જન્માષ્ટમી ક્યારે 6 કે 7 સપ્ટેમ્બર? જાણો શાસ્ત્ર પ્રમાણે કૃષ્ણ જન્મોત્સવ ક્યારે ઉજવવો
By-Gujju04-09-2023
જન્માષ્ટમી ક્યારે 6 કે 7 સપ્ટેમ્બર? જાણો શાસ્ત્ર પ્રમાણે કૃષ્ણ જન્મોત્સવ ક્યારે ઉજવવો
By Gujju04-09-2023
શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની આઠમના દિવસે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ઉજવવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર દ્વાપર યુગમાં આ તિથિની મધ્યરાત્રિએ ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો. તે સમયે રોહિણી નક્ષત્ર હતું. તેથી જ રોહિણી નક્ષત્રમાં જ જન્માષ્ટમી મનાવવામાં આવે છે. આ વર્ષે પણ રોહિણી નક્ષત્ર અને અષ્ટમી તિથિના કારણે જન્માષ્ટમીની તિથિ અંગે મૂંઝવણ છે. જાણો કયો દિવસ આ વર્ષે જન્માષ્ટમી ઉજવવા માટે શુભ રહેશે.
આઠમ તિથિ ક્યારે શરુ થશે અને ક્યારે પતશે?
શ્રાવણે કૃષ્ણ અષ્ટમી તિથિ 06 સપ્ટેમ્બરે બપોરે 03:37 વાગ્યે શરૂ થશે અને 07 સપ્ટેમ્બર, 2023ના રોજ સાંજે 04:14 વાગ્યે સમાપ્ત થશે.
રોહિણી નક્ષત્ર ક્યારે શરુ થશે
રોહિણી નક્ષત્ર 06 સપ્ટેમ્બરે સવારે 09.20 વાગ્યે શરૂ થશે અને 07 સપ્ટેમ્બરે સવારે 10.25 વાગ્યે સમાપ્ત થશે.
જન્માષ્ટમી ક્યારે મનાવવી
06 સપ્ટેમ્બરે રાતે 12 વાગે જન્માષ્ટમીનો તહેવાર મનાવવો શુભ રહેશે. આ દિવસ રોહિણી નક્ષત્ર અને રાત્રિ પૂજા માટે પણ શુભ સમય બની રહ્યો છે. બાળ ગોપાલનો જન્મ મધ્યરાત્રિએ થયો હતો. એટલા માટે આ વર્ષે 6 સપ્ટેમ્બરે મથુરામાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે.