Jag Ne Jadva Lyrics in Gujarati
By-Gujju25-04-2023
667 Views
Jag Ne Jadva Lyrics in Gujarati
By Gujju25-04-2023
667 Views
હે જાગને જાદવા
હે જાગને જાદવા તુ કૃષ્ણ ગોવાળિયા
તુજ વિના ધેનમા કોણ જાશે
હે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા
તુજ વિના ધેનમા કોણ જાશે
ત્રણસે ને સાઠ ગોવાળ ટોળે વળ્યા
વડો રે ગોવાળિયો કોણ થાશે
દહીંતણા દહીંથરા ઘીં તણા ઘેબરાં
કઢિયેલ દૂધ તે કોણ પીશે
હરિ મારો હાથિયો કાળી નાગ નાથીયો
ભૂમિનો ભાર તે કોણ લેશે
હે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા
તુજ વિના ધેનમા કોણ જાશે
જમુનાને તીરે ગૌધણ ચરાવતાં
મધુરી શી મોરલી કોણ વાહશે
હે ભણે નરસૈયો તારા ગુણ ગાઈ રીઝીયો
બૂડતાં બાવડી કોણ જાલે
હે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા
તુજ વિના ધેનમા કોણ જાશે
હે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા
gujjuplanet.com
હે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા