Jabri Mali Zindagi Lyrics in Gujarati
By-Gujju17-06-2023
Jabri Mali Zindagi Lyrics in Gujarati
By Gujju17-06-2023
મેલ ખોટી માથાકૂટ કરી લે તું જલસા
મેલ ખોટી માથાકૂટ કરી લે તું જલસા
મેલ ખોટી માથાકૂટ કરી લે તું જલસા
જબરી મળી જિંદગી જોરદાર મળી જિંદગી !
કોકના ટેંશન માં મગજ કરીસ ના તું ખાલસા
કોકના ટેંશન માં મગજ કરીસ ના તું ખાલસા
જબરી મળી જિંદગી જોરદાર મળી જિંદગી !
મળી છે તો જિંદગી મોજ કરવાની
વળી વળી જિંદગી આ નથી મળવાની
જોજે કોઈ વાતના ના રાય જાયે અભરખા
જોજે કોઈ વાતના ના રાય જાયે અભરખા
જબરી મળી જિંદગી જોરદાર મળી જિંદગી !
જબરી મળી જિંદગી જોરદાર મળી જિંદગી !
જી લે ના યાર !
જવાનીના દાડા ચાર હમણાં જતા રેશે
જોત જોતામાં તારી ઉમર થઇ જાશે !
સમય ક્યારે બદલાય નક્કી નથી હોતું
ટાઈમ હોઈ ખરાબ નથી કોઈ બોલાવતું !
મારૂં તારૂં છોડ તું વાત બીજી લાયી લે
જિંદગીના શોખ બધા પુરા તું કરી લે
રંગીલી આ દુનિયામાં છે બધા હરખા
રંગીલી આ દુનિયામાં છે બધા હરખા
જબરી મળી જિંદગી જોરદાર મળી જિંદગી !
જબરી મળી જિંદગી જોરદાર મળી જિંદગી !
એ શેર તો શેર હોતે હૈ !
નોણા વગરનો નાથિયોને નોણે નાથા લાલ છે
રંગીલા આ દુનિયાનો જબરો ભઈ ખેલ છે
દુનિયામાં ફરશો તો બધું જાણી લેશો
જોયા જાણ્યા વગર અલ્યા જીવીને શું કરશો
નથી લઈને આયા કોઈ નથી લઈ જવાના
એટલે કવું છુ જલસા કરી ભાઈ લેવાના
માનવું હોઈ તો માન નઈ તો પેરી લે પગરખા
માનવું હોઈ તો માન નઈ તો પેરી લે પગરખા
જબરી મળી જિંદગી જોરદાર મળી જિંદગી !
જબરી મળી જિંદગી જોરદાર મળી જિંદગી !
મેલ ખોટી માથાકૂટ કરી લે તું જલસા
મેલ ખોટી માથાકૂટ કરી લે તું જલસા
જબરી મળી જિંદગી જોરદાર મળી જિંદગી !




















































