Monday, 23 December, 2024

Jamo Thal Jivan Jau Vari Lyrics in Gujarati

393 Views
Share :
Jamo Thal Jivan Jau Vari Lyrics in Gujarati

Jamo Thal Jivan Jau Vari Lyrics in Gujarati

393 Views

જમો થાળ જીવન જાઉં વારી
ધોવું કર ચરણ કરો ત્યારી
જમો થાળ જીવન જાઉં વારી

બેસો મેલીયા બાજોઠિયા ઢાળી
કટોરા કંચન ની થાળી
જળે ભરીયા ચંબુ ચોખાળી
જમો થાળ જીવન…

કરી કાઠા ઘઉંની પોળી
મેલી રત સાકર માં બોળી
કાઢ્યો રસ કેરીનો ઘોળી
જમો થાળ જીવન…

ગળીયા સાટા ઢેબર ફૂલવડી
દૂધ પાક માલ પૂવા કઢી
પૂરી પોચી થઈ છે ઘીમાં ચઢી
જમો થાળ જીવન…

અથાણાં શાક સુંદર ભાજી
લાવીછું હું તરત કરી તાજી
દહીં ભાત સાકર છે જાજી
જમો થાળ જીવન…
gujjuplanet.com

ચળું કરો લાવું હુ જળઝારી
એલચી લવિંગ સોપારી
પાન બીડી બનાવી સારી
જમો થાળ જીવન…

મુખવાસ મનગમતાં લઈ ને
પ્રસાદી થાળ તણી દઈને
ભૂમાનંદ કહે રાજી થઈને
જમો થાળ જીવન…

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *