Sunday, 22 December, 2024

Jag Ni Maya Juthi Re Manva Lyrics in Gujarati

231 Views
Share :
Jag Ni Maya Juthi Re Manva Lyrics in Gujarati

Jag Ni Maya Juthi Re Manva Lyrics in Gujarati

231 Views

સ્વારથ છોડી ચાલવું
કરવા ઉત્તમ કામ હો
દયા દાખવી દિન પર
લેવું રામ નું નામ
હો લેવું રામ નું નામ

જગની માયા જૂઠી રે મનવા
જગની માયા જૂઠી રે મનવા
માન કહ્યું તું મારુ રે
માન કહ્યું તું મારુ રે
પલ માં જવું ઉડી રે મનવા
પલ માં જવું ઉડી રે મનવા
માન કહ્યું તું મારુ રે
માન કહ્યું તું મારુ રે
જગની માયા જૂઠી રે મનવા
જગની માયા જૂઠી રે મનવા

યૌવન જાશે વૃદ્ધ થવાશે
યૌવન જાશે વૃદ્ધ થવાશે
કરમાઈ જાશે કાયા રે
કરમાઈ જાશે કાયા રે
તો શાને દુઃખ પડવા લાગ્યું
તો શાને દુઃખ પડવા લાગ્યું
જાયા માંગે માયા રે
જાયા માંગે માયા રે
જગની માયા જૂઠી રે મનવા
જગની માયા જૂઠી રે મનવા

પાળી પોછી મોટા કીધા
પાળી પોછી મોટા કીધા
પુત્ર ને પરણાવ્યા રે
પુત્ર ને પરણાવ્યા રે
પ્રભુ ને વિચારી બેઠ્યો
પ્રભુ ને વિચારી બેઠ્યો
અંતે જમડા આવ્યા રે
અંતે જમડા આવ્યા રે
જગની માયા જૂઠી રે મનવા
જગની માયા જૂઠી રે મનવા

કરોડપતિ ની કાયા નીચે
કરોડપતિ ની કાયા નીચે
તાપ કદી જો આવે રે
તાપ કદી જો આવે રે
સોનુ રૂપું સુ કરવાનું
સોનુ રૂપું સુ કરવાનું
અન્ન જળ ના ભાવે રે
અન્ન જળ ના ભાવે રે
જગની માયા જૂઠી રે મનવા
જગની માયા જૂઠી રે મનવા

નાશવંત માયા માં મોયો
નાશવંત માયા માં મોયો
અવિનાશી ને ભુલ્યો રે
અવિનાશી ને ભુલ્યો રે
કાળ નગારા કળ કળ વાગે
કાળ નગારા કળ કળ વાગે
ફોગટ શાને ફૂલ્યો રે
ફોગટ શાને ફૂલ્યો રે
જગની માયા જૂઠી રે મનવા
જગની માયા જૂઠી રે મનવા
માન કહ્યું તું મારુ રે
માન કહ્યું તું મારુ રે
પલ માં જવું ઉડી રે મનવા
પલ માં જવું ઉડી રે મનવા
માન કહ્યું તું મારુ રે
માન કહ્યું તું મારુ રે
જગની માયા જૂઠી રે મનવા
જગની માયા જૂઠી રે મનવા
જગની માયા જૂઠી રે મનવા

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *