipate from his sin. Dieties helped Indra perform Ashwamegha yajna. On completion of the yajna, Indra regained his lost glory and his original form. It was Indra’s turn to wait for an opportune moment to fire salvo at Nahush.
 

નહુષ એટલો બધો મોહાંધ બની ગયો કે તેણે ઋષિઓની શિખામણને પણ ના માની. એણે પોતાના દુર્વિચારનો બચાવ કર્યો.

એના ક્રોધનો વિચાર કરીને દેવોએ બૃહસ્પતિ પાસે પહોંચીને એમને શરણે ગયેલી ઈન્દ્રાણીને છોડી દઈને નહુષને આપવા જણાવ્યું.

ઈન્દ્રાણીએ સાંભળીને રડવા માંડયું અને બૃહસ્પતિને પોતાનો પરિત્યાગ ના કરવાની પ્રાર્થના કરી.

એ પ્રાર્થનાના પ્રત્યુત્તરરૂપે બૃહસ્પતિએ સંભળાયેલા શબ્દોને યાદ કરવા જેવા છે.

“હે ઈન્દ્રાણી ! શરણે આવેલાનો ત્યાગ ના જ કરવો એવો મારો નિશ્ચય છે. તું ધર્મજ્ઞ અને સત્યશીલ છે. હું તારો ત્યાગ નહિં કરૂં. હે સુરશ્રેષ્ઠો ! એક તો હું આ કાર્ય કરવા ઈચ્છતો જ નથી. તેમાં વળી ધર્મવેત્તા, સત્યનિષ્ઠ, ધર્મની આજ્ઞાને જાણનારો, અને વિશેષમાં બ્રાહ્મણ છું, એટલે હું એવું કર્મ કરીશ નહીં. તમે આવ્યા તેવા પાછા જાઓ. ભયભીત શરણાગતને જે મનુષ્ય શત્રુના હાથમાં સોંપે છે તેનું વાવેલું બીજ ઊગવા કાળે ઊગતું નથી, તેના ક્ષેત્રમાં વરસાદ યોગ્ય સમયે વરસતો નથી, અને તે રક્ષણની ઈચ્છા કરે છે ત્યારે તેને કોઈ રક્ષા કરનારા સાંપડતા નથી. વળી જે મનુષ્ય ભયભીત શરણાગતને શત્રુના હાથમાં સોંપી દે છે તેનુ જમેલું અન્ન નકામું જાય છે; તેનું  મન નિર્બળ થઇ જાય છે; તેનું હલનચલન અટકી પડે છે; તે સ્વર્ગલોકમાંથી ભ્રષ્ટ થાય છે. અને દેવો તેના હવિર્ભાગને સ્વીકારતા નથી. વળી જે મનુષ્ય ભયભીત શરણાગતને શત્રુને હવાલે કરી દે છે તેની પ્રજા અકાળે મરે છે. પિતૃઓ તેનો સદા ત્યાગ કરે છે, અને ઈન્દ્રસહિત દેવો તેના ઉપર વજ્રનો પ્રહાર કરે છે. આ હું જાણું છું માટે ઈન્દ્રની પ્રિય પટરાણી અને લોકમાં ઈન્દ્રાણી નામથી પ્રસિદ્ધ થયેલી આ શચીને હું તમને નહીં જ આપું. જે રીતે આ દેવીનું હિત થાય અને જે રીતે મારૂં પણ હિત સચવાય તે રીતે તમે કરો. હું તમને ઈન્દ્રાણી તો આપીશ જ નહીં.”

બૃહસ્પતિએ ઈન્દ્રાણી માટે નહુષ પાસેથી થોડાક સમયની અવધિ માગવા જણાવ્યું.

દેવોએ એથી સંતોષ પામીને ઈન્દ્રાણીને નહુષ પાસે જવા માટે પ્રાર્થના કરી. એમણે કહ્યું કે તમે આ સ્થાવરજંગમ જગતને ધારણ કર્યુ છે. તમે નહુષની પાસે જાવ. તમારી કામના કરનારો એ અધર્મી નહુષ જોતજોતામાં વિનાશ પામશે અને ઈન્દ્રને પુન: સ્વર્ગના ઐશ્વર્યની પ્રાપ્તિ થશે.

ઈન્દ્રાણી સૌની સલાહથી પોતાના કાર્યની સિદ્ધિ માટે નહુષ પાસે પહોંચી.

તરુણ વયવાળી સર્વાંગસુંદર ઈન્દ્રાણીને જોઈને દુરાત્મા નહુષ કામાવેશથી ભાન ભૂલીને અતિશય આનંદમાં આવી ગયો. એણે પોતાને પતિ તરીકે સ્વીકારવાની ઈન્દ્રાણીને આજ્ઞા કરી.

ઈન્દ્રાણી ભયભીત બની. એની કાયા કંપવા લાગી.

એણે ભયંકર દેખાવવાળા નહુષ પાસે થોડી મુદત માંગીને જણાવ્યું કે ઈન્દ્રને શું થયું છે અથવા તે ક્યાં છે તેની માહિતી નથી મળતી. તેમને માટેની શોધ નિષ્ફળ જશે તો હું તમારી પાસે અવશ્ય આવીશ.

ઈન્દ્રાણીના ઉદગારોથી સંતોષ પામેલા નહુષે એને વિદાય કરી એટલે એ ફરી પાછી બૃહસ્પતિ પાસે પહોંચી ગઈ.

દેવો ઈન્દ્રની માહિતી મેળવવા વિષ્ણુ પાસે પહોંચીને પ્રાર્થવા લાગ્યા તો વિષ્ણુએ એમને જણાવ્યું – ઈન્દ્રે વૃત્રાસુરનો નાશ કર્યો છે. તેથી તેને બ્રહ્મહત્યા લાગી છે. તે પવિત્ર અશ્વમેઘ યજ્ઞથી મારૂં યજન કરશે. એટલે સર્વ ભયથી મુક્તિ મેળવીને ઈન્દ્રપદની પ્રાપ્તિ કરશે. અને દુર્મતિ નહુષ પોતાના કર્મોના પરિણામે નાશ પામશે. તમે હતાશ બન્યા વિના હવે થોડાક સમય સુધી પ્રતિક્ષા કરો.

વિષ્ણુની અમૃતવાણીથી પ્રેરણા તથા પ્રોત્સાહન પામીને દેવો ઈન્દ્ર જ્યાં છુપાયો હતો ત્યાં ગયા.

એમણે અશ્વમેઘ યજ્ઞ કર્યો.

એને લીધે ઈન્દ્ર તાપ પાપથી મુકત બનીને પોતાના મૂળ સ્વરૂપનું જ્ઞાન પામ્યો.

નહુષને પોતાના સ્થાન પર જોઈને બળદૈત્યને હણનારો એ ઈન્દ્ર કંપી ઊઠયો. એટલે તે શચીપતિ ઈન્દ્રદેવ પાછો અલોપ થઇ ગયો અને સમયની વાટ જોતો રહી સર્વ પ્રાણીઓથી અદૃશ્ય થઇને જ્યાં ત્યાં વિચરવા લાગ્યો.

આમ ઈન્દ્ર જ્યારે ફરી અદૃશ્ય થઇ ગયો ત્યારે ઈન્દ્રાણી અત્યંત દુ:ખી થઈ અને શોકયુક્ત થઈને વિલાપ કરવા લાગી.

તે બોલી કે જો મેં દાન કર્યું હોય, ગુરુઓને સંતોષ્યા હોય અને જો મારામાં સત્ય હોય તો મારે એક જ પતિ રહો.

એ શબ્દો ઈન્દ્રાણીની ઈન્દ્ર પ્રત્યેની નિષ્ઠા બતાવે છે. ઈન્દ્રાણી ખૂબ જ પવિત્ર, સિદ્ઘાંતનિષ્ઠ તથા પતિવ્રતા હતી એની પ્રતીતિ કરાવે છે. સમય સમય પર બદલતા જતા માનસિક વાયુમંડળવાળા, નિરકુંશ ભોગવિલાસ ભાવથી ભરેલા, વિરોધી વાતાવરણની વચ્ચે વસીને, યૌવનાવસ્થામાં, સિદ્ઘાંતનિષ્ઠ અને સંયમી રહેવાનું કામ કેટલું કપરું છે તે સહેલાઈથી કલ્પી કે સમજી શકાશે.

માનવની સાચી રક્ષા એણે પાળેલો અથવા આચરેલો ધર્મ જ કરે એ વાતમાં વિશ્વાસ રાખીએ તો કહી શકાય કે ઈન્દ્રાણીની રક્ષા આખરે એના પતિવ્રતા તરીકેના ધર્મપાલનથી જ થઈ શકી. એ રક્ષા કેવી રીતે થઈ તે જાણવા જેવું છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *