જલારામ જયંતિ
By-Gujju19-09-2023
જલારામ જયંતિ
By Gujju19-09-2023
‘ સાઈ ઈતના દીજીએ જામે કુટુંબ સમય, મે ભી ભુખા ના રહું મેરા સંતો ભી ભુખા ના જાય’.
સૌરાસ્ટ્ર ની ભૂમિ એટલે સંતો અને સુરા ની ભૂમિ કહેવામા આવે છે. ભગવાન આવીને કહે કે મારે તમારી પત્નીની જરૂર છે. ત્યારે કહે આ રહ્યા લઇ જાવો તેમ કહી પત્ની દાન માં આપી દેનાર સંત જલારામ જયંતિ કારતક સુદ ને ૭ ના રોજ આવે છે. ૨૦૧૮ ની જન્મ જયંતિ ૨૧૯ મી જન્મ જયંતિ છે. જ્યાં ટુકડો ત્યાં હારી ઢુંકડો તે કહેવત મુજબ આપણાં સૌરાસ્ટ્ર માં જયા હારી ના નામનો ટુકડો એટલે કે હરી હર ચાલતું હોય તેવી ઘણી ધાર્મિક જગ્યાઓ છે. પરંતુ આ એકજ જગ્યા સૌરાસ્ટ્રમાં આવી છે કે ત્યાં કોઈ પણ પ્રકારની ભેટ કે રોકડ રકમ લેવામા આવતી નથી.
આવા આપણાં સંત સીરોમણી શ્રી સંત જલારામ બાપા નો જન્મ વિક્રમ સવંત ૧૮૫૬ માં એક લોહાણા સમાજ માં થયો હતો. ઇ. સ. મુજબ તેમનો જન્મ ૧૪ નવેમ્બર ૧૭૯૯ માં થયો હતો. તેમના પિતા પ્રધાન ઠક્કર અને માતા રાજબાઈ ઠક્કર હતું. જલારામ બાપા ને નાનપણ થીજ પોતાના પિતાના વ્યવસાય માં રસ ન હતો. નાનપણ થીજ તે પિતાજી થી છૂટા પડીગયા હતા. તેમના કાકા શ્રી વાલજીભાઇ એ તેમના માતા પિતા તથા જલારામ ને પોતાની સાથે રહેવા કહયું હતું. જેને નાનપણ થી જ હરી નામની લહેર લાગી ગઈ હતી તેવા જલારામ દુ:ખીયાની સેવા, ગરીબને મદદ તેમજ નિરાધારનો આધાર બની હરી રસ માં રંગાઈ ગયા તેમના માતા પણ આકાર્ય માં જોડાઈ ગયા
1816 ની સાલમાં 16 વર્ષ ની ઉમરે તેમના લગ્ન જસદણ તાલુકાનાં હાલના આટકોટ ગામના પ્રગજીભાઇ ની પુત્રી વિરબાઈ માં સાથે થયા. વિરબાઈ માં પણ આવાજ સંત કોટિના જીવ હતા. તે પણ જલારામ બાપા સાથે પોતાના સંસારના જીવનમાથી મુક્ત રહી બાપા સાથે તેઓએ પણ આ બાપા નું ભગીરથ કર્યા માં પૂરા તન મન થી લગી ગયા. આમ બાપા અને બા ગરીબોની સેવા કરતાં કરતાં કાશી , બદરીનાથ ની યાત્રા એ જવાનું નક્કી કર્યું.
આમ બાપા 18 વર્ષ ની ઉમરે ફતેપુર ના ભોજલ રામ બાપાના અનુયાયી બન્યા ગુરુ ધારણ કર્યા. તેની પાસેથી ઉપદેશ લીધો અને પ્રભુ કર્યા માં લગીગયા. તેમણે આપેલ’ ગુરુમંત્ર’ માળા અને રામ નુ નામ લઈ આશીર્વાદ પ્રાપ્ત કરી એવી જગ્યા જોઈ ત્યાં સદાવ્રત ચાલુ કર્યું જ્યાં દુખીય, સાધુ સંતો, ગરીબો આવે તેવીજગ્યાં એ 24 ક્લાક અનક્ષેત્ર ચાલુ કર્યું॰
આવી રીતે બાપા એ અનક્ષેત્ર ચાલુ કર્યું સમય જતાં ત્યાં એક સાધુ મહાત્મા આવ્યા તેઓએ બાપા ને રામની મુર્તિ આપી અને કહયું કે આ અહિયાં સ્થાપિત કરો સમય આવ્યે અહિયાં હનુમાન પ્રગટ થશે. સંત ના કહેવા મુજબ ત્યાં હનુમાનની મુર્તિ પ્રગટ થય. આમ તેમણે ત્યાં રામ લક્ષ્મણ ને જાનકી ની સ્થાપના કરી. અને વિરબાઈ માના સાથ થી ત્યાં આ પ્રભુ કર્યા અવિરત ચાલુ રાખ્યું. આમ સમય જતાં આ કર્યા મોટા સ્વરૂપ માં અનક્ષેત્ર બન્યું અને આજે તો ત્યાં કોઈ ભેટ કે રોકડ રકમ લેવામાં આવતી નથી.
આવતો બાપા ના અસંખ્ય પરચા આજેય લોકો યાદ કરે છે. આમ આ સંત જલીયાણ જોગીએ કઈક લોકોને પોતાના શરણે સમાવી લીધાછે. તેઓના હિન્દુ મુસ્લીમ ધર્મના અનેક અનુયાયી બન્યા છે. ભગવાન તેની પાસે આવ્યા હતા તેની નિશાની આજે પણ વિરપુર ની જગ્યામાં એક કાચની પેટી માં ભગવાનનો દંડો અને જોળી રાખેલ છે. જેના ટ્ય આવનાર ભક્તો દર્શન કરે છે. તેમજ ત્યાં બાપા અને બા જે ઘંટી થી અનાજ દળતા તે ઘંટી પણ હયાત છે.
આજે વિરપુર માં જલારામ નું ભવ્ય મંદિર છે ને ત્યાં અવિરત ભોજન ચાલે છે. ખિચડી નું ભોજન પ્રચલિત છે. સૌરાસ્ટ્ર માં આવો તો વિરપુર માં જલારામ બાપાના દર્શન કરવા આવજો.
જય જલારામ ….