Indra’s plan to stop Bharat meet Ram
By-Gujju01-05-2023
Indra’s plan to stop Bharat meet Ram
By Gujju01-05-2023
राम और भरत के मिलाप में बाधा डालने की ईन्द्र की योजना
जड़ चेतन मग जीव घनेरे । जे चितए प्रभु जिन्ह प्रभु हेरे ॥
ते सब भए परम पद जोगू । भरत दरस मेटा भव रोगू ॥१॥
यह बड़ि बात भरत कइ नाहीं । सुमिरत जिनहि रामु मन माहीं ॥
बारक राम कहत जग जेऊ । होत तरन तारन नर तेऊ ॥२॥
भरतु राम प्रिय पुनि लघु भ्राता । कस न होइ मगु मंगलदाता ॥
सिद्ध साधु मुनिबर अस कहहीं । भरतहि निरखि हरषु हियँ लहहीं ॥३॥
देखि प्रभाउ सुरेसहि सोचू । जगु भल भलेहि पोच कहुँ पोचू ॥
गुर सन कहेउ करिअ प्रभु सोई । रामहि भरतहि भेंट न होई ॥४॥
(दोहा)
रामु सँकोची प्रेम बस भरत सपेम पयोधि ।
बनी बात बेगरन चहति करिअ जतनु छलु सोधि ॥ २१७ ॥
રામ-ભરત મિલાપમાં વિઘ્ન નાંખવાની ઈન્દ્રની યોજના
જીવ પથે જડચેતન જે થયા પરમપદ લાયક તે
પામ્યા જે પ્રભુદર્શનને પ્રભુએ પેખ્યા કે જેને;
પરંતુ દર્શન ભરતતણું પુણ્યપ્રદાયક બન્યું ઘણું;
દર્શનથી ભવરોગ ટળ્યો, પરમપદતણો લ્હાવ મળ્યો.
રામને જ મનમાં સ્મરતા વાત ભરતકાજે સત આ;
કહે રામ જે એક જ વાર તે બનતા તારક તરનાર.
ભરત રામના પ્રિય લઘુ ભ્રાત, બને કેમ ના મંગલ વાત;
કહેતા સિદ્ધ સાધુ મુનિ એમ દેખી ભરત મુદિતની જેમ.
પ્રભાવથી ઇન્દ્ર થયો ખિન્ન, શુભ ને અશુભ ઉભય છે જીવ;
ગુરુને કહ્યું કરો સુઉપાય ભરત રામની ભેટ ન થાય.
(દોહરો)
રામ સ્નેહ સંકોચવશ, ભરત સિંધુ શુચિ પ્રેમ;
બની વાત બગડે નહીં ઉપાય શોધો એમ.