Jaag Re Malan Jaag Lyrics in Gujarati
By-Gujju08-06-2023

Jaag Re Malan Jaag Lyrics in Gujarati
By Gujju08-06-2023
જાગ રે માલણ જાગ જાગ રે માલણ જાગ હો
જાગ રે માલણ જાગ જાગ રે માલણ જાગ
જાગ રે તારો મેરુ જગાડે જાગ રે માલણ જાગ
જાગ રે તારો મેરુ જગાડે જાગ રે માલણ જાગ
જાગ રે માલણ જાગ જાગ રે માલણ જાગ
જાગ રે માલણ જાગ જાગ રે માલણ જાગ
ઝીલશે નહીં ધરતી મારી એકલતાનો ભારો
ચાર જુગોનાં જેવડો થાશે એક રે દિવસ મારો
ઝીલશે નહીં ધરતી મારી એકલતાનો ભારો
ચાર જુગોનાં જેવડો થાશે એક રે દિવસ મારો
છોડ રે માલણ છોડ સેજ સુંવાળી છોડ હો
છોડ રે માલણ છોડ સેજ સુંવાળી છોડ
ચલને તારી યાદ સતાવે સેજ સુંવાળી છોડ
ચલને તારી યાદ સતાવે સેજ સુંવાળી છોડ
જાગ નહીંતો પ્રાણનું મારું ઉડી જશે પંખેરું
પ્રેમ દુહાઈ દઈને તુને આજ પુકારે મેરૂ
જાગ નહીંતો પ્રાણનું મારું ઉડી જશે પંખેરું
પ્રેમ દુહાઈ દઈને તુને આજ પુકારે મેરૂ
આવ રે માલણ આવ કાળજે વાગ્યા ઘાવ હો
આવ રે માલણ આવ કાળજે વાગ્યા ઘાવ
આંખ્યું મારી નીર વહાવે આવ રે માલણ આવ
આંખ્યું મારી નીર વહાવે આવ રે માલણ આવ
જાગ રે માલણ જાગ જાગ રે માલણ જાગ
જાગ રે તારો મેરુ જગાડે જાગ રે માલણ જાગ
જાગ રે તારો મેરુ જગાડે જાગ રે માલણ જાગ