જાણો કેમ મનાવવામાં આવે છે, ગણેશ ચતુર્થી
By-Gujju18-08-2023
જાણો કેમ મનાવવામાં આવે છે, ગણેશ ચતુર્થી
By Gujju18-08-2023
ભારત ઉત્સવોનો દેશ છે. ભારતમાં અનેક તહેવારો ઉજવવામાં આવે છે, જેમાંથી ગણેશોત્સવ મુખ્ય તહેવારોમાંથી એક છે. આ દિવસે ભગવાન ગણેશનો જન્મોત્સવ મનાવવામાં આવે છે. ભગવાન ગણેશને જ્ઞાન, બુદ્ધિ, અને સારા ભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે. આ પર્વને વિનાયક ચતુર્થીના નામે પણ જાણવામાં આવે છે. આ મહોત્સવનું ખાસ કરીને મહારાષ્ટ્રમાં ઘણું મહત્વ છે.
શું છે ઈતિહાસ?
ગણેશ ચતુર્થીને સૌથી પહેલા મહારાજ છત્રપતિ શિવાજીએ મરાઠા ક્ષેત્રમાં મનાવી હતી. ગણેશ ચતુર્થી સાથે એક પૌરાણિક કથા પણ જોડાયેલી છે. આ દિવસે માતા પાર્વતી અને ભગવાન શિવના પુત્રના રૂપે ગણેશજીની ઓળખ સ્થાપિત થઈ હતી.
ભગવાન ગણેશજીના જન્મને લઈને અનેક કથાઓ પ્રચલિત છે.
સૌથી પ્રચલિત કથા એ છે કે એક વખત ભગવાન શિવ બહાર ગયા હતા, તે દરમ્યાન માતા પાર્વતીએ પોતાના શરીર પર ઉબટન લગાવ્યું હતુ. અને ત્યારબાદ આ ઉબટનથી તેમણે એક મૂર્તિ બનાવી હતી. જેમાંથી બાળ ગણેશની ઉત્પતિ થઈ. ત્યારબાદ એક દિવસ જ્યારે દેવી પાર્વતી સ્નાન કરવા માટે ગયા ત્યારે દરવાજા પર તેમણે બાળ ગણેશને પહેરો આપવા માટે ઉભા રાખ્યા હતા.
શિવજીને આવ્યો ગુસ્સો બાળ ગણેશ દરવાજા પર પહેરો આપવા લાગ્યા. દરમ્યાન ભગવાન શિવનું આગમન થયું, તેમણે દરવાજાની અંદર જવાની કોશિષ કરી પરંતુ પહેરો આપી રહેલા બાળ ગણેશે તેમને અટકાવ્યા. ભગવાન શિવને ગુસ્સો આવ્યો, તેમણે બાળ ગણેશનું માથું ધડથી અલગ કરી નાખ્યું. આ સઘળા અવાજથી માતા પાર્વતી બહાર આવ્યા. માતા પાર્વતીને ઘણો ગુસ્સો આવ્યો, ભગવાન શિવે તેમની સઘળી વાત સાંભળીને માતા પાર્વતી પાસે ક્ષમા માંગી અને ભગવાન શિવે બાળ ગણેશને જીવિત કરવાનો ઉપાય શોધી કાઢ્યો
હાથણના બચ્ચાંનું માથું
ત્યારબાદ ભગવાન શંકરે ગણેશજીના ધડ પર હાથણના બચ્ચાંનું માથું જોડી દીધું. અને આ રીતે બાળ ગણેશ પુન જીવિત થઈ ગયા. માતા પાર્વતી સંતુષ્ટ તો થયા પરંતુ તેમણે બાળ ગણેશ માટે વિશેષ વરદાન માગ્યા. બસ આ છે, પૌરાણિક કથા. ત્યારથી દરેક ભાદરવા ચોથને ગણેશ ચતુર્થીના રૂપે મનાવવામાં આવે છે